You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યોગી આદિત્યનાથ: ઉત્તર પ્રદેશમાં ગૌરક્ષાને નામે કોઈને ચેકિંગની છૂટ નથી
- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, લખનૌથી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં ગૌરક્ષાના નામે કોઈ પણ રસ્તાઓ ઉપર ગાયોનું ચેકિંગ કરે, આ પ્રકારની છૂટ કોઈને નથી.
બીબીસી સાથેની એક ખાસ વાતચીતમાં યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે તેમના શાસનમાં કોઈ પણ ધર્મના લોકોને કોઈ પણ પ્રકારનો ભય ના હોવો જોઈએ અને કાયદો સહુ માટે સમાન છે.
ઉત્તર પ્રદેશમાં લગભગ બે વર્ષ પહેલા સત્તામાં આવ્યા પછીથી યોગી આદિત્યનાથ સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે.
એક તરફ જ્યાં ગેરકાયદેસર કતલખાના બંધ થયા છે તો બીજી તરફ કથિત ગૌમાંસ ખાવાને નામે અને ગાયની તસ્કરીના નામે ઘણી હિંસક ઘટનાઓ પણ બની છે.
આ સવાલના જવાબમાં કે શું ગૌરક્ષાને નામે થનારી કાર્યવાહીની આડમાં કેટલાંક અસામાજિક તત્વોમાં એવી હિંમત નથી આવી ગઈ કે તેઓ રસ્તાઓ ઉપર ગાયોનું ચેકિંગ કરે છે?
તમે આ વાંચ્યું કે નહીં?
યોગી આદિત્યનાથનો જવાબ હતો, "ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની છૂટ કોઈને નથી. આમ પણ, યુપીમાં ગૌહત્યા અપરાધ છે એટલે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે. "
"કાયદો કોઈના દબાણમાં કામ નહીં કરે અને ના કોઈના હાથનું હથિયાર નહીં બને."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને પૂછવામાં આવ્યું કે શું આ ઘટનાઓ પછીથી બીજા ધર્મના લોકોમાં ભય નથી વ્યાપી ગયો?
યોગી આદિત્યનાથનો જવાબ હતો, "કોઈ ઉપર દબાણ નથી અને પ્રદેશમાં અલ્પસંખ્ય્કો સહિત સહુની સુરક્ષા અમારી જવાબદારી છે."
તમામને ધર્મનું પાલન કરવાની આઝાદી
તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા બે વર્ષોમાં ઉત્તર પ્રદેશમાં દરેક તહેવાર શાંતિપૂર્વક રીતે મનાવવામાં આવે છે અને અહીં તમામ લોકોને પોતાની જાતિ, ધર્મ અથવા ધર્મનું પાલન કરવાની પૂરી આઝાદી છે.
હાલમાં જ પશ્ચિમી ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ગૌમાંસના અવશેષ મળવાની વાત ઉપર એક ગુસ્સે થયેલી ભીડે નજીકના ચિંગરાવટી થાણા ઉપર હુમલો કરી દીધો હતો.
આ હિંસામાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
પ્રદર્શન કરી રહેલા એક સ્થાનિક યુવકનું પણ ગોળી વાગવાથી મોત થઈ ગયું.
બુલંદશહેરના જે વિસ્તારમાં આ ઘટના બની છે, ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર સિંહ લોધી છે અને તેમની ફરિયાદ આજે પણ યથાવત છે.
બીબીસી સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "કાર્યવાહી તો ઉચ્ચ-સ્તરીય હોવી જોઈતી હતી, હજુ તો કાર્યવાહીની કોઈ દિશા જ નથી. એટલે મેં ન્યાયિક તપાસની માંગ કરી છે."
આપને આ પણ વાંચવું ગમશે
જ્યારે મુખ્યમંત્રી આદિત્યનાથને પૂછવામાં આવ્યું કે આ રીતનાં આરોપો પછીથી પ્રદેશના અફસરો ઉપર દબાણ દેખાયું છે અને આપની સરકારનું મનોબળ કેટલું તૂટે છે જ્યારે પોતાની પાર્ટીના લોકો તપાસથી સંતુષ્ટ નથી, તો તેમનો જવાબ હતો, "એ બંને વસ્તુઓ તો સાથે ચાલશે જ."
તેમણે કહ્યું, "જન પ્રતિનિધિ જનતાની સહુથી નજીક હોય છે. સ્વાભાવિકપણે જ તે જનતાની વાત કરશે, તેમને બોલવું પણ જોઈએ. "
"પરંતુ ખોટા કામની પરવાનગી અમારી સરકાર ના આપી શકે. બીજી વાત એ કે, જો ક્યાંય પણ કોઈથી કોઈ ચૂક માટે એ જ વખતે જવાબદારી નક્કી કરવામાં આવશે."
યોગીના અનુસાર, "ભવિષ્યમાં બુલંદશહેર જેવી ઘટનાઓ ફરીવાર ના થઈ શકે એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે અને જેણે પણ કાયદાને પોતાના હાથમાં લીધા છે, એમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે."
'પોલીસને ફાયર કરવાથી રોકી નથી શકાતા'
લગભગ બે વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં યોગીના નેતૃત્વમાં ભાજપ સરકાર બન્યા બાદથી 67થી વધુ પોલીસ એન્કાઉન્ટરની ઘટનાઓ બહાર આવી છે અને એમાંથી ઘણાં નકલી હોવાના આરોપ પણ સરકાર ઉપર મુકાયા છે.
તાબડતોબ થયેલા ઍન્કાઉન્ટર્સ ઉપર ફક્ત વિધાનસભા અને સંસદમાં ઉહાપોહ મચ્યો છે બલકે રાષ્ટ્રીય માનવાધિકાર કમિશન ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે.
યોગી આદિત્યનાથે નકલી ઍન્કાઉન્ટર્સના આરોપોને ખોટાં જણાવતા કહ્યું, "અમે કોઈ પણ ખોટાં કામમાં વિશ્વાસ નથી ધરાવતા. અમે લોકો જનતાની સેવા કરવા આવ્યા છીએ અને મારું માનવું છે કે મારી સરકારમાં એક પણ ઍન્કાઉન્ટર્સ ખોટું નથી થયું.
તેઓ કહે છે, "ઉત્તર પ્રદેશ પોલીસને સુપ્રીમ કોર્ટ અને માનવાધિકાર કમિશન દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવાનો આદેશ છે."
જો કે, આ પછી યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે, "પરંતુ જો કોઈ પોલીસ ઉપર જબરદસ્તી ફાયર કરતું હોય તો તમે પોલીસને ફાયર કરવાથી અટકાવી ના શકો."
હાલમાં જ બીબીસીએ કહેવાતા નકલી ઍન્કાઉન્ટર્સની ગહન તપાસ કરી હતી જેમાં મન અને મારી સહયોગીની સાથે વાતચીતમાં ઘણાં પીડિત પરિવારોએ, ખાસ કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં, "કેસ પાછા લેવાનું દબાણ"ની વાત દોહરાવી હતી.
જ્યારે યોગી આદિત્યનાથની સામે આ વાત મુકવામાં આવી તો તેમણે કહ્યું, "એવી કોઈ વાત નથી ભાઈ. કોઈ પણ પરિવાર ઉપર કોઈ પ્રકારનું દબાણ નથી.
તેમણે કહ્યું, "આજથી બે વર્ષ પહેલા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સ્થિતિ અત્યંત ખરાબ હતી, એસિડ હુમલાની ઘટનાઓ થતી હતી, કોમી હિંસા થતી હતી. આજે તો આવું નથી થતું."
ખેડૂતોની દેવા માફી પાછળ દુર્ભાવના નથી
યોગી આદિત્યનાથે છેલ્લા બે વર્ષમાં પોતાની સરકારના વહીવટ વિષે પણ વાત કરી અને કહ્યું કે, "અમે જ્યારે સરકારમાં આવ્યા હતાં ત્યારે પડકારો વધુ હતાં. અમને વીજળીકરણ, રસ્તાઓના વિકાસ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ટૉઇલેટ્સની સાથે સાથે ખેડૂતોની દેવા માફી માટે હજારો કરોડની રકમ લગાવી છે."
આ જ મુદ્દે એમને પૂછવામાં આવ્યું કે, "ભારતમાં આજે પણ કરદાતાઓની સંખ્યા બહુ જ ઓછી છે અને સરકારો -ભલે તે કોંગ્રેસની હોય કે ભાજપાની- કરમાંથી એકત્ર કરેલા પૈસાને શું રાજકીય ફાયદા અથવા વોટ-બેંક પોલિટિક્સ માટે ઉપયોગમાં લે છે?"
યોગી આદિત્યનાથે જવાબ આપ્યો, "ખેડૂતોના દેવા માફ કરવા પાછળ અમારી કોઈ દુર્ભાવના નથી. એ તમામ પૈસા અમે ખોટાં ખર્ચા ઓછા કરીને લગાવ્યા છે."
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ આગામી કુંભ મેળાના આયોજન સાથે સંલગ્ન સવાલો ઉપર પણ જવાબ આપ્યા અને કહ્યું કે, "અમારો પ્રયત્ન છે કે એ અત્યાર સુધીનો સહુથી સ્વચ્છ અને સુરક્ષિત કુંભ મેળો બની રહે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો