You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં હિંસાના વિરોધમાં યુપીએસસી ટૉપર આઇએએસ શાહ ફૈસલનું રાજીનામું
જમ્મુ-કાશ્મીરથી 2009માં સિવિલ સર્વિસની પરીક્ષામાં ટૉપ કરનારા આઇએએસ અધિકારી શાહ ફૈસલે કાશ્મીરમાં હિંસા અને થઈ રહેલી હત્યાઓના વિરોધમાં પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે.
પોતાના ટ્ટિટર એકાઉન્ટ દ્વારા તેમણે આ અંગેની જાહેરાત કરી હતી.
એમણે લખ્યું કે "કાશ્મીરમાં બેરોકટોક થઈ રહેલી હત્યાઓ અને કેન્દ્ર સરકાર દ્વારા કોઇપણ વિશ્વસનીય પહેલને અભાવે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કાશ્મીરીઓની જિંદગી અગત્યની છે."
અગાઉ હિજબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાણીની સુરક્ષા દળો સાથે થયેલી અથડામણ મામલે પણ તેમણે ફેસબુક પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
એ વખતે શાહ ફૈસલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી કે કાશ્મીરની હાલત પર તેઓ દુઃખી છે.
એ વખતે તેઓ કાશ્મીરમાં શિક્ષણ વિભાગમાં પ્રમુખ હતા અને કાશ્મીર હિંસામાં મીડિયાના વલણથી નારાજ હતા.
એમણે બુરહાન વાની સાથે એમની તસવીર દેખાડવા પર નારાજગી વ્યકત કરી હતી.
એમણે કહ્યુ હતુ કે મીડિયાની એક જમાત ફરીથી કાશ્મીરમાં હિંસાની એક ખોટી તસવીરો રજુ કરી રહી છે, લોકો વચ્ચે ફૂટ પડાવી રહી છે અને નફરત ફેલાવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું, 'કાશ્મીર હાલમાં થયેલાં મૃત્યુઓ પર રડી રહ્યું છે અને ન્યૂઝરુમથી ફેલાવાઈ રહેલા પ્રૉપેગૅન્ડાથી કાશ્મીરમાં નફરત અને ગુસ્સો વધી રહ્યો છે.'
શાહ ફૈસલના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા ઓમર અબ્દુલ્લાહે ટ્વીટ કર્યું, 'આ બ્યૂરોક્રસી માટે નુકસાનકારક છે પણ રાજનીતિ માટે નફાકાર છે. સ્વાગત છે.'
ઓમરે રાજકારણમાં પ્રવેશવા માટે ફૈસલને આમંત્રણ આપ્યું અને કહ્યું કે પોતાના ભવિષ્યનાં આયોજનો એમણે જાહેર કરવા જોઈએ.
શાહ ફૈસલ 2019ની લોકસભા ચૂંટણી લડશે એવું ટ્ટીટ પણ જોવા મળ્યું છે.
તેઓ પોતાના આગામી આયોજન અંગે શુક્રવારે પત્રકાર પરિષદ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો