અઠવાડિયાના આ પાંચ સમાચાર તમે ચૂકી તો નથી ગયાને!

લાઇન
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

હેલ્લો ગુજરાત! કેમ છો તમે બધાં? આશા રાખીએ કે તમે મજામાં જ હશો.

આ અઠવાડિયામાં દેશ અને દુનિયામાં અનેક ઘટનાઓ બની અને તેના સમાચારો બીબીસી ગુજરાતીએ અનેકવિધ રીતે કવર પણ કર્યાં. એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગરમાયેલું રાજકારણ હોય કે બિલકીસબાનો કેસમાં આવેલા નવા વળાંક, એનડીટીવી-અદાણી જૂથ સાથે જાયેલા હોસ્ટાઇન ટેકઓવરની વાત હોય, આ સહિત અનેક બાબતો ચર્ચામાં રહી.

પણ તમે કોઈ વાત ચૂકી ગયા હો તો નિશ્ચિંત રહો, બીબીસી ગુજરાતી પર અઠવાડિયાની અમુક અગત્યની અને રસપ્રદ કહી શકાય એવી સ્ટોરીઝ અમે તમને જણાવી રહ્યાં છીએ.

આ અઠવાડિયા માટે અમે ગુજરાતના એક પૂર્વ મુખ્ય મંત્રીની કહાણી લાવ્યા છીએ , ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલાં જે જોર લગાવી રહી છે તેનાથી ઊભા થયેલા પ્રશ્ન, આરોગ્યની વાત જેમાં મહિલાઓને થતા માસિક સ્રાવ વખતે થતી પીડા વિશે માહિતી અને એક ગુજરાતમાં જન્મેલા પાકિસ્તાની ક્રિકેટરની સ્ટોરી અને વડા પ્રધાન મોદીની સુરક્ષામાં સામેલ થનાર દેશી કૂતરાંની વાત- આ પાંચ કહાણીઓ તમારા માટે પસંદ કરી છે.

સૌપ્રથમ વાત કરીએ અરવિંદ કેજરીવાલની.

અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2014ની વાત છે, સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલો પર બે નેતાઓની ચર્ચા હતી. નામ હતા નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ.

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ગુજરાતના સીએમ બન્યા બાદ 2014ની લોકસભાની ચૂંટણી જીતવા માટે આગળ વધી રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે ત્રણ વખતનાં મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવીને દિલ્હીના મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચી દીધો હતો.

ભારતની વર્તમાન રાજનીતિના આ બે મહત્ત્વનાં પાત્રોની ટક્કર વારાણસીની ચૂંટણીમાં થઈ હતી જ્યાં અરવિંદ કેજરીવાલને કારમો પરાજય મળ્યો હતો.

આનાં બરાબર દસ વર્ષ પછી 2024માં અરવિંદ કેજરીવાલ ફરી એકવાર નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે.

line
સુરેશ મહેતા

ઇમેજ સ્રોત, KALPIT S BHACHECH

સ્થિતપ્રજ્ઞ હોય તેવું નામ રાજકારણમાં જડે નહીં, પણ એક નામ છે સુરેશ મહેતા. જેમને સંજોગોવશાત્ ગુજરાતના મુખ્ય મંત્રી બનવા મળી ગયું હતું.

ગુજરાતમાં પ્રથમ વખત ભાજપને પોતાના જોર પર બહુમતી મળી અને 182માંથી 121 બેઠકો મળી. કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા, પરંતુ તેમને છ મહિનામાં જ ઉથલાવી નખાયા અને તેમની જગ્યાએ સર્વસ્વીકૃત નેતા તરીકે સુરેશ મહેતાની પસંદગી થઈ હતી.

પરંતુ મુખ્ય મંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતાએ નરેન્દ્ર મોદીના ગુજરાત ભાજપ પર કથિત એકહથ્થુ શાસનનો અંત આણવા માટે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવો પડ્યો હતો, આવું કેમ થયું? વાંચવા માટે અહીં ક્લિક કરો - સુરેશ મહેતા : ગુજરાતના એ પૂર્વ CM જેમણે ભાજપ છોડીને મોદી સામે મોરચો માંડ્યો હતો

line
મુધોક કૂતરો

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપે દેશી પ્રજાતિના મુધોલ હાઉન્ડ શ્વાનને પોતાના દળમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

ખૂબ જ સ્ફૂર્તિવાળા આ શ્વાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 'જુવારની એક રોટલી' પર પણ તે જીવિત રહી શકે છે.

દેશી પ્રજાતિના આ કૂતરાંમાં બીજું શું ખાસ છે, વાંચવા માટે અહીં ક્લિક કરો 'જુવારની એક રોટલી' પર જીવી શકતાં મુધોલ કૂતરાં જે PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં સામેલ થશે

line
મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

માસિક સ્રાવ દરમિયાન લગભગ દરેક મહિલાને પીડાનો અનુભવ થતો હોય છે.

ઋતુકાળ વખતે મોટા ભાગે પેટમાં ખેંચાવ થતો હોય છે અને ઘણી વાર પીઠ, સાથળ, પગ કે અન્ય અંગોમાં પણ દુખાવો થતો હોય છે.

આ દરમિયાન ક્યારેક થોડો, ક્યારેક સતત દુખાવો થતો હોય છે અથવા ઘણી વાર એક તબક્કે વધારે પડતી પીડા પણ થતી હોય છે.

ઊબકા આવવા, પેટમાં ગરબડ થવી કે માથામાં સણકા આવવા એવું પણ થતું હોય છે.

દરેક સ્ત્રી માટે આ પીડા કે દુખાવો અલગ અલગ હોય છે, અલગ અલગ ભાગમાં દુખાવો થતો હોય છે અને તેની તીવ્રતામાં પણ દરેક સ્ત્રી પ્રમાણે ફરક હોય છે.

line
પાકિસ્તાનના મહાન ક્રિકેટર હનીફ મોહમ્મદ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના મહાન ક્રિકેટર હનીફ મોહમ્મદ.

ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તેનાં થોડાં જ વર્ષમાં પાકિસ્તાનને ટેસ્ટ ક્રિકેટ રમવાનો દરજ્જો મળી ગયો અને યોગાનુયોગે પાકિસ્તાની ક્રિકેટ ટીમે તેનો પ્રથમ પ્રવાસ ભારતનો જ ખેડવાનું પસંદ કર્યું.

આ ટીમમાં એવા ઘણા ક્રિકેટર હતા જેઓ વિભાજન સમયે ભારતથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને તેમનામાં પ્રતિભા હતી તેથી તેઓ પાકિસ્તાની ટીમમાં સ્થાન પણ હાંસલ કરી શક્યા હતા.

આવા ખેલાડીઓની બનેલી ટીમ ભારત આવી અને નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે તેની પ્રથમ ટેસ્ટ રમી.

આ ટીમમાં એક 18 વર્ષના યુવાન બૅટ્સમૅન હતા. જેની પાસે હજી ટેસ્ટ તો ઠીક પણ ક્રિકેટ રમવાનો પણ પર્યાપ્ત અનુભવ ન હતો.

તેમણે એ મૅચમાં 51 રન ફટકાર્યા હતા. આ ક્રિકેટર એટલે પાકિસ્તાનના મહાન ક્રિકેટર હનીફ મોહમ્મદ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન