You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગુજરાતમાંથી વિજય રૂપાણીને માનભેર વિદાય આપવાના ભાગરૂપે ઉજવણી' - અમિત ચાવડા
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના સંગઠનના નેતૃત્વમાં ફેરફાર થયો છે. રત્નાકરને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી (સંગઠનમંત્રી) તરીકે નિયુક્ત કરાયા છે.
રત્નાકર સતત અઢાર વર્ષથી સંઘના પ્રચારક રહ્યા છે અને હવે તેઓ ગુજરાતમાં સંગઠનની કામગીરી સંભાળશે.
હાલમાં ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરાઈ રહી છે.
તો સામે પક્ષે કૉંગ્રેસ તરફથી પણ શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણ મામલે રાજ્યભરમાં 'શિક્ષણ બચાવો' નામનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભીખુભાઈને મોટી જવાબદારી અપાય તેવી પણ શક્યતા છે.
ચાવડાએ વધુમાં કહ્યું કે "વારંવાર લોકો કહી રહ્યા છે કે મુખ્ય મંત્રી બદલાય છે, તો આ કદાચ બદલાવના ભાગરૂપે ઉજવણી થતી હોય એવું લાગે છે."
"શાસન તો પચીસ વર્ષથી ચાલે છે, શું પાંચ વર્ષમાં વિજયભાઈના શાસનમાં કામ થયું છે એવી ઉજવણી કરવા માગો છો. શું આનંદીબહેન કે નરેન્દ્ર મોદીના શાસનમાં કામ નહોતું થયું એવું સાબિત કરવા માગો છો.
"કે હવે વિજયભાઈને ઉજવણી સાથે માનસન્માનથી વિદાય આપવાનો પ્રસંગ છે એ તો એમની પાર્ટીનો વિષય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે એમની ઘડીઓ ગણાઈ રહી છે, માટે આવાં નિવેદનો કરે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે
પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ અનુસાર, યુરોપીય સંસદના 16 સભ્યોએ ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારોના કથિત હનન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
16 સાંસદોએ યુરોપીયન કમિશનના અધ્યક્ષ અને ઉપાધ્યાક્ષને એક પત્ર લખીને ભારત પ્રશાસિત કાશ્મીર તરફ તેમનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરી છે.
સાંસદો અનુસાર, હ્યુમન રાઇટ્સ વૉચ વર્લ્ડ રિપોર્ટ 2021 અને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયોગે 2018-19ના પોતાના રિપોર્ટમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારના કથિત હનનને સામેલ કર્યું હતું.
ભારતની કેન્દ્ર સરકારે પાંચ ઑગસ્ટ, 2019માં ભારતીય સંવિધાનના અનુચ્છેદ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી નાખ્યો હતો અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ વહેંચી નાખ્યું હતું.
ભારત સરકારે ત્યાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. તેમજ ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓ સમેત રાજ્યના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સેંકડો કાર્યકરોની ધરપકડ કરી હતી કે તેમને નજરકેદ કર્યા હતા.
પત્રમાં સાંસદોએ લખ્યું કે ત્યારબાદ ભારતે કાશ્મીરમાં સખત લૉકડાઉન લાગુ કર્યું હતું અને પછી કોરોના મહામારીને કારણે સામાન્ય કાશ્મીરીઓની જિંદગી વધુ મુશ્કેલ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ભારત આ આરોપોને નકારે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે સ્થિતિ થાળે પડશે પછી જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
ઑગસ્ટમાં ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિ કાશ્મીરની મુલાકાતે પણ જઈ રહી છે.
ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા મળતાં પાકિસ્તાને શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યના રૂપમાં પહેલી વાર ભારતને તેની અધ્યક્ષતા મળી છે.
ભારતને આ અધ્યક્ષતા આ ઑગસ્ટ મહિના માટે મળી છે.
ભારતે કહ્યું કે 15 દેશોની સદસ્યતાવાળી સુરક્ષા પરિષદની અધ્યક્ષતા દરમિયાન તેઓ આતંકવાદવિરોધી, શાંતિબહાલી અને સાગરસુરક્ષા જેવા મુદ્દાઓ પર મુખ્યત્વે ધ્યાન આપશે.
પાકિસ્તાને આશા વ્યક્ત કરી કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળ્યા બાદ વૈશ્વિક સમુદાયને નિયંત્રિત કરનારા નિયમો અને માપદંડોનું પાલન કરશે અને જમ્મુ-કાશ્મીર પરના પ્રસ્તાવોને લાગુ કરશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહિક હફીઝ ચૌધરીએ કહ્યું કે ભારત આ મહિના માટે અધ્યક્ષતાનું પદ સંભાળી રહ્યું છે. અમને તેને જમ્મુ-કાશ્મીર પર યુએનએસસી પ્રસ્તાવોને લાગુ કરવા માટેની કાયદાકીય જવાબદારીની યાદ અપાવવા માગીશું.
તેમણે કહ્યું કે પ્રૅસિડેન્ટ સુરક્ષા પરિષદની બેઠકોના સંચાલન માટે જવાબદાર છે અને પ્રક્રિયાના નિયમોનુસાર કાર્ય કરવા માટે બાધ્ય પણ.
યુએનએસસીની અધ્યક્ષતા પ્રત્યેક સભ્યદેશને વારાફરતી એક મહિના માટે અંગ્રેજી નામોના અક્ષરના ક્રમમાં આપવામાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો