You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં શટડાઉન બેઠકમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે કેમ ચાલતી પકડી?
અમેરિકામાં શટડાઉનને પગલે સરકારી કામકાજ આંશિક રુપે બંધ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયાં છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઉકેલ માટેની બેઠકમાંથી બાય બાય કહી દીધું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટ્સ નેતાઓ સાથે વાત ન કરી અને બેઠકમાંથી બહાર નીકળી ગયા.
ડેમોક્રેટ્સ નેતાઓ નેન્સી પોલેસી અને ચક શૂમરે અમેરિકા અને મેક્સિકો વચ્ચે દીવાલ બનાવવા ભંડોળ આપવાનો ઇન્કાર કરતાં જ તેઓ બાય બાય કહીને બેઠકમાંથી નીકળી ગયા હતા.
ટ્રમ્પે બેઠક અંગે કહ્યું કે તે "સમયની સંપૂર્ણ બરબાદી છે."
ત્યારબાદ એમણે ટ્ટીટ કરીને ટોચના ડેમોક્રેટ્સ નેતાઓને "બાય બાય" કહી દીધાની જાણકારી આપી હતી.
બુધવારની બેઠક બાદ વ્હાઇટ હાઉસની બહાર બંને પક્ષના લોકો દ્વારા આરોપ-પ્રત્યારોપનો માહોલ જોવા મળ્યો.
પ્રતિનિધિ ગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું કે "વેતન વિહીન કર્મચારીઓની વિશાળ ફોજને જે વ્યાપક નૂકસાન થઈ રહ્યું છે તેના માટે ટ્ર્મ્પ જવાબદાર છે."
શૂમર ચકે કહ્યું કે, પ્રમુખ આ બાબતે અસંવેદનશીલ છે, "એમને એવું લાગે છે કે જાણે આ એમનાં પિતા પાસે થોડાં વધારે પૈસા માગવા જેવું છે પણ એવું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં એમણે જણાવ્યું કે નેન્સી પેલોસીએ દીવાલ માટે ભંડોળ આપવાની ના કહેતા જ તેઓ તરત નીકળી ગયા હતા.
એમણે પૂછ્યું "સ્પીકર પેલોસી તમે મારી દીવાલ સાથે સહમત છો?" અને નેન્સી પેલોસીએ ના પાડી, ત્યારબાદ "તો પછી આપણી પાસે ચર્ચા માટે કંઈ નથી એમ કહીને તેઓ નીકળી ગયા."
"અમને ફરીવાર ગુસ્સો અને ખીજ જોવા મળી કેમ કે એમને જોઈએ છીએ એ રસ્તો ન મળ્યો."
ન્યૂ યૉર્કના સેનેટરે ટ્રમ્પે ટેબલ પર "હાથ પછાડ્યા" હોવાનું પણ કહ્યું હતું. જોકે, ઉપ પ્રમુખ માઇક પેન્સે એને રદિયો આપ્યો છે.
કેવિન મેકાર્થીએ કહ્યું કે ડેમોક્રેટ્સનું વર્તન "અભદ્ર" હતું.
અગાઉ આપેલી છે કટોકટીની ધમકી
અગાઉ ટોચના ડેમોક્રેટ્સ નેતાઓ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અને મેક્સિકો વચ્ચે દીવાલ બનાવવા માટે કૉંગ્રેસને નજરઅંદાજ કરીને રાષ્ટ્રીય કટોકટી પણ જાહેર કરી શકે છે.
ટ્રમ્પે ભારપૂર્વક એવું કહ્યું હતું કે જ્યાં સુધી દીવાલ માટે ભંડોળ નથી મળતું ત્યાં સુધી તેઓ એક પણ બિલ પર સહી નહીં કરે.
આ અવરોધને લીધે આશરે 8 લાખ સરકારી કર્મચારીઓને ગત 22 ડિસેમ્બરથી વેતન નથી ચૂકવાયું.
ગત બેઠક બાદ ટ્રમ્પે એક પત્રકારના સવાલ પર કહ્યું હતું કે એમણે ધમકી આપી છે કે જરુર પડી તો તેઓ સરકારી એજન્સીઓને અનેક વર્ષો સુધી ઠપ રાખવા માટે પણ તૈયાર છે અને રાષ્ટ્રીય કટોકટી વિશે પણ વિચારી શકે છે.
આંશિક શટડાઉનનો મતલબ શું છે ?
શટડાઉનના કારણે આશરે 8 લાખ સરકારી કર્મચારીઓ કામ પર નથી જઈ શકતા. શટડાઉનના કારણે ગૃહ સુરક્ષા, પરિવહન, કૃષિ, રાજ્ય અને ન્યાય જેવા વિભાગો સહિત ફેડરલ સરકાર ઠપ ગયા છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યો બંધ થઈ ગયા છે. આના લીધે એમના પર નભતા ધંધાઓને પણ અસર પહોંચી છે.
પેન્શન અને આરોગ્ય સેવાઓ જેવા ફેડરલ કાર્યક્રમો, મિલિટરી, બૉર્ડર પેટ્રોલ, કૉસ્ટ ગાર્ડ, ફેડરલ ન્યાયતંત્ર, ઍર ટ્રાફિક કંટ્રોલ અને ઍરપૉર્ટ સુરક્ષા વગેરે સેવાઓ તેમજ યૂએસ પોસ્ટલ સર્વિસ ચાલું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો