જ્યારે ચિમ્પાન્ઝીના વીર્યથી મહિલાને ગર્ભધાન કરાવી વાનરમાનવ પેદા કરવાનો પ્રયાસ થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેલિયા વેન્ચુરા
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
ચાર્લ્સ ડાર્વિને 1871માં "ધ ઑરિજિન ઑફ મૅન" પુસ્તક પ્રગટ કર્યું ત્યારે વિજ્ઞાન અને સમાજમાં ભારે હલચલ મચી ગઈ હતી.
એકાદ મહિના પછી એક કાર્ટૂન પ્રગટ થયું, જે બહુ જાણીતું બની રહ્યું છે. તેમાં એવું દર્શાવાયું હતું કે મનુષ્ય વાનરમાંથી ઊતરી આવ્યો છે, જેના કારણે ડાર્વિનના સિદ્ધાંત માટેની એક ગેરસમજ ઊભી થઈ જે આજે પણ ચાલતી આવી છે. એપમાંથી માણસ આવ્યો તેવી વાત ખરેખર ડાર્વિને કરી નહોતી.
ચાર દાયકા પછી 1910માં ઑસ્ટ્રિયાના ગ્રાઝમાં વર્લ્ડ કૉંગ્રેસ ઑફ ઝૂઓલૉજિસ્ટ મળી હતી, તેમાં રશિયાના બાયૉલૉજિસ્ટ ઇલ્યા ઇવાનોવિચ ઇવાનોવે એપમાંથી ખરેખર ઊતરી આવનારો માનવ બનાવી શકાય તેની વાત કરી હતી. એટલે કે એપમૅન સર્જવાની વાત કરી હતી.
ઇવાનોવે દાવો કર્યો હતો કે ભવિષ્યમાં કદાચ મનુષ્ય અને તેના પૂર્વજ વચ્ચેનો હાઇબ્રિડ મનુષ્ય પેદા કરવાનું શક્ય બનશે.
આવા પ્રયોગમાં ઊભા થનારા નૈતિક વિરોધોને દૂર કરવા માટે કુદરતી સહવાસને ભલે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી તે શક્ય બનશે એમ તેમણે જણાવ્યું હતું.
તે વખતે આ વિશે માત્ર ચર્ચાઓ જ ચાલી હતી.
પરંતુ 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે પછી ઇવાનોવે ખરેખર આવો પ્રયોગ કરવાની તક પણ મળી હતી.
ફેબ્રુઆરી 1926માં ઇવાનોવ તે વખતે ફ્રેન્ચ વેસ્ટ આફ્રિકા તરીકે ઓળખાતા અને હવે ગીની તરીકે ઓળખાતા દેશમાં ઇતિહાસના સૌથી વધુ વિચિત્ર પ્રયોગ કરવા માટે જવા નીકળ્યા હતા. તેઓ એપ અને મનુષ્ય વચ્ચેની સંકર જાતિ ઊભી કરવા માગતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માટેનું ફંડ બોલ્શેવિક સરકારે આપ્યું હતું અને તેના કારણે આજ સુધી ઇતિહાસકારો અને વિજ્ઞાનીઓ વિચારતા રહ્યા છે કે તેમનો ઇરાદો શું હશે.

આગવી પ્રતિભા

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાણીઓમાં હાઇબ્રિડ - સંકર જાત તૈયાર કરવામાં અને કૃત્રિમ ગર્ભાધાનની બાબતમાં ઇવાનોવ માસ્ટર ગણાતા હતા.
1896માં તેમણે પીએચ.ડી. કક્ષાની ફિઝિયૉલૉજીમાં ડિગ્રી મેળવી હતી અને ત્યાર બાદ પૅરીસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં બૅક્ટેરિયૉલૉજીના સંશોધનમાં જોડાયા હતા. બાદમાં તેઓ ઇવાન પાવલોવ જેવા વિશ્વ પ્રસિદ્ધ ફિઝિયૉલૉજિસ્ટ સાથે જોડાયા હતા.
પાવલોવને જે સર્જિકલ ટેકનિકો માટે નોબલ પ્રાઇઝ મળ્યું હતું તેનો ઉપયોગ કરીને જ તેઓ પ્રાણીઓના સેક્સ ગ્લેન્ડને મેળવી શક્યા હતા અને તેનો ઉપયોગ કરીને ઘોડાઓમાં કૃત્રિમ ગર્ભાધાન માટેની રીત તૈયાર કરી હતી.
બાદમાં ખેતીમાં ઉપયોગી બીજાં પશુઓમાં પણ તેમનાં સંશોધનનો ઉપયોગ થયો હતો અને તે રીતે જગતભરમાં ઇવાનોવનું નામ થઈ ગયું હતું.
જોકે રશિયામાં ક્રાંતિ થઈ તેના કારણે અન્ય ઘણા વિજ્ઞાનીઓની જેમ તેમનું પણ કામ અટકી પડ્યું હતું.
તેમના પ્રયોગોને સહાય કરનારું કોઈ રહ્યું નહીં અને આખું વર્ષ તેઓ કોઈ કામ કરી શક્યા નહીં.
1924 સુધીમાં તેમના મનમાં એપમૅનનો વિચાર ફરી આવવા લાગ્યો હતો, જેની વાત તેમણે ઑસ્ટ્રિયામાં કરી હતી.


કેમ એપમૅનનું સર્જન કરવા માગતા હતા રશિયન?

- 1910માં ઑસ્ટ્રિયાના ગ્રાઝમાં વર્લ્ડ કૉંગ્રેસ ઑફ ઝૂઓલૉજિસ્ટ મળી હતી, તેમાં રશિયાના બાયૉલૉજિસ્ટ ઇલ્યા ઇવાનોવિચ ઇવાનોવે એપમાંથી ખરેખર ઊતરી આવનારો માનવ બનાવી શકાય તેની વાત કરી હતી ઇવાનોવ
- તે વખતે ફ્રેન્ચ વેસ્ટ આફ્રિકા તરીકે ઓળખાતા અને હવે ગીની તરીકે ઓળખાતા દેશમાં ઇતિહાસના સૌથી વધુ વિચિત્ર પ્રયોગ કરવા માટે જવા નીકળ્યા હતા. તેઓ એપ અને મનુષ્ય વચ્ચેની સંકર જાતિ ઊભી કરવા માગતા હતા
- આ માટેનું ફંડ બોલ્શેવિક સરકારે આપ્યું હતું અને તેના કારણે આજ સુધી ઇતિહાસકારો અને વિજ્ઞાનીઓ વિચારતા રહ્યા છે કે તેમનો ઇરાદો શું હશે
- રશિયાના પ્રવાસ દરમિયાન જ આ હેતુ માટે લઈ જવાઈ રહેલાં કેટલાંક ચિમ્પાન્ઝી મરી ગયાં અને જે બચ્યાં તે પણ તેનું વીર્યદાન થઈ શકે તે પહેલાં મોત પામ્યાં
- પરંતુ રશિયામાં સિક્રેટ પોલીસ દ્વારા તમને એક ફરિયાદ આધારે પકડી લેવાતા આ પ્રયોગ અટકી પડ્યો અને ક્યારેય પૂરો ન થઈ શક્યો, જાણો આ પ્રયોગને લગતી રસપ્રદ વાતો
વાનર મનુષ્યની સંકર જાત

ઇમેજ સ્રોત, Getty Images
પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં પણ તેમણે આ માટે વાત કરી હતી, જ્યાં તેઓ સ્પર્મ ડિસઇન્ફેક્શન પર પ્રયોગો કરી રહ્યા હતા. તેમનો આ વિચાર પસંદ કરવામાં આવ્યો હતો અને ફ્રેન્ચ ગીનીના કિન્ડિયા વિલેજ ખાતેની ઇન્સ્ટિટ્યૂટમાં ચિમ્પાન્ઝી રાખવામાં આવ્યાં હતાં તેનો ઉપયોગ કરવાની મંજૂરી મળી હતી.
તેમના માટે આ મંજૂરી બહુ ઉપયોગી હતી, કેમ કે એક તો પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી મંજૂરી મળી રહી હતી અને બીજું કે આફ્રિકા જેવા દેશોની જેમ રશિયામાં આ પ્રકારના સસ્તન પ્રાણીઓ (પ્રાઇમેટ) મળતાં નહોતાં.
જોકે આ પ્રયોગ માટે પ્રવાસો કરવા અને તેના માટેના બીજા ખર્ચ માટેનું ફંડ તેમની પાસે હતું.
આથી તેમણે સોવિયેત સરકારના અધિકારી એનાટોલી લ્યુનાચેરસ્કીનો સંપર્ક કર્યો અને $15,000 ડૉલરના ભંડોળની માગણી કરી હતી, પરંતુ તેમને બહુ રસ પડ્યો નહોતો.
તેના એકાદ વર્ષ પછી બોલ્શેવિક સરકારમાં વિજ્ઞાનની બાબતોને પ્રોત્સાહન આપવા માટે જાણીતા નિકોલોય પ્રેટોવિચ ગોર્બુનોવને સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂશનમાં નિમણૂક મળી અને તેમના માટે માર્ગ મોકળો થયો.
આ પ્રોજેક્ટમાં ગોર્બુનોવને રસ પડ્યો અને તેમણે સરકારના નાણપંચ સમક્ષ તેની રજૂઆત કરી. પંચે અકાદમી ઑફ સાયન્સમાંથી $10,000 ડૉલરની ભલામણ મેળવી. "પ્રોફેસર ઇવાનોવના વૈજ્ઞાનિક કાર્યની સિદ્ધિ માટે અને આફ્રિકાના એપની સંકર જાત પેદા કરવા માટે" ફંડની ફાળવણી થઈ.
આ રીતે આખરે તેમની પાસે બધો સરંજામ તૈયાર થઈ ગયો: બંદર, ફંડ અને જ્ઞાન. હવે બસ પ્રયોગ પાર પાડવાનો હતો.

અશક્ય લાગતું મિશન

ઇમેજ સ્રોત, Getty Images
તમે સમજી ગયા હશો કે આ પ્રયોગ નિષ્ફળ ગયો હતો, કેમ કે નહીં તો તેઓ વધારે પ્રસિદ્ધ બની ગયા હોત.
નિષ્ફળતાનું પહેલું કારણ એ કે તેઓ કિન્ડિયા પહોંચ્યા ત્યારે બાળ ચિમ્પાન્ઝી જ હતાં, જે ગર્ભધારણ કરી શકે તેમ નહોતાં.
ઇવાનોવે પૅરીસ પાછા ફરવું પડ્યું અને ચિમ્પાન્ઝીને કેવી રીતે પકડવાં અને કાબૂમાં રાખવાં તેના ઉપાય શોધવામાં સમય વિતાવ્યો હતો.
દરમિયાન રિજુવનેશન થેરપી માટે જાણીતા થયેલા સર્જે વોરોનોફ સાથે પણ તેમણે કામ કર્યું હતું.
તેમણે એપના ટેસ્ટિકલ્સના હિસ્સા લઈને એક ધનિક વૃદ્ધમાં લગાવ્યા હતા કે જેથી તે ફરીથી જાતીય રીતે સક્ષમ થઈ શકે.
તેમની યોજના એવી પણ હતી કે કોઈ આફ્રિકન સ્ત્રીનું ગર્ભાધાન તેની જાણકારી કે સહમતી વિના જ ઉરાંગઉટાનના વીર્યથી કરી દેવું, પરંતુ ફ્રેન્ચ સરકારે તે માટે મનાઈ કરી દીધી હતી.
આના કારણે હવે ઇવાનોવે રશિયા પરત ફર્યા સિવાય છૂટકો નહોતો. તેઓ ચિમ્પાન્ઝીનું ઝૂંડ લઈને રશિયા પહોંચ્યા અને એવી કોઈ રશિયન નારીની શોધમાં લાગ્યા જે તેના વીર્યને પોતાના ગર્ભમાં લેવા તૈયાર થાય.
જોકે રશિયાના પ્રવાસ દરમિયાન જ કેટલાંક ચિમ્પાન્ઝી મરી ગયાં અને જે બચ્યાં તે પણ તેનું વીર્યદાન થઈ શકે તે પહેલાં મોત પામ્યાં.

જાન માટે જોખમ

ઇમેજ સ્રોત, Getty Images
ઇવાનોવ પોતાના પ્રયોગ માટે કોશિશ કરી રહ્યા હતા ત્યારે સોવિયેત સંઘમાં સાંસ્કૃતિક ક્રાંતિ શરૂ થઈ ગઈ હતી.
ઇવાનોવ જૂની પેઢીના મહાનુભાવોમાં ગણાયા હતા અને તેના કારણે તેમના પર હુમલો થઈ શકે તેમ હતો. ડિસેમ્બર 1930માં સિક્રેટ પોલીસે તેમને પકડી લીધા હતા. ખેડૂતોમાં ક્રાંતિ વિરુદ્ધ સંગઠન ઊભું કરવાનો આરોપ તેમની સામે મુકાયો હતો અને તેમને કઝાખસ્તાનની રાજધાની મોકલી દેવાયા હતા.
તેમની સામે ફરિયાદ કરનારા હતા તેમની જ વેટરનરી ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરનારા ઓરેન્ટ નેમેન. તે વખતની પરંપરા પ્રમાણે ઇવાનોવનું સ્થાન હવે તેમને અપાયું.
જોકે 1931માં સ્ટાલિને જૂની પેઢીના લોકો સામેની કાર્યવાહી પડતી મૂકવાનો આદેશ આપ્યો એટલે ઇવાનોવ છુટ્યા હતા.
જોકે આટલો સમય જેલમાં રહ્યા તેના કારણે તેમની તબિયત બગડી હતી. તેમને અપાયેલી એક શ્રદ્ધાંજલિમાં જણાવ્યા અનુસાર "તેમને જેલમાંથી મુક્ત કરીને મોસ્કો લઈ જવાના હતા અને હૉસ્પિટલમાં દાખલ કરવાના હતા, પણ તેના એક દિવસ પહેલાં જ તેમને લકવાનો હુમલો થયો હતો."
આ રીતે તેમનો પ્રયોગ પણ કાયમ માટે બંધ થઈ ગયો.
તેમનાં પત્રો, નોટબુકો, ડાયરીઓ વગેરે આર્કાઇવમાં સચવાયાં હતાં. સોવિયેત સંઘના વિઘટન પછી તેનો અભ્યાસ કરવાનું સંશોધકોને મળ્યું હતું.
સોવિયેત યુગમાં જન્મેલા અને હાલમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં કામ કરતા ઇતિહાસકાર ઍલેક્ઝાન્ડર એટકિન્ડ કહે છે કે, "આ બધા દસ્તાવેજોમાંથી એ સમજી શકાયું નથી કે શા માટે આવો પ્રયોગ કરવાનો હતો".
માહિતી ઉપલબ્ધ થઈ છે તેના પરથી કેટલીક ધારણાઓ બાંધી શકાય છે.

પ્રયોગો માટેના પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
મનુષ્ય અને વાનરની સંકર જાત પેદા કરવામાં માત્ર ઇવાનોવને રસ હતો તેવું નથી.
અગાઉ પણ મનુષ્ય અને પ્રાઇમેટ પશુઓ વચ્ચેની સંકર જાત પેદા કરવા માટે ઘણા વિજ્ઞાનીઓને રસ પડતો રહ્યો છે.
19મી સદીમાં ફ્રાન્સમાં પણ આવા પ્રયોગો વિચારાયા હતા એમ કહેવાય છે.
1971માં યેલે યુનિવર્સિટીના બાયોલૉજીના પ્રોફેસર ચાર્લ્સ રેમિંગ્ટને પણ આવા પ્રકારનાં સંશોધનોનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે દેખીતી રીતે જ આવા પ્રયોગોથી મનુષ્યને ઉપયોગી જાણકારી મળશે.
આપણને અત્યારે વિચિત્ર લાગે, પણ ઇવાનોવના સમયગાળામાં પણ ઘણા બાયૉલૉજિસ્ટ આવા પ્રયોગ માટે વિચારતા હતા તે પણ અગત્યનું છે.
પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના ઍસોસિએટ ડિરેક્ટર ઈલી મેચિન્કોફે 1910ના દાયકાની મધ્યમાં ડચ ઝૂઓલૉજિસ્ટ હર્માન મોએન્સને આવા જ એક પ્રયોગ માટે કોન્ગો જવાની મંજૂરી આપી હતી.
જર્મનીના સેક્સોલૉજિસ્ટ હર્માન રોલેડરે પણ મનુષ્ય અને વાનરના હાઇબ્રિડ પ્રયોગો માટે વિચાર્યું હતું અને તેમને લાગતું હતું કે તેનાથી ઉત્ક્રાંતિ માટેના જરૂરી પુરાવા મળશે.

ધર્મ વિરુદ્ધ વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images
બોલ્શેવિકને લાગતું હતું કે ઉત્ક્રાંતિ વિશેના પુરાવા મળે તે મૂલ્યવાન છે. ઇવાનોવે પ્રથમવાર સોવિયેત સરકારને દરખાસ્ત મૂકી ત્યારે તેમની સાથે જર્મનીના કૃષિ વિભાગના કમિશનરનો પત્ર જોડ્યો હતો તેમાં પણ આવી વાત હતી.
કમિશનર લેવ ફ્રેડરિકસને લખ્યું હતું કે "પ્રોફેસર ઇવાનોવે રજૂ કરેલી થીમથી... ધાર્મિક ધારણાઓને નક્કર રીતે નકારી શકાય છે અને આપણે ચર્ચના સંકજામાંથી કામદારોને મુક્ત કરાવવા માગીએ છીએ તેમાં પ્રચાર માટે પણ બહુ ઉપયોગી થાય તેમ છે."
ઇવાનોવની દરખાસ્ત સાથે અન્ય એક પત્ર પણ હતો તે બર્લિનના સર્ગેઇ નોવિકોવનો હતો. તેમણે લખ્યું હતું કે હાઇબ્રિડનો આ પ્રયોગ "ભૌતિકવાદ માટે બહુ જરૂરી છે."
એટકિન્ડના એક લેખમાં લખ્યું હતું કે ઇવાનોવ એપમૅન બચ્ચું પેદા કરી શકશે તો, "આપણે કેટલા નિકટથી સંકળાયેલા છીએ તેની ડાર્વિનની થિયરી સાચી પુરવાર થશે."
ડાર્વિન સાચા છે તેવું સાબિત થાય તો તેનો ઉપયોગ ધર્મની સામે થઈ શકે, કેમ કે સોવિયેત સત્તાધીશો અંધશ્રદ્ધાથી મુક્ત સમાજ નિર્માણ કરવા માગતા હતા.

સમાજને બદલી નાખવાનું સપનું

ઇમેજ સ્રોત, Getty Images
સોવિયેત સત્તાધીશો માત્ર ધર્મની માન્યતાઓને દૂર કરવા માગતા હતા તેવું નહોતું, તેઓ સમાજને બદલી નાખવા માગતા હતા.
એટકિન્ડ કહે છે, "રાજકારણીઓ રાજકીય વ્યવસ્થા બદલી શકે, ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી શકે, સામૂહિક ખેતી લાવી શકે, પણ લોકોને બદલી નાખવાનું કામ વિજ્ઞાનીઓને આપવું પડે તેમ હતું."
"હેતુ એવો હતો કે લોકો સોવિયેત સમાજ માટેની સામ્યવાદી વિચારસરણીને સ્વીકારી લે."
તેનો એક રસ્તો ઉત્તમ માણસોની વસતિ વધે તે માટે તેમના વીર્યનું કૃત્રિમ ગર્ભાધાન વધારવાનું હતું અને નબળા લોકોનાં સંતાનો પેદા ના થાય તે જોવાનું હતું. સ્પર્ધા, લોભ અને સંપત્તિ એકઠી કરવાની વૃત્તિ સિવાયની વસતિ ઊભી કરવાની ઇચ્છા હતી.
આવા ઈરાદાઓ આ પ્રયોગ પાછળ હતા તેવું સ્વીકારતા એટકિન્ડ કહે છે, "મનુષ્યને બદલી નાખવા માટેના ઘણા પ્રોજેક્ટ હતા."
"ઇવાનોવનો પ્રયોગ તેમાં બહુ એક્સ્ટ્રીમ હતો, પણ જો તે સફળ થયો હોત તેનાથી સાબિત થયું હોત કે મનુષ્યને તદ્દન બદલી નાખી પણ શકાય છે."
પણ કદાચ ઇરાદો આટલો સારો ના પણ હોય...

તમને યાદ છે વોરોનોફનો રિજુવનેશન થેરપીનો પ્રયોગ?

ઇમેજ સ્રોત, Getty Images
કદાચ બોલ્શેવિક સત્તાધીશો એટલા માટે તૈયાર થઈ ગયા હતા કે ઇવાનોવ ચિમ્પાન્ઝી રશિયામાં લઈને આવવાનાં હતાં. તેના આધારે તેમને પોતાના દેશમાં જ જાતીય તાકાત પ્રાપ્ત થવાની એષણા કદાચ હતી.
કેટલાક માટે ઇવાનોવ એવું ઉદાહરણ છે, જેમાં વિજ્ઞાની કશુંક નવું શોધવા માટે એટલા બધા ઉત્સાહમાં આવી જાય છે કે તે કરવું જોઈએ કે નહીં તેનો વિચાર જ નથી કરતા.
કશુંક એવું કરી નાખવું કે જેનાથી કુદરતની અને જિનેટિક્સની એક સીમાને ના વટાવવાનું હિતાવહ હોય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













