બરેલી માંજો : ગુજરાતમાં જે માંજા વગર ઉત્તરાયણ અધૂરી તેના કારીગરોની હાલત કેવી કફોડી છે?

બરેલી માંજો : ગુજરાતમાં જે માંજા વગર ઉત્તરાયણ અધૂરી તેના કારીગરોની હાલત કેવી કફોડી છે?

બરેલીના આ માંજાની માગ ઉત્તરાયણમાં ગુજરાતમાં અતિશય રહેતી હોય છે. બરેલીના વેપારીઓના મતે મકરસંક્રાતિ સમયે ગુજરાતમાં સૌથી વધારે બરેલીનો માંજો જ વેચાય છે. ગુજરાતના પતંગબજારોની મુલાકાત તમે લો તો તમને અહેસાસ થાય કે બરેલીના માંજા વિના ગુજરાતની ઉત્તરાયણ અધૂરી છે.

બરેલીનો માંજો માત્ર ગુજરાત નહીં પરંતુ પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશનાં અનેક રાજ્યોમાં પ્રસિદ્ધ છે. આ માંજો ભારતની બહાર ફ્રાન્સ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ વેચાય છે.

અમદાવાદના બજારમાં બરેલીના ત્રણ હજાર વાર માંજાની કિંમત 800થી 900 રૂપિયા સુધીની હોય છે, જ્યારે અહીં એક 10,800 મીટર માંજો ઘસનાર કારીગરને 400થી 500 રૂપિયા અને માંજો ફિરકી પર લપેટનારને 300થી 350 રૂપિયા મળે છે.

બરેલીના માંજાની વિશેષતા શું છે, એ કેવી રીતે બને છે?

માંજો બનાવતા કારીગરોની સ્થિતિ અત્યંત કંગાળ કેમ છે?

જાણો આ વીડિયો અહેવાલમાં...

અહેવાલ: જિગર ભટ્ટ, અલ્તાફ અને અવધ જાની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન