હુમલામાં ખામેનેઈનાં દીકરી, જમાઈ, દોહિત્રીનાં મોત- ઈરાનના સરકારી મીડિયાની જાહેરાત - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર સાથે સંકળાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈનાં પુત્રી, જમાઈ અને દોહિત્રીનાં મોત નીપજ્યાં છે.
ફાર્સે એમ પણ જણાવ્યું કે "કહેવામાં આવે છે કે આ હુમલામાં ખામેનેઈનાં એક પુત્રવધૂનું પણ મોત થયું છે."
અગાઉ અહેવાલ આવ્યા હતા કે તેમનાં પુત્રવધૂ અને જમાઈનાં મોત થયાં છે. ત્યાર પછી આ અહેવાલ નકારી કાઢવામાં આવ્યા હતા.
ઈરાની અધિકારીઓએ હજુ સુધી અયાતોલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના દાવા વિશે કોઈ પુષ્ટિ નથી કરી.
રઝા પહલવીએ કહ્યું - ઇસ્લામિક રિપબ્લિકનો પ્રભાવ ખતમ થયો

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના અંતિમ શાહના નિર્વાસિત પુત્ર રઝા પહલવીએ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈના મોતના દાવાને આવકાર્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "હજારો ઈરાનવાસીઓને મારનાર ખામેનેઈ હવે ઇતિહાસનો હિસ્સો બની ગયા છે."
પહલવીએ કહ્યું કે "તેમના મોતની સાથે ઇસ્લામિક રિપબ્લિકનો પ્રભાવ ખતમ થઈ ગયો છે."
તેમણે ઈરાની અધિકારીઓને કોઈ નવા નેતાની વરણી ન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, સેના અને પોલીસ પાસે હવે જનતા સાથે જોડાવાની 'અંતિમ તક' છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1979ની ક્રાંતિ પછી રઝા પહલવી પોતાના પરિવાર સાથે દેશ છોડીને અમેરિકામાં વસી ગયા હતા અને ત્યારથી ત્યાં જ રહે છે.
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા વિશે ચીને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના દૂત ફૂ કોંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમર્જન્સી બેઠકમાં કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલના તરફથી ઈરાન પર કરવામાં આવેલા હુમલાને કારણે તેમનો દેશ ઘણો ચિંતામાં છે.
તેમણે નાગરિકોનાં મોત પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે આ ક્ષેત્રમાં શાંતિ અને વધી રહેલી હિંસાને રોકવા માટે તરત સૈન્ય કાર્યવાહી બંધ કરવાનો અનુરોધ કર્યો.
ફૂ કોંગે કહ્યું, "સશસ્ત્ર સંઘર્ષમાં નાગિરકોની સુરક્ષાને લઈને હંમેશાં સીમા રેખાનું ઉલ્લંઘન નહીં થવું જોઈએ અને અંધાધુંધ બળપ્રયોગ અસ્વીકાર્ય છે."
તેમણે તમામ પક્ષોથી આંતરરાષ્ટ્રિય કાયદો અને માનવતા અંતર્ગત પોતાનું દાયિત્વ નિભાવવાની અપીલ કરી.
તેમણે એમ પણ કહ્યું કે ચીન આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને જલદી મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાના પ્રયાસોમાં કામ કરવા તૈયાર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












