ટી- 20 વર્લ્ડકપમાં હવે સેમીફાઈનલની રેસમાં પાકિસ્તાન બહાર નીકળી ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
બુધવાર મૅચના પરિણામ પછી પાકિસ્તાનનું રેસમાં રહવું વધુ અઘરું અને લગભગ અશક્ય બન્યું છે.
ન્યુઝીલૅન્ડે બુધવારે કોલંબોમાં 61 રનથી જીત મેળવીને શ્રીલંકાને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું અને એના લીધે શ્રીલંકા હાલ સુપર આઠ ગ્રુપ 2ના અંતિમ સ્થાન પર આવી ગયું છે.
તે સાથે જ ન્યૂઝીલૅન્ડે શ્રીલંકાને પરાજય આપીને સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની દાવેદારી મજબૂત બનાવી દીધી છે.
ન્યૂઝીલૅન્ડની આ શાનદાર જીત સાથે જ પાકિસ્તાનની આગળ વધવાની આશાઓ હવે ધૂંધળી થઈ ગઈ છે.
હવે શુક્રવારે યોજાનાર ન્યૂઝીલૅન્ડ અને ઈંગ્લૅન્ડ વચ્ચેના મુકાબલાને નિર્ણાયક ભૂમિકામાં જોવાઈ રહયો છે..
શ્રીલંકા - ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચમાં શું બન્યું?

ઇમેજ સ્રોત, MB Media/Getty Images
ગઈ કાલની મૅચમાં એક સમયે એવી સ્થિતિ હતી કે, ન્યૂઝીલૅન્ડ 130 રન સુધી પહોંચશે કે કેમ તે બાબતે શંકા હતી,
પરંતુ કૅપ્ટન મિચેલ સેન્ટનર અને કૉલ મૅકકોનીએ સાતમી વિકેટ માટે 84 રનની મજબૂત ભાગીદારી નોંધાવી ટીમને 169 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી
કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાના કપ્તાન દાસુન શાનકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતમાં આ નિર્ણય સાચો સાબિત થતો જણાતો હતો, કારણ કે પાવર-પ્લે પૂરો થાય ત્યાં સુધીમાં ન્યૂઝીલૅન્ડના બંને ઓપનરો પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
શ્રીલંકા તરફથી મહેશ તીક્ષ્ણા અને દુષ્મંથા ચમીરાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
169 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ ન્યૂઝીલૅન્ડની ધારદાર બૉલિંગ સામે ટકી શકી નહોતી અને 20 ઓવરમાં માત્ર 107 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલૅન્ડ તરફથી રચિન રવીન્દ્રએ તરખાટ મચાવતા ચાર વિકેટ ઝડપી હતી, જેના કારણે તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
આ વિજય સાથે ન્યૂઝીલૅન્ડની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે, જ્યારે બીજી તરફ શ્રીલંકા સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે.
ટી20 વર્લ્ડ કપ સુપર 8 ગ્રુપ બેના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની સ્થિતિ

ઇમેજ સ્રોત, MB Media/Getty Images
પાકિસ્તાને ગ્રુપ બેના પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંક સાથે એક પોઈન્ટ હાંસલ કરેલો છે.
આ સાથે, સુપર આઠ ગ્રુપ 2 માંથી અંતિમ સ્થાનમાં કોણ રહેશે તે હવે શુક્રવારે થનાર ઈંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડની મેચથી નક્કી થશે.
કોઈ પણ પ્રકારની ઓછા માર્જિનની જીત હજુ પણ તેમને બ્લેકકેપ્સથી પાછળ છોડી શકે છે.
સુપર આઠમાં ઈંગ્લૅન્ડનું સ્થાન સુનિશ્ચિત થયું છે, પરંતુ શ્રીલંકાના બહાર થવાથી ઈંગ્લૅન્ડની સે઼મીફાઇનલમાં પહોંચવાની દાવેદારી શુક્રવારે થનાર મૅચથી નક્કી થશે.
તે સાથે પાકિસ્તાને આગામી મૅચમાં હવે ફક્ત જીતવું નહીં, પણ મોટા માર્જિનથી જીતવું પડશે. સાથે તેમણે આશા રાખવી પડશે કે ઈંગ્લૅન્ડ ન્યુઝીલૅન્ડ સામેની મૅચમાં સારા માર્જિનથી જીતે. અને એ રીતે વર્લ્ડ કપમાં ટકી રહવાનું એનું સાપનું જીવતું રહે.
હવે પછી કોની હાર-જીત પાકિસ્તાનને આશાઓ વધારી શકે છે?

ઇમેજ સ્રોત, MB Media/Getty Images
પાકિસ્તાનની આશા શુક્રવારે કોલંબોમાં થનારી ઈંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડના મૅચના પરિણામ પર ટકી છે.
જો ન્યૂઝીલૅન્ડ ઈંગ્લૅન્ડને હરાવે તો તે પાંચ પોઈન્ટ સાથે મેળવી લેશે અને ટીમ સીધી ક્વૉલિફાય થઈ જશે.
જેના કારણે પાકિસ્તાનનો શ્રીલંકા સામેનો અંતિમ સુપર આઠ મુકાબલો પાકિસ્તાન માટે રેસમાં રહવાની તેમની દાવેદારી પર પાણી ફેરવી દેશે.
પાકિસ્તાન પાસે તક ત્યારે જ ખુલે છે, જ્યારે ઈંગ્લૅન્ડ ન્યૂઝીલૅન્ડને હરાવે.
તે સ્થિતિમાં, ઈંગ્લૅન્ડ છ પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર રહેશે, ન્યૂઝીલૅન્ડ ત્રણ પોઈન્ટ સાથે રહેશે અને જો પાકિસ્તાન કેન્ડીમાં પોતાની અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવે છે તો તેની પાસે બરાબરી કરવાની તક હશે.
પણ ગઈ કાલની મૅચથી તે નક્કી થયું કે, ન્યૂઝીલૅન્ડની આ શાનદાર જીત સાથે જ પાકિસ્તાનની આગળ વધવાની આશાઓ હવે ધૂંધળી થઈ ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












