એક એવું બૉક્સ જે કચ્છના રણને નિચોવીને કાઢી શકે છે પાણી

શું તમે એવું વિચારી શકો છો કે એક મશીન કચ્છના રણ જેવી તપતપતી જમીન નીચેથી પાણી કાઢી શકે છે? પહેલા તો 'રણમાં પાણી' આ શબ્દ સાંભળીને જ કંઈક અલગ લાગે છે.

પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ રણમાંથી પાણી કાઢી લીધું છે, અને એ પણ પીવાલાયક.

જોર્ડન અને અમેરિકા સાથે સંબંધ ધરાવતા વૈજ્ઞાનિક ઉમર યાઘીએ એક અનોખું બૉક્સ તૈયાર કર્યું છે. આ બૉક્સ રણમાં હવામાંથી પીવાનું પાણી કાઢી લે છે.

સૌથી ખાસ વાત એ છે કે તેને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી. સાથે જ તેને દુનિયાના કોઈ પણ રણપ્રદેશમાં લગાવી શકાય છે.

યાઘી કહે છે, "દુનિયાની એક તૃતિયાંશ વસતી ઓછું પાણી ધરાવતા વિસ્તારોમાં રહે છે. તેવામાં આ રીતથી પાણીની સમસ્યાનું કેટલીક હદે સમાધાન લાવી શકાય છે. આ એક ઉત્તમ રીત છે."

કેવી રીતે કામ કરે છે આ બૉક્સ?

હવામાંથી પાણી કાઢતા આ બૉક્સમાં બીજા પણ ઘણાં બૉક્સ હોય છે. આ બૉક્સ ધાતુઓથી બન્યા છે.

અંદર વાળા બૉક્સમાં એમઓએફનું એક લેયર હોય છે. એમઓએફ એટલે મેટલ ઑર્ગેનિક ફ્રેમવર્ક. એમઓએફ એક નવા પ્રકારનો પદાર્થ છે જેને વૈજ્ઞાનિક ઉમર યાઘીએ તૈયાર કર્યો છે.

એમઓએફનો દેખાવ ધૂળ જેવો હોય છે. તે રાત્રે રણમાં બનતા ભેજને પોતાની તરફ ખેંચે છે. ત્યારબાદ તે ભેજને સૂકવે છે.

અંદર વાળા બૉક્સમાં વધુ એક બૉક્સ હોય છે. આ બૉક્સ પ્લાસ્ટિકનું હોય છે. આ બૉક્સનાં ઢાંકણાને રાત્રે ભીનાશ સૂકવવા માટે ખુલ્લું છોડી દેવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દિવસ ઉગતાની સાથે જ બૉક્સના ઢાંકણાને બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ સૂરજની ગરમી પડવાથી તે ગ્રીનહાઉસની જેમ કામ કરે છે.

ગરમીના કારણે એમઓએફથી પાણીની વરાળ નીકળે છે. આ પાણી બૉક્સની અંદર જમા થાય છે અને ધીમે ધીમે નીચે પડે છે. ત્યાંથી આ પાણી એક પાઇપની મદદથી એકત્રિત થાય છે.

એમઓએફ પાણીને સૂકવી તો દે છે પરંતુ તેને વધારે સમય પકડીને રાખી શકતું નથી.

આ બૉક્સને તૈયાર કરનારા વૈજ્ઞાનિક ઉમર યાઘીને નવી નવી ટેકનિકનો વિકાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરના ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે.

એટલું ચોખ્ખું પાણી કે સીધું જ પી શકાય!

વૈજ્ઞાનિક ઉમર યાઘીએ પોતાની ટીમ સાથે એરિઝોના રણમાં આ અદભૂત બૉક્સનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

એરિઝોનાના રણમાંથી પ્રતિ કિલોમીટર 200 મિલી લીટર (એક ગ્લાસ જેટલું) પાણી એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ બૉક્સની ખાસ વાત એ છે કે આ પાણીમાં કોઈ પ્રકારનો કચરો હોતો નથી. એ માટે તેને કોઈ ટ્રીટમેન્ટ વગર સીધું જ પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

જલદી આ વૉટર હાર્વેસ્ટ બૉક્સનું બીજા પ્રકારના એમઓએફ સાથે પણ પરીક્ષણ કરવામાં આવશે.

તેમાં એલ્યુમીનિયમથી બનેલા એમઓએફ 303નો ઉપયોગ કરવામાં આવશે.

એલ્યુમીનિયમથી બનેલું એમઓએફ વર્તમાનમાં આ બૉક્સમાં ઉપયોગમાં લેવાતા ધાતુથી ઘણું સસ્તું હશે અને પાણી પણ બે ગણું વધારે નીકળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો