You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CJI શરદ બોબડેની બાઇકસવારી પર સોશિયલ મીડિયામાં વાહ અને વિવાદ કેમ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દેશના મુખ્ય ન્યાયાધીશે નાગપુરની મુલાકાત વેળાએ હાર્લે-ડેવિડસન બાઇકની સવારી કરી હતી.
દેશના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેની હાર્લે-ડેવિડસન લિમિટેડ ઍડિશન CVO 2020 બાઇક સાથેની તસવીર સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ છે.
કેટલાક નેટિઝન્સને જસ્ટિસ બોબડેના તેમના હોમટાઉન નાગપુરનો અવતાર 'ઉબર કૂલ', 'સ્વૅગ'વાળો, 'સ્ટાઇલિશ' અને 'અલગ' લાગ્યો છે.
જસ્ટિસ બોબડે અનેક ઇન્ટરવ્યૂમાં બાઇક, ફોટોગ્રાફી તથા શ્વાન પ્રત્યેના લગાવનો એકરાર કરી ચૂક્યા છે. ગત વર્ષે હાર્લે-ડેવિડસન બાઇકની ટ્રાઇ કરતી વખતે તેઓ પડી ગયા હતા અને તેમને ફ્રૅક્ચર થયું હતું.
જોકે કેટલાક ટ્વિટરાઇટ્સે જસ્ટિસ બોબડેની તસવીરમાં રહેલી બાઇકના માલિક તથા અન્ય કેટલાક મુદ્દાને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
જસ્ટિસ બોબડે દેશના 47મા મુખ્ય ન્યાયાધીશ છે, તેમણે નવેમ્બર-2019માં જસ્ટિસ રંજન ગોગોઈ પાસેથી પદભાર સંભાળ્યો હતો તથા એપ્રિલ-2021 સુધી આ પદ ઉપર રહેશે.
વાહ અને 'ઉબર કૂલ'
વરિષ્ઠ વકીલ વિવેક તનખાએ લખ્યું, "જે લોકો જિંદગીને ચાહતા હોય તે મને ગમે છે. કોઈ દંભ નહીં. કોઈ નાહકનો પ્રોટોકોલ નહીં. લ્યુટિયન્સ દિલ્હી આ પ્રકારના લોકથી ભરેલી છે. હમણાં આપણઆ ચીફ જસ્ટિસ શરદ બોબડેની આ તસવીર સોશિયલ મીડિયા ઉપર જોઈ. અલગ જ વ્યક્તિ. પદ આવે અને જાય, પણ તમારી પાસે એક જ જીવન હોય છે."
કૉલમિસ્ટ તનુજ ગર્ગે લખ્યું કે 'મેં વાંચ્યુ છે કે આપણા ચીફ જસ્ટિસને શ્વાન તથા ફોટોગ્રાફીનો શોખ છે. હવે માયલોર્ડના શોખની યાદીમાં બાઇક પણ ઉમેરવું રહ્યું.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર આદિત્યરાજ કૌલને જસ્ટિસ બોબડેનું આ સ્વરૂપ 'ઉબર કૂલ' લાગ્યું હતું.
એક મત આવો પણ...
દીપક શર્મા નામના યૂઝરે લખ્યું, 'દેશના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ હાર્લે-ડેવિડસનની સવારી કરી છે, ત્યારે અમે ઝડપભેર ન્યાયની આશા રાખી શકીએ?'
સુચિત્રા મોહંતી નામના યૂઝરે લખ્યું, 'હાર્લે-ડેવિડસન મોટરબાઇક સાથે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાનો નવો અવતાર કૂલ છે. પરંતુ માસ્ક ક્યાં માય લૉર્ડ? આ સવાલ પૂછવા બદલ મને માફ કરો, પરંતુ આપ ઉદાહરણરુપ છો, જેને બીજા અનુસરે છે.'
ઍડ્વોકેટ અનિલ સિંહે લખ્યું, 'બાઇક પર ભારતના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે માસ્ક વગર છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું, તેમણે હેલ્મેટ પણ નથી પહેર્યું. સર, શું બધા નિયમ ગરીબો માટે જ છે?'
મહત્ત્વપૂર્ણ ચુકાદા
- તાજેતરમાં પરપ્રાંતીય શ્રમિકોના પલાયન અને હિજરત દરમિયાન તેમને પડતી હાલાકીની 'સુઓ-મોટો' નોંધ લીધી હતી.
- જસ્ટિસ બોબડે રામમંદિર સંબંધિત ચુકાદો આપનારી બેન્ચના સભ્ય હતા.
- જસ્ટિસ રંજન ગોગઈ ઉપરના જાતીય શોષણના આરોપની તપાસ કરાનરી સમિતિના તેઓ અધ્યક્ષ હતા.
- 2016માં તેમના સભ્યપદવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાને લેતાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો