You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ પોલીસે વાઇરલ થયેલી હત્યાની તસવીર પર કેમ માફી માગવી પડી?
ઉત્તર પ્રદેશના હાપુડમાં હિંસક ટોળાએ એક મુસ્લિમની વ્યક્તિની હત્યા કરી હતી.
હવે આ હત્યા મામલે ઉત્તર પ્રદેશ પોલીસને માફી માગવાનો વારો આવ્યો છે.
ગૌહત્યાની શંકામાં હાપુડમાં ટોળાએ કાસિમ અને સમિઉદ્દીન નામની બે વ્યક્તિને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો.
જેમાં કાસિમનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલાને રોડ રૅજ(માર્ગ અકસ્માત બાદ થયેલો ઝઘડો) ગણાવ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, બાદમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઈ હતી.
આ તસવીરમાં યુપી પોલીસના જવાનો ચાલી રહ્યા છે, તેની સાથે જ મૃત કાસિમને ઢસડીને લઈ જવામાં આવે છે.
આ તસવીર સોશિયલ મીડિયામાં આવ્યા બાદ અનેક લોકોએ યૂપી પોલીસની ટીકા કરી હતી. જે બાદ હવે પોલીસે માફી માગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વીટ કરીને માફી માગી
યુપી પોલીસે ટ્વીટ કરતાં લખ્યું, ''અમે દિલગીર છીએ. કાયદો અને વ્યવસ્થા જાળવતી વખતે ઘણી વખત એવી બાબતો બનતી હોય છે કે અજાણતાં જ કેટલીક ઘટનાઓ ઘટી જતી હોય છે."
ડીજીપી, હેડ ક્વાર્ટસ, યૂપી પોલીસ દ્વારા આ ઘટના અંગે માફી માગતા આ ટ્વીટ કરાયુ, "અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ."
"તસવીરમાં જે ત્રણ પોલીસકર્મીઓ જોવા મળી રહ્યા છે એમને પોલીસ લાઇન મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે."
"આ તસવીર એ સમયે લેવામાં આવી હતી કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી જ હતી અને પીડિતને હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો."
"દૂર્ભાગ્યવશ એ વખતે કોઈ ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ ના હોવાથી પીડિતને આ રીતે લઈ જવામાં આવ્યો હતો.''
આવો પ્રથમ મામલો
ટ્વીટમાં ઉમેરાયું, "અમે માનીએ છીએ કે પોલીસને એ વખતે સંવેદનશીલ રહેવું જોઈતું હતું''
''પણ, જીવ બચાવવાની ઉતાવળ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી વચ્ચે માનવીય ચિંતા વિસરાઈ ગઈ.''
''બીજી તસવીર એ સ્પષ્ટ કરે છે કે પોલીસ રિસ્પૉન્સ વ્હિકલ દ્વારા મૃતકને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા."
નોંધનીય છે પોલીસ દ્વારા પોતાની જવાબદારી સ્વીકારવાની આ પ્રથમ ઘટના છે.
બીબીસીના ફૈઝલ મોહમ્મદ અલીએ આ ઘટના પર ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો છે.
ત્યાર બાદ આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાવા લાગ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો