You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કેવી રીતે જીવે છે દલિત સમાજ?
- લેેખક, આનંદ તેલતુંબડે
- પદ, રાજનીતિક વિશ્લેષક
દલિત જેમને પહેલાં અછૂત તરીકે ઓળખવામાં આવતા હતા તેઓ ભારતની કુલ આબાદીના 16.6 ટકા છે. તેમને હવે સરકારી આંકડાઓમાં અનુસૂચિત જાતિના નામે ઓળખવામાં આવે છે.
વર્ષ 1850થી 1936 સુધી બ્રિટિશ સામ્રાજ્યવાદી સરકાર તેમને દબાયેલા-કચડાયેલા વર્ગના નામે બોલાવતી હતી.
જો આપણે બે કરોડ દલિત ઈસાઈ અને 10 કરોડ દલિત મુસલમાનોને જોડીએ, તો ભારતમાં દલિતોની કુલ વસ્તી લગભગ 32 કરોડ જેટલી થાય છે.
આ સંખ્યા ભારતની કુલ આબાદીના ચોથા ભાગ બરાબર છે. આધુનિક મૂડીવાદ અને સામ્રાજ્યવાદી શાસને ભારતની જાતિ વ્યવસ્થા પર કુઠારાઘાત કર્યા છે.
આમ છતાં, દલિતોને આ વ્યવસ્થાની પાયાની ઈંટની જેમ સાચવીને રાખવામાં આવ્યા જેથી વર્ણ વ્યવસ્થા જીવિત રહે.
દલિતોનો ઉપયોગ કરીને ભારતના સંવિધાનમાં પણ વર્ણ વ્યવસ્થાને જીવિત રાખવામાં આવી.
સમાજનો અરીસો છે દલિત
બધા જ દલિતો સાથે ભેદભાવ કરવામાં આવે છે અને તેમને પોતાના હકથી વંચિત રાખવામાં આવે છે. આવું સામાન્ય રીતે દલિતો અંગે કહેવામાં આવે છે.
પરંતુ નજીકથી જોવામાં આવે તો માલૂમ થાય છે કે આ ઊંચનીચને લીધે હિંદુ સમાજ વહેંચાયેલો છે અને આ ચીજ દલિત સમાજ તરીકે ભેદભાવવાળા હિંદુ સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
વર્ષ 1931-32માં ગોળમેજી પરિષદ બાદ જ્યારે બ્રિટિશ શાસકોએ સમાજને સાંપ્રદાયિકતાના માપદંડને આધારે વહેંચ્યો, ત્યારે તે સમયની અછૂત જાતિઓ માટે અલગથી અનુસૂચિ બનાવી, જેમાં આ જાતિઓને ઉમેરવામાં આવી.
તેમને સરકારી સુવિધાઓ માટે 'અનુસૂચિત જાતિઓ' કહેવામાં આવી.
આઝાદી બાદના ભારતીય સંવિધાનમાં પણ આ ઉપનિવેશક વ્યવસ્થાને જાળવી રાખવામાં આવી.
આ માટે બંધારણીય(અનુસૂચિત જાતિ) આદેશ 1950 લાગુ કરવામાં આવ્યો, જેમાં ભારતના 29 રાજ્યોની 1108 જાતિઓનાં નામ સામેલ કરવામાં આવ્યાં હતાં.
આ માત્રા ખૂબ જ વધારે છે. છતાં, અનુસૂચિત જાતિઓની આ વ્યવસ્થાથી દલિતોની અસલી સંખ્યાનો અંદાજ લગાવી શકાતો નથી.
કારણ કે, આ જાતિઓ પણ સમાજમાં ઊંચનીચના દરજ્જામાં તમામ પેટાજાતિઓમાં વહેંચાયેલી છે.
બે હજાર વર્ષની વ્યવસ્થા
ભારતીય ઉપખંડના લોકોની જિંદગીને સંચાલિત કરતી આ જાતિ વ્યવસ્થા લગભગ છેલ્લા બે હજાર વર્ષોથી આવી રીતે જ ચાલી આવે છે.
પરંતુ આ જાતિ વ્યવસ્થાની અંદર જાતિઓની વહેંચણી આર્થિક રીતે અને રાજનૈતિક અસરને પગલે બદલતી રહે છે.
ભારતના ગ્રામીણ સમાજમાં રહેતી તમાત જાતિઓ પોતાની જાતિઓને અનુરૂપ ધંધો કરતી આવી છે.
આજે દેશના અલગઅલગ ભાગોમાં રહેતા દલિતોની આબાદી એટલી વધી ગઈ કે તેમને કોઈ ખાસ ધંધામાં બાંધીને રાખવું મુશ્કેલ બન્યું.
હવે આ બાબતની અસર એવી થઈ કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દલિતોને જે કામ કરવાની તક મળી એ તેમણે ઝડપી લીધી.
જ્યારે ભારતમાં મુસ્લિમ ધર્મ આવ્યો, તો આ દલિત અને સમાજમાં કચડાયેલા વર્ગના લોકો જ મુસલમાન બન્યા.
જ્યારે યુરોપીયનોનો ભારતમાં પ્રવેશ થયો, ત્યારે આ સમાજના નીચલા વર્ગના લોકો જ તેમની સેનામાં ભરતી થયા.
જ્યારે ઈસાઈ મિશનરીઓએ શાળાઓ ખોલી, તો દલિતોને આ શાળાઓમાં પ્રવેશ મળ્યો અને તેઓ ઈસાઈ બની ગયા.
દરેક તકનો ફાયદો મેળવીને તેઓ ઉપનિવેશિક નીતિઓની મદદથી આગળ વધ્યા અને આ જ રીતે દલિત આંદોલન સંગઠિત થયું.
ડૉ. ભીમરાવ આંબેડકર જેવા નેતા આ વ્યવસ્થાથી આગળ વધ્યા અને બાદમાં તેમણે દલિતોની આગેવાની કરી.
દલિત આંદોલનના ફાયદા
વીસમી સદીની શરૂઆતમાં દલિતોની હાલત સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે એક જેવી જ હતી. અમૂક લોકો જ હતા જેઓ દલિતોની દબાયેલી પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા હતા.
ડૉક્ટર આંબેડકરની આગેવાનીમાં દલિત આંદોલને તેમને ઘણાં ફાયદા પહોંચાડ્યાં.
તેમાં આરક્ષણ અને કાયદાકીય સંરક્ષણ જેવી સુવિધાઓને ગણાવી શકાય છે.
આજે શાસન વ્યવસ્થાના દરેક વિભાગમાં કેટલીક બેઠકો દલિતો માટે આરક્ષિત હોય છે.
આ જ રીતે સરકારી મદદથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પણ દલિતો માટે આરક્ષણ હોય છે.
આઝાદી બાદ બનેલા ભારતના સંવિધાનમાં દલિત હિતોના સંરક્ષણ માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ તેને લાગુ કરવાની પ્રક્રિયા અધૂરી રહી છે.
છતાં પણ આને લીધે દલિતોના એક વર્ગને ફાયદો થયો છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની લડાઈ સહેલી થઈ છે.
આ પગલાંને કારણે આજે દરેક જગ્યાએ દલિતોની પસંદગી કરવામાં આવે છે. રાજનીતિ (સંસદ અને વિધાનસભા)માં આ સંખ્યા સુનિશ્ચિત છે.
પરંતુ શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં પણ આપણે દલિતો માટે આરક્ષણની વ્યવસ્થા જોઈ શકીએ છીએ.
એક સદી પહેલાં જેવી જ હાલતમાં છે દલિત
જોકે, વિદ્યાપીઠો અને વહીવટી વિભાગોમાં તેમની સંખ્યા ઘટી રહી છે.
છેલ્લા સાત દાયકાઓમાં દલિતોની બીજી અને ત્રીજી પેઢી સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે.
મોટાભાગના મામલાઓમાં તેમને આરક્ષણની જરૂરિયાત નથી તેવું જણાઈ રહ્યું છે. આજે અમેરીકા અને બીજા ઘણાં દેશોમાં દલિતો રહેતા હોય એવું જોવા મળે છે.
આજે ઘણાં દલિતોએ કારોબારમાં પણ પોતાનું સ્થાન જમાવ્યું છે અને એટલે સુધી કે તેમની પાસે પોતાની દલિત ઇન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી પણ છે.
આથી એવું લાગે છે કે દલિતોના એક વર્ગે ઘણી સફળતા મેળવી લીધી છે, પરંતુ મોટાભાગના દલિતોની હાલત આજથી એક સદી પહેલાં હતી એવી જ છે.
જેવી રીતે આરક્ષણની નીતિ બનાવવામાં આવી છે એ એવા લોકોને ફાયદો પહોંચાડતી આવી છે જે તેમનો ઉપયોગ કરીને આગળ વધી ચૂક્યા છે.
પરિણામ એ આવ્યું કે દલિતોમાં પણ એક એવો વર્ગ તૈયાર થયો જે અમીર હોય. તેમને સતત આ વ્યવસ્થાનો ફાયદો થઈ રહ્યો છે. આ સંખ્યા દલિતોની કુલ વસતીના માત્ર 10 ટકા છે.
ડૉ.આંબેડકરે કલ્પના કરી હતી કે આરક્ષણની મદદથી આગળ વધેલા દલિત તેમની જાતિના બીજા લોકોને પણ કચડાયેલા વર્ગમાંથી બહાર લાવવામાં મદદ કરશે.
પરંતુ થયું એવું કે, ઊંચા હોદ્દા પર પહોંચેલો દલિતોનો આ વર્ગ પોતાના સમાજમાં પોતાને ઊંચા દરજ્જાના સમજવા લાગ્યા છે. દલિતોનો આ વર્ગ બીજા દલિતોથી અલગ પડી ગયો છે.
ગામડાંમાં દલિતોની પરિસ્થિતિ
દલિતોના એક વર્ગની સફળતાથી સમાજની બીજી જાતિના લોકોને ફરિયાદો છે. મોટાભાગે તેમના આક્રોશનો ભોગ સામાન્ય દલિત બને છે જેઓ ગામડાંમાં રહે છે અને સફળતાની શ્રેણીમાં એકદમ નીચે હોય.
દેશમાં કૃષિ વ્યવસ્થા પરવધી રહેલાં સંકટને કારણે ઊંચા વર્ગના ખેડૂતો અને દલિતોના સંબંધમાં વધુ તણાવ પેદા થયો છે. કારણ કે દલિતો ભૂમિહીન છે અને તેમના પર આ સંકટની કોઈ અસર નથી થતી.
સાથે જ શિક્ષા અને રોજગારીનો ફાયદો મેળવીને દલિત આજે ઉચ્ચ વર્ગના ગ્રામીણો કરતાં સારી પરિસ્થિતિમાં છે.
દલિતો પ્રત્યેનો આ ગુસ્સો નાની હિંસાઓને કારણે ભયંકર વર્ગ સંઘર્ષમાં બદલાઈ જાય છે.
આ સમગ્ર રીતે આઝાદી બાદની આર્થિક રાજનીતિનું પરિણામ છે. હવે અત્યાચારીઓનો નવો વર્ગ ઊભો થયો છે જેમાં ઊંચી જાતિના હિંદુઓના નિશાના પર દલિતો છે.
જેથી તેઓ સમગ્ર દલિત સમુદાયને પાઠ ભણાવી શકે.
આજે સમગ્ર દેશમાં દલિતો આવી પરિસ્થિતિ અને અત્યાચારનો સામનો કરી રહ્યા છે.
આજે પણ મોટાભાગે દલિતો ગામડાંમાં રહે છે. બિન દલિતોની સરખામણીએ દલિતોની આબાદીનું શહેરીકરણ અડધી ગતિએ થઈ રહ્યું છે.
જમીનોના માલિક ના હોવા છતાં તેઓ આજે ભૂમિહીન મજૂર અને શ્રીમંત ખેડૂતોના પાત્રમાં જોવા મળે છે. દલિતો પાસે જે થોડી જમીન હતી એ પણ છીનવાઈ રહી છે.
શાળઓમાં દલિતોની સંખ્યા આજે બીજી જાતિઓ કરતા વધારે છે, પરંતુ ઉચ્ચ કક્ષાના અભ્યાસ તરફ નજર કરીએ તો આ પ્રમાણ ઘટતું જોવા મળે છે.
આજે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ છોડવાનું બિનદલિતોની સરખામણીએ દલિતોનું પ્રમાણ બે ગણું છે.
નાના વર્ગમાંથી આવવાને કારણે દલિતો નિમ્ન શાળાઓમાં ભણે છે. તેમના શિક્ષણનું સ્તર સારું ન હોવાને કારણે તેમને રોજગારી પણ નિમ્ન પ્રકારની જ મળે છે.
દલિતો વિરુદ્ધ વધી રહ્યા છે અત્યાચાર
વર્ષ 1990 બાદ ઉદાર આર્થિક નીતિઓ લાગુ થઈ તો દલિતોની હાલત વધુ ખરાબ થવા લાગી.
ડાર્વિનની ''યોગ્યતાનું ઉત્તર જીવન અને સમાજના ઉચ્ચ તબક્કા પ્રત્યે એક ખાસ લગાવને કારણે નવા ઉદારીકરણે દલિતોને વધુ નુકસાન પહોંચાડ્યું.
પરિણામે આરક્ષિત નોકરીઓ અને રોજગારીની બીજી તકો ઓછી થઈ. વર્ષ 1997થી 2007 વચ્ચે એક દાયકામાં 197 લાખ સરકારી નોકરીઓમા 18.7 લાખની તૂટ આવી. આ કુલ સરકારી રોજગારના 9.5 ટકા છે.
આ પ્રમાણે દલિતો માટે સરકારી નોકરીઓ પણ ઘટી છે. ગ્રામીણ વિસ્તારોમાં દલિતો અને બિન દલિતો વચ્ચે સત્તાના અસંતુલનને કારણે દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે.
આજે આવી ઘટનાઓની સંખ્યા 50 હજાર જેટલી છે.
દલિતો પર હિન્દુત્વનો પ્રભાવ
ઉદાર આર્થિક નીતિઓને કારણે હિન્દુત્વનો ઉદય થયો. પરિણામે સત્તા પર તેઓનું શાસન આવ્યું. આને કારણે દલિતો વિરુદ્ધ અત્યાચારોની સંખ્યા વધવા લાગી.
વર્ષ 2013થી 2017 વચ્ચે આવી ઘટનાઓમાં 33 ટકાનો વધારો જોવા મળે છે. રોહિત વેમુલા, ઉનાકાંડ, ભીમ આર્મી અને ભીમા કોરેગાંવની ઘટનાઓથી આ વાત બિલકુલ સ્પષ્ટ થાય છે.
દલિતોની હાલની પરિસ્થિતિથી એકદમ સાફ છે કે બંધારણીય ઉપાયો દલિતોની પરિસ્થિતિ સુધારવામાં એટલા અસરદાર સાબિત ન થયા જેટલી તેમનાથી આશા હતી.
એટલે સુધી કે આભડછેટ ગેરબંધારણીય હોવા છતાં તેના ઉદાહરણો આજસુધી જોવા મળે છે.
આરક્ષણનું ધ્યેય દલિતોની ભલાઈ અને સિદ્ધી માટે હતું. પરંતુ તેનો ફાયદો અમૂક લોકોને જ થયો.
તેને કારણે જાતિ વ્યવસ્થાના સમર્થકો આ જાતિગત વહેંચણીને બનાવી રાખવામાં સફળ રહ્યાં, પરંતુ આ દલિતોના હિતો માટ નુકસાનકારક છે.
ચૂંટણીના 'ફર્સ્ટ પાસ્ટ ધ પૉસ્ટ' સિસ્ટમના કારણે અને સત્તાધારી વર્ગના ષડયંત્રોના કારણે પરિણામ એવું આવ્યું કે આજે દલિતો ઉધારની રાજનીતિમાં જ સંકડાયેલા છે.
દલિતોના શિક્ષિત વર્ગે તેમના સમુદાયની મુશ્કેલીની ચિંતા કરવાની જરૂર હતી, પરંતુ તેઓ પણ જાતીય ઓળખાણ દેવા અને તે બનાવી રાખવા માટે જ ચિંતિત દેખાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો