ફ્રાઇની : એ ગ્રીક ગણિકા, જેમણે જીવ બચાવવા રાજદરબારમાં નિર્વસ્ત્ર થવું પડ્યું

પ્રાચીન ગ્રીકની ગણિકા ફ્રાઇની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રાચીન ગ્રીકની ગણિકા ફ્રાઇની
    • લેેખક, ડૅલિયા વેન્ચ્યુરા
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

ઍરોપેગસમાં કંઈક ઠીક ચાલી રહ્યું નહોતું. આ એ જ જગ્યા જ્યાં દંતકથા અનુસાર યુદ્ધના દેવ ઍરિસ સામે કેસ ચાલ્યો હતો.

દેવતાઓએ કેસ બાદ તેમને હૅલિરોટિયોની હત્યામાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.

પૉસિડનના પુત્ર હૅલિરોટિયોએ ઍરિસનાં એક દીકરી પર બળાત્કાર કર્યો હતો એટલે તેમની હત્યા કરી દેવાઈ હતી.

આરોપ બહુ જ ગંભીર હતો - દેવતાઓનું અપમાન કરવાનો. આવો જ ગંભીર આરોપ ઍથેન્સના વિચારક સૉક્રેટિસ પર લગાવાયો હતો અને તેમને ઝેર આપી દેવાયું હતું.

આરોપીના બચાવમાં અનેક વક્તાઓ હાજર થઈ ગયા હતા અને તેમાં એક હતા હાયપરિડિસ, જે સૌથી ઉત્તમ વક્તા અને જ્ઞાની મનાતા હતા. આમ છતાં તેઓ જ્યુરીને મનાવી શકે તેમ લાગતા નહોતા.

પોતાના અસીલ સામે ગુનો સાબિત થાય અને તેમને દેહાંતદંડ થાય તેવી શક્યતા ઊભી થઈ હતી. પોતાની પ્રતિષ્ઠાનો પણ સવાલ ઊભો થયો હતો અને તેથી જ તેમણે બહુ અકલ્પનીય પગલું લીધું.

line

ફ્રાઇની કોણ હતાં?

તેમને રૂબરૂમાં ના જોઈ શકનારા લોકો માટે બીજો રસ્તો હતો તેમનાં ચિત્રો જોવાનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેમને રૂબરૂમાં ના જોઈ શકનારા લોકો માટે બીજો રસ્તો હતો તેમનાં ચિત્રો જોવાનો

તેમણે જ્યુરી પાસે એવી નારીને નિર્વસ્ત્ર દશામાં રજૂ કરી કે જેથી આરોપીની નિદોર્ષતા સાબિત થઈ શકે.

એક પવિત્ર જગ્યામાં તે નગ્ન નારીને રજૂ કરી અને તે પહેલાં તેને સ્વચ્છ જળથી સ્નાન કરાવાયું, જેથી તે શુદ્ધ અને પવિત્ર છે, એવું તે પવિત્ર જગ્યામાં હાજર લોકોને જણાવી શકાય. તે નારી એટલે હિટાઇરા.

પ્રાચીન ગ્રીકના રાજદરબારનાં ગણિકામાં એક હતાં હિટાઇરા. ખૂબસૂરત હિટાઇરા શારીરિક સૌંદર્ય ઉપરાંત તેમની બુદ્ધિમત્તા અને સર્જનાત્મકતા માટે પણ જાણીતાં હતાં અને રાજદરબારીઓને બૌદ્ધિક મનોરંજન પણ પૂરું પાડતાં હતાં.

આવી સુંદર અને વિદ્વાન નારી તદ્દન નિર્વસ્ત્ર થઈને જ્યુરીની સામે ઊભી રહી.

તેમનું સાચું નામ નૅસારેટ્ટી એટલે કે સદાચારી અને ગુણવાન એવું હતું, પણ તે ફ્રાઇની તરીકે વધારે જાણીતાં હતાં.

ફ્રાઇની એટલે આમ તો દેડકો થાય અને તેને ઉતારી પાડવા માટે આવું નામ અપાયું હતું. પરંતુ એવું મનાય છે કે તેમની ત્વચાનો ઑલીવ રંગ જોઈને તેમને ફ્રાઇની નામ અપાયું હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઈસવીસન પૂર્વે 371માં તેઓ થૅસ્પિયામાં જન્મ્યાં હતાં, પણ ઍથેન્સમાં આવીને વસ્યાં હતાં. ઍથેન્સમાં તેઓ એટલે લોકપ્રિય બની ગયાં કે કે તેમણે પરદો કરીને ફરવું પડતું હતું.

"ફ્રાઇની બહુ સુંદર હતી અને તેનું દરેક અંગ જે બહાર ના દેખાય તે પણ બહુ ઘાટીલું હતું. તેને નિર્વસ્ત્ર જોવી મુશ્કેલ હતી, કેમ કે તે સમગ્ર શરીરને ઢાંકતું ટ્યુનિક પહેરતી હતી અને ક્યારેય જાહેર સ્નાનાગારનો ઉપયોગ કરતી નહોતી," એમ ઍટિનિયો કહે છે.

એટલે ફ્રાઇનીને જોવી હોય તો તે માટે ચુકવણી કરવી પડે. તેઓ ગ્રાહકો સામે જ નગ્ન થતા હતાં.

તેમને રૂબરૂમાં ના જોઈ શકનારા લોકો માટે બીજો રસ્તો હતો તેમનાં ચિત્રો જોવાનો.

તેમને મૉડલ બનાવીને પ્રસિદ્ધ ચિત્રકારો ચિત્રો બનાવતાં હતાં અને તેમની પ્રતિમાઓ પણ બની હતી. ચોથી સદીના પ્રસિદ્ધ ઍટ્ટિક મૂર્તિકાર પ્રૅક્સિટિલિસે પણ તેમની પ્રતિમા બનાવીને તેમને અમર કરી દીધાં છે.

line

ફ્રોડાઇટિસ

પ્રાચીન ગ્રીકની ગણિકા ફ્રાઇની

ઇમેજ સ્રોત, © MARIE-LAN NGUYEN

રોમના જાણીતા વિદ્વાન પ્લીની ધ ઍલ્ડરના જણાવ્યા અનુસાર ઈસવીસન પૂર્વ 330માં પ્રૅક્સિટિલિસને પ્રેમ, સૌંદર્ય, આનંદ, રાગ અને ફળદ્રુપતાની દેવીની પ્રતિમા બનાવવાનું કામ સોંપાયું હતું.

પ્રૅક્સિટિલિસે એક નહીં પણ બે મૂર્તિઓ બનાવી: એકમાં ઍફ્રોડાઇટી વસ્ત્રોમાં સજ્જ હતાં, બીજીમાં તેમને નિર્વસ્ત્ર બનાવાયાં.

આ બીજી મૂર્તિ જોઈને લોકો ચોંકી ગયા અને તેને ના રાખી, જ્યારે પ્રથમ પ્રતિમા જ રાખી. જોકે બીજા પડોશી પ્રદેશ નીડોઝના લોકો એટલા ચોખલિયા નહોતા એટલે તેમણે નગ્ન પ્રતિમાને પોતાને ત્યાં રાખી.

પ્રૅક્સિટિલિસની આ નગ્ન પ્રતિમા રોમન રાજા નિકોમિડિસને બહુ જ ગમી ગઈ. તેમણે નીડોઝના લોકો પાસે આ પ્રતિમા માગી અને તેના બદલામાં બધું જ મહેસૂલ માફ કરી દેવાની દરખાસ્ત કરી હતી.

પ્રતિમા બહુ કિંમતી છે એવો ખ્યાલ આવી ગયો એટલે નીડોઝના લોકોએ તે આપી નહીં, પરંતુ તેને જાહેર જગ્યાએ ગોઠવી.

સુંદર ઍફ્રોડાઇટિસની નગ્ન પ્રતિમાને જોવા પ્રવાસીઓ આવતા રહ્યા અને તેમાંથી કમાણી કરીને રોમન રાજાનું દેવું ચૂકવી દેવાયું.

line

થિબ્સની દીવાલો

વીડિયો કૅપ્શન, મોરબીમાં આવેલું એ ઢાબુ જ્યાંથી કોઈ ભૂખ્યું જતું નથી

શારીરિક રીતે આકર્ષક ફ્રાઇની "શ્લેષ અને વ્યવહારુ જ્ઞાનની પણ દેવી હતી," એમ ઍથિનિયસે લખ્યું છે.

ઍથિનિયસના જણાવ્યા અનુસાર એ જમાનામાં પોતાની કમાણીથી સૌથી વધુ સમૃદ્ધ બનનારાં નારી ફ્રાઇની હતાં.

ફ્રાઇની એટલાં ધનિક બન્યાં હતાં કે તેમણે થિબ્સની દીવાલોને ફરીથી ચણાવવા માટે નાણાં આપવાની ઑફર કરી હતી. ઍૅલેક્ઝાન્ડરે ઈસવીસન પૂર્વે 336માં આ દીવાલો તોડી પાડી હતી.

ફ્રાઇનીએ માગણી કરી હતી કે પોતાના ધનથી નવી દીવાલો બનાવવાની, પરંતુ તેના પર કોતરવાનું કે "ઍલેક્ઝાન્ડરે તોડી પાડેલી, ગણિકા ફ્રાઇનીએ ચણાવેલી."

એક નારી અને તે પણ વળી રાજદરબારની ગણિકાનું નામ આવી રીતે પ્રસિદ્ધ ઇમારતમાં કોતરવામાં આવે તે નગરસભાના વડીલોને પસંદ પડે તેવું નહોતું. એટલે થિબ્સની દીવાલોને એમ જ ખંડેર પડી રહેવા દેવાઈ.

line

શેનો હતો કેસ?

પ્રાચીન ગ્રીકની ગણિકા ફ્રાઇની

હાયપેરિડિસે જ્યુરીની સામે ફ્રાઇનીને નગ્ન ખડી કરી દીધાં હતાં.

શા માટે અદાલતમાં ફ્રાઇનીને નિર્વસ્ત્ર હાજર કરાઈ તે વિશે ઍથિનિયસ લખે છે, "ઍલ્યુસિનિયન તહેવાર વખતે અને પૉસિડનના કાર્યક્રમોમાં ફ્રાઇની હાજર થતી. તે પોતાનો ઉપરનો ઝભ્ભો દૂર કરીને, માથાના વાળ ખુલ્લા કરીને પછી સ્નાન માટે કુંડમાં પ્રવેશતી."

તેમની સામે આક્ષેપ મુકાયો હતો કે આ રીતે તહેવારોમાં કુંડમાં પ્રવેશે તે અપવિત્ર કરનારું કૃત્ય ગણાય.

તેની સામે હાઇપેરિડિસે દલીલ કરી હતી કે તે અપવિત્ર કરી જ ના શકે, કેમ કે નખશિખ સુંદર અને સુઘડ દેહ ધરાવનારી નારીનું સર્જન માત્ર દેવતાઓ જ કરી શકે.

ફ્રાઇની કેટલાં સુંદર છે તે સૌને દેખાડીને હાઇપેરિડિસે કહ્યું કે આટલા સુંદર સર્જનને દેવતાઓને અર્પણ ના કરવામાં આવે અને દેવતાઓ તે માણી ના શકે તે ઊલટાનું તેમનું અપમાન ગણાય.

દેવી ઍફ્રોડાઇટિનાં પ્રતીક તરીકે જે સ્ત્રી આટલાં સૌંદર્યવાન હોય તેને કેવી રીતે દોષી ગણી શકાય?

ઍથિનિયસ લખે છે કે આ રીતે તેમને ભરી અદાલતમાં ખુલ્લી કરીને "...તેમણે ન્યાયાધીશોને એવો અહેસાસ કરાવ્યો કે તેમણે ઍફ્રોડાઇટિની સેવિકા પ્રત્યે દયા રાખવી જોઈએ અને તેને દેહાંતદંડ આપવો જોઈએ નહીં."

line

કથા વિશે મતભેદો

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સાચી વાત એ છે કે ફ્રાઇની અને તેમની સામેના કેસની કથાને તે વખતની થોડી વાતો અને લખાણોના આધારે તૈયાર કરવામાં આવી છે. ત્યાં હાજર નહોતા એવા લેખકોની વાતોનો આધાર લેવાયો છે.

એ વાત સાચી કે કેસ થયો હતો અને હાયપેરિડિસે તેમાં બચાવ માટે જે દલીલો કરી હતી તે ઉત્તમ તર્કના નમૂના તરીકે આજે પણ વખણાય છે. જોકે તેમની દલીલોનો બહુ થોડો અંશ જ બચ્યો છે.

આરોપ શું મુકાયો હતો તેની શંકા નથી, પણ તેની પાછળનાં કારણો સ્પષ્ટ નથી અને વાતનો કઈ રીતે અંત આવ્યો તેનું અલગ વર્ણન પણ મળે છે.

આ વૈકલ્પિક કથા અનુસાર ફ્રાઇનીએ જાતે, વસ્ત્રોમાં સજ્જ રહીને જ્યુરીના દરેક સભ્ય સામે દલીલો કરી હતી અને નિર્દોષતા સાબિત કરી હતી.

સાચી હકીકત જે પણ હોય, પરંતુ આ કથા એટલી પ્રચલિત બની છે કે તેના આધારે સાહિત્ય અને કલાના અનેક નમૂના તૈયાર થાય છે.

ચિત્રો, પ્રતિમાઓ અને નાટકો તેના પરથી બન્યાં છે. અમેરિકાના મૂર્તિકાર આલ્બર્ટ વેઇનેએ પણ તેમની પ્રતિમા બનાવી છે.

ચાર્લ્સ બોદલેર (ફ્રેન્ચ ઉચ્ચાર શાલ બોદૂલે), ફ્રાન્સિસ્કો દે ક્યુવેડો અને રેઇન્ર મારિયા રિલ્કે જેવા કવિઓએ પણ તેમના વિશે કવિતાઓ લખી છે અને ફ્રાઇનીના નામે ફ્રેન્ચ ઑપેરા પણ બન્યું છે. ઇટાલિયન મારિયો બોનાર્ડે તેમના પરથી ફિલ્મ પણ બનાવી છે.

ખરેખર કેસમાં શું બન્યું હતું તે આપણે જાણતા નથી, પણ સમગ્ર ઘટના એટલી નાટકીય હતી કે આજેય આપણી કલ્પનાને તે ઉત્તેજિત કરતી રહે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3