મેદસ્વી મહિલાઓમાં સ્તન કૅન્સર અને તેની ગાંઠ વચ્ચે શું સંબંધ છે?

    • લેેખક, કેટી સિલ્વર
    • પદ, બીબીસી ન્યૂઝ

એક સ્વીડિશ અભ્યાસ જણાવે છે કે સ્તન કૅન્સરની ગાંઠ મોટી કદની થાય એ પહેલાં વધારે વજનવાળી કે સ્થૂળ સ્ત્રીઓમાં શોધી કાઢવાની સંભાવના ઓછી છે.

સંશોધકોના જનાવ્યા પ્રમાણે, આ સ્ત્રીઓને પ્રારંભિક ગાંઠની શોધ કરવા માટે વારંવાર મૅમોગ્રામની જરૂર પડી શકે છે.

પરંતુ નિષ્ણાતો જણાવે છે કે આ સાબિત કરવા માટે વધારે પુરાવાની જરૂર છે.

તમને આ પણ વાંચવું ગમશે

યુ.કે.માં દર ત્રણ વર્ષે સ્તન કૅન્સરના સ્ક્રીનિંગ માટે 50-70 વયની સ્ત્રીઓને ક્લિનિકલ પરીક્ષણ માટે બોલાવવામાં આવે છે.

કેટલીક સ્ત્રીઓ જેમને સ્તન કૅન્સરના કારણે જીવ ઉપર વધારે જોખમની શક્યતા છે, તેમણે પહેલાં કરતા વારંવાર સ્ક્રીનિંગમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

વજનદાર હોવાના કારણે એક મહિલાને સ્તન કેન્સર થવાનું જોખમ વધે છે, પરંતુ તે હાલમાં સ્તનની સ્ક્રીનિંગ વચ્ચેનો સમયગાળો નક્કી કરવા માટે પરિમાણ માનવામાં નથી આવ્યું છે.

સ્થૂળતાનું જોખમ

ધ કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં વર્ષ 2001 અને 2008 દરમિયાન સ્તન કૅન્સરથી અસરગ્રસ્ત 2012 સ્ત્રીઓએ ભાગ લીધો હતો.

સ્વીડનમાં સાધારણ રીતે આ મહિલાઓ દર 18 મહિના અને બે વર્ષમાં મૅમોગ્રામ કરાવ્યું હતું.

સંશોધકોએ નિદાન દરમિયાન ગાંઠોના કદ તેમજ સ્થૂળતાનો માપદંડ, બૉડી માસ ઇન્ડેક્સની (બી.એમ.આઈ.) તપાસ કરી હતી.

સંશોધકોએ જનાવ્યું કે, વધારે વજનવાળી મહિલાઓમાં મૅમોગ્રામ અથવા સ્ક્રીનિંગ વચ્ચે મોટા કદની ગાંઠ થવાની શક્યતા વધારે હતી.

કારણ એ પણ હોઇ શકે છે કે તેમના સ્તનો મોટા કદના હતા અને પરિણામસ્વરૂપે ગાંઠની શોધ મુશ્કેલ હતી અથવા તેમની ગાંઠો ઝડપી ગતિથી વઘી રહી હતી, અભ્યાસના મુખ્ય લેખક ફ્રેડરિક સ્ટ્રૅન્ડએ બીબીસીને જણાવ્યું હતું.

મોટા કદની ગાંઠો રોગના વલણનું પૂર્વાનુમાન દરમિયાન વધારે ખરાબ અને ગંભીર થાય છે.

વધારે વારંવાર થતા સ્ક્રીનિંગ

ડૉક્ટર સ્ટ્રૅન્ડ જણાવે છે, "અમારો અભ્યાસ સૂચવે છે કે જ્યારે નિદાનવિદ્ દર્દીને સ્તન કૅન્સર સ્ક્રીનિંગના તરફેણ અને વિરોધમાં દલીલો જણાવે છે, ત્યારે વધારે બી.એમ.આઈ.ની બાબત એક મહત્વપૂર્ણ 'તરફી' દલીલ હોવી જોઈએ."

"વધુમાં, અમારા તારણો જણાવે છે કે વધારે બી.એમ.આઈ. વાળી સ્ત્રીઓને સ્ક્રીનિંગ્સ વચ્ચેના ટૂંકા સમયગાળાનો વિચાર કરવો જોઇએ."

પરંતુ કેન્સર રિસર્ચ યુ.કે.ના સોફિયા લોઝે જણાવ્યું કે આ અભ્યાસરેડિઓલોજિકલ સોસાઇટી ઓફ નૉર્થ અમેરિકાના વાર્ષિક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો છે.

જેના મુજબ કેટલીક વાર સ્ત્રીઓને સ્ક્રીનિંગ કરવાની ક્રિયા અને તેની અવધિ બદલવા માટે સંબંધિત પુરાવાઓ-દસ્તાવેજી બાબતો પૂરી પાડવામાં આવતી નથી.

"સ્તનના સ્ક્રીનિંગમાં નુકસાન તેમજ લાભ બન્ને છે."

"તે પ્રારંભિક તબક્કામાં સ્તન કૅન્સરને શોઘી કાઢીને જીવન બચાવે છે, પરંતુ નુકસાન તરીકે કેટલીક સ્ત્રીઓને કૅન્સર હોવાનું નિદાન કરાય છે."

"જે તેમને ક્યારેય તેમના જીવનકાળ દરમિયાન સમસ્યા લાગી ન હતી."

"સ્ક્રીનિંગ વચ્ચેનો સમય એકંદરે નુકસાન કરતાં લાભ આપવા માટે જ બન્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો