'મને 25 હજારમાં વેચી દેવાઈ', વેશ્યાલયની દુનિયા કેવી હોય છે? યુવતીની આપવીતી
- લેેખક, ઇરિન હર્નાન્ડેઝ વેલાસ્કો
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
તેઓ 13 વર્ષનાં હતાં ત્યારે રોમાનિયામાં પાંચ લોકોએ તેમના પર બળાત્કાર કર્યો હતો. તેમને પીડિતા ગણવાના બદલે આસપાસના લોકો તેમને જ જવાબદાર ગણતા રહ્યા.
બીબીસી મુન્ડોને તેઓ કહે છે, "મને ઊલટાની 'વેશ્યા' જ ગણી લેવામાં આવી."

ઇમેજ સ્રોત, CELIA ATSET
તેઓ 17 વર્ષનાં થયાં ત્યારે સ્ત્રીઓનું જાતીય શોષણ કરવા માટે જાણીતી ટોળકીના હાથમાં આવ્યાં અને આશરે 300 યુરોમાં એક સ્પેનિશ દલાલને વેચી દેવામાં આવ્યાં.
તે પછીનાં પાંચ વર્ષ સુધી સ્પેનનાં જુદાં જુદાં 40 વેશ્યાલયોમાં તેમનું જાતીય શોષણ થતું રહ્યું. પોતાના પર જે વીત્યું તેને "ત્રાસ" તરીકે વર્ણવીને તેઓ કહે છે કે આમાંની મોટા ભાગની જગ્યા "કૉન્સન્ટ્રેશન કૅમ્પ" જેવી જ હતી.
રોમાનિયાના ગેલાટી શહેરમાં 1984માં જન્મેલાં અમેલિયા ટિગાનસ આખરે શોષણના આ ચક્કરમાંથી બહાર આવી શક્યાં અને નવી જિંદગી શરૂ કરી શક્યાં.
આ દુષ્ચક્રમાંથી બહાર નીકળી શકેલાં અમેલિયા આજે હવે પોતાની જેમ ફસાયેલી યુવતીઓને મદદ કરવાનું અને બીજી કિશોરીઓ આ જાળમાં ફસાઈ ના જાય તે માટે કામ કરી રહ્યાં છે.
તેઓ હવે દેહવ્યાપારનો અંત લાવવા માટેનાં કાર્યકર્તા, વક્તા અને લેખિકા તરીકે કામ કરે છે. તેઓ સ્પેનમાં જ વસે છે અને દેશની નારીવાદી ચળવળમાં તેમનું નામ જાણીતું થયું છે.
શાળામાં જઈને વકતવ્યો આપે છે. તેમનું પુસ્તક 'ધ રિવૉલ્ટ ઑફ ધ વ્હોર્સ' (વેશ્યાઓનો બળવો) પ્રગટ થયું છે, જે વાસ્તવિકતા દર્શાવવા સાથે ચોંકાવનારું પણ છે. વાંચો તેમની સાથેની ખાસ વાતચીત.

તમે દેહવ્યવહાર કરતાં, કેટલાં વર્ષ સુધી તમારું જાતીય શોષણ થતું રહ્યું?
2002થી 2007 સુધી, પાંચ વર્ષ સુધી, હું 18 વર્ષની હતી ત્યારથી 23 વર્ષની થઈ ત્યાં સુધી.
કેવી રીતે તમારે દેહવ્યાપારમાં ફસાઈ જવું પડ્યું?
હવે હું 38 વર્ષની થઈ ગઈ છું અને આટલાં વર્ષો પછી હવે ભૂતકાળ જોઉં છું ત્યારે કેટલીક બાબતોને વધારે સારી રીતે સમજી શકું છું.
મને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી, અને મારાથી તે સહન થાય તેવું નહોતું. મારા મનમાં એવું ઠસાવવાની કોશિશ થઈ હતી કે તારો જ વાંક છે. એક દિવસ મેં તેના માટે 'હા' પાડી દીધી હતી એટલે હવે મારી જ જવાબદારી ગણાવાતી હતી. પણ મને ત્યારે સમજણ પડતી નહોતી કે કેવા સંજોગોમાં મારે 'હા' કહેવી પડી હતી.
પણ હવે હું સમજી શકું છું કે કેવી રીતે આની એક પૅટર્ન હોય છે. માત્ર હું જ નહીં, આ રીતે દેહવ્યાપારમાં મોટા ભાગની સ્ત્રીઓને ધકેલી દેવામાં આવી હતી.

એ પેટર્ન કેવી હોય છે?
એક તો ગરીબી હોય.
નાનપણમાં જ જાતીય હિંસાનો ભોગ બનેલા હોઈએ અને તેના કારણે સામાજિક રીતે બહિષ્કૃત થયેલા હોઈએ છીએ. એટલે આ બાબતમાં સમાજની જ જવાબદારી હોય છે.
આખી વ્યવસ્થામાં જ અમને કોરાણે રાખી દેવાય છે, અમને એવી કપરી સ્થિતિમાં ધકેલી દેવાય છે કે અમારે તેમાં ગમે તેમ કરીને ટકી જવું પડતું હોય છે.
આવી કફોડી સ્થિતિમાં હોઈએ ત્યારે અમે સહેલાઈથી દલાલોના હાથમાં પડી જતાં હોઈએ છીએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હું 1984માં કામદાર પરિવારમાં રોમાનિયામાં જન્મી હતી. આ હું ખાસ કહું છું, કેમ કે સમાજમાં તમારા દરજ્જાથી બહુ ફરક પડે છે.
જોકે મારે 'વેશ્યા' જ બનવું પડે એવી કોઈ સ્થિતિ નહોતી, પરંતુ દલાલો અને સમગ્ર સમાજ અમારી જેવી યુવતીઓની અવગણના કરતો રહે છે.
હું પણ સમજદાર છોકરી હતી, શિક્ષિકા કે ડૉક્ટર બનવાનાં સપનાં જોતી હતી અને ભણવામાં હું હોશિયાર પણ હતી.
પરંતુ એક દિવસ મારી જિંદગી ડામાડોળ થઈ ગઈ. હું 13 વર્ષની હતી ત્યારે શાળાએથી પાછા ફરતી વખતે પાંચ લોકોએ મારા પર બળાત્કાર કર્યો હતો.
તે મારા જીવનને જુદી દિશામાં લઈ જનારો વળાંક હતો. બળાત્કાર થયો તેનો આઘાત તો હતો જ, પરંતુ તે પછી જે કંઈ થયું તે પણ એટલું જ આઘાતજનક હતું.

ગેંગ રેપ થયા પછી શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, ZSOPHIA SAKAN
આ ઘટના પછી સમાજમાં જે પ્રત્યાઘાતો પડતા હોય છે એવું થયું હતું.
આવું આપણે ઘણી વાર થતું જોઈએ છીએ કે પીડિતા સામે જ સવાલો ઉઠાવવામાં આવે છે. તેને જ દોષ દેવામાં આવે છે અને તેની સ્થિતિ માટે તેને જ જવાબદાર ગણીને તેને એક કોરાણે ધકેલી દેવામાં આવે છે.
મારી પણ એવી જ હાલત થઈ હતી અને મારે બહુ યાતનામાંથી પસાર થયા પછી શાળા છોડી દેવી પડી હતી. મારી સતત સતામણી થતી અને મને બધા લોકો "વેશ્યા" જ ગણતા..
પાંચ જણે બળાત્કાર કર્યો તે પછીય તમને પીડિતા ના ગણવામાં આવ્યાં અને તમને જાતીય હિંસા માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં, આપ આવું કહેવા માગો છો?
હા, એવું જ થયું હતું. કમનસીબે આજે પણ એવું જ થઈ રહ્યું છે.
લોકો એવું કહેતા હોય છે કે બળાત્કાર થયો પણ તે સ્થળે તે છોકરી શા માટે ગઈ હતી. તેણે કેવાં વસ્ત્રો પહેર્યાં હતાં. તેણે સામનો કેમ ના કર્યો, નાસી કેમ ના ગઈ... આ રીતે ભોગ બનેલા નિર્દોષની જ ઊલટાની ઊલટતપાસ થાય છે.
હું સહન કરતી રહી અને બહાર નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો. 17 વર્ષની થઈ ત્યારે તે લોકો મને કહેવા લાગ્યા કે સ્પેનમાં આવવું હોય તો આવી શકાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બે વર્ષમાં મારી જિંદગી બની જશે એવું આ દલાલો કહેતા હોય છે. તે લોકોએ મને કહ્યું કે ટૂંકા ગાળામાં તું ઘણું કમાઈ લઈશ અને તેથી તારી જિંદગી સુધરી જશે.
તે લોકો તમને કહે જ નહીં કે ઊલટાનું તમારી માથે દેવું થઈ જશે. તે લોકો શારીરિક અને માનસિક રીતે તમારી તબિયત કેટલી ખરાબ થઈ જશે એ કહેતા નથી. તે લોકોએ મારો કબજો લઈ લીધો હતો ત્યારે હું હજી નાદાન જ હતી.
આવી સ્થિતિમાં મેં "હા" ભણી. તમે આ રીતે "હા" ભણો એટલે દલાલ અને સમાજ બધાં એવું સમજે કે તમારા પર જે કંઈ વીતે તેના માટે તમે પોતે જ જવાબદાર છો.
અમે કેવી મજબૂરીમાં હોઈએ છીએ તે કોઈ ધ્યાને લેતું નથી. દલાલો અને ગ્રાહકો બંને અમારી મજબૂરીનો લાભ ઉઠાવે છે. તે લોકો અમારા ભોગે કમાણી કરે છે અને મજા પણ લે છે.

તમને રોમાનિયામાંથી માત્ર 300 યુરોમાં સ્પેનના દલાલને વેચી દેવામાં આવી હતી તે વાત સાચી?
આ લોકોએ મને 300 યુરોમાં એક સ્પેનીશ દલાલને વેચી દીધી હતી.
તેમના માટે તો જાણે આ સોદાબાજી હતી. જાણે કોઈ કરાર હોય તેમ રાબેતા મુજબનું કામ તેમને લાગતું હતું.
તે લોકોએ મને કહ્યું કે "જો, હું તને આ માણસ સાથે મોકલું છું એ તારું કામ કરી આપશે." એ લોકો એવી જ રીતે વાતો કરતા રહ્યા હતા કે જાણે મારા પર ઉપકાર કરતા હોય અને મારી જ ઇચ્છા પ્રમાણે મને મોકલી રહ્યા હોય.
"જો તારે એ પછી આ માણસને 300 યુરો આપી દેવાના. આ ઉપરાંત પાસપૉર્ટ, કપડાં, પ્રવાસનો ખર્ચ એ બધું તારે તેને ચૂકવી દેવાનું."
આ રીતે એ લોકોએ મારા પર 3000 યુરોનું (અંદાજે 3400 ડૉલર)નું દેવું થયું છે તેવો હિસાબ કરી નાખ્યો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે આટલાં નાણાં ચૂકવી શક્યાં?
મેં દેવું ચૂકવી આપ્યું હતું, પણ મારે બહુ મહેનત કરવી પડી હતી.
તે લોકો તમને એવું ના કહે કે તમારે દેવું ચૂકવવા ઉપરાંત તમારો ખર્ચો પણ કાઢવાનો છે. તમે દેહવ્યાપાર કરો ત્યારે તમને જે કમાણી થવાની હોય તેમાંથી ખર્ચો થાય છે એમ ગણીને ઘણી રકમ લઈ લેવામાં આવે છે.
આ વાત જણાવવામાં જ ના આવે, કેમ કે એ રીતે જ મોટા પાયે શોષણ ચાલે છે. દેવું ચૂકવવાની વાત પછી આવે છે, પણ અમારે જ્યાં રહેતા હોઈએ ત્યાં રૂમનું ઊંચું ભાડું ચૂકવવું પડે. અમને કોકેન અને દારૂની લત લગાવી દેવામાં આવી હોય તેના પૈસા પણ આપવા પડે.
તે લોકો એવી રીતે લલચાવતા હોય છે કે બહુ મોટી કમાણી થશે. અમે કમાણી થવાની લાલચે રોજેરોજ શોષણ સહન કરતાં રહીએ.
ગેરકાયદે વ્યવસ્થા ચાલતી હોય એટલે અમારે તેનો દંડ પણ ચૂકવવો પડતો હોય છે. તમે રોજ મહેનત કરો તેમાંથી તમારા રોજના ખર્ચા બાદ કરી દેવામાં આવે તે પછી દેવું ચૂકવવા માટે બહુ થોડી રકમ વધતી હોય છે.
તમે કદાચ બહુ મહેનત કરીને દેવું ચૂકવો તો પણ ફરીથી તમે દેવામાં ડૂબી જશો તેવી પૂરી શક્યતા હોય છે, કેમ કે અમે એક ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોઈએ છીએ. તમને કશું જ મળતું નથી. માનવીય સહારો પણ મળતો નથી અને અમારી કમાણી પણ ઝૂંટવાઈ જતી હોય છે.
વાસ્તવિકતા એ છે કે આર્થિક રીતે કે બીજી કોઈ રીતે સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ સુધારો થયેલો દેખાતો નથી.

પાંચ વર્ષ આ રીતે દેહવ્યાપાર કરવો પડ્યો તે વખતે સ્પેનમાં ક્યાં ક્યાં ફર્યાં હતાં?
સમગ્ર દેશમાં 40 જેટલાં વેશ્યાલયમાં મારે ફરવું પડ્યું હતું.
પણ આટલી બધી વાર તમને કેમ ફેરવવામાં આવતાં?
એક તો દલાલો હોય તે નવા નવા ગ્રાહકો શોધતા હોય છે.
તે લોકો અમને છોકરીઓને "માલ" ગણાવે. "નવી છોકરી", "નવી છોકરી 24 કલાક માટે" એવી રીતે જુદી જુદી જગ્યાએ ફેરવીને દલાલો અમારો ઉપયોગ કરતા હોય છે.
બીજું કે દલાલોનું એક નેટવર્ક હોય છે અને તે લોકોના ભાગીદારો જુદાં જુદાં વેશ્યાલયોમાં હોય છે. આ દલાલો કહેતા હોય છે તે પ્રમાણે ગ્રાહકોને "નવો નવો માલ" જોઈતો હોય છે એટલે છોકરીઓને ફેરવ્યા કરતા હોય છે.
ગ્રાહકોને પણ નવી નવી છોકરીઓ જોતી હોય છે. તે લોકો કહેતા હોય છે કે તેમના કાયમી માલ તો હોય જ છે. તે લોકો સ્ત્રીઓ માટે બહુ ખરાબ ભાષામાં વાત કરતા હોય છે. પોતાની પત્નીઓ માટે અને અમારા જેવી "વેશ્યાઓ" માટે તે બહુ ખરાબ રીતે ઉપભોગ કરવાના માલ તરીકે વાત કરતા હોય છે.
બીજું કે આ રીતે છોકરીઓને એકથી બીજી જગ્યાએ ફેરવતી રહેવાની જેથી તે કોઈ સાથે કાયમી સંબંધ બાંધી ના બેસે. અંદરોઅંદર પણ છોકરીઓ વચ્ચે દોસ્તી થઈ જાય અને જોડી ના જામે તેનું પણ ધ્યાન રખાય. અમને સતત એકલી અને અવશ જ રાખવામાં આવે.

તમે વેશ્યાલયને કૉન્સન્ટ્રેશન કૅમ્પ ગણાવો છો, શા માટે?
માત્ર હું જ નહીં, મારા જેવી કોઈ પણ યુવતીને પૂછી જુઓ. તે લોકો કહેશે કે આ વેશ્યાલયનાં ફ્લેટ, ચોક, સાંકડી ગલીઓ- આ બધું તેમના માટે કૉન્સન્ટ્રેશન કૅમ્પ જેવું જ છે.
કેટલાક લોકો મને કહે છે કે તમે આ રીતે વેશ્યાલયોને કૉન્સન્ટ્રેશન કૅમ્પ કહીને સામૂહિક હત્યાની ઘટનાની ગંભીર વાતને સામાન્ય કરી રહ્યાં છો.
મારો એવો પ્રયાસ નથી, પણ મારું કહેવાનું એ છે કે દેહવ્યાપાર કરનારી સ્ત્રીની કેવી હાલત થતી હોય છે તે ખરેખર સમાજ સમજી શકતો નથી.
ક્યારેક કલ્પના તો કરી જુઓ કે અમારી જિંદગી કેવી હોય છે. 24 કલાક અમારે બીજાને માટે જીવવું પડે છે. બીજાને ગમે તેવાં કપડાં પહેરવાનાં, તે લોકોનું કામ પતે પછી અમારે જમવાનું અને સૂવાનું...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
રોજ ગ્રાહકો શોધવા જવાનું, કેવા જાતીય હુમલા થશે તે નક્કી ના હોય, તે સહન કરવાના, અપમાન સહન કરવાનાં, સતામણી સહન કરવાની...
ગ્રાહક મળે ત્યારે તેની સાથે જવાનું, તમારી જાતને વારંવાર ભોગ બનાવવાની એ બધું એક જાતનો ત્રાસ જ છે. એ પછી સાંકડી એક રૂમમાં સાદડી પર સૂઈ જવાનું.
આ બધું એટલે સહન કરવાનું કે કમાણી થાય અને તે કમાણી લૂંટી લેવામાં આવે. દલાલો માટે કમાણી કરવાની, ત્રાસ આપવામાંથી આનંદ લેનારાને સહન કરવાના.
એક બાજુ નારીવાદી ચળવળની વાતો ચાલતી હોય, સ્ત્રીઓ સંઘર્ષ કરી હોય ત્યારે સહન કરતાં રહેવાનું, કેમ કે એવા પુરુષો છે તે હજીય "ના" સાંભળવા તૈયાર નથી.
એટલે એ લોકો શું કહે છે કે "હા" ખરીદી લે છે. તે લોકો દલાલો પાસેથી અમને માલ તરીકે ખરીદી લે છે.

આ દુનિયા તમે શા માટે અને ક્યારે છોડવાનું નક્કી કર્યું?

ઇમેજ સ્રોત, EDITORIAL SINE QUA NON
હું પાંચ વર્ષ દેહવ્યાપાર કરતી રહી તે દરમિયાન સતત મને થતું હતું કે મારે આમાંથી છૂટવું છે.
હકીકતમાં હું ત્રીજા જ મહિને પ્રથમ દલાલ પાસેથી નાસી ગઈ હતી. પણ નાસીને ક્યાં જવું તે માટે મારી પાસે કોઈ સહારો નહોતો એટલે મારે નેટવર્કમાં જ ફસાઈને રહેવું પડ્યું.
આ પાંચ વર્ષ દરમિયાન હું વારંવાર આમાંથી બહાર નીકળવાની કોશિશ કરતી હતી અને આખરે એક દિવસ હું સફળ થઈ.
આમ પણ પાંચ વર્ષ પછી હું દેહવ્યાપાર માટે નકામી થઈ ગઈ હતી. મારી જાતને મેં નીચોવી નાખી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
દલાલો પણ કહેતા હોય છે કે વેશ્યાનું જીવન બે કે ત્રણ વર્ષનું હોય છે અને તે પછી તે નકામી થઈ જાય છે.
અમારે માત્ર દેહવ્યાપાર કરવાનો એટલું નહીં, પણ ખુશ થઈને કરવાનો હોય. ગ્રાહકોને રાજી રાખવાના હોય અને સદાય હસતાં રહીને કામ કરવાનું એ સૌથી વિકૃતિ પાસું હતું.
પાંચેક વર્ષમાં હું ભાંગી પડી હતી અને મારાથી હવે વધારે સહન થાય તેમ નહોતું. છેલ્લે એક ગ્રાહક મને કિસ કરવા માગતો હતો, પણ મેં તેનો હોઠ જ કરડી ખાધો.
તે પછી હું એક ખુરશીમાં જ બેસી રહી. શું કરવું તે મને સૂઝતું નહોતું. હું સાવ સ્તબ્ધ થઈ ગઈ હતી, પણ મેં એટલું નક્કી કરી નાખ્યું હતું કે હવે મને કોઈ સ્પર્શે એવું મારે કરવું નથી.
એક અઠવાડિયા સુધી મેં કામ ના કર્યું તેના કારણે માથે દેવું વધતું ગયું. મારે રોજ રહેવા જમવાના પૈસા તો ચૂકવવા જ પડે. વેશ્યાલયના માલિકાના દલાલે મને કહ્યું કે અહીં કંઈ ખેરાત નથી ચાલતી એટલે અહીંથી ચાલી જા.

ત્યાંથી તમે ક્યાં ગયાં?
મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કમનસીબે મારે આ કામના જ એક દલાલનો સહારો લેવો પડ્યો હતો.
મેં તેને કહ્યું કે તારા ઘરે મને રહેવા દે. તેના બદલામાં તું મારી સાથે સેક્સ કરી શકે છે. અમારી જેવી યુવતીઓ માટે અમારું શરીર જ હોય છે. તે સિવાય કંઈ હોતું નથી.
ત્રણેક દિવસ પછી મેં વેઇટ્રેસ તરીકે નોકરી શોધી કાઢી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
આ રીતે કામ કરવાનું પણ સહેલું નહોતું. હું પાંચ વર્ષથી સ્પેનમાં હતી, પરંતુ બસ અને ટ્રેન અને વેશ્યાલય સિવાય ક્યાંય ક્યારેય ગઈ નહોતી. બહારની દુનિયા મેં જોઈ જ નહોતી.
લોકોના અવાજો, બાળકોનું હાસ્ય... આવું બધું પણ મને ડરામણું લાગતું હતું. આવી દુનિયાથી હું ટેવાયેલી નહોતી.
તમે કહો છો કે સ્ત્રીઓ દેહવ્યાપાર કરતી નથી, તો કોણ કરાવે છે?
આ કામ તો દલાલો અને વચેટિયાઓ કરે છે. તેમાં સ્ત્રીઓને માત્ર માલ તરીકે જ ગણવામાં આવે છે. તેમને વાપરીને ફેંકી દેવાની.
આ રીતે જ વાત કરવી જરૂરી છે, કેમ કે ખરેખર કોણ અન્યાય કરે છે અને સ્ત્રીઓ તથા યુવતીઓની કોણ બૂરી વલે કરે છે તે સમજવું જરૂરી છે.

જાતીય શોષણનો ભોગ બન્યા પછી તમે હવે દેહવ્યાપાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવો છો. તમને કેટલી સફળતા મળી?
આ માર્ગ પર હું ધીમે ધીમે આગળ વધી છું. લોકો એવું માને છે કે હીરો અને હિરોઇન હોય છે અને તે લોકો અચાનક ક્યાંકથી પ્રગટ થાય અને ગમે તે કરી શકે.
પરંતુ સાચી વાત એ છે કે આ માર્ગે બહુ મહેતન કરીને આગળ વધવું પડ્યું છે. મને માત્ર એક શરીર તરીકે ના જોનારા લોકો સાથે હું સંબંધો જોડતી ગઈ અને તે રીતે કામ કરી શકાયું છે.
લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો અને ખાસ કરીને મારા પતિએ મને સાથ આપ્યો. મેં 11 વર્ષ રેસ્ટોરાંમાં કામ કર્યું ત્યાંના માલિકે અને લોકોએ મને સાથ આપ્યો.
તે લોકોએ મારી સંભાળ રાખી અને મારામાં વિશ્વાસ મૂક્યો. તે લોકોના સહકારના કારણે હું મારી જિંદગી બદલી શકી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 7
મને નારી ચળવળ વિશે ખ્યાલ આવ્યો તે પછી મેં વિચાર્યું કે હું પણ કાર્યકર બનીશ. દેહવ્યાપાર નાબૂદ કરવા માટે ઝુંબેશ ચલાવતાં સોનિયા સાન્ચેઝ સાથે મારી મુલાકાત થઈ હતી. તેમનું પણ નાની ઉંમરે જાતીય શોષણ થયું હતું.
સોનિયાને મળ્યા પછી મને લાગ્યું કે "મારે પણ સોનિયા સાન્ચેઝ જેવું બનવું જોઈએ. તે જે કરી શકે છે તે હું પણ કરી શકું છું."
મને લાગ્યું કે આ રીતે કામ કરવાથી મેં મારા જીવનમાં જે યાતના ભોગવી છે તેમાંથી છૂટી શકીશ. સાથે જ હું એવી છોકરીઓને પણ મદદ કરી શકીશ જે શિક્ષિકા, ડૉક્ટર, હેરડ્રેસર કે એસ્ટ્રોનોટ બનવા માગતી હોય. સપનાં જોનારી આવી છોકરીઓનું શોષણ થાય છે અને તેમને વેશ્યા બનાવી દેવાય છે.
આ છોકરીઓને તેમના દેશમાં માનવ અધિકાર મળતા નથી અને ગુનાખોરીની દુનિયામાં તેમને ચીજવસ્તુ તરીકે વેચી દેવામાં આવે છે, જ્યાં તેનું જાતીય શોષણ થાય છે.
આવી રીતે દુનિયાનો કારોબાર ચાલે છે અને એક સંગઠિત ગુનાખોરી છે.

તમે દેહવ્યાપાર પર પ્રતિબંધ નહીં, પણ તેને નાબૂદ કરવાની વાત કરો છો, તેમાં શું ફરક છે?
હા, તેમાં બહુ નાજુક ફરક છે.
દેહવ્યાપાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે ત્યાં અભિગમ એવો હોય છે કે તેને ચાલવા દેવો નહીં. તેમાં કોઈ પકડાય ત્યારે તેને દંડ આપવો અને સજા કરવી.
ઇતિહાસમાં આવું જ ચાલતું આવ્યું છે. વ્યવહારમાં સ્ત્રીઓ જ ફસાઈ જાય છે. તેની સામે જ કેસ ચાલે છે, દંડ થાય છે અને ઘણા દેશોમાં તેમને જેલમાં પણ નાખવામાં આવે છે.
તેને નાબૂદ કરવાની વાતમાં સ્ત્રીઓના માનવ અધિકારને કેન્દ્રમાં રાખવામાં આવે છે, જેમાં સ્ત્રીને ભોગ બનેલી ગણવામાં આવે છે.
એટલે દેહવ્યાપારના કિસ્સામાં સ્ત્રીઓ સામે કેસ ચાલે કે તેને દંડ થાય તેવું કરવાના બદલે તેને તેના અધિકારો આપવા જોઈએ.
અધિકારો આપવાનો અર્થ અમે એવો કરીએ છીએ કે આવી સ્ત્રીઓને સહાય આપવામાં આવે, વળતર આપવામાં આવે, મકાન, તાલીમ, સારવાર તથા રોજગાર આપવામાં આવે. દેહવ્યાપાર કરનારી સ્ત્રીઓ માટે અમે આ માગણીઓ કરી રહ્યા છીએ. સાથે જ તેમાં ફસાઈ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 8
દેહવ્યાપારના કિસ્સામાં સ્ત્રીઓ સામે કેસ ચાલે કે તેને દંડ થાય તેવું કરવાના બદલે તેને તેના અધિકારો આપવા જોઈએ.
શક્યતા હોય તેવી વંચિત સ્ત્રીઓને પણ સહાયની માગણી કરી રહ્યા છીએ.
એવી બહુ સ્ત્રીઓ છે, વધારે ને વધારે સ્ત્રીઓ એવી સ્થિતિમાં આવતી જાય છે કે તે મજબૂર હોય. આવી સ્ત્રીઓને કહેવામાં આવે કે તે ગરીબ છે એટલે, તેની પાસે ખાવાનું નથી, રહેવાનું મકાન નથી, કમાણી નથી એટલે તે પુરુષોને પોતાનો ઉપયોગ કરવા દઈને કમાણી કરે તે ન્યાયી કે નૈતિક નથી.
દરેક પ્રકારની દલાલીને અટકાવી જોઈએ. નવી પેઢીને તથા દરેક પ્રોફેશનલ્સને આ વાસ્તવિકતાની જાણ થાય તેવું કરવું જોઈએ, જેથી તેમને પણ ખ્યાલ આવે કે દેહવ્યાપારમાં રહેલી સ્ત્રીઓ પણ માત્ર કોઈ માલ કે ચીજ નથી, પણ મનુષ્ય છે.
આપણે એવું કહેતા હોઈએ છીએ કે દેહવ્યાપાર કરતી હોય તેવી સ્ત્રીઓને દંડ કરવો જોઈએ, કેમ કે તે પણ કાયદો તોડે છે, પરંતુ સાચી વાત એ છે કે શાસન જ એવી સ્થિતિનું નિર્માણ કરે છે કે પુરુષો પૈસા ખર્ચીને સ્ત્રીનું શરીર મેળવી શકે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 9
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








