કોરોના રસી : પિરિયડ્સ દરમિયાન વૅક્સિન લેવી સુરક્ષિત છે?

ઇમેજ સ્રોત, getty Images
એક મૅસેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફરી રહ્યો છે કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે આ વૅક્સિન લેવી સુરક્ષિત નથી.
આને લઈને અનેક મહિલાઓએ શંકા જાહેર કરી છે. અમે અનેક જાણકારોને પૂછ્યું છે કે શું આ એક અફવા છે કે આની પાછળ કંઈક સત્ય છે? ૉ

મૅસેજમાં શું લખ્યું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વૉટ્સઍપ સહિત બીજી મૅસેજિંગ ઍપ પર જે સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે, તેમાં લખ્યું છે: “રસી માટે રજિસ્ટ્રેશન પહેલાં પોતાના પિરિયડની તારીખનો ખ્યાલ રાખો.”
“પિરિયડ્સના પાંચ દિવસ પહેલાં અને પાંચ દિવસ પછી વૅક્સિન ન લો. આપણી પ્રતિરોધક ક્ષમતા આ સમય દરમિયાન ઓછી રહે છે."
"વૅક્સિનના પહેલા ડોઝથી પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે અને પછી ધીમે-ધીમે વધે છે. એટલા તમે જો પિરિયડ દરમિયાન વૅક્સિન લેશો તો સંક્રમણનો ભય વધી જાય છે. એટલા માટે સુનિશ્ચિત કરો કે પિરિયડ દરમિયાન વૅક્સિન ન લો.”

‘વૅક્સિન શરીરને નુકસાન નથી પહોંચાડતી’

ઇમેજ સ્રોત, Getty Images
વૅક્સિન પિરિયડ દરમિયાન શરીરને નુકસાન પહોંચાડે છે? અમે આ સવાલ નાણાવટી હૉસ્પિટલના ગાયનેકૉલૉજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ગાયત્રી દેશપાંડેને કર્યો હતો.
દેશપાંડેએ કહ્યું, “પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે. એટલા માટે આનાથી કોરુઈ પ્રકારની રુકાવટ થતી નથી. જ્યારે પણ તમને સમય મળે ત્યારે વૅક્સિન લઈ લો."
"અનેક મહિલાઓ ઘરેથી કામ નથી કરી શકતી, તેમને બહાર નીકળવું પડે છે. અનેક મહિલાઓ જરૂરી સેક્ટરમાં કામ કરી રહી છે, તેમને પિરિયડ કોઈ પણ તારીખે આવી શકે છે. જો તેમણે રજિસ્ટર કર્યું છે, તો વૅક્સિન લેવી જોઈએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશપાંડેએ ભરોસો અપાવતાં કહ્યું કે વૅક્સિનથી શરીરને નુકસાન નથી થતું.

ભારત સરકાર કોરોના રસી વિશે શું કહે છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ મૅસેજ વાઇરલ થયા પછી પીઆઈબીએ એક નિવેદન જાહેર કરી કહ્યું, "જે મૅસેજમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે છોકરીઓ અને મહિલાઓને પિરિયડના પાંચ દિવસ પહેલાં અને પાંચ દિવસ પછી વૅક્સિન લેવી જોઈએ, તે ફૅક છે. આ અફવા પર વિશ્વાસ ન કરો."
બીબીસીએ પહેલાં પણ પિરિયડ અને કોરોના સાથે જોડાયેલા મુદ્દા પર અનેક ડૉક્ટરો સાથે વાત કરી હતી.

કોરોના વાઇરસ પિરિયડ સાઇકલને બદલી શકે?

ઇમેજ સ્રોત, GEETA BORA
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારાઓમાં 40 ટકા મહિલાઓ છે. અમે મહિલા ડૉક્ટરને પૂછ્યું કે શું કોરોના વાઇરસની અસર પિરિયડ્સ સાઇકલ પર પડે છે?
ફોર્ટિસ હૉસ્પિટલનાં સોનલ કુમતાએ કહ્યું, "જે મહિલાઓ જે કોરોના વાઇરસથી ઠીક થઈ ગઈ છે, તેમાંથી કેટલીક મહિલાઓએ પિરિયડના સમયમાં વાર લાગવી, સમયે ન આવવું, ફળમાં ઝડપથી પરિવર્તનની ફરિયાદ કરી છે."
પરંતુ જાણકારોનું કહેવું છે કે આ સંપૂર્ણ રીતે સાબિત થતું નથી કે કોરોનાનો પિરિયડની સાઇકલ સાથે કોઈ સંબંધ છે કે નહીં.
જે. જે. હૉસ્પિટલના ગાયનેકૉલૉજી વિભાગના પૂર્વ મુખ્ય ડૉ. અશોક આનંદ કહે છે, "અનેક કેસોમાં આ અધિકૃત રીતે રેકર્ડ કરવામાં આવ્યું છે કે કોરોના વાઇરસનો શિકાર બનેલી મહિલાઓના અંડાશયમાં સોજો આવ્યો છે."
"જો સોજો આવે છે, તો શક્ય છે કે પિરિયડ દરમિયાન તેમને કેટલી ફરિયાદ હોય."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
હીરાનંદન હૉસ્પિટલના ડૉક્ટર મંજરી મહેતા પ્રમાણે, “અમે આ પ્રકારના પરિવર્તનોને કોરોના વાઇરસ સાથે જોડાઈને જોઈ શકો. હજી સુધી અમારી પાસે આ અંગે પુરાવા નથી કે કોરોનાથી પિરિયડ પર પડે છે.”
મુંબઈના જ ગાયનેકૉલૉજિસ્ટ કોમલ ચૌહાણ કહે છે કે કોરોના વાઇરસથી ઠીક થઈ ગયેલી મહિલાઓએ પિરિયડને લઈને હાલ સુધી કોઈ ફરિયાદ નથી કરી.
બીબીસી સાથે વાત કરતાં ચૌહાણે કહ્યું, "કોઈ લાંબી બીમારીના કારણે મહિલાઓના માસિક ધર્મમાં પિરવર્તન આવે છે."
"અનેક કેસમાં લોહીનો પ્રવાહ વધી જાય છે, અનેકમાં ઓછો થઈ જાય છે. પરંતુ મારી પાસે હાલ પણ આવી કોઈ ફરિયાદ આવી નથી કે કોરોના વાઇરસ પછી તેમાં કોઈ ફેરફાર આવ્યો હોય."
શરીરની પ્રતિરોધક ક્ષમતા કોરોના વાઇરસના સંક્રમણ પછી ઓછી થઈ જાય છે. કેટલાક લોકોને ફેફસાં સાથે જોડાયેલી તકલીફ પણ થાય છે. કારણ કે કોરોના વાઇરસથી પ્રતિરોધક ક્ષમતા ઓછી થાય છે, એટલા માટે શક્ય છે કે પ્રજનન પ્રણાલી પર તેની અસર પડે.”

મહિલાઓએ શું કરવું જોઈએ
ડૉક્ટર કહે છે કે મહિલાઓએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- પૌષ્ટિક ખાવાનું ખાવો અને કસરત જરૂર કરો.
- શરીરને યોગ્ય પ્રમાણમાં આરામ આપો.
- પર્યાપ્ત પ્રમાણમાં ઊંઘ ખૂબ જ જરૂરી છે.
- સતત બેસીને કામ ન કરો, થોડો બ્રેક લો.
- કોરોના વાઇરસના કારણે થયેલું નુકસાન ધીમે-ધીમે ઠીક જાય છે. ડૉ. કુમતા કહે છે, “એટલા માટે પિરિયડ સાથે જોડાયેલી તકલીફ ધીમે-ધીમે સારી થઈ જશે.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












