આખરે કાળુંનાણું સ્વિસ બૅન્કોમાં પહોંચે છે કેવી રીતે?

સ્વિત્ઝર્લેનડ સ્થિત યુબીએસ બેંક

ઇમેજ સ્રોત, FABRICE COFFRINI/AFP/Getty Images

    • લેેખક, ટીમ બીબીસી હિંદી
    • પદ, નવી દિલ્હી

જ્યારે પણ કાળાંનાણાંની વાત થાય, ત્યારે સ્વિસ બૅન્ક અથવા સ્વિત્ઝરર્લૅન્ડનાં બૅન્કોની છબી દિમાગમાં ફરવા લાગે છે અને જ્યારે સ્વિસ બૅન્કોમાં ભારતીય નાગરિકોના નાણાંની વાત થાય તો આપણે એ અંગે જાણવાની ઉત્સુકતા પણ વધી જાય છે.

સ્વિસ બૅન્કોમાં ભારતીય નાગરિકોના પૈસા ત્રણ વર્ષોથી ઘટી રહ્યા હતા, પરંતુ વર્ષ 2017માં આ વાત થોડી બદલતી નજરે આવી.

વાર્ષિક દરે જોઈએ તો સ્વિસ બૅન્કોમાં ભારતીયોના નાણાં 50 ટકાથી વધીને 1.01 અરબ સ્વિસ ફ્રેંક(લગભગ સાત હજાર કરોડ રૂપિયા)ના આંક પર પહોંચી ગયા છે.

આ આંકડો સ્વિસ નેશનલ બૅન્કે જાહેર કર્યો છે, એટલા માટે શંકાની ગુંજાઇશ ના બરાબર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

સ્વિત્ઝર્લૅન્ડની સેન્ટ્રલ બૅન્ક (SNB)એ જે આંકડો સામે રાખ્યો છે તે અનુસંધાને સ્વિસ બૅન્કોમાં બધા વિદેશી નાગરિકોના નાણાં વર્ષ 2017માં 3 ગણા વધીને 1.46 લાખ કરોડ સ્વિસ ફ્રેંક અથવા 100 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે.

આ ખબર મોદી સરકાર માટે મુશ્કેલીરૂપ છે, કારણ કે સત્તામાં આવ્યા બાદ તે કાળાનાણાં પર નિશાન સાધવાના વાયદાઓ કરતી રહી છે.

એટલું જ નહીં જે લોકોના પૈસા સ્વિસ બૅન્કમાં હોય તેમની જાણકારી આપનારને પણ મોદી સરકાર ફાયદો પહોંચાડવાની વાત કરતી રહી છે.

line

સ્વિસ બૅન્કોમાં ભારતીય નાણાં

વીડિયો કૅપ્શન, મૅસેજિંગ ઍપ્સ અને પેમેન્ટ સર્વિસ

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર વર્ષ, 2016માં મોદી સરકાર માટે રાહતનું વર્ષ હતું, કારણ કે આ વર્ષે સ્વિસ બૅન્કોમાં ભારતીયોના પૈસા 45 ટકા ઘટ્યા હતા.

વર્ષ 1987થી સ્વિત્ઝર્લૅન્ડ આ આંકડાઓની જાણકારી આપી રહ્યું છે અને ભારત માટે વર્ષ 2016માં થયેલો આ ઘટાડો મહત્ત્વપૂર્ણ હતો.

પરંતુ હાલમાં જાહેર થયેલા આંકડાઓ ચિંતાજનક છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એસએનબીના રિપોર્ટ મુજબ, સ્વિસ બૅન્કોમાં ભારતીયોના જે નાણાં જમા છે તેમાં વ્યક્તિગત રૂપે જમા રકમ વધીને 3200 કરોડ રૂપિયા, અન્ય બૅન્ક મારફતે જમા થયેલી રકમ 1050 કરોડ રૂપિયા અને જવાબદારી પેટે 2640 કરોડ રૂપિયા સામેલ છે.

વર્ષ 2006ના અંત સુધીમાં સ્વિસ બૅન્કોમાં ભારતીયોના નાણાં 23 હજાર કરોડ રૂપિયા હતાં, પરંતુ છેલ્લા એક દાયકામાં તેમાં ભારે ઘટાડો નોંધાયો છે.

જોકે, આટલા મોટા આંકડાઓ વચ્ચે બે સવાલો થવા જરૂરી છે. પહેલો કે કાળાનાણાં જમા કરવા માટે મોટાભાગે લોકો સ્વિત્ઝર્લૅન્ડ અને ત્યાંની જ બૅન્કોને કેમ પસંદ કરે છે? બીજો કે કાળું નાણું સ્વિસ બૅન્કો સુધી કેવી રીતે પહોંચે છે?

line

શા માટે સ્વિસ બૅન્કોમાં જમા થાય છે નાણાં?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પહેલા સવાલનો જવાબ છે કે સ્વિત્ઝરર્લૅન્ડની બૅન્કો તેમના ગ્રાહકોને લગતી માહિતીને ખૂબ જ ગોપનીય રાખે છે.

જોકે, ગોપનીયતાની વાત સ્વિસ બૅન્કો માટે નવી બાબત નથી. તેઓએ છેલ્લા 300 વર્ષથી આ ગોપનીયતા જાળવી રાખી છે.

વર્ષ 1713માં ગ્રેટ કાઉન્સિલ ઑફ જિનિવાએ નિયમ બનાવ્યો હતો, જે અંતર્ગત બૅન્કોને પોતાના ગ્રાહકોની જાણકારીને ગુપ્ત રાખવાનું કહેવામાં આવ્યું હતું.

line

સ્વિસ બૅન્ક અને સિક્રેટ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, આ નિયમમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગ્રાહકોની જાણકારી સિટી કાઉન્સિલ સિવાય બીજા કોઈ સાથે જાહેર નહીં કરી શકાય. સ્વિત્ઝર્લૅન્ડમાં જો કોઈ બૅન્કર તેમના ગ્રાહકની જાણકારી કોઈ સાથે શેર કરે તો તે અપરાધ છે.

ગોપનીયતાનો આ જ નિયમ સ્વિત્ઝર્લૅન્ડને કાળા નાણાં રાખવા માટે સુરક્ષિત સ્થળ બનાવે છે. થોડાં વર્ષ અગાઉ સુધી, પૈસા, સોનું, ઘરેણાં, પેઇન્ટિંગ અથવા બીજો કોઈ કિંમતી સામાન જમા કરવા પર આ બૅન્ક કોઈ સવાલ નહોતી કરતી.

જોકે, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને ટૅક્સચોરીના વધતા મામલાઓના કારણે સ્વિત્ઝર્લૅન્ડ એવાં ખાતાઓથી દૂર રહે છે જેના મૂળ ગેરકાનૂની હોવાની શંકા ઉપજાવે.

આ સિવાય તે ભારત અથવા બીજા કોઈ પણ દેશની એવી વ્યક્તિઓની જાણકારી જાહેર કરી શકે છે જેઓએ ગેરકાનૂની પૈસા જમા કરાવ્યા હોય.

line

કેવી રીતે જમા થાય છે પૈસા?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હવે બીજો સવાલ કે કાળું નાણું સ્વિસ બૅન્કોમાં પહોંચે છે કેવી રીતે? આ જાણવા માટે એ જાણવું જરૂરી છે કે સ્વિસ બૅન્કોમાં ખાતું કેવી રીતે ખોલવું?

18 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ સ્વિસ બૅન્કમાં ખાતું ખોલાવી શકે છે.

જોકે, બૅન્કને એવું લાગે કે જમા કરાવનાર વ્યક્તિ કોઈ ખાસ રાજકીય હેતુથી આવું કરી રહી છે અથવા જમા થનાર નાણાં ગેરકાનૂની છે તો બૅન્ક અરજીને રદ પણ કરી શકે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ મુજબ, સ્વિત્ઝર્લૅન્ડમાં લગભગ 400 બૅન્કો ,છે જેમાં યુબીએસ અને ક્રેડિસ સુઇસ ગ્રૂપ સૌથી મોટા છે. આ બંને પાસે બધી બૅન્કોની કુલ બેલેન્સશીટનો અડધાથી વધારે ભાગ છે.

સૌથી વધુ ગોપનીયતા 'નંબર્ડ એકાઉન્ટ'માં મળે છે. આ ખાતાઓ સાથે જોડાયેલી બધી માહિતી એકાઉન્ટ નંબર આધારિત હોય છે, કોઈ નામ નથી હોતા.

બૅન્કોમાં અમૂક લોકોને જ ખબર હોય છે કે આ ખાતું કોનું છે, પરંતુ તે સહેલાઇથી જાણી શકાતું નથી.

એવું કહેવાય છે કે જે લોકો પકડાવા નથી માગતા તેઓ બૅન્કના ક્રૅડિટ-કાર્ડ, ડેબિટ-કાર્ડ અથવા ચેક જેવી સુવિધા નથી લેતા.

આ સિવાય જો આ બૅન્કોમાં તમારું ખાતું હોય અને તેને બંધ કરવું હોય તો પણ સહેલું છે.

line

કાળું નાણું બહાર મોકલનાર Top- 5 દેશ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA

કાળુંનાણું બહાર મોકલવામાં પહેલો નંબર ચીનનો આવે છે. બીજા નંબરે રશિયા પછી મેક્સિકો આવે છે. ભારતનો ક્રમ આ યાદીમાં ચોથો છે. મલેશિયા આ યાદીમાં પાંચમાં ક્રમે આવે છે.

લગભગ એક ખર્વ ડૉલર કાળું નાણું વિકાસશીલ દેશોમાંથી બહાર જઈ રહ્યું છે.

છેલ્લા દસ વર્ષોમાં વિકાસશીલ દેશોથી બહાર જતું નાણું એ તેમને મળતી આર્થિક મદદ તથા એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)થી પણ વધુ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો