'તેઓ સુંદર મહિલાઓને શોધી રહ્યા છે,' યુક્રેનની શરણાર્થી મહિલાઓને કેવી રીતે સેક્સવર્કર બનાવાઈ રહી છે?
- લેેખક, કાત્યા એડલર
- પદ, યુરોપ એડિટર
'જ્યારે હું પ્રથમ દિવસે લોકોની મદદ કરવા પહોંચી તો ઇટાલીના ત્રણ લોકો દેખાયા. તેઓ સુંદર મહિલાઓને શોધી રહ્યા હતા, જેમને દેહવેપાર માટે વેચી શકાય. મેં પોલીસને બોલાવી ને પછી ખબર પડી કે મારી ફરિયાદ યોગ્ય હતી. આ કોઈ ખરાબ સ્વપ્ન નહીં પણ હકીકત હતી.'
યુક્રેન પર રશિયાના હુમલા બાદ શરણાર્થી તરીકે બીજા દેશમાં જઈ રહેલી મહિલાઓને દેહવ્યાપારમાં વેચી દેવાનો ખતરો વધી રહ્યો છે અને અનેક મહિલાઓ માનવતસ્કરોની ચુંગાલમાં ફસાઈ રહી છે.

યુક્રેન પર રશિયાના હુમલાને પાંચ અઠવાડિયાં વીતી ચૂક્યાં છે. એક પળ માટે અંદાજ કાઢો કે હવે એ દેશમાં રહેવું અને જીવવું કેટલું મુશ્કેલ હશે.
બૉમ્બ, ખૂનામરકી, તણાવ. બાળકો માટે સ્કૂલ નહીં. બુઝુર્ગ માટે સ્વાસ્થ્યસેવાઓ નથી. દેશના ઘણા ભાગમાં લોકો પાસે રહેવા માટે સુરક્ષિત છત પણ નથી.
તમે પણ આવી પરિસ્થિતિમાંથી ભાગવાની કોશિશ જ કરશો ને? સંયુક્ત રાષ્ટ્ર મુજબ, એક કરોડ યુક્રેનવાસીઓ અત્યાર સુધી દેશ છોડીને જતા રહ્યા છે.
મોટા ભાગના લોકોએ યુક્રેનના એ વિસ્તારોમાં શરણ લીધું છે, જેમને તેઓ સુરક્ષિત માની રહ્યા છે. પરંતુ સાડા ત્રણ લાખ કરતાં વધુ લોકો સીમા પાર કરીને બીજા દેશોમાં જઈ ચૂક્યા છે
તેમાં મોટા ભાગનાં મહિલા અને બાળકો છે, કારણ કે યુક્રેનની સરકારે 60 વર્ષની નીચેની ઉંમરના પુરુષોને જંગમાં સામેલ થવા કહ્યું છે.
પોતાના ઘર સહિત સર્વસ્વ ગુમાવી ચૂકેલા મોટા ભાગના શરણાર્થીઓને એ વાતનો બિલકુલ અંદાજ નથી કે હવે તેમણે આગળ શું કરવાનું છે આવી પરિસ્થિતિમાં તેઓ સામાન્યપણે અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકવા માટે મજબૂર હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુદ્ધનો શોરબકોર હવે પાછળ છૂટી ગયો છે. પરંતુ સત્ય એ છે કે આ લોકો યુક્રેનમાંથી બહાર જઈને પણ સુરક્ષિત નથી.

યુદ્ધના ઓછાયામાં માનવતસ્કરીનો કારોબાર

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ટ્વિટર પર ચેતવણી આપી હતી, માનવતસ્કરો માટે યુક્રેનમાં યુદ્ધ એ કોઈ આપત્તિ નથી. તેમના માટે આ એક તક છે અને મહિલાઓ તથા બાળકો તેમનાં નિશાન છે.
યુક્રેન અને તેના પાડોશી દેશોમાં તસ્કરી કરનારાં જૂથો ઝડપથી સક્રિય થઈ ગયાં છે. યુદ્ધની આડમાં તેઓ પોતાનો કારોબાર ફેલાવી રહ્યાં છે.
લબલિનસ્થિત ફેબર નામના માનવાધિકાર સંગઠનમાં કૉ-ઓર્ડિનેટર કેરોલિના વીર્જબિંસ્કએ મને જણાવ્યું કે બાળકોને લઈને સૌથી વધુ ચિંતા છે.
તેમણે કહ્યું કે ઘણા યુવાનો એકલા જ યુક્રેનમાંથી બહાર જઈ રહ્યા છે. પોલૅન્ડ અને અન્ય દેશોમાં જઈ રહેલા યુવાનોનું રજિસ્ટ્રેશન સારી રીતે કે પૂરું નથી થયું. આના કારણે બાળક ગાયબ થઈ રહ્યાં છે. તેમનાં હાલનાં ઠેકાણાં વિશે કંઈ નથી ખબર.
સ્થિતિને જાતે તપાસવા માટે હું અને મારા સહયોગી પોલૅન્ડ અને યુક્રેનની સરહદે ગયા.
અમે ટ્રેન સ્ટેશને પહોંચ્ય, જ્યાં મોટા ભાગના શરણાર્થીઓ આવે છે. ત્યાં અમને દરેક જગ્યાએ ગભરાયેલી મહિલાઓ અને બાળકો જ જોવા મળ્યાં.

સુરક્ષા સામે પ્રશ્ન

તેઓ પૈકી ઘણાને ત્યાં હાજર રહેલા સ્વયંસેવક ગરમ ભોજન પીરસી રહ્યા હતા. અત્યાર સુધી તો બધું ઠીક લાગી રહ્યું છે. કેમ? પરંતુ શું ખરેખર એવું જ છે?
અમને માર્ગેરિટી હુસમાનોવ નામનાં એક યુવતી મળ્યાં, જેમની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે હતી. તેઓ કિએવથી બે અઠવાડિયાં પહેલાં સીમા પર આવ્યાં હતાં જેથી તેઓ અહીંથી બીજા દેશમાં જઈ શકે પરંતુ તેમણે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. કારણ કે તેઓ શરણાર્થીઓ કોઈ ખરાબ વ્યક્તિના ચુંગાલમાં ફસાઈ જાય તેવું નથી ઇચ્છતાં.
મેં તેમને પૂછ્યું કે શું તેઓ અસુરક્ષિત અનુભવે છે. તેમણે કહ્યું, હા, એ કારણે જ મને અન્ય શરણાર્થીઓની સુરક્ષાની ચિંતા છે.
તેઓ કહે છે કે, મહિલા અને બાળકો ભીષણ યુદ્ધની પરિસ્થિતિ સામે ઝઝૂમીને અહીં પહોંચી રહ્યાં છે. તેમને અંગ્રેજી કે પોલિશ નથી આવડતી. તમને ખબર નથી કે અહીં શું થઈ રહ્યું છે અને તેઓ દરેક વ્યક્તિની વાત પર ભરોસો કરી લે છે.
તેમણે કહ્યું, આ સ્ટેશન પર ગમે તે વ્યક્તિ આવી જાય છે. જ્યારે હું પ્રથમ દિવસે લોકોની મદદ કરવા પહોંચી તો ઇટાલીના ત્રણ લોકો દેખાયા. તેઓ સુંદર મહિલાઓને શોધી રહ્યા હતા, જેમને દેહવેપાર માટે વેચી શકાય.
મેં પોલીસને બોલાવી ને પછી ખબર પડી કે મારી ફરિયાદ યોગ્ય હતી. આ કોઈ ખરાબ સ્વપ્ન નહોતું પરંતુ હકીકત હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
માર્ગરિટા કહે છે કે સ્થાનિક અધિકારી હવે પહેલાં કરતાં વધુ સાવચેત છે. પોલીસ દરરોજ સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહી છે.
પહેલાં અહીં ઘણા લોકો, ખાસ કરીને પુરુષો હાથમાં સારી-સારી જગ્યાએ સુધી લઈ જવા માટેની તકતીઓ લઈને ઊભા રહેલા દેખાતા હતા, પરંતુ હવે તેઓ ગાયબ થઈ ગયા છે.
પરંતુ અમારાં સૂત્રોએ જણાવ્યું કે હવે આવી ખરાબ દાનતવાળા ઘણા લોકો સ્વયંસેવકો સ્વરૂપે અહીં ઊભા રહે છે.
એલીના મૉસ્કિવીતીનાએ જાગૃતિ ફેલાવવા માટે ફેસબુક પર લખ્યું. તેઓ હવે સુરક્ષિત ડેનમાર્ક સુધી પહોંચી ચૂક્યાં છે. અમે એલીના સાથે સ્કાઇપ પર મુક્ત મને વાત કરી. તેમનો અનુભવ ગભરાવનારો હતો.
એલીના અને તેમનાં બાળકો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભાગીને રોમાનિયા પહોંચ્યાં હતાં. તેઓ સીમા પાર કરીને આગળ વધવા માટે લિફ્ટ મળે તે માટેની રાહ જોઈ રહ્યાં હતાં.
એલીનાએ જણાવ્યું કે સ્વયંસેવકોના વેશમાં શરણાર્થી કેન્દ્ર પર હાજર કેટલાક લોકોએ તેમને પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યાં છે.
એલીનાએ જણાવ્યું કે એ જ દિવસે ફરી વાર તેઓ આવ્યા અને ખીજાયેલા અંદાજમાં કહ્યું કે સ્વિટ્ઝરલૅન્ડ રહેવા માટે સારી જગ્યા છે અને તેઓ ત્યાં સુધી એક એવી વાનમાં લિફ્ટ આપી રહયા હતા, જેમાં પહેલાંથી મહિલાઓ હતી.
એલીનાએ મને જણાવ્યું કે એ લોકો તેમને અને તેમની દીકરીને અશ્લીલતા ભરેલી નજરે જોઈ રહ્યા હતા. આ જોઈને તેમનાં દીકરી ગભરાઈ ગયાં હતાં.
આ લોકોએ એલીનાને તેમના પુત્ર વિશે પણ પૂછ્યું, જે એ સમયે એક ઓરડામાં હતો. એલીનાએ કહ્યું કે તેમણે મારા પુત્રને ઉપરથી નીચે સુધી જોયો.
તે બાદ તેમણે કહ્યું કે એલીનાને જે ગાડીમાં સ્વિટ્ઝરલૅન્ડ લઈ જવાશે, તેમાં તેમના સિવાય અન્ય કોઈ નહીં હોય, પરંતુ જ્યારે એલીનાએ તેમની પાસેથી તેમનું આઇડી કાર્ડ માગ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા.
એ વ્યક્તિઓથી પોતાનાં બાળકોને દૂર રાખવા માટે એલીનાએ તેમને વાયદો કર્યો કે તેઓ તેમની સાથે ત્યારે જશે જ્યારે વાનમાં અન્ય મહિલાઓ પણ હશે. પરંતુ જ્યારે તેઓ ત્યાંથી ગયા, ત્યારે તેઓ પોતાનાં બાળકોને લઈને ત્યાંથી નીકળી ગયાં.

શરણાર્થીઓને સુરક્ષા

એલ્જબિએટા જાર્મુલસ્કા, પોલૅન્ડનાં જાણીતાં ઉદ્યોગકાર છે. જાર્મુલસ્કા 'વીમૅન ટેક ધ વ્હિલ ઇનિશિએટિવ'નાં ફાઉન્ડર છે. તેઓ કહે છે કે તેમનો હેતુ, યુક્રેનના શરણાર્થીઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે.
જાર્મુલસ્કા કહે છે કે, પહેલાંથી જ દુ:ખ-પરેશાનીનો ભોગ બનીને જે મહિલાઓ પગપળા કે ડ્રાઇવ કરીને આટલી લાંબી સફર કરીને આવી છે, તેમને અહીં પણ ભય અને અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે? તેમને આ બધું કેવું લાગતું હશે? આ અંગે જણાવવા મારી પાસે શબ્દ નથી.
અત્યાર સુધી જાર્મુલસ્કાએ પોલૅન્ડ-યુક્રેન સીમા સુધી શરણાર્થીઓને સુરક્ષિત લાવવા-લઈ જવા માટે 650 પોલિશ મહિલાઓની ભરતી કરી છે. તેઓ આ મહિલાઓને અમેઝિંગ વીમૅન કહે છે.
એલ્જબિએટાને લોકો એલા તરીકે પણ ઓળખે છે. હું એલા સાથે એક શરણાર્થી કૅમ્પમાં ગઈ, જ્યાં પ્રવેશવા માટે પહેલાં અધિકારીઓને પોતાનું આઇડી કાર્ડ અને આવાસ પ્રમાણપત્ર બતાવ્યું. તે બાદ તેમણે લોકોને પૂછ્યું કે શું કોઈને વૉરસૉ સુધી લિફ્ટની જરૂરિયાત છે.

માનવ તસ્કરી અને યાતના

તેમની ગાડી થોડી વારમાં જ ભરાઈ ગઈ. તેમાં નાદિયા નામનાં એક શરણાર્થીઓ પોતાનાં ત્રણ બાળકો સાથે બેઠાં.
એલાએ આ પરિવારને ગાઢીમાં બેસાડ્યા બાદ પૂછ્યું કે શું તેમને પાણી, ચૉકલેટ અને સફરમાં કામ લાગતી દવાઓની જરૂરિયાત છે કે કેમ?
આ દરમિયાન નાદિયાએ મને પોતાના યુક્રેનના ખારકિએવમાંથી નીકળવાની ખતરનાક સફર વિશે જણાવ્યું. હવે પોલૅન્ડ પહોંચ્યા બાદ એક મહિલા ડ્રાઇવર સાથે નાદિયા ખૂબ શાંતિ અનુભવી રહ્યાં હતાં.
નાદિયા માનવ તસ્કરી અને યાતનાના ખતરા વિશે યુક્રેનના રેડિયો પર સાંભળ્યું હતું પરંતુ તેઓ તે બાદ ત્યાંથી ભાગી ગયાં.
તેમણે જણાવ્યું કે તેમના ઘર પર હુમલા થયા. ત્યાં, તેમના પર વધુ ખતરો હતો.
એલા શરણાર્થીઓ માટે કામ કરી રહ્યાં છે. પરંતુ સીમાથી સુરક્ષિત નીકળી જવાનો અર્થ એ નથી કે ખતરો ટળી ચૂક્યો છે.

માનવાધિકાર સમૂહ કહે છે...

અમે જેમની સાથે વાત કરી તેઓ પૈકી લોકોને આશા હતી કે હિંસા રોકાયા બાદ જલદી જ તેઓ પોતાના ઘરે પાછા ફરી શકશે.
પરંતુ તે સમય સુધી એટલે કે આવનારા કેટલાક દિવસો, અઠવાડિયાં કે માસ સુધી તેમને ઊંઘ, ભોજન, પોતાનાં બાળકોને શાળાએ મોકલવાં અને પોતાના માટે નોકરી શોધવા માટે પણ સુરક્ષિત ઠેકાણાંની જરૂરિયાત છે.
આ જરૂરિયાતો જ શરણાર્થીઓને અસુરક્ષિત બનાવે છે.
યુરોપિયન યુનિયનના નેતાઓએ સર્વસંમતિથઈ યુક્રેનિયનો માટે રોજગાર બજાર, સ્કૂલ અને સ્વાસ્થ્ય સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે પરંતુ માનવાધિકાર સમૂહોનું કહેવું છે કે, શરણાર્થીઓને તેમનું રજિસ્ટ્રેશન કરાવવા તેમના અધિકાર જણાવવા માટે મદદની જરૂરિયાત છે.
પોલૅન્ડ-યુક્રેન સીમા પર મળેલા એક સ્વયંસેવકે મને જણાવ્યું કે જો આપ થાકી ચૂક્યા છો, આસપાસ કોઈ મિત્ર ન હોય તેમજ પૈસાની પણ તંગી હોય, તો તેઓ સરળતાથી એ બધું કરી છૂટો છો, જે વિશે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.

તપાસપ્રક્રિયા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ મહિલા સ્વયંસેવકને ઘણી ઓછી ઉંમરે જ લાલચ આપીને દેહવેપારમાં ધકેલી દેવાયાં હતાં. આ જ કારણે તેઓ હવે યુક્રેનના શરણાર્થીઓની મદદ કરી રહ્યાં છે.
તેઓ કહે છે કે, હું તેમની સુરક્ષા કરવા માગું છું. તેમને ચેતવવા માગું છું. મહિલાએ મને કહ્યું કે તેમનું નામ ન જણાવવામાં આવે. તેમણે કહ્યું કે તેઓ નથી ઇચ્છતાં કે તેઓ તેમના ભૂતકાળ વિશે જાણે.
યુક્રેનમાં રશિયાની કાર્યવાહીને પાંચ અઠવાડિયાં પસાર થઈ ચૂક્યાં છે. પરંતુ સમગ્ર યુરોપમાં યુક્રેનિયનોની મદદ કરનાર સંસ્થાઓની તપાસપ્રક્રિયા સચોટ નથી.
માનવ અને અંગ તસ્કરી એ માત્ર કુપ્રથા જ નથી. શરણાર્થીઓનું જુદા જુદા લોકો પણ ઉત્પીડન કરી રહ્યા છે.
પોલૅન્ડ, જર્મની, યુ. કે.ની સાથે જ અન્ય જગ્યાઓએ લોકોને શરણાર્થીઓ માટે પોતાના ઘરનાં દરવાજા ખોલી દીધા છે. આ લોકો પૈકી મોટા ભાગના લોકો સારા ઇરાદા સાથે આવુ કરી રહ્યા છે પરંતુ દુર્ભાગ્યે બધાનો ઇરાદો આવો જ નથી.
અમને સોશિયલ મીડિયામાં એક યુક્રેનિયન મહિલાની પોસ્ટ મળી જેઓ હાલ જર્મની જતાં રહ્યાં છે. ત્યાં જે વ્યક્તિએ તેમના માટે ઓરડાની વ્યવસ્થા કરી, ઓળખપત્રનાં કાગળ ભેગાં કર્યાં અને કહ્યું કે તેઓ તેમનું ઘર મફતમાં સાફ કરી આપે. તે બાદ આ શખ્સે આપત્તિજનક માગ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ જ્યારે તેમણે આવું કરવાનો ઇનકાર કર્યો તો એ શખ્સે તેમને રસ્તા પર તરછોડી દીધાં.

મહિલાઓ અને બાળકો સાથે શોષણના મામલા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
વૉરસૉમાં માનવતસ્કરી વિરુદ્ધ કામ કરનાર બિનસરકારી સંસ્થા લા સ્ટ્રાડાનાં ચીફ એક્ઝિક્યૂટિવ આઇરીના ડેવિડે મને જણાવ્યું કે આ પ્રકારની કહાણીઓ સામાન્ય છે. યુદ્ધ હોય કે નહીં પરંતુ આવા મામલા સામે આવતા રહે છે. પરંતુ યુક્રેનમાં વધતાં જતાં સંઘર્ષથી મહિલાઓ અને બાળકો સાથે શોષણના મામલા પણ વધશે.
તેઓ કિશોર શરણાર્થીઓને ચિંતાનો વિષય માને છે. તેઓ કહે છે કે, "આપણે બધા કિશોરો-કિશોરીઓને ઓળખીએ છીએ. તેમના વિશે શું નથી જાણતા? તેઓ અસુરક્ષિત અનુભવે છે. તેમને સ્વીકાર્યતા અને ઓળખ જોઈએ."
"અને જો તેઓ શરણાર્થી હોય તો ઘર-મિત્રોથી ઘણા દૂર છે, તેથી તેમનું શોષણ કરવું એ ખૂબ સરળ બની જાય છે."
"આ ઉંમરની છોકરીઓને પોતાના કરતાં વધુ ઉંમરના પુરુષો તરફથી મળતું અટેન્શન પસંદ પડી શકે છે. તેમને પોતાની ઉંમરની અન્ય 'કૂલ' છોકરીઓ સાથે ઓળખાણ થાય એ સારું લાગે, જેમની પાસે સારાં કપડાં હોય અને જેઓ તેમને સારી પાર્ટીમાં બોલાવે."
"આ બધું ત્યાંથી જ શરૂ થાય છે. ભૂલો નહીં. માત્ર પુરુષો જ તસ્કર કે ચોર નથી હોતા."

યુદ્ધના આ સમયે યુક્રેનિયન મહિલાઓને ઑનલાઇન પણ મદદના ઘણા પ્રસ્તાવ આપવામાં આવી રહ્યા છે.
ઓળખ જણાવ્યા વગર જ આઇરીનાએ અમને લા સ્ટ્રાડા પાસે આવનારા આવા અનેક કેસો વિશે જણાવ્યું, અહીં યુક્રેનિયનોને મેક્સિકો, તુર્કી, સંયુક્ત રાજ્ય અમીરાતની ટિકિટ આપવાનો પ્રસ્તાવ એ પુરુષોએ આપ્યો, જેમને તેઓ ક્યારેય મળ્યાં પણ નથી.
તેઓ કહે છે કે, મારા સહયોગી એક 19 વર્ષનાં છોકરીને મનાવવાની કોશિશ કરી રહ્યાં છે કે તેઓ પુરુષના ઘરે રહી રહેલા પોતાના મિત્ર પાસે ન જાય.
તેઓ જાણે છે કે તેમના મિત્રને માર મારવામાં આવી રહ્યો છે. પરંતુ તે શખ્સ તેમને મોબાઇલ પર ફોન કરે છે અને પ્રેમાળ વાતો કરીને લલચાવી રહ્યો છે.
જો તેઓ જવાની હઠ કરશે તો અમે છોકરીને વિનંતી કરીશું કે તેઓ સ્થાનિક અધિકારીઓને પોતાની માહિતી આપી દે. જો તેઓ આવું નહીં કરે, તો તેમની પાસે અમારો ફોન નંબર છે.
મને આશા છે કે જરૂરિયાત પડશે ત્યારે તેઓ અમને ફોન કરી શકે.
યુરોપના બધા દેશોની સરકારોએ યુક્રેન સાથે એકતા દર્શાવી છે.
માનવાધિકાર સમૂહ ઇચ્છે છે કે આ સરકારો એ લોકોની રક્ષા કરે જેઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. તેમને સુરક્ષાની જરૂરિયાત છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













