You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
હિમાલયના પર્વતો પર શિયાળામાં પણ બરફ કેમ નથી જામી રહ્યો?
નિષ્ણાતોનું કહેવું છે કે બરફવર્ષામાં ઘટાડાથી ફક્ત હિમાલયનું સ્વરૂપ જ નહીં બદલાય, તેની અસર ક્ષેત્રમાં રહેતા કરોડો લોકોના જીવન અને ઘણી ઇકૉસિસ્ટમ પર પણ પડશે.
પેની સ્ટૉક્સ : ચિલ્લરના ભાવે મળતા આ શૅરોની શું ખાસિયત છે, તેમાં રોકાણ જંગી વળતર અપાવી શકે?
ભારતીય શૅર બજારમાં પેની શૅરો સૌથી વધારે જોખમી ગણવામાં આવે છે, અને છતાં સોશિયલ મીડિયા ચેનેલો પર આવા શૅરોની ભલામણ કરીને લોકોને લલચાવવામાં આવે છે.
'મેં મૃતદેહોના ઢગલા જોયા, લાશો પર પગ મૂક્યા' રશિયન મહિલાએ લલચાવીને યુદ્ધમાં લડવા માટે ફસાવેલા વિદેશી પુરુષોની કહાણી
40 વર્ષની ભૂતપૂર્વ શિક્ષિકા અઝાર્નિખ મોટાભાગે ગરીબ દેશોના યુવાનોને રશિયન લશ્કરમાં જોડાવા માટે લલચાવવા ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ કરતી હોવાનું બીબીસી આઇની તપાસમાં બહાર આવ્યું હતું.
રાજકોટ વનડેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 285 રનનું લક્ષ્ય આપ્યું, કેએલ રાહુલની સદી – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
'હવે હું મારા પુત્રને મોટો થતો જોઈ શકીશ', એક ઇન્જેક્શનથી દર્દીની આંખમાં દૃષ્ટિ કેવી રીતે પાછી આવી?
આંખની અત્યંત દુર્લભ બીમારી જેમાં અંધાપો આવી શકે, તેની સારવાર શોધવાનો દાવો ડૉક્ટરોએ કર્યો છે. આ ઇન્જેક્શનથી મહિલાને આવેલો આંશિક અંધાપો ખતમ થયો છે.
ઈરાનમાં અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી તો તેની શી અસર થશે? ચાર મુદ્દામાં સમજો
ઈરાનના શાસકો 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી અત્યાર સુધીના સૌથી ગંભીર પડકારનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ વખતે દેશની સરકારે જે જવાબ આપ્યો છે તે અભૂતપૂર્વ છે. પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ઇન્ટરનેટ લગભગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે.
વીડિયો, બરેલી માંજો : ગુજરાતમાં જે માંજા વગર ઉત્તરાયણ અધૂરી તેના કારીગરોની હાલત કેવી કફોડી છે?, અવધિ 6,18
ગુજરાતના પતંગબજારોની મુલાકાત તમે લો તો તમને અહેસાસ થાય કે બરેલીના માંજા વિના ગુજરાતની ઉત્તરાયણ અધૂરી છે.
ઘનઘોર જંગલમાં રહેતો એકલો પરિવાર, જેના પિતા-પુત્ર અન્ય માણસો જોઈને નાસી છૂટે છે
તેલંગાણાના ભદ્રાડી કોઠાકુટ્ટેમ જિલ્લાના અશ્વરાવપેટ મંડળમાં એક ઊંચી ટેકરી પર સ્થિત ઘનઘોર જંગલમાં એક આદિવાસી પરિવાર છેલ્લાં છ વર્ષથી વસવાટ કરે છે. સવાલ એ છે કે એ ત્રણેય ત્યાં શા માટે રહે છે? તેમનું દૈનિક જીવન કેવું છે? સતત છ વર્ષથી જંગલની બહાર ન નીકળેલા આ લોકો વિશે અધિકારીઓ શું કહે છે?
જૂનાગઢ : રાતે તોડફોડ કરાઈ, સવારે કાટમાળ લઈ જવાયો અને આમ પરવીન બાબીનું ઘર તોડી પડાયું
જૂનાગઢમાં નવાબી કાળના જૂના મહેલ પાસે આવેલા દીવાનચોક વિસ્તારમાં પરવીન બાબીનું આ પૈતૃક ઘર આવેલું હતું. સ્થાનિકોનો દાવો છે કે આ ડિમોલિશનનું આ કામ 'સરકારી તંત્ર' દ્વારા કરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ એ અંગે ચોકસાઈપૂર્વક કંઈ ખબર નહોતી. પરવીન બાબી ચૅરિટેબલ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટીએ આ ડિમોલિશનને 'ગુંડા તત્ત્વોનું કામ' અને 'સરકારી તંત્રની બેદરકારી' ગણાવી કાયદાકીય પગલાંની માગ કરી છે.
ભારત/વિદેશ
ઇસરોનું પીએસએલવી-સી62 મિશન નિષ્ફળ, અવકાશમાં મોકલેલા 15 ઉપગ્રહોનું શું થશે?
સોમવારે પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટેનાં સેટેલાઇટ સહિત અન્ય ઉપકરણો અને 16 પેલોડ લઈ જતું એક ભારતીય રૉકેટ લૉન્ચ થયા પછી નિર્ધારિત માર્ગ પરથી ભટકી ગયું હતું. જેને ઇસરોના ભરોસાપાત્ર ગણાતા પ્રક્ષેપણ યાન માટે વધુ એક ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે.
અમેરિકાએ હુમલો કર્યો તો ઈરાન યુદ્ધ માટે 'તૈયાર', ટ્રમ્પે શું ધમકી આપી?
ઈરાનમાં લોકો રસ્તા પર ઊતરતાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેવતણી આપી કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો તેઓ 'જોરદાર હુમલો કરશે.' ટ્રમ્પે કહ્યું કે તેઓ 'જેનાથી સૌથી વધુ દુ:ખાવો થાય એવી જ ઈજા પહોંચાડશે.' તેમણે એવું પણ કહ્યું કે અમરિકા ઈરાની શાસનનો વિરોધ કરનારાની મદદ માટે તૈયાર છે.
ચીન સામેની એ લડાઈ જ્યારે ભારતીય સૈનિકોએ પીછેહઠ કરવાને બદલે મોતને વહાલું કરી લીધું
તાજેતરમાં આવેલી બૉલીવુડની એક ફિલ્મે ભારત અને ચીન વચ્ચેના 1962ના યુદ્ધની એક વિસરાયેલી લડાઈની યાદો ફરી તાજી કરી છે. ફિલ્મ '120 બહાદુર' એ ભારતીય સૈનિકોની શૌર્યગાથા દર્શાવે છે, જેમણે લદ્દાખના થીજવી દેતા હિમાલયના પહાડોમાં 'રેઝાંગ લા પાસ'ને સુરક્ષિત રાખવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.
જર્મનીમાં ફસાયેલી ગુજરાતની બાળકી અરિહા શાહ મામલે હવે ભારતના વિદેશ મંત્રાલયે શું જાણકારી આપી?
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એમ પણ કહ્યું છે આ મામલાને ઉચ્ચસ્તરે ઉઠાવવામાં આવ્યો છે અને વડા પ્રધાન મોદીએ પણ જર્મન ચાન્સલર સાથેની વાતચીતમાં આનો ઉલ્લેખ કર્યો છે.
એગ્ઝ ફ્રીઝિંગ કરવાનો મહિલાઓમાં વધી રહ્યો છે ટ્રૅન્ડ, તે કોને માટે જોખમી બની શકે છે?
નવી પેઢીની મહિલાઓ રિલેશનશિપની અનિશ્ચિતતાની પરવા કર્યા વગર સ્વતંત્રતાનો આનંદ માણવામાં માને છે અને સાથે સાથે તેઓ પોતાની ફર્ટિલિટી જાળવવા માટે પણ પ્રયાસ કરે છે. પરંતુ શું એગ્ઝ ફ્રીઝિંગ તેનો સરળ ઉપાય છે? તેનાં જોખમો કયાં-કયાં છે?
ગાંડાતૂર હાથીનો આતંક, કેવી રીતે નવ દિવસમાં 20 લોકોને કચડી નાખ્યા?
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસા તથા કોલહાન વન ક્ષેત્રમાં એક હાથીના હુમલામાં નવ દિવસમાં 20 લોકોએ જાન ગુમાવ્યા છે. તેનાથી આ વિસ્તારના રહેવાસીઓમાં ફફડાટ પેસી ગયો છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ : ભાજપ ફરીથી સોમનાથને શરણે જઈ રહ્યો છે?
8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી યોજાનાર આ પર્વનું સોમનાથ ખાતે 'ભવ્ય' આયોજન કરાઈ રહ્યું છે ત્યારે આ પર્વના રાજકીય સંદેશ અને મર્મ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
બીઇ અને બીટેક: એન્જિનિયરિંગના આ બે કોર્સ વચ્ચે શું કશો તફાવત હોય છે, કારકિર્દી પર કેવી અસર કરે છે?
ભારતમાં એન્જિનિયરિંગના બે કોર્સ - બીઇ અને બીટેક્ ચાલે છે. શું ખરેખર આ બંને ડિગ્રીઓ એકસમાન છે કે તેમાં કોઈ ફરક હોય છે?
શેવાળમાંથી બનેલાં કપડાં તમે પહેરો અને પહેરો તો કેવો ફાયદો થાય?
યુએનના પર્યાવરણ કાર્યક્રમ દ્વારા જણાવ્યા મુજબ, વિશ્વભરમાં દર સેકંડે એક ટ્રક ભરીને કપડાં કચરાના ઢગમાં ફેરવાય છે, તમે જે કપડાં પહેરો છો એ પર્યાવરણને કેવું નુકસાન કરે છે, નવી ટૅક્નૉલ઼જી આ નુકસાન ઘટાડવા માટે શું કરી શકાય?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ