કોરોનાનો કેર : મોદીના બનારસમાં રિક્ષામાં દીકરાના મૃતદેહને લઈ જતાં માતાની દર્દભરી કહાણી

ઇમેજ સ્રોત, ADITYA BHARDWAJ
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર વારાણસીની એક તસવીર વાઇરલ થઈ છે, જેમાં એક માતા ઈ-રિક્ષામાં બેઠાં છે, તેમના પગ પાસે તેમનો દીકરો છે, જેમનો શ્વાસ થંભી ગયો છે.
આ તસવીર હૃદયદ્રાવક છે. આ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીની હોવાને કારણે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી.
આ માતાની બીજી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે શૅર થઈ રહી છે, જેમાં મદદ મેળવવાની આશાએ તે પોતાના મૃત પુત્રના સ્માર્ટફોનને ખોલવાનો પ્રયાસ કરતી જણાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ મહિલા વારાણસીની પાસે આવેલા જૌનપુરના અહિરૌલી (શીતલગંજ)નાં રહેવાસી છે અને તેમનું નામ ચંદ્રકલા સિંહ છે. સોમવારે પોતાના 29 વર્ષીય પુત્ર વિનીતને સારવાર અપાવવા માટે તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) ખાતે પહોંચ્યાં હતાં.
વિનીત સિંહ મુંબઈમાં એક દવાની દુકાનમાં છૂટક કામ કરતા હતા, કોરોનાની મહામારી દરમિયાન તેમની નોકરી જતી રહી, જેના કારણે તેઓ ગામડે પરત ફર્યા હતા.
બીએચયુની હૉસ્પિટલમાં તેમને પ્રવેશ ન મળ્યો. એ પછી ઈ-રિક્ષામાં તેમણે પાસેની કેટલીક ખાનગી હૉસ્પિટલોમાં દીકરાને દાખલ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળ થયાં ન હતાં.
ગણતરીની કલાકોમાં ઈ-રિક્ષામાં જ માતાની નજરની સામે જ વિનીતે રિબાઈ-રિબાઈને દેહ છોડી દીધો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પોતાના જવાન દીકરાના કટાણે મૃત્યુનું દુખ તો ચંદ્રકલા સિંહને છે જ, સાથે એ વાતની પીડા છે કે તેઓ દીકરાને મદદ ન કરી શક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના અંગે તેમણે જણાવ્યું, "અમે એને બીએચયુ લઈ ગયાં, ત્યાં અમને જણાવ્યું કે હજુ ડૉક્ટર નથી આવ્યા. તમે ત્યાં (ટ્રૉમા સેન્ટર) જાવ. ટ્રૉમા સેન્ટર ખાતે જ મારા દીકરાની તબિયત લથડવા લાગી, તેણે ત્યાં જમીન ઉપર જ લંબાવી દીધું હતું."
"આજુબાજુના લોકો એમ કહેવા લાગ્યા કે તેને અહીંથી લઈ જાવ, તેને કોરોના છે."
ચંદ્રકલાસિંહ કહે છે, "મારા દીકરાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. અમે ઓક્સિજન માગ્યો, ઍમ્બ્યુલન્સ માગી, પરંતુ કંઈ ન મળ્યું. જેમ-તેમ કરીને ઈ-રિક્ષામાં સૂવડાવીને હું તેને બીજી હૉસ્પિટલમાં લઈ ગઈ."
"ત્યાં તેમણે દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો. પછી બીજી હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા કે મારો દીકરો અચેતન થઈ ગયો, તેણે તડપી-તડપીને પ્રાણ ત્યજી દીધા હતા."


મૃત્યુનું કારણ

ઇમેજ સ્રોત, ADITYA BHARDWAJ
ચંદ્રકલાનું જીવન અગાઉ જ દુખમય હતું. 10 વર્ષ અગાઉ તેમના પતિનું મૃત્યુ થયું હતું, ગત વર્ષે વિનીતના મોટાભાઈનું અવસાન થયું હતું.
બે વર્ષના ગાળામાં બે જુવાનજોધ દીકરાનાં મૃત્યુનો શોક આજીવન રહેશે. ચંદ્રકલાને બીજા બે દીકરા પણ છે.
તેઓ કહે છે, "મારો આધાર છીનવાઈ ગયો, સંભાળ રાખે એવું કોઈ ન રહ્યું."
વિનીતસિંહને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની કોઈ ઔપચારિક પૃષ્ટિ નથી થઈ. પરિવારજનોના કહેવા પ્રમાણે, તાજેતરમાં વિનીતે તાવ કે ઉધરસ પણ નહોતાં.
વિનીતસિંહના કાકા જયસિંહના કહેવા પ્રમાણે, "એને કોરોનાનું કોઈ લક્ષણ જોવા મળતું ન હતું. તેને તાવ પણ આવ્યો ન હતો."
"એ ખરું કે તેને કિડનીની કોઈ બીમારી હતી, જેનો ઇલાજ ચાલી રહ્યો હતો. તે મુંબઈમાં હતો ત્યારે ત્યાં સારવાર કરાવતો હતો. આ ઇલાજ માટે જ તે તાજેતરમાં બીએચયુ જતો હતો."

ઇમેજ સ્રોત, UGC
જય સિંહનો દાવો છે કે "છોકરાને શ્વાસ ચડવા લાગ્યો હતો. 19મી એપ્રિલ માટે ડૉ. સમીર ત્રિવેદીની ઑનલાઇન ઍપૉઇન્ટમૅન્ટ મળી હતી, પરંતુ સારવાર ન થઈ. ટ્રૉમા સેન્ટરમાં પણ કોઈ મદદ ન મળી."
"ખાનગી હૉસ્પિટલમાં બહારથી જ કહી દેવામાં આવતું હતું કે જગ્યા નથી. એવું કહી દેવામાં આવ્યું કે આ કોરોનાનો કેસ છે."
"તેને કિડનીની સમસ્યા હતી, પરંતુ જો તેને સમયસર સારવાર મળી હોત, ઓક્સિજન મળ્યું હોત તો તેનું મૃત્યુ ન થયું હોત. હૉસ્પિટલમાં લાપરવાહીને કારણે તેનું મૃત્યુ થઈ ગયું."
જય સિંહ કહે છે કે "કોઈનો જીવ જાય, એથી મોટી લાપરવાહી બીજી શું હોઈ શકે? તંત્ર એવું થઈ ગયું છે કે ગરીબોને કોઈ નથી સાંભળતું."
"જે પ્રકારની વ્યવસ્થા છે, તેમાં બેકાળજીથી અનેક લોકોનાં મૃત્યુ થઈ જાય એમ છે."
ચંદ્રકલા સિંહની લાચારી અને તેમના દીકરાની આ વાત વિશે દુનિયાને સૌપહેલાં 'દૈનિક જાગરણ'માં છપાયેલા એક અહેવાલથી જાણ થઈ.
આ અહેવાલ સંવાદદાતા શ્રવણ ભારદ્વાજે આપ્યો હતો. તેમણે જણાવ્યું:
"સવારે 10 વાગ્યા આજુબાજુ મને માહિતી મળી કે ચકરમત્તા મહમુરગંજ રોડ પર કોઈનું મૃત્યુ થઈ ગયું છે અને હોબાળો થઈ રહ્યો છે."
"હું તત્કાળ ત્યાં પહોંચ્યો તો હૃદયને વિચલિત કરી દે એવું દૃશ્ય જોવા મળ્યું. મેં માતા પાસેથી સંપૂર્ણ વિગત મેળવી અને અહેવાલ આપ્યો."
શ્રવણ ભારદ્વાજ કહે છે કે કોરોનાને કારણે હૉસ્પિટલોમાં કેવી સ્થિતિ પ્રવર્તમાન હશે, એ વાતનો અંદાજ એના પરથી મૂકી શકાય કે જે રસ્તા પર વિનીતસિંહનું મૃત્યુ થયું, એ રસ્તા પર બીએચયુ સિવાય ડઝનબંધ ખાનગી હૉસ્પિટલો આવેલી છે.

વાઇરલ તસવીર કોણે લીધી?

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રકલા સિંહ તથા તેમના પુત્રની જે તસવીર વાઇરલ થઈ છે, તે કોણે ખેંચી અને તેનો ફોટોગ્રાફર કોણ છે, તેના વિશે શ્રવણ ભારદ્વાજ કહે છે: "ત્યાં હું મારા મિત્ર સાથે પહોંચ્યો હતો."
"મેં તેને કહ્યું કે તસવીર લઈ આપો. તે સરકારી કર્મચારી છે, એટલે અમે તેમનું નામ જાહેર નથી કર્યું."
ફોટો લેનાર સરકારી કર્મચારીના કહેવા પ્રમાણે, "મેં શ્રવણજીના કહેવાથી તસવીર લીધી હતી તથા એ સમયે જ શ્રવણજીને સોંપી દીધી હતી."
વિનીત સિંહનાં માતાના કહેવા પ્રમાણે, 'નવ વાગ્યા આજુબાજુ જ તેમના પુત્રનું અવસાન થઈ ગયું હતું.'
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
શ્રવણ ભારદ્વાજના કહેવા પ્રમાણે, "તેઓ 10.30 વાગ્યા આસપાસ પહોંચ્યા હતા. ત્યાં અનેક લોકો હાજર હતા. શક્ય છે કે આવી તસવીર બીજા લોકોએ પણ તેમના મોબાઇલ દ્વારા લીધી હોય."
પરંતુ જે તસવીર મીડિયામાં વાઇરલ થઈ છે, તે તેમણે જ લીધી છે.
જ્યારે ચંદ્રકલાસિંહ તેમના પુત્ર સાથે કોઈ મદદની રાહમાં હતા, ત્યારે પૂર્વ સ્થાનિક કૉર્પોરેટર વિકાસચંદ્ર પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે 112 ડાયલ કરીને સ્થાનિક પોલીસને મદદ માટે બોલાવી હતી.
સ્થાનિક પોલીસ ચોકીના પ્રભારી અનુજકુમાર તિવારીના કહેવા પ્રમાણે, છોકરાનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ તેનાં માતાની સ્થિતિને જોતા અમે બે સિપાહીને સ્થળ પર તહેનાત કરી દીધા હતા.

મૃત્યુ બાદ પણ મુશ્કેલી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વિનીત સિંહના મૃત્યુ બાદ ઍમ્બ્યુલન્સ મેળવવામાં પણ માતા ચંદ્રકલા સિંહે ભારે સમસ્યા વેઠવી પડી હતી. વારાણસીના મહુઆડીહ સ્ટેશન ખાતે જય સિંહે જ તેમનાં ભાભી ચંદ્રકલા તથા ભત્રીજા વિનીત સિંહને ઉતાર્યાં હતાં.
જયસિંહે જણાવ્યું, "મારી દીકરી દિલ્હીથી આવી રહી હતી. તેને લેવા હું રેલવેસ્ટેશન ગયો હતો, ત્યારે આમને સાથે જ લઈ ગયો હતો. મેં તેમને મહુઆડીહ પાસે ઈ-રિક્ષામાં બેસાડ્યાં હતાં."
"મેં તેમને કહ્યું હતું કે ડૉક્ટરને દેખાડી લો, ત્યાર સુધીમાં હું દીકરીને તેડી આવું. એ પછી સાડા નવ કલાકે આમનો ફોન આવ્યો, એટલે હું ત્યાં પહોંચ્યો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જય સિંહ કહે છે, "હું જ્યારે ત્યાં પહોંચ્યો તો ભારે ભીડ એકઠી થયેલી હતી અને છોકરાનો મૃતદેહ તડકામાં પડ્યો હતો. અમે તેને છાંયડામાં લઈ ગયા. મા રોઈ-રોઈને વિલાપ કરી રહી હતી. એ પછી ઍમ્બ્યુલન્સ મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા."
"અનેક લોકોને ફોન કરવા પડ્યા. એકે તો 22 હજારની માગણી કરી. છેવટે 60 કિલોમિટરના અંતર માટે પાંચ હજાર ચૂકવ્યા, ત્યારે એક ઍમ્બ્યુલન્સ મળી અને અમે વિનીતનો મૃતદેહ લઈને ઘરે પહોંચ્યાં."

શું કહે છે BHUનું તંત્ર?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
કોરોનાકાળમાં વારાણસીની બીએચયુ હૉસ્પિટલ પરનું ભારણ વધી ગયું છે. પૂર્વાંચલના લગભગ 40 જિલ્લા માટે બીએચયુ આશા અને વિશ્વાસનું કેન્દ્ર છે, પરંતુ વર્તમાન ભારણ સામે આ વ્યવસ્થા ઓછી પુરવાર થઈ રહી છે.
બીએચયુની સર સુંદરલાલ ચિકિત્સાલયલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ શરદ માથુરના કહેવા પ્રમાણે, "ખૂબ જ ભારણ છે. કટોકટીના ધોરણે દરદીઓની સારવાર કરી રહ્યા છીએ."
"ખૂબ જ ગંભીર સ્થિતિમાં દરદી આવી રહ્યા છે, પરંતુ અમે દરેક દરદીઓને બચાવી પણ નથી શકતા."
વિનીતસિંહને શા માટે હૉસ્પિટલમાં સારવાર ન મળી શકી, તેના વિશે માથુર કહે છે, "કોરોનાને કારણે ઑફલાઇન કન્સલ્ટન્સી બંધ છે અને ઑનલાઇન સેવા ચાલુ રાખી છે. આમને એના વિશે માહિતી ન હોય, એવું બનવા જોગ છે."
"તેઓ પહેલાંથી જ બીમાર હોય અને સ્થિતિ ગંભીર થઈ હોય ત્યારે આવ્યા હોય એવું પણ બની શકે. ફિઝિકલ કન્સલ્ટન્સી બંધ હોવાને કારણે ડૉક્ટર ન મળ્યા, પરંતુ તાત્કાલિક સેવામાં દરદીઓની તપાસ ચાલુ છે."
હૉસ્પિટલની સમસ્યાઓ અંગે તેઓ કહે છે, "મૅનપાવરની તંગી છે અને જેટલા લોકો સિસ્ટમાં છે, એ તમામને અમે ડ્યૂટી પર તહેનાત કરી દીધા છે. અમે દરરોજ સેંકડો લોકોના જીવ બચાવી રહ્યા છીએ."
"લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જાય એ પછી હૉસ્પિટલે આવી રહ્યા છે, આ સિવાય કોરોનાનું સંકટ તો છે જ."

સોશિયલ મીડિયા પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રકલા સિંહ તથા તેમના પુત્રના મૃતદેહની તસવીરોને શૅર કરવાની સાથે સોશિયલ મીડિયા યૂઝર્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછી રહ્યા છે, કારણ કે એ તેમનો મતવિસ્તાર છે.
કદાચ એટલે જ જિલ્લાધિકારીએ તત્કાળ સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી અને બીએચયુ હૉસ્પિટલના મૅનેજમૅન્ટ પાસેથી આ વિશે માહિતી માગી હતી અને પૂછ્યું છે કે ઇમર્જન્સીમાં વિનીત સિંહને કેમ દાખલ કરવામાં ન આવ્યા?
આ મુદ્દે બુધવારે બીએચયુ મૅનેજમૅન્ટની એક બેઠક મળી હતી. આ ઘટનાએ સામાજિક ક્રૂરતા તરફ પણ ધ્યાન ખેંચ્યું હતું.
જ્યારે એક લાચાર માતા તેના જવાન દીકરાના મૃતદેહને ઘરે લઈ જવા માટે મદદ માગી રહી હતી ત્યારે ભીડમાંથી કોઈકે તેમનો થેલો ચોરી લીધો.
જેમાં વિનીતસિંહની સારવારના કાગળિયાં તથા મોબાઇલ ફોન પણ હતાં.
(જૌનપુરથી આદિત્ય ભારદ્વાજ તથા વારાણસીથી નીલાંબુજના રિપોર્ટિંગ સાથે)



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













