You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી-ટ્રમ્પ વચ્ચે નવેસરથી 'દુશ્મની'નું કારણ શું છે?
ભારત અને અમેરિકાના સંબંધો પર નજર કરીએ તો બંને રાષ્ટ્રોએ નજીકના ભૂતકાળમાં ઘણીવાર મિત્રતાની કસમો ખાધી છે.
બંને એકબીજાને 'સ્વાભાવિક ભાગીદાર' ગણાવે છે. 'દુનિયાના સૌથી મોટા' અને 'દુનિયાના સૌથી જૂની લોકશાહી' વચ્ચે મજબૂત સંબંધને નવા સમયની જરૂરિયાત ગણવામાં આવી છે.
પરંતુ પૈસા એવી ચીજ છે જે ગમે તેવી સારી મિત્રતામાં પણ દુશ્મનાવટના બીજ રોપી દે છે. હાલના દિવસોમાં ભારત-અમેરિકાને આ વાત સમજાઈ રહી છે.
ભારતે અમેરિકાથી આયાત થતા 29 સામાન પર કસ્ટમ ડ્યૂટી વધારી દીધી છે. આ લિસ્ટમાં દાળ, લોખંડ અને સ્ટીલ ઉત્પાદન સામેલ છે, પરંતુ આ પગલું શા માટે ભરવામાં આવ્યું?
મોદીનો પલટવાર શા માટે?
અમેરિકાએ એકતરફી નિર્ણય અંતર્ગત સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ઉત્પાદનો પર જકાત વધારી હતી, જેનાં પરિણામ સ્વરૂપે મોદી સરકારે આ પગલું ભર્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત આ બંને ઉત્પાદનો અમેરિકાને નિકાસ કરે છે. આ કારણે તેના પર 24 કરોડ ડૉલરનું ભારણ વધશે.
તમે આ વાંચ્યું કે નહીં?
કારોબારની દુનિયામાં હાલના દિવસોમાં અલગ પ્રકારની જંગ ચાલી રહી છે. અમેરિકા હાલના દિવસોમાં સરંક્ષણવાદી નીતિઓ અપનાવી રહ્યું છે અને ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ યુરોપિયન સંઘ (ઈયુ) પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવાનો નિર્ણય લઈ ચૂક્યું છે. ચીન પણ આ અંગે વિચારી રહ્યું છે.
ઈયુ-ચીન સાથે ભારત?
ભારત દુનિયામાં સૌથી વધુ બદામની આયાત અમેરિકા પાસેથી કરે છે. ત્યારે બદામ પર 20 ટકા અને અખરોટ પર 120 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લગાડીને તે ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટીલ-ઍલ્યુમિનિયમની જકાતના નિર્ણય પર યુરોપિયન સંઘ અને ચીન જેમ પલટવાર કરવામાં માગે છે.
ઉલ્લેખનીય છે કે ભારતે ગયા મહિને અમેરિકાને વધારેલી જકાત અંગે રાહત આપવાનું કહ્યું હતું. ભારતે એવી દલીલ રજૂ કરી હતી કે તેમના સ્ટીલ અને ઍલ્યુમિનિયમની નિકાસ ખૂબ જ ઓછી છે.
પરંતુ અમેરિકાએ ભારતની આ દલલીને અવગણી નાખી, ત્યારબાદ ભારતે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનમાં જવાનો નિર્ણય કર્યો હતો.
સમાચાર એજન્સી રોયટર્સ મુજબ, જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી ભારત અને અમેરિકા વચ્ચે કારોબારને લઈને તણાવ વધ્યો છે.
બંને વચ્ચે કારબોરની સ્થિતિ
વર્ષ 2016માં બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિ-પક્ષીય કારોબાર 115 અરબ ડૉલર પહોંચી ગયો હતો, પરંતુ હવે ટ્રમ્પ સરકાર તેમનું 31 અરબ ડૉલરનું નુકસાન ભારત પાસે ઓછું કરવવા માગે છે.
આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પે ભારતને હાર્લે-ડેવિડસન બાઇક પર લાગતી ડ્યૂટી હટાવવાનું કહ્યું હતું. તેમના આગ્રહ બાદ મોદીએ 75 ટકા લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 50 ટકા કરી નાખી હતી.
પરંતુ આવું કર્યા બાદ પણ ટ્રમ્પ સરકાર ખુશ ના થઈ. તેમનું કહેવું હતું કે અમેરિકામાં વેચાતી ભારતીય બાઇકો પર કોઈ ડ્યૂટી નથી લાગતી એટલા માટે તેમણે પણ આવું કરવું જોઈએ.
જોકે, ટ્રમ્પ હાલના દિવસોમાં આક્રમક મૂડમાં છે, કારણ કે અત્યારે અમેરિકાની અર્થવ્યવસ્થા મજબૂત છે.
શું છે ટ્રમ્પની નીતિ?
'અમેરિકા પહેલા'ના વાયદા પર અમલના પ્રયત્નોમાં ટ્રમ્પે કારોબારને લઈને સખત વલણ અપનાવ્યું છે.
તેમણે સ્ટીલ પર 25 ટકા અને ઍલ્યુમિનિયમ પર 10 ટકા જકાત વધારી દીધી છે.
જોકે, અમેરિકાની ભારત પાસેથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત કેનેડા, મેક્સિકો અને ચીન કરતાં ઓછી છે.
પ્રત્યુત્તરમાં ભારતે જે 29 સામાન પર ડ્યૂટી લગાડી અથવા વધારી છે, તેને કારણે અમેરિકા પર લગભગ 23.5 કરોડ ડૉલરનો બોજ વધશે.
4 ઓગસ્ટથી આ લાગુ થશે. ભારતે આ વિવાદને ટાળવા અમેરિકાને ડબલ્યુટીઓ (વિશ્વ વેપાર સંગઠન)માં પણ ઘેર્યું છે.
ટ્રમ્પના આવ્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચે કારોબારને લઈને તણાવની સ્થિતિ છે, પરંતુ આવું પહેલી વખત નથી બન્યું, તેમના કાર્યકાળ પહેલાં પણ આવું બની ચૂક્યું છે.
ભારત-અમેરિકા કોરોબારી યુદ્ધ?
બરાક ઓબામાના સમયમાં અમેરિકા પોલ્ટ્રી આયાત પર પાબંદી અને ઘરેલું સોલર પેનલ ઉત્પાદન માટે સબસિડી પ્રોગામના કારણે ભારતને ડબલ્યુટીઓમાં ખેંચી ગયું હતું.
કારોબારમાં અવરોધ ઊભા કરવાના આરોપમાં ભારત, અમેરિકાને આ જ પંચાયતમાં ખેંચી ગયું છે.
ભારતીય વિદેશ મંત્રાલય મુજબ, વર્ષ 2014માં ભારત અને અમેરિકાનો દ્વિ-પક્ષીય કારોબાર 114 અરબ ડૉલર પહોંચી ગયો હતો.
અમેરિકાની ભારત પાસેથી આયાત 21.7 અરબ ડૉલર હતી, જ્યારે નિકાસ 46 અરબ ડૉલર.
સપ્ટેબર 2014માં ભારતીય વડા પ્રધાન અમેરિકા પ્રવાસે ગયા હતા, ત્યારે બંને રાષ્ટ્રોએ ઉત્પાદન-સેવાઓના કારોબારને 500 અરબ ડૉલર લઈ જવાનું લક્ષ્ય બનાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો