પાંચ કરોડના સોનાની લૂંટ, 2000 સીસીટીવી ફંફોસતાં કેવી રીતે આરોપી ઝડપાયા?

ચોરી, સોનાની લૂંટ, લુંટારા, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, કાયદો, ગુનો
ઇમેજ કૅપ્શન, વિલ્લુપુરમ જિલ્લા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે લૂંટ કરેલા ચાર કિલો સોનાના દાગીના અને ત્રણ લાખ રોકડા જપ્ત કર્યા છે
    • લેેખક, વિજયાનંદ અરુમુગમ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

"આમ તો સામાન્ય રીતે કેટલાક કિસ્સાઓમાં લોકો લૂંટ વિશે જુઠ્ઠું બોલે છે, પરંતુ આ કિસ્સામાં એવું નથી. અમે લગભગ 48 કલાકમાં લુટારાને પકડી લીધા છે."

ત્રણ માર્ચે ચાર કિલો સોનું જપ્ત થયા બાદ તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના એસપી સાઈ પ્રણીતે બીબીસીને આ વાત જણાવી હતી.

વિલ્લુપુરમ જિલ્લા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે લૂંટ કરેલા ચાર કિલો સોનાના દાગીના અને ત્રણ લાખ રોકડા જપ્ત કર્યા છે.

તેમણે કહ્યું કે લૂંટ કરેલા દાગીનાની વર્તમાન બજાર ભાવ પ્રમાણે અંદાજે કિંમત રૂપિયા પાંચ કરોડ છે.

આખરે સોનાની લૂંટના આ કેસમાં પોલીસે આરોપીને કેવી રીતે પકડ્યા?

ચાર કિલો સોનાની લૂંટ કેવી રીતે થઈ?

ચોરી, સોનાની લૂંટ, લુંટારા, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, કાયદો, ગુનો
ઇમેજ કૅપ્શન, લુટારાની ઓળખ કરવા માટે ખાસ ટીમોએ મોટી માત્રામાં સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યાં

તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિરાટિકુપ્પમમાં એક જૂના કનગરાજ ગાર્ડનના રહેવાસી રાજા મણિક્યમ સોનાના દાગીના બનાવે છે.

તેમની સાથે અન્ય 10 લોકો ઘરે સોનાની બુટ્ટીઓ અને વીંટીઓ બનાવે છે અને ચેન્નાઈમાં દાગીનાની દુકાનના માલિકોને વેચે છે.

વિલ્લુપુરમ પોલીસ ઇન્સ્પેક્ટર કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે "તે દર મહિનાના પહેલા મંગળવાર કે શુક્રવારે ટ્રેનથી ચેન્નાઈ ઘરેણાં પહોંચાડતા હતા. આ વાતની જાણ થતાં એક ગૅંગે કાવતરું ઘડીને તેમના દાગીના લૂંટી લીધા હતા."

3 માર્ચે, રાજા મણિક્યમ બૅગમાં ચાર કિલો દાગીના લઈને ચેન્નાઈ જવા રવાના થયા હતા. તેમના સહાયક મુરલી તેમને બાઇક પર બેસાડીને વિલ્લુપુરમ રેલવે સ્ટેશન લઈ ગયા.

રાજામણિક્યમે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે "સવારે લગભગ 11:15 વાગ્યે બે બાઇક પર આવેલા ચાર હુમલાખોરોએ કોટા વિનાયક મંદિર પાસે તેમની બાઇક રોકી. તેમને હથિયારોની ધમકી આપી અને તેમની બૅગ છીનવી લીધી."

'બાઇકનો પીછો કરીને સોનું છીનવી લીધું'

ચોરી, સોનાની લૂંટ, લુંટારા, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, કાયદો, ગુનો
ઇમેજ કૅપ્શન, પોલીસે સોનાની લૂંટના સંબંધમાં પુડ્ડુચેરીમાંથી ચાર લોકોની ધરપકડ કરી છે

ઇન્સ્પેક્ટર કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, "અમને ચારેય માણસની વાહન લાઇસન્સ પ્લૅટ મળી ન હતી. બાઇકની નંબર પ્લૅટ ઢંકાયેલી હતી, જેના કારણે તેમને જોવા મુશ્કેલ હતું. તેમને ઓળખવામાં મુશ્કેલી પડી હતી."

ચાર કિલોગ્રામ સોનાની લૂંટની માહિતી મળતાં જિલ્લા પોલીસ અધીક્ષક સાઈ પ્રણીત અને એએસપી રવીન્દ્રનાથ ગુપ્તા ઘટનાસ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું.

વિસ્તારમાં સર્વેલન્સ કૅમેરા તપાસવા છતાં ગુનેગારોની ઓળખ થઈ શકી ન હતી. પરિણામે, ત્રણ એસઆઇ અને પાંચ એએસઆઇની ખાસ આઠ ટીમ બનાવાઈ હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર કૃષ્ણમૂર્તિએ કહ્યું, "ઘટનાના દિવસે સવારે લગભગ 11 વાગ્યે કેટલાક લોકોએ રાજા મણિક્યમનો (જે બાઇક પર સવાર હતા) પીછો કર્યો હતો. તેમણે સવારે 11:15 વાગ્યે તેમની પાસેથી ઘરેણાં લૂંટી લીધા."

તેમણે ઉમેર્યું, "કેટલાક માસ્ક પહેરેલા માણસોએ દાગીના લઈ લીધા હતા. તેમના ચહેરા દેખાતા ન હતા, જેના કારણે તેમને ઓળખવામાં મુશ્કેલી પડી. આથી અમે લૂંટ પહેલાંનાં સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવાનું નક્કી કર્યું."

2,000 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ ચકાસ્યાં

ચોરી, સોનાની લૂંટ, લુંટારા, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, કાયદો, ગુનો
ઇમેજ કૅપ્શન, વિલ્લુપુરમ જિલ્લાના એસપી સાઈ પ્રણીત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કેસમાં લુટારાની ઓળખ કરવા માટે ખાસ ટીમોએ મોટી માત્રામાં સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યાં.

ઇન્સ્પેક્ટર કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, "અમે ગામડાં અને નગરોમાં 2,000થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ એકઠા કર્યાં."

તેમણે કહ્યું કે આ કેસમાં સીસીટીવી કૅમેરા મહત્ત્વપૂર્ણ પુરાવા છે.

સીસીટીવી ફૂટેજ એકત્ર કરતી વખતે તેમણે પુડ્ડુચેરીની રાજ્ય પોલીસની મદદ લીધી હતી.

ઇન્સ્પેક્ટરે કહ્યું, "અમને પુડુચેરીથી આવતા લૂંટની એક ટોળકીનાં ફૂટેજ મળ્યાં, તેનાથી અમને લુટારાને ઓળખવામાં મદદ મળી."

જિલ્લા પોલીસ અધીક્ષક સાઈ પ્રણીતે જણાવ્યું કે "અમે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યાં. અમે ભૂતકાળના ગુનેગારો અને તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસોની તપાસ કરી. જ્યારે અમે પુડ્ડુચેરીમાં ફોજદારી કેસ ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યારે અમને જાણવા મળ્યું કે આ એ જ લોકો હતા જેમણે આ લૂંટ કરી હતી."

વિલ્લુપુરમ પોલીસે ત્રિચી, સાલેમ, કોઈમ્બતૂર અને કુંભકોણમમાં પણ તપાસ કરી હતી.

જિલ્લા પોલીસ અધીક્ષકે જણાવ્યું કે "તપાસ દરમિયાન બહાર આવેલી વિગતોના આધારે અમે લૂંટના આરોપીઓની ધરપકડ કરી છે."

કૃષ્ણમૂર્તિએ કહ્યું, "જ્યારે અમે પુડ્ડુચેરી પોલીસને કેસ વિશે પૂછ્યું, ત્યારે તેમણે અમને કેટલાંક નામ અને સરનામાં આપ્યાં. તેમાંથી કેટલાક સામે પુડ્ડુચેરીમાં કેસ નોંધાયેલા છે. જોકે, વિલ્લુપુરમમાં તેમની સામે કોઈ કેસ નોંધાયેલો નથી."

તેમણે કહ્યું કે શહેરો અને ગામડાંમાં સીસીટીવી કૅમેરાને કારણે લૂંટમાં સંડોવાયેલા લોકોની ઓળખ શક્ય બની છે.

એ 'અનામી માણસ' કોણ હતો, જેણે આ માહિતી આપી?

ચોરી, સોનાની લૂંટ, લુંટારા, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, કાયદો, ગુનો

પોલીસે સોનાની લૂંટના સંબંધમાં પુડ્ડુચેરીમાંથી ચાર લોકોની ધરપકડ કરી છે.

વિલ્લુપુરમ જિલ્લા પોલીસે જણાવ્યું કે તેમણે ચાર કિલો ચોરાયેલા સોનાના દાગીના અને રૂપિયા ત્રણ લાખ રોકડા જપ્ત કર્યા છે.

પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આ કેસમાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.

ઇન્સ્પેક્ટર કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, "રાજા મણિક્યમના એક પરિચિતે આપેલી માહિતીના આધારે લૂંટ કરાઈ હતી. લૂંટમાં સામેલ કોઈ પણ વ્યક્તિએ બાતમીદારને જોયો ન હતો. અમે તે વ્યક્તિની પણ ધરપકડ કરીશું."

વિલ્લુપુરમ જિલ્લાના પોલીસ અધીક્ષક સાઈ પ્રણીતે બીબીસીને જણાવ્યું કે "આમ જોવા જઈએ તો કેટલાક કિસ્સાઓમાં કેટલાક લોકો સોનું લૂંટવાનું નાટક કરતા હોય છે, પરંતુ આ ખરેખર લૂંટ છે."

તેમણે કહ્યું કે લૂંટના 48 કલાકની અંદર શંકાસ્પદોની ધરપકડ કરાઈ હતી અને આ ફક્ત સીસીટીવી ફૂટેજના આધારે શક્ય બન્યું હતું.

સોનાની લૂંટ અંગે પોલીસે શું કહ્યું?

વિલ્લુપુરમની ઘટના બાદ પોલીસે ટ્રેનો અને બસોમાં મોટા જથ્થામાં સોનાનું પરિવહન કરતી વખતે અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ અંગે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે.

વિલ્લુપુરમ ઇન્સ્પેક્ટર કૃષ્ણમૂર્તિએ કહ્યું કે "અમે વેપારીઓને સોનાનું પરિવહન કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી છે. જો તેઓ પહેલાં પોલીસને જાણ કરે તો અમે રેલવે સ્ટેશન સુધી સુરક્ષા પૂરી પાડીશું."

તેમણે કહ્યું કે "જો તમારી પાસે મોટી માત્રામાં સોનું હોય તો કાર દ્વારા મુસાફરી કરવી વધુ સારું છે. અમે લોકોને આવી સલાહ આપતા રહીએ છીએ, પરંતુ મોટા ભાગના લોકોને તેને નજરઅંદાજ કરે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન