જેને પ્રેમ કરું છું એની સાથે પણ સેક્સ કરવાની ઇચ્છા મને કેમ નથી થતી?

મહિલા

વિશ્વની કુલ વસતીના લગભગ ત્રણ ટકા લોકો 'ઍસેક્સ્યુઅલ' હોવાનું માનવામાં આવે છે. 'ઍસેક્સ્યુઅલ' એટલે એવા લોકો કે જેઓ યૌનઆકર્ષણ અનુભવતા નથી, તેમનામાં જાતીય ઈચ્છા હોતી નથી.

સ્ટૅસી નામની એક યુવતીને ઘણાં વર્ષો સુધી એ વિચારીને આશ્ચર્ય થતું હતું કે તેને કોઈ સાથે જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા કેમ થતી નથી? પતિ સાથે પણ નહીં.

સ્ટૅસી જ્યારે ડૉક્ટર પાસે ગયાં ત્યારે સત્ય પરથી પડદો ખૂલ્યો. બીબીસી રેડિયો-4 સાથેની સ્ટૅસીએ પોતાનો અનુભવ શૅર કર્યો.

line

જાતીય આકર્ષણ કેમ હીં?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

"હું લાંબા સમયથી વિચારતી હતી કે મારામાં કોઈ માનસિક કે શારીરિક ખામી છે કે કેમ? મને એમ હતું કે જાતીય સંબંધ નહીં બાંધવાની ઈચ્છા સર્વસામાન્ય બાબત હશે."

"મારી સખી, તેના બૉયફ્રેન્ડ વિશે અથવા એ જેની સાથે સહશયન કરવા ઈચ્છતી હતી એમની વાતો કરતી હતી, પણ મને જાતીય સંબંધની ઈચ્છા થતી જ ન હતી."

"મારી વયના બીજા દાયકાનાં પ્રારંભિક વર્ષોમાં મને આ અનુભૂતિ શરૂ થઈ ગઈ હતી પણ મેં આ વિશે કોઈને વાત કરી ન હતી. વાત કરીશ તો 'હું કેવી વિચિત્ર છું' એવું લોકો વિચારશે એમ ધારીને હું ચૂપ થઈ જતી હતી."

"ઍસેક્સ્યુઆલિટીનો અર્થ એ છે કે મને કોઈના પ્રત્યે જાતીય આકર્ષણ ન થાય, પણ હું લોકો પ્રત્યે રૉમેન્ટિક જરૂર થઈ શકું."

"હું 19 વર્ષની થઈ ત્યારે મને બૉયફ્રેન્ડ મળ્યો, જે આજે મારો પતિ છે. એ સમયે પણ હું ઍસેસ્ક્યુઆલિટી વિશે જાણતી ન હતી."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

પતિ સાથે પણ સૂવાની ઈચ્છા નથી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, iStock

"હું વિચારતી હતી કે આ માણસ(બૉયફ્રેન્ડ)ને હું બહુ પ્રેમ કરું છું અને એ લગ્નનો પ્રસ્તાવ મૂકશે તો હું 100 ટકા હા પાડી દઈશ, કારણ કે હું મારી બાકીની જિંદગી તેની સાથે પસાર કરવા ઈચ્છું છું, પણ મને તેની સાથે સૂવાની ઇચ્છા શા માટે નથી થતી?"

"હું અને મારા પતિ એકમેકને સારી રીતે જાણી શકીએ એ માટે ફરવા નીકળ્યાં હતાં. તેણે મને કહ્યું હતું કે એ મને પ્રેમ કરે છે અને મારી હા સુધી તે રાહ જોવા તૈયાર છે."

"તેમણે મને બહુ સાથ આપ્યો અને મને અસહજ લાગે એવું કશું પણ તેણે મારી સાથે કર્યું નથી."

"સામાજિક માપદંડ અનુસાર, સેક્સ અને બાળકો સંબંધને આગળ વધારવામાં સહાયક બનતાં હોય છે."

"મારા તમામ મિત્રો લગ્ન અને બાળકો સાથે આગળ નીકળી ગયાં હતાં. મેં વિચાર્યું કે હે ભગવાન, મારે પણ પતિ સાથે મળીને બાળકો પેદા કરવાં પડશે."

line

પતિ મને છોડી દેશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

"પોતે જેની સાથે સૂઈ શકે એવી સ્ત્રી માટે પતિ મને છોડી દેશે એવાં સપનાં મને વારંવાર આવતાં હતાં. મારી ચિંતા અસહ્ય બની રહી હોય એવી સ્થિતિ પણ આવી હતી."

"મેં વિચાર્યું કે જે થઈ રહ્યું છે, તેનો જવાબ તો મારે શોધવો જ પડશે. ત્યાં સુધીમાં હું 27 કે 28 વર્ષની થઈ ચૂકી હતી."

"ઓછી જાતીય ઈચ્છા થવાનાં કારણો કયાંકયાં હોઈ શકે એ ઇન્ટરનેટ મારફત જાણવાની મે મોટી ભૂલ કરી હતી."

હૉર્મોનનું સ્તર સરળતાથી વધઘટ થતું હોય એવાં અનેક કારણો ત્યાં મને મળ્યાં પણ એક કારણ હતું બ્રેઈન-ટ્યૂમર અને તેનાથી મારી ચિંતા વધી ગઈ."

line

બ્રેઈન-ટ્યૂમરથી મરી જઈશ એવું લાગ્યું

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

"મેં વિચાર્યું કે હે ભગવાન, હું બ્રેઈન-ટ્યૂમરને કારણે મૃત્યુ પામીશ. હું ડૉક્ટર પાસે ગઈ અને તેમને પૂછ્યું કે આ ખરેખર ગંભીર બાબત છે? હું મરી રહી છું?"

"ડૉક્ટરે મને કહ્યું કે શાંત થઈ જા. તું કદાચ ઍસેક્સ્યુઅલ છે."

"મેં ડૉક્ટરને પૂછ્યું કે એ વળી શું છે? મેં ઍસેક્સ્યુઅલ શબ્દ એ પહેલાં ક્યારેય સાંભળ્યો પણ નહોતો."

"તેમણે મને કેટલીક વેબસાઈટ બતાવી એટલે મને થયું કે હું મારા જેવા લોકોને મળી શકીશ. એ અત્યંત રોમાંચક હતું."

વીડિયો કૅપ્શન, એક સ્ટેન્ડ-અપ કૉમેડિયન પણ ડિપ્રેશન સામે લડી રહ્યા છે
line

કામોત્તેજનાની અનુભૂતિ ક્યારેય નથી થઈ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, iStock

"મેં થોડું સર્ચ કર્યું એટલે મને રાહત થઈ. મેં મારા પતિને વાત કરી. તેમણે કહ્યું કે આપણે પહેલાં જ સ્વીકારી ચૂક્યા છીએ તો મને આ મામલે કોઈ વાંધો નથી."

"એ શાનદાર હતું. મારા પતિ બહુ સમજદાર છે."

"મને બીજાઓની માફક કામોત્તેજનાની અનુભૂતિ ક્યારેય થઈ નથી અને થઈ હશે તો પણ બહુ થોડી."

"એ ઉત્તેજનાનું કારણ મારા માટે એક જૈવિક પ્રક્રિયા જેવું છે, જે સમજી શકાય છે. તેમાં હું મારા પતિ સહિતના કોઈ અન્યને સામેલ કરવા ઈચ્છતી નથી. હું તેનાથી ખુદને અલગ રાખવા ઈચ્છું છું."

line

પતિ શું કહે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

"ઘણા લોકો ઍસેક્સ્યુઅલ હોય છે, પણ તેઓ કોઈ સાથે સંબંધ બાંધે ત્યારે સેક્સમાં તેઓ સહજ હોય છે. જોકે, મારા કિસ્સામાં હું જ્યારે પણ પતિની નજીક જાઉં છું ત્યારે મારું શરીર કહે છે - નહીં, નહીં, નહીં. આ ન થવું જોઈએ."

"મેં જે લોકોને આ વિશે વાત કરી તેમણે મને કહ્યું હતું કે તમારે ત્યાં સંતાન કઈ રીતે જન્મશે?"

"ખેર, જો હું ઈચ્છું તો અન્ય કેટલીય રીતે માતા બની શકું એમ છું. એ અશક્ય નથી."

"હવે લગભગ ત્રણ-ચાર વર્ષથી હું ઍસેક્સ્યુઆલિટી વિશે જાણતી થઈ છું. મને ઍસ (ઍસેક્સ્યુઅલ શબ્દનું ટૂંકુ રૂપ) લેબલ પસંદ છે. હવે એ મારા માટે સહજ છે અને તેણે મને મારા વ્યવહાર તથા મારું મન કેવી રીતે કામ કરે છે એ જાણવામાં મદદ કરી છે."

"મજાની વાત એ છે કે હવે મારા પતિ પણ મને 'સ્ટૅસ-ઍસ' કહે છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો