પિરિયડ : માસિક સ્રાવમાં કઈ હદ સુધીની પીડા ચલાવી લેવાય અને ક્યારે તેને ગંભીરતાથી લેવી જોઈએ?

માસિક સ્ત્રાવ વખતે મોટા ભાગની સ્ત્રીઓને ઓછી કાં તો વધુ પીડા થતી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માસિક સ્ત્રાવ વખતે મોટા ભાગની સ્ત્રીઓને ઓછી કાં તો વધુ પીડા થતી હોય છે
    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .
લાઇન
  • માસિક સ્ત્રાવ વખતે મોટા ભાગની સ્ત્રીઓને ઓછી કાં તો વધુ પીડા થતી હોય છે
  • આ પીડાને ઘણી વાર સામાન્ય ગણીને તેના પર ધ્યાન નથી અપાતું, પણ તે કોઈ ચોક્કસ મેડિકલ તકલીફનું લક્ષણ પણ હોઈ શકે છે
  • ખરેખર ક્યારે માસિક સ્ત્રાવ વખતે થતા વધુ પડતા દુખાવાને ક્યારે ગંભીર માનવો જોઈએ
લાઇન

માસિક સ્રાવ દરમિયાન લગભગ દરેક મહિલાને પીડાનો અનુભવ થતો હોય છે.

ઋતુકાળ વખતે મોટા ભાગે પેટમાં ખેંચાવ થતો હોય છે અને ઘણી વાર પીઠ, સાથળ, પગ કે અન્ય અંગોમાં પણ દુખાવો થતો હોય છે.

આ દરમિયાન ક્યારેક થોડો, ક્યારેક સતત દુખાવો થતો હોય છે અથવા ઘણી વાર એક તબક્કે વધારે પડતી પીડા પણ થતી હોય છે.

ઊબકા આવવા, પેટમાં ગરબડ થવી કે માથામાં સણકા આવવા એવું પણ થતું હોય છે.

દરેક સ્ત્રી માટે આ પીડા કે દુખાવો અલગ અલગ હોય છે, અલગ અલગ ભાગમાં દુખાવો થતો હોય છે અને તેની તીવ્રતામાં પણ દરેક સ્ત્રી પ્રમાણે ફરક હોય છે.

line

શા માટે પિરિયડ પીડાદાયક બને છે?

ઋતુકાળ વખતે સોજો પણ ચડી જતો હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઋતુકાળ વખતે સોજો પણ ચડી જતો હોય છે

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ન્યુફિલ્ડ્સ ડિપાર્ટમેન્ટ ઑફ વિમૅન્સ અને રિપ્રોડક્ટિવ હેલ્થનાં સંશોધક ડૉ. કેટી વિન્સન્ટે બીબીસીને જણાવ્યું કે "30થી 50% સ્ત્રીઓને પિરિયડમાં પીડા થતી હોય છે અને તેમાં કેટલાકને દુખાવો વધી જાય છે ત્યારે તેમના જીવનને પણ અસર કરે છે."

તેઓ સમજાવતાં કહે છે, "આપણને પિરિયડ આવે ત્યારે ગર્ભાશયમાં સંકોચન થાય છે, જેથી લોહી બહાર નીકળી જાય."

"અને તે પછી ક્લોટ બહાર નીકળતા હોય છે અને તેના કારણે તેને બહાર નીકળી જવા માટે ગર્ભમુખ પહોળું થાય અને તે પછી તેમાં પણ સંકોચન થાય."

બીજું કે ઋતુકાળ વખતે સોજો પણ ચડી જતો હોય છે.

ગર્ભાશયના ટિશ્યૂમાંથી સ્રાવ થાય તેના કારણે પણ પીડા થતી હોય છે અને તે વખતે શરીર પ્રોસ્ટાગ્લેન્ડિન્સ પણ છોડે છે, જેનો આ સમયગાળામાં વધારો થતો હોય છે.

પ્રોસ્ટાગ્લેન્ડિન્સ કોષમાં પેદા થતો ચરબીયુક્ત પદાર્થ છે અને તેની શરીરમાં ઘણી બધી ભૂમિકા છે.

દાખલા તરીકે ઋતુકાળ વખતે આ પદાર્થને કારણે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન થાય છે અને તેના કારણે સોજાની સ્થિતિ પેદા થાય છે અને તેનાથી પીડા થાય છે.

પ્રોસ્ટાગ્લેન્ડિન્સ હોર્મોન્સ નથી પણ તે એવી રીતે કામ કરે છે કે હોર્મોન્સ સાથે જોડાઈ જાય છે.

ડૉ. વિન્સેન્ટ કહે છે, "અમે નિશ્ચિત માનીએ છીએ કે સોજો થાય છે તેનું કારણ આ જ છે અને તેના કારણે જ દુખાવો થાય છે."

પરંતુ આ રીતે સોજો શા માટે થાય છે અને તેના કારણે થતી પીડા શા માટે હોય છે?

વિન્સેન્ટ કહે છે, "સોજાના કેટલાક હકારાત્મક ફાયદા જ હોય છે. તમને કોઈ ઈજા થાય ત્યારે સોજો થાય છે અને તેના કારણે એવી પ્રક્રિયા શરૂ થાય છે, જેથી સાજા થવામાં કોષને સહાય મળે. સાજા થવાની આ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે દુખાવો થાય અને તેના કારણને આપણને ખ્યાલ આવે કે કોષો સાજા થઈ રહ્યા છે."

શરીરને સાજા થવા માટે આ એક જરૂરી પ્રક્રિયા છે.

આ રીતે માસિક સ્રાવ દરમિયાન પીડા થાય છે તેનું કારણ એ હોય છે કે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ગર્ભાશયની દવાલ પર લેપ જેવું થાય છે, જેથી સુધારો જલદી થાય. સાથે જ સ્રાવ થયો હોય તે બધો જ બહાર નીકળી જાય તે માટે આવું થતું હોય છે.

આ પ્રક્રિયા વધારે પડતી થાય, વધારે સ્રાવ થાય ત્યારે તેને કારણે સમસ્યા થાય છે.

line

પીડાને ક્યારે ગંભીરતાથી લેવી

ઘણી સ્ત્રીઓ દુખાવો થાય ત્યારે તેના માટેની પીડાશામક ગોળી કે દવા લઈ લેતી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણી સ્ત્રીઓ દુખાવો થાય ત્યારે તેના માટેની પીડાશામક ગોળી કે દવા લઈ લેતી હોય છે

ઘણી મહિલાઓ દુખાવો થાય ત્યારે તેના માટેની પીડાશામક ગોળી કે દવા લઈ લેતી હોય છે.

જોકે અન્ય કેટલાક કિસ્સામાં એવું બની શકતું હોય છે કે કોઈ મેડિકલ સ્થિતિને કારણે પણ પીડા થતી હોય છે.

એક સમસ્યા હોય છે કે ફાઇબ્રોઇડ્સની જે એક પ્રકારની બિનકેન્સર કોષ ધરાવતી ટ્યૂમર હોય છે. તે ગર્ભાશયની આસપાસમાં થાય અને તેના કારણે તે પીડા કરી શકતી હોય છે.

પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ (PID)ને કારણે પણ પીડા થતી હોય છે. આ એક પ્રકારનું બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન છે, જે ફેલોપિયન ટ્યૂબ કે ઓવરીમાં થાય છે અને તેનાથી પીડા થાય છે.

જાતીય સંસર્ગને કારણે લાગતા ચેપને કારણે પણ જે બૅક્ટેરિયા આવે તેને કારણે પણ PID થાય છે. ક્લેમાઇડિયા અને ગોનોરિયા જેવા આ બૅક્ટેરિયા છે અને PID રોગ ધરાવતી વ્યક્તિ સાથે અસુરક્ષિત સેક્સ થાય ત્યારે તેનો ચેપ લાગી જાય છે.

ગર્ભનિરોધ માટે ગર્ભાશયમાં જે ડિવાઇસ લગાવવામાં આવે છે તેના કારણે પણ પિરિયડ વખતે પીડા થાય છે.

જોકે પેલ્વિક પીડા થવાનું સૌથી વધુ મોટું કારણ હોય છે ઍન્ડોમેટ્રિયોસિસ.

લાઇન

માસિક સ્રાવતમાં પીડાનાં સંભવિત કારણો

  • ઍન્ડોમેટ્રિયોસિસ
  • માયોમાસ
  • કોપરથી બનેલી ઇન્ટ્રાયુરેટાઇન ડિવાઇસ (IUD)
  • પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ (PID)
  • પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS)
  • જાતીય સંસર્ગથી લાગતો ચેપ
  • સ્રોત: યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ.
લાઇન

ન્ડોમેટ્રિયોસિસ શું છે

સ્કૉટલૅન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીના ગાયનેકોલૉજી એન્ડ રિપ્રોડક્ટિવ સાયન્સ વિભાગના પ્રોફેસર ઍન્ડ્રૂ હોર્નેએ ઍન્ડોમેટ્રિયોસિસ પર સંશોધન કર્યું છે. તેઓ બીબીસીને જણાવે છે, "યુટેરસની લાઇનિંગ પર ટિશ્યૂ થાય તેને આપણે ઍન્ડોમેટ્રિયોસિસ તરીકે ઓળખીએ છીએ. પેલ્વિક, ઓવરી, બ્લેડરમાં પણ તે જોવા મળતા હોય છે."

છથી 10 ટકા મહિલાઓમાં આ સમસ્યાને કારણે પીડા થતી હોય છે અને તેના કારણે ગર્ભાધાનમાં પણ મુશ્કેલી થાય છે.

કેવાં કારણોસર ઍન્ડોમેટ્રિયોસિસ થાય તે હજી સમજી શકાયું નથી, પણ તેના કારણે મહિલાઓને પીડા થાય છે અને જીવન મુશ્કેલ બનાવી દેવાય છે તે સ્પષ્ટ થયું છે.

ઍન્ડ્રૂ હોર્ને કહે છે, "ઍન્ડોમેટ્રિયોસિસને કારણે શું અસર થઈ શકે છે તેને આપણે હળવાશથી લેવું જોઈએ નહીં. જેમને થાય તેમને આ બીમારી બહુ પીડાદાયક સાબિત થતી હોય છે."

"જોકે શા માટે આ બીમારી થાય છે તેની આપણી સમજ હજી મર્યાદિત છે."

આ રીતે નિષ્ણાતો સમજાવે છે કે સ્ત્રીઓને પીડા થવાનું આ એક મહત્ત્વનું કારણ છે અને હજી સુધી તેનું નિદાન કરવાનું કામ સહેલાઈથી કરી શકાતું નથી.

તેઓ વધુમાં જણાવે છે, "ઍન્ડોમેટ્રિયોસિસનાં લક્ષણો એવાં હોય છે કે માસિકમાં થતો દુખાવો થાય તેમ માનીને તેની અવગણના કરવામાં આવે છે."

"બીજી બીમારી જેવાં જ લક્ષણો હોવાથી ઍન્ડોમેટ્રિયોસિસનું નિદાન કરવું મુશ્કેલ હોય છે. તેમાં પેટમાં ગરબડ લાગે છે અને કબજિયાત જેવું લાગે છે અને તેથી નિદાન જલદી થતું નથી."

line

ન્ડોમેટ્રિયોસિસનાં લક્ષણો

પ્રોફેસર હોર્ને જણાવે છે સૌથી મોટું લક્ષણ એ છે કે માસિક સ્રાવ વખતે આના કારણે દુખાવો થાય છે, પરંતુ તે સિવાય કુદરતી હાજત વખતે, મૂત્રત્યાગ વખતે અને જાતીય સંસર્ગ વખતે પણ આ બીમારીને કારણે દુખાવો થઈ શકે છે.

સ્કેન કે બ્લડ ટેસ્ટથી પણ ઍન્ડોમેટ્રિયોસિસ પકડી શકાતું નથી. માત્ર લેપ્રોસ્કોપીથી જ એન્ડોમેટ્રિયોસિસ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે.

પેટમાં નાનકડો કાપો મૂકીને સર્જરી થાય છે અને તેના લેપ્રોસ્કોપ દાખલ કરીને ઍન્ડોમેટ્રિયોસિસ પેલ્વિક કેવિટીમાં ક્યાં છુપાયેલું છે તે શોધવામાં આવે છે.

બીજું કે ઍન્ડોમેટ્રિયોસિસ માટે હજી સુધી કોઈ ઇલાજ શોધવામાં આવ્યો નથી અને માત્ર તેનાં લક્ષણોમાં રાહત મળે તે માટે જ ઇલાજ કરવામાં આવે છે.

ઍન્ડોમેટ્રિયોસિસ વધારે થાય ત્યારે સર્જરીથી તેને દૂર કરી શકાય છે. ઘણી વાર યુટેરસ કાઢી નાખવા માટેનું હિસ્ટિરેક્ટમી કરવામાં આવે છે. એક હોર્મોનલ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે.

હાલમાં ઍન્ડોમેટ્રિયોસિસ માટે જે સંશોધનો ચાલી રહ્યાં છે તેમાં આ બીમારીને રોકવા અને તેનો ઇલાજ શોધવા માટે કોશિશ ચાલી રહી છે. કોઈ દવા કે સારવાર ઉપલબ્ધ થાય અને સ્ત્રીઓને પીડામાંથી મુક્તિ મળે તે માટે સંશોધનો ચાલી રહ્યાં છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ