રેડ લાઇટ એરિયાની ખાસ બૅન્ક બંધ થતા મુશ્કેલીમાં 5000 મહિલાઓ

એક સામાન્ય વ્યક્તિ માટે પોતાની કમાણી બચાવવાનો સૌથી સારો, સલામત અને સહેલો રસ્તો બૅન્ક હોય છે.
આજે બૅન્કમાં ભલે ઝીરો બૅલેન્સ સાથે પણ ખાતાં ખુલતાં હોય, છતાં દેશમાં કેટલાક એવા લોકો છે કે જેમની પાસે પૈસા હોવા છતાં તેઓ બૅન્કમાં ખાતું ખોલાવી શકતા નથી.
વાત છે મુંબઈના રેડ લાઇટ એરિયામાં કામ કરતી સેક્સવર્કર્સની.
દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી આ મહિલાઓ બૅન્કમાં જવાનું પસંદ કરતી નથી, કેમ કે ત્યાં તેમણે અપમાન સહન કરવું પડે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ મહિલાઓ માટે રેડ લાઇટ એરિયામાં વિશેષ બૅન્ક શરૂ પણ કરવામાં આવી હતી, પણ હવે આ બૅન્ક બંધ થઈ ગઈ છે, જેથી બૅન્ક બંધ થતાં આશરે 5000 સેક્સવર્કર્સ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
કોઈ સામાન્ય બૅન્કમાં ખાતું ખોલાવી શકાતું ન હોવાથી તેમની સમસ્યા વધુ વિકરાળ બની છે.

'સરકારી બૅન્કમાં ખાતું ખોલાવવું અમારા માટે અઘરૂં'

વર્ષ 2007માં મુંબઈના રેડ લાઇટ એરિયામાં સંગીની બૅન્ક ખોલવામાં આવી હતી, ત્યાં સેક્સવર્કર માત્ર એક તસવીર આપીને ખાતું ખોલાવી શકતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બૅન્કના 5000 કરતાં વધારે ખાતેદાર હતા, પરંતુ હવે આ બૅન્ક બંધ થઈ ગઈ છે.
બીબીસી સાથે વાત કરતા એક સેક્સવર્કર જણાવે છે, "હજુ પણ અમારાં માટે સરકારી બૅન્કમાં ખાતું ખોલાવવું સહેલું નથી. અમારી પાસે પોતાનું ઘર નથી.
"બૅન્ક વીજળી બિલ અને ઓળખપત્ર જેવા દસ્તાવેજો માગે છે. અમે ગરીબ છીએ અને અમારી પાસે આવા કોઈ દસ્તાવેજ પણ નથી."
ચાંદબી સેક્સવર્કર્સ માટે પૈસા એકઠાં કરવાનું કામ કરતા હતાં અને સેક્સવર્કર્સ માટે પૈસા ડિપોઝીટ કરાવતાં હતાં.
તેમણે ઘણી સેક્સવર્કર્સને બૅન્કમાં તેમના પૈસા જમા કરાવવામાં મદદ કરી હતી.

શા માટે બૅન્ક બંધ થઈ?

આગળ વાત કરતાં એક સેક્સવર્કર જણાવે છે, "ઘણી મહિલાઓ બૅન્કમાં પૈસા જમા કરી ઘણાં પૈસા બચાવી શકતી હતી. કેટલીક મહિલાઓ 60-70 હજાર રૂપિયા બચાવી શકી હતી.
"તો કેટલીક મહિલાઓ રૂ. પાંચ લાખ જેટલી મોટી રકમ બૅન્કમાં રાખતી હતી. ઘણી મહિલાઓએ ફિક્સ ડિપોઝીટ પણ બનાવ્યા હતા."
તનુજા ખાન પણ એક સેક્સવર્કર છે. તેમણે પણ બૅન્કમાં ખાતું ખોલાવ્યું હતું કે જેથી કરીને તેઓ પોતાની કમાણીની રકમ સુરક્ષિત રાખી શકે.
પરંતુ હવે તેઓ પોતાનાં બચતના પૈસા સાચવવા માટે ચિંતિત છે.
તનુજા કહે છે, "બૅન્ક બંધ થઈ જતાં મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી કોઈ પણ મારા પૈસા લઈ જઈ શકે છે. હવે હું પૈસા મારી પાસે જ રાખું છું. મારે તેને છૂપાવીને રાખવા પડે છે."
મહત્ત્વનું છે કે બૅન્કમાં પૈસા ઓછા હોવાને કારણે તેને બંધ કરવાની ફરજ પડી હતી, પણ તેનાથી આ મહિલાઓ પાસે હવે કોઈ નાણાંકીય સુરક્ષા રહી નથી.
(પ્રોડ્યુસર - પૂજા અગ્રવાલ, ફિલ્માંકન તથા એડિટિંગ - જેલસ્ટન એસી)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














