You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહેલી વાર સેક્સ કરવાની યોગ્ય ઉંમર કઈ હોય?
'તમે વર્જિનિટી ક્યારે ગુમાવી?' 'શું તમે હજુ કુંવારા છો?'
તમને ક્યારેક તો કોઈએ આવા સવાલો જરૂર કર્યા હશે. આના સવાલને તમે હસી કાઢ્યો હશે કે આ સવાલ અંગે આશ્ચર્ય અનુભવ્યો હશે અથવા તો તેના જવાબમાં જૂઠ બોલ્યા હશો કે શેખી મારી હશે. ઘણાએ આ સવાલનો જવાબ પ્રામાણિકતા સાથે આપ્યો હશે. જોકે, આ બધી શક્યતાઓનો આધાર એ વાત પર છે કે સવાલ કોને કરાઈ રહ્યો છે.
પરંતુ ખરેખર સેક્સ કરવાની યોગ્ય ઉંમર કઈ? શું તમે ખૂબ નાની ઉંમરે સેક્સ કરવાનું શરૂ કરી દીધું કે યોગ્ય સમયે? તમે કદાચ પોતાની જાતને આ સવાલ કર્યો હશે.
બ્રિટનમાં સેક્સુઅલ બિહેવિયર (જાતીય વર્તન) અંગે કરાયેલા એક સર્વેમાં લોકોને પુછાયું હતું કે તેમને સૌથી વધુ કઈ બાબતનું દુ:ખ છે. આ સર્વેમાં પોતાની વર્જિનિટી ગુમાવનાર યુવાનોએ નાની ઉંમરે સેક્સ કરવાની વાત તેમના જીવનનું સૌથી મોટું દુ:ખ ગણાવ્યું હતું.
20-29 વર્ષના વયજૂથમાં એક તૃતીયાંશ જેટલી છોકરીઓ અને એક ચતુર્થાંશ જેટલા છોકરાઓને એવું લાગતું હતું કે તેમણે 'યોગ્ય સમયે' પ્રથમ વખત સેક્સ નહોતું કર્યું.
બ્રિટનમાં સંમતિથી સેક્સ કરવાની કાયદેસરની ઉંમર 16 વર્ષ છે, જ્યારે ભારતમાં આ ઉંમર 18 વર્ષ છે.
નૅશનલ સર્વે ઑફ સેક્સુઅલ ઍટિટ્યૂડ્સ ઍન્ડ લાઇફસ્ટાઇલ્સ (નેટસલ). સામાન્ય રીતે આ સર્વે એક દાયકામાં એક વખત કરાય છે. યુકેમાં આ સર્વે યુવાના સેક્સુઅલ બિહેવિયર અંગે વિગતવાર માહિતી પૂરી પાડે છે.
લંડન સ્કૂલ ઑફ હાઇજીન ઍન્ડ ટ્રોપિકલ મેડિસિનના સંશોધકોએ વર્ષ 2010થી 2012 દરમિયાન ત્રણ હજાર યુવાનો પાસેથી આ માહિતી એકઠી કરી હતી. આ સર્વેનો રિપોર્ટ બીએમજે સેક્સુઅલ રિપ્રોડક્ટિવ હેલ્થ જર્નલમાં છપાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ, નેટસલ 4 સર્વે પણ કરાયો હતો. જેમાં 16થી 59 વર્ષની વયના 19 હજાર લોકો પાસેથી સપ્ટેમ્બર 2022થી એપ્રિલ 2024 સુધી માહિતી એકઠી કરાઈ હતી.
પ્રથમ વખત સેક્સ માણ્યું એ 'ઉંમર યોગ્ય નહોતી'
સર્વેમાં ભાગ લેનારા યુવાનો પૈકી 40 ટકા છોકરીઓ અને 26 ટકા છોકરાઓને લાગ્યું કે તેમણે જ્યારે પ્રથમ વખત સેક્સ માણ્યું એ 'ઉંમર યોગ્ય નહોતી.'
વધુ વિગતો અંગે પુછાતાં, આ યુવાનોએ કહ્યું કે તેમણે પોતાની વર્જિનિટી ગુમાવવા માટે હજુ થોડી રાહ જોવાની જરૂર હતી. આ પૈકી બહુ ઓછા લોકોએ કહ્યું કે તેમણે પોતાની વર્જિનિટી જલદી ગુમાવી દેવી જોઈતી હતી.
સર્વેમાં ભાગ લેનારા યુવાનો પૈકી મોટા ભાગનાએ પહેલી વખત 18 વર્ષની ઉંમર પહેલાં જ સેક્સ કરી લીધું હતું. જે પૈકી અડધા અને ત્રીજા ભાગના યુવાનોએ તો અનુક્રમે 17 અને 16 વર્ષની ઉંમરે પહોંચે એ પહેલાં જ સેક્સ કરી લીધું હતું.
સંમતિથી સેક્સ
સર્વેમાં આ યુવાનો સેક્સ માટે તૈયાર હતા કે કેમ એ અંગે પણ પૂછવામાં આવ્યું હતું. પહેલી વખત સેક્સ કરનાર લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું એ દરમિયાન તેઓ યોગ્ય રીતે તૈયાર હતા.
50 ટકા જેટલી છોકરીઓ અને 40 ટકા જેટલા છોકરાઓએ આ વાતનો જવાબ નકારમાં આપ્યો.
20 ટકા છોકરીઓ અને દસ ટકા છોકરાઓએ કહ્યું કે પ્રથમ વખત સેક્સ કરતી વખતે તેમની અને તેમના પાર્ટનરની સેક્સ કરવાની ઇચ્છા સમાન નહોતી. આનો અર્થ એ છે કે એ પૈકી કેટલાકને સેક્સ કરવા માટે દબાણ કરાયું હતું.
નેટસલ સર્વેના ફાઉન્ડર પ્રોફેસર કેય વેલિંગ્સે કહ્યું કે સંમતિની ઉંમર એ વ્યક્તિએ સેક્સુઅલી ઍક્ટિવ ક્યારે બનવું એ વાતની નિર્દેશક નથી.
"બધા યુવાનો એકમેકથી અલગ છે. કેટલાક 15 વર્ષની વયે સેક્સ માટે તૈયાર હોય તો કેટલાક 18 વર્ષ સુધી પણ તૈયાર ન હોય એવું બને."
સહસંશોધક ડૉ. મેલિસા પામરે કહ્યું, "સેક્સ માણવા બાબતે યુવતીઓ યુવાનો કરતાં પોતાના પાર્ટનરનું વધુ દબાણ મહેસૂસ કરે છે."
"આ સર્વેમાંથી કેટલીક હકારાત્મક બાબતો સામે આવી છે. જેમ કે, પ્રથમ વખત સેક્સ કરતી વખતે સર્વેમાં ભાગ લેનારા પૈકી દસમાંથી નવ યુવાનોએ કૉન્ડોમનો ઉપયોગ કર્યો હતો. જોકે, નિયમિતપણે સેક્સ કરવાનું ચાલુ કર્યા બાદ યુવાનોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે વધુ કામ કરવાની જરૂરી છે."
તેમના મતે સ્કૂલોમાં સેક્સ ઍજ્યુકેશનમાં યુવાનોની કૉમ્યુનિકેશન સ્કિલ વિકસાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેથી તેઓ પોતાના પ્રથમ સેક્સનો સલામત અને હકારાત્મક અનુભવ લઈ શકે.
સેક્સ માટેનો યોગ્ય સમય કયો?
તમે પહેલી વાર સેક્સ કરવા માટે યોગ્ય છો કે કેમ એ જાણવા માટે પોતાની જાતને આ સવાલો પૂછો :
- શું આ વિચાર બરોબર લાગે છે?
- શું હું મારા પાર્ટનરને પ્રેમ કરું છું?
- શું એ પણ મને એટલો જ પ્રેમ કરે છે?
- શું તમે સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (શારીરિક સંબંધ બાંધવાથી થતા ચેપ) અને એચઆઇવીથી બચાવ માટે કૉન્ડોમના ઉપયોગ અંગે વાત કરી છે? અને શું આ વાતચીત અસરકારક હતી?
- શું તમે ગર્ભાધાન ટાળવા માટે યોગ્ય સાવચેતી રાખી છે ખરી?
- શું હું ગમે ત્યારે 'ના' પાડી શકું, અને શું આ વાત બંનેને મંજૂર રહેશે?
જો તમારા માટે આ બધા સવાલોના જવાબ હા છે, તો આ તમારા માટે યોગ્ય સમય છે.
જોકે, જો નીચે પૈકીના કોઈ પણ એક સવાલનો જવાબ હા હોય તો આ તમારા માટે પ્રથમ વખત સેક્સ માણવાનો યોગ્ય સમય નથી.
- શું મારા પર મારા પાર્ટનર કે મિત્રોનું દબાણ છે?
- શું બાદમાં મને કોઈ પસ્તાવો થશે?
- શું હું મારા મિત્રવર્તુળમાં 'કૂલ' દેખાવા કે 'વટ પાડવા' સેક્સ માણવાનો વિચાર કરી રહ્યો છું?
- શું હું માત્ર મારા પાર્ટનરને મારી સાથે રાખવા માટે સેક્સ માણવા વિચારી રહ્યો/રહી છું?
સ્રોત : એનએચએસ ચૉઇસિસ
સેક્સુઅલ હેલ્થ ચૅરિટી બ્રૂકનાં ઇસાબેલ ઇન્મેન કહે છે કે, "અમે દૃઢપણે માનીએ છીએ કે ઉંમર પ્રમાણેના યોગ્ય સંબંધો અને સેક્સ ઍજ્યુકેશન (આરએસઇ) ઓછી ઉંમરેથી અપાવવાની શરૂઆત થઈ જવી જોઈએ જેથી યુવાનો પોતાની જાત માટે યોગ્ય નિર્ણય લઈ શકે એ માટેનું ક્ષમતાસર્જન કરી શકે.મને લાગે છે કે ફરજિયાત આરએસઇ આ તક પૂરી પાડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન