BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
વેનેઝુએલા પછી ઈરાન કે ક્યુબા, એ પાંચ દેશ જે હોઈ શકે છે ટ્રમ્પના નિશાના પર
તાજેતરના દિવસોમાં વોશિંગ્ટનના પ્રભાવ હેઠળ રહેલા દેશોને પણ તેમણે ચેતવણીઓ આપી છે. હવે ટ્રમ્પની નજર કયા દેશો પર હોઈ શકે છે?
કૅનેડામાં ગુજરાતીઓ સહિત લાખો ભારતીયો પર જોખમ, લીગલ સ્ટેટસ ગુમાવશે તો શું થશે?
કૅનેડાએ હવે ઈમિગ્રેશનના નિયમો વધુ ચુસ્ત બનાવવાનો નિર્ણય લીધો છે. તેના કારણે 2028 સુધીમાં કૅનેડામાં પર્મેનન્ટ રેસિડન્ટ્સ, વિદેશી વિદ્યાર્થીઓ, ટેમ્પરરી વર્કર્સ અને રેફ્યુજીની સંખ્યામાં મોટો ઘટાડો થવાની શક્યતા છે.
બાંગ્લાદેશ : 'એ હિન્દુ હતો એટલે ટોળાએ આટલો ક્રૂર વ્યવહાર કર્યો', મૃતક દીપુ દાસના ઘરમાં કેવો માહોલ છે?
અનેક સવાલોના હજુયે જવાબ મળ્યા નથી પણ અહીં સવાલ એ થાય છે કે, ભીડ દીપુ સુધી પહોંચી કેવી રીતે? કપડાંની જે ફેક્ટરીમાં દીપુ કામ કરતા હતા, ત્યાંના લોકોએ શું કર્યું? જો પોલીસને આગોતરી માહિતી મળી ગઈ હતી, તો તેણે દીપુની સલામતી માટે ગોઠવણ શા માટે ન કરી? આ સવાલોના કોઈ જવાબ નથી.
વીડિયો, 'માંડ માંડ બચ્યાં' - ગાંધીનગરમાં દૂષિત પાણીથી 100થી વધુ લોકોને ટાઇફોઇડ, આવું કેવી રીતે થયું? , અવધિ 3,34
ગાંધીનગરના સેક્ટર 24, 25, 26, 27 તેમજ આદિવાડા અને જીઆઇડીસી વિસ્તારમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો છે. લોકોનું કહેવું છે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જવાથી આમ થયું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને તેમનો જીવ પણ માંડ માંડ બચ્યો છે. 100 કરતાં પણ વધુ લોકોને ટાઇફોઇડ થયો છે, જેમાં સૌથી વધુ અસર બાળકોને થઈ હતી. ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લઈને ગાંધીનગર સિવિલમાં ખાસ વૉર્ડ ઊભો કર્યો હતો
શિવાજી સુરતમાંથી કેટલો ખજાનો લૂંટી ગયા અને અંગ્રેજોને તેમણે હાથ પણ કેમ નહોતો લગાડ્યો?
છત્રપતિ શિવાજી મહારાજે સુરતને બે વખત લૂંટ્યું હતું. બંને હુમલામાં શિવાજીના લશ્કરે લાખોની લૂંટ કરી હતી. પરંતુ તમને ખબર છે કે આ બંને હુમલા વખતે તેઓ સુરતમાં અંગ્રેજોને લૂંટી શક્યા નહોતા? તે વખતે સુરતમાં અંગ્રેજો અને વલંદા (ડચ)ઓની કોઠી હતી. આ કોઠીમાં લાખોનો માલ પડેલો હતો. પરંતુ એવું શું થયું કે મરાઠાઓ અંગ્રેજોને જરા પણ નુકસાન ન કરી શક્યા? આ સમજવા માટે આપણે આખા ઇતિહાસને સમજીએ.
'મારું અપહરણ કર્યું છે અને હું હજુ પણ રાષ્ટ્રપતિ છું', કોર્ટમાં માદુરોએ શું કહ્યું?
ન્યૂ યૉર્ક સિટીની કોર્ટના દરવાજા ખૂલ્યા તે પહેલાં સાંકળનો અવાજ સંભળાયો. તે વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોના પગમાં બાંધવામાં આવેલી સાંકળનો અવાજ હતો. કોર્ટમાં પગ મૂકતાની સાથે જ તેમણે રિપોર્ટરો તથા સામાન્ય લોકોથી ભરેલી ગૅલરી તરફ જોઈને કહ્યું કે તેમનું 'અપહરણ' કરવામાં આવ્યું છે.
100 વર્ષના ડૉ. લક્ષ્મીબાઈએ ઘર વેચી ઍઇમ્સને 3.4 કરોડ રૂપિયા દાન કરી દીધા, હવે ક્યાં રહેશે?
તમને કદાચ વિશ્વાસ ન થાય, પરંતુ ઓડિશાના બ્રહ્મપુરનાં ડૉ. કે. લક્ષ્મીબાઈએ મહિલાઓના સ્વાસ્થ્યને સુધારવા માટે પોતાની બધી સંપત્તિ દાન કરવાનું નક્કી કરી લીધું. તેમણે આ નિર્ણય લીધો એટલું જ નહીં પણ તેના માટે તેમણે પોતાનું ઘર પણ વેચી દીધું.
જૂનાગઢ : સિંહણને બેભાન કરવા છોડેલું ઇન્જેક્શન ટ્રેકરને લાગતા મોત, આ દવા માણસો માટે કેમ ઘાતકી હોય છે?
જૂનાગઢના નાની મોણપરી ગામે સિંહણને બેભાન કરવા માટે રેસ્ક્યૂ ટીમના પશુ ડૉક્ટરે દવા ભરેલું એક ઇન્જેક્શન બંદૂકની મદદથી સિંહણ તરફ છોડ્યું, પરંતુ ઇન્જેકશન સિંહણને ન લાગતા બચાવ કામગીરીમાં મદદ માટે હાજર અશરફ ચૌહાણ નામના વાઇલ્ડલાઇફ ટ્રેકરને હાથમાં અકસ્માતે ભોંકાઈ ગયું.
પીઠનો દુખાવો અચાનક કેમ થાય છે અને તેમાંથી રાહત કેવી રીતે મળે?
મોટા ભાગના લોકોને જીવનના કોઈને કોઈ તબક્કે પીઠનો દુખાવો પરેશાન કરતો હોય છે. સામાન્ય રીતે આ દુખાવો થોડાં અઠવાડિયાં વીતતાં ઓછો થઈ જાય છે, પણ વારંવાર થતો દુખાવો રોજિંદા જીવનને મુશ્કેલ બનાવી દે છે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
માદુરોને શા માટે કાળાં ચશ્માં અને હેડફોન પહેરાવ્યાં હતાં, નિષ્ણાતો શું કહે છે?
શનિવારે અમેરિકાની સેનાએ એક ઑપરેશનમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્ની સિલિયાને 'પકડી' લીધાં હતાં. એ પછી નિકોલસ માદુરોની તસવીર રિલીઝ કરવામાં આવી હતી, જે મિનિટોમાં વિશ્વભરમાં વાઇરલ થઈ ગઈ હતી.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો કોણ છે અને અમેરિકાની સૈન્યકાર્યવાહી પાછળ તેલભંડારોની કેવી ભૂમિકા છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્નીને અમેરિકાના વિશેષદળોએ પકડી લીધાં છે.
ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને સુપ્રીમ કોર્ટમાંથી જામીન ન મળ્યા
સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે દિલ્હી હિંસા કેસમાં પાંચ આરોપીને જામીન આપી દીધા છે, જ્યારે ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામની જામીન અરજી નકારી કાઢી છે. અદાલતે જેમને જામીન આપ્યા છે, તેમાં મીરાન હૈદર, શીફા-ઉર-રહમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાહદાબ અહમદનો સમાવેશ થાય છે. તેમના પર 12 શરતો લાદવામાં આવી છે.
સાઉદી અરેબિયા અને યુએઇ : બે મુસ્લિમ દેશોના તણાવથી પાકિસ્તાન માટે કેવી મુશ્કેલી ઊભી થશે?
સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે યમનનાં અલગાવવાદી જૂથોને સમર્થન અંગે શરૂ થયેલો વિવાદ થોડો હળવો બનતો જઈ રહ્યો છે. જોકે, નિષ્ણાતોનો મત છે કે બંને દેશો વચ્ચે તણાવમાં થયેલો આ ઘટાડો કામચલાઉ છે, અને ભવિષ્યમાં અન્ય કોઈ બાબત અંગે આ બંને વચ્ચેનું ઘર્ષણ વધી શકે છે.
શાહરુખની ટીમ 9 કરોડમાં ખરીદેલા બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિજુર રહમાનને રિલીઝ કરે તો તેને રિફંડ મળે?
ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડે આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકતા નાઇટ રાઇડર્સને કહ્યું છે કે તે બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર મુસ્તફિજુર રહમાનને ટીમમાંથી રિલીઝ કરી દે.
ફિક્સ્ડ ડિપૉઝિટ સિવાય રોકાણના અન્ય રસ્તા કયા છે, એ ચાર વિકલ્પો જે વધુ વળતર આપી શકે
ઘણા લોકો નવા વર્ષમાં પોતાનું સ્વાસ્થ્ય જાળવવાનો સંકલ્પ કરે છે, એવી જ રીતે કેટલાક લોકો નાણાકીય શિસ્તના પાલન અને યોગ્ય રોકાણ કરવાનો વિચાર પણ કરે છે, પરંતુ યોગ્ય વિકલ્પ અંગે અવઢવમાં રહે છે.
એ ગામ જ્યાં ત્રણથી વધુ દાગીના પહેરવા પર પ્રતિબંધ મૂકાયો
આદિવાસી પ્રદેશ જૌનસાર બાવરના ખેડૂતોએ ગામનાં સુખ-શાંતિ જળવાઈ રહે, તે માટે ઘરેણાં પહેરવાની સીમા નક્કી કરી છે. જોકે, મહિલાઓને લાગુ પડતો આ નિર્ણય તેમની ગેરહાજરીમાં લેવાયો હતો.
કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ કેવું દેખાશે અને નાગરિકોને કેવી અસર થશે?
આયોજનના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અનેક માળખાકીય સુવિધાઓ વધારવાની, તેમજ નવી સુવિધાઓ ઊભી કરવાની સરકારની યોજના છે. એએમસી હાલ શહેરની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ- જેમ કે નવા સ્ટેડિયમ, નવા રસ્તાઓ વગેરે - બનાવવા માટેની તૈયારી કરી રહ્યું છે.
ચાંદીના ભાવ અઢી લાખ રૂપિયાની પાસે કેવી રીતે પહોંચી ગયા, વર્ષ 2026માં ચાંદીની ખરીદી કરાય કે નહીં?
વર્ષ 2025માં ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે અને તેણે સોના કરતાં પણ ઘણું વધારે વળતર આપ્યું છે. હવે ચાંદીનો ભાવ કઇ દિશામાં જશે અને રોકાણકારોએ શું કરવું?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





































































