કોરોનામાં સપડાયેલું ગુજરાત : આંકડા નહીં પણ ચાર તસવીર બતાવે છે, ચાર શહેરોનો હાલ

ઇમેજ સ્રોત, Dharmesh Amin
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, અમદાવાદ, સુરત, રાજકોટ અને ગોધરાથી
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઇરસે કેર વર્તાવ્યો છે. ભારતમાં ગુરુવારે ત્રણ લાખ 15 હજાર કેસ નોંધાયા છે, જે વિશ્વના કોઈ પણ દેશમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.
ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કેર બનીને તૂટી છે. ઓક્સિજનની ખોટ, હૉસ્પિટલમાં બેડની અછત અને સ્મશાનોમાં પણ જગ્યા નહીં; આવાં દૃશ્યો ગુજરાતનાં મહાનગરો, નગરો અને ગામડાઓમાં પણ દેખાઈ રહ્યાં છે.
ગુજરાતમાં ગુરુવારે સાંજ સુધીમાં નવા 13,105 કેસ નોંધાયા, જ્યારે 137 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
જોકે આંકડા નહીં પણ કેટલીક તસવીરો કોરોનામાં સપડાયેલા ગુજરાતનો હાલ બતાવે છે.

કોરોનામાં ગુજરાતની તસવીર 1 : પલંગની અછત

ઇમેજ સ્રોત, Bipin Tankaria
ગુજરાતમાં 'સબસલામત'ના વિજય રૂપાણી સરકારના દાવાને આ તસવીર પડકારે છે. રાજ્યમાં પૂરતા પલંગ ઉપલબ્ધ છે, એવું સરકારે અવારનવાર હાઈકોર્ટ સમક્ષ કહ્યું છે, પણ કોરોના સંક્રમિતો હૉસ્પિટલમાં પલંગ મેળવવા રઝળપાટ કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતીના રાજકોટના સહયોગી બિપિન ટંકારિયાએ તસવીર લીધી છે, તેઓ કહે છે કે રાજકોટનાં દૃશ્યો અમદાવાદથી જુદાં નથી.
રાજકોટ સિવિલ હૉસ્પિટલ બહાર પણ ઍમ્બ્યુલન્સની લાંબી કતાર લાગે છે અને કતારમાં કલાકો સુધી ઊભેલા અનેક દર્દીઓ એવા હોય છે, જેમની હાલત ગંભીર હોય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ટંકારિયા કહે છે, "પણ, આ દૃશ્યે મને કંપાવી દીધો. આ કતારમાં એક વડીલ ઘરેથી લઈને આવેલા ખાટલામાં સારવાર લઈ રહ્યા હતા, તેમની પાસે ઓક્સિજનનો બૉટલ હતો અને મોઢા પર ઓક્સિજનનું માસ્ક."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટનાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કહે છે કે લાઇનમાં ઊભેલી ઍમ્બ્યુલન્સમાં જ દરદીઓને સારવાર અનો ઓક્સિજન સપ્લાય મળી રહે એ માટે પગલાં લેવામાં આવ્યાં છે.

કોરોનામાં ગુજરાતની તસવીર 2 : સ્મશાનમાં સતત બળતી ચિતાઓ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સ્મશાનમાં ચીમની સુધી ધુમાડો લઈ જતી ધાતુની આ પાઇપ ચોવીસે કલાક બળતા માનવદેહો અને સાવ ક્ષુલ્લક બની ગયેલી માનવજીવનની કિંમત અંગે જાણે પોતાનો સંતાપ રજૂ કરતી હોય એમ લાલઘૂમ બની ગઈ છે.
અમદાવાદના વાડજ વિસ્તારના મસાણની આ તસવીર બીબીસીના સહયોગી કલ્પિત ભચેચની છે, સ્મશાનમાં સતત સળગતી ચિતાઓને લીધે આ પાઇપ લાલચોળ થઈ ગઈ છે અને પીગળવા લાગી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પરિસ્થિતિની ગંભીરતા જણાવતા અમદાવાદના એડિશનલ ચીફ ફાયર ઑફિસર જણાવે છે કે પહેલાં અમારી પાસે પ્રતિદિવસ શબવાહિની મેળવવા માટે 40-50 કૉલ આવતા, જેની સંખ્યા વધીને 150 થઈ ગઈ છે.
આ નિવેદન અમદાવાદમાં કોરોનાએ સર્જેલી ભયાનક હાડમારીની કહાણી બયાન કરે છે.
આ લાલાશ જાણે આવનારા વધુ કપરા સમય માટે ચેતવી રહી હોય, તેવો ભાસ કરાવે છે.

કોરોનામાં ગુજરાતની તસવીર 3 : સ્કૂલવાન બની શબવાહિની

ઇમેજ સ્રોત, Dharmesh Amin
કોરોના સંક્રમણના બીજા વંટોળમાં ગુજરાતની હૉસ્પિટલોની સાથે સ્મશાનો પણ ઊભરાયાં. કલાકો સુધી હૉસ્પિટલમાં દાખલા માટે રઝળતા દરદીઓ અને કલાકો સુધી ચિતા ખાલી થવાના ઇંતેજારમાં પળી રહેલા મૃતદેહો, આ દૃશ્યો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં એકસરખાં છે.
બીબીસી ગુજરાતીના સુરતના સહયોગી ધર્મેશ અમીનની લીધેલી આ તસવીર સુરતની સ્થિતિનો ચિતાર આપે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જે શહેરોના સ્મશાનોમાં ટૉકન અપતાં હોય અને મૃતદેહો અગ્નિદાહ માટે વેઇટિંગમાં હોય, ત્યાં શબવાહિનીતો ક્યાંથી મળે?
ધર્મેશ અમીન જણાવે છે કે મૃતદેહને લઈ જતી વખતે સમયસર શબવાહિની ન મળતાં જે સ્કૂલવાનમાં બાળકોની ચિચિયારીઓ ગૂંજતી હોય, એમાં મૃતદેહને લઈ જવાની ફરજ પડી હતી.

કોરોનામાં ગુજરાતની તસવીર 4 : હૉસ્પિટલો બાદ ચિતાઓ ફૂલ

ઇમેજ સ્રોત, Dakshesh Shah
એવો પણ વખત હતો કે જ્યારે મહાનગરો માનવમહેરામણથી છલકાતા હતા, હવે નાનાં નગરોમાં સ્મશાનો માનવદેહોથી ઊભરાઈ રહ્યાં છે.
બીબીસી ગુજરાતીના ગોધરાના સહયોગી દક્ષેશ શાહની આ તસવીર ગુજરાતનાં નાનાં નગરોમાં કોરોનાએ સર્જેલી દશા કહી આપે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
કોરોના સંક્રમણના શરૂઆતી તબક્કામાં ગુજરાતનાં મહાનગરો વધારે પ્રભાવિત થયાં હતાં પણ બીજા વેવમાં નાનાં નગરો અને ગામડાઓમાં પણ મૃતદેહો દેખાઈ રહ્યાં છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો