મહારાષ્ટ્ર : ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું, ફ્લોર ટેસ્ટ પહેલાં પદ છોડ્યું

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનપરિષદમાંથી પણ રાજીનામું આપ્યું હતું.

તેમણે શિવસૈનિકોને અપીલ કરી કે બળવાખોર ધારાસભ્યોની સામે રસ્તા પર પ્રદર્શન ન કરે. તેમણે કહ્યું કે, 'હું નથી ઇચ્છતો કે શિવસૈનિકોનું લોહી વહે.'

અગાઉ બુધવારે રાત્રે નવ વાગ્યે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યપાલના આદેશ અનુસાર ગુરુવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવો.

ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Facebook/Uddhav Thakrey

સુપ્રીમ કોર્ટના નિર્ણયની ગણતરીની મિનિટો બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્રમાં ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકારને ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપવામાં આવે, એવી માગ રાજ્યપાલ પાસે કરી હતી.

તેની સામે શિવસેના નેતા સુનીલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે બુધવાર સાંજે પાંચ વાગ્યાથી સુનાવણી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની અરજી ફગાવતાં આ આદેશ આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેના રાજીનામાના સમાચાર બાદ મુંબઈમાં તાજ હોટલમાં દેવેન્દ્ર ફડણવીસ સહિતના ભાજપના નેતાઓએ ઉજવણી કરી

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો તથા સ્વતંત્ર ધારાસભ્યોએ મહાવિકાસ અઘાડી ગઠબંધનનો વિરોધ કરીને બળવો પોકાર્યો હતો.

આ ધારાસભ્યો પહેલાં ગુજરાત અને પછી આસામ તથા બુધવારે ગોવા પહોંચ્યા હતા. આ ધારાસભ્યોએ કહ્યું કે તેઓ ગુરુવારે ફ્લોર ટેસ્ટ માટે મુંબઈ આવશે.

મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને મળીને માગ કરી હતી કે તેઓ ફ્લોર ટેસ્ટ માટે ઉદ્ધવ ઠાકરે સરકારને આદેશ આપે કારણે કે 39 ધારાસભ્યો મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં રહેવા નથી માગતા એટલે ઉદ્ધવ ઠાકરેની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.

લાઇન

ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં શું શું કહ્યું?

લાઇન
  • ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું, "હું ખુરશી છોડી રહ્યો છું. ગત બુધવારે જ મેં વર્ષા છોડી દીધું હતું અને માતોશ્રી આવી ગયો હતો. મને મુખ્ય મંત્રીપદ છોડવાનું કોઈ દુ:ખ નથી."
  • ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબંધોનની શરૂઆતમાં કૉંગ્રેસનેતા સોનિયા ગાંધી અને એનસીપીના નેતા શરદ પવારને અભિનંદન પાઠવતાં કરી. તેમણે પોતાના તમામ સહયોગીઓ અને કાર્યકર્તાઓને ધન્યવાદ કહ્યું.
  • હાલની રાજકીય પરિસ્થિતિ પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે જ્યારે કંઈક સારું થઈ રહ્યું હોય છે ત્યારે જ નજર લાગતી હોય છે.
  • તેમણે આરોપ લગાવતાં કહ્યું કે જે લોકોને બાળાસાહેબ ઠાકરેએ મોટા બનાવ્યા, જે સામાન્ય લોકોને બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાએ મોટા બનાવ્યા, તેઓ આજે તેમને ભૂલી ગયા.
  • ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે આજે જે નિર્ણય કર્યો છે, અમે તેનું સન્માન કરીએ છીએ અને તેનું પાલન કરીશું.
  • શિવસેનાના વિદ્રોહી ધારાસભ્યો માટે તેમણે કહ્યું કે જો તેમને કોઈ ફરિયાદ હતી તો તેઓ સુરત કે ગુવાહાટીના સ્થાને માતોશ્રી આવીને પોતાના વાત મૂકી શક્યા હોત.
  • પોતાની સરકારની કામયાબી ગણાવતાં તેમણે કહ્યું કે જ્યારે સીએએ વિરુદ્ધ સમગ્ર દેશમાં તોફાનો થઈ રહ્યાં હતાં ત્યારે મહારાષ્ટ્રમાં બધું શાંત હતું.
  • ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - "શિવસેના અમારાથી કોઈ ઝૂંટવી ન શકે."
  • શિવસૈનિકોને વિનંતી કે વિદ્રોહી ધારાસભ્યો વિરુદ્ધ પ્રદર્શન ન કરે.
લાઇન

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જેબી પાર્ડીવાલાની અવકાશ પીઠે શિવસેના નેતા સુનીલ પ્રભુની અરજી પર સુનાવણી કરતા મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય સંગ્રામમાં મહત્ત્વનો નિર્ણય આપ્યો હતો.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બુધવારના આદેશ આપ્યો હતો કે 30 જૂનની સવારે 11 વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું.

આનો ઉદ્દેશ ઉદ્ધવ ઠાકરે સરકારનું શક્તિપરીક્ષણ કરવાનો હતો. જેની સામે સુનીલ પ્રભુએ અરજી કરી હતી.

તેમણે પોતાની અરજીમાં કહ્યું કે રાજ્યપાલ દ્વારા ફ્લોર ટેસ્ટ કરવાનો નિર્ણય ગેરકાયદેસર છે કારણ કે તેમણે એ વાત પર ધ્યાન ન આપ્યું કે ડેપ્યુટી સ્પીકરે 39માંથી 16 ધારાસભ્યોને અયોગ્યતા નોટિસ આપી છે.

પ્રભુએ એમ પણ કહ્યું હતું કે 39માંથી કોઈ પણ ધારાસભ્યે મહાવિકાસ અઘાડી સરકારે પોતાનું સમર્થન પાછું નથી લીધું.

line

સિંધવીએ કોર્ટને શું કહ્યું?

ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

મહાવિકાસ અઘાડી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ અદાલતમાં રાજ્યપાલના નિર્ણય સામે પ્રશ્ન કર્યો કે જ્યારે ધારાસભ્યોની અયોગ્યતાનો મામલો કોર્ટમાં છે તો રાજ્યપાલ, જે હાલમાંજ કોવિડમાંથી બહાર આવ્યા છે, વિપક્ષના નેતા સાથે મળીને બીજા જ દિવસે ફ્લોર ટેસ્ટનો આદેશ કેવી રીતે આપી શકે. શું આ બંધારણના દરમા ધારાને ચોટ નહીં પહોંચાડે?

સિંઘવીએ કોર્ટને અપીલ કરતા કહ્યું કે જો આવતીકાલે ફ્લોર ટેસ્ટ નહીં થાય તો આકાશ તૂટી નહીં પડે.

line

શિવસેનાના બળવાખોર નેતાઓ તરફથી કોર્ટમાં શું કહેવાયું?

એકનાથ શિંદે

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદે તરફથી વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલે અદાલતમાં કહ્યું કે "ફ્લોર ટેસ્ટને પાછળ ન ઠેલી શકાય અને ધારાસભ્યોની ખરીદફરોખ્તને રોકવાનો એક રસ્તો છે."

તેમણે કહ્યું કે, "રાજ્યપાલ પાસે આ શક્તિ, ન્યાયક્ષેત્ર અને અધિકારી છે અને નિયમાનુસાર ફ્લોર ટેસ્ટ કરવાનો નિર્દેશ આપી શકે છે."

કૌલે કહ્યું કે, "સામાન્ય રૂપથી રાજનીતિક પાર્ટીઓ કોર્ટ જઈને ફ્લોર ટેસ્ટ રોકવાની માગ કરતી હતી કારણ કે કોઈ અન્ય પાર્ટી હાઈજૅક કરી રહી હોય છે. અહીંયા ઊંધું છે પાર્ટી ફ્લોર ટેસ્ટ નથી ઇચ્છતી."

તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે "લોકશાહીની સમાન્ય પ્રક્રિયાનું પાલન ક્યાં કરવામાં આવશે?"

કૌલે કહ્યું કે, "ફ્લોર ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે કારણ કે એ જાણવું આવશ્યક છે કે મંત્રીઓ અને મુખ્ય મંત્રીને ધારાસભ્યોનું સમર્થન છે કે નહીં."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન