યુનિયન બજેટ 2021 : નરેન્દ્ર મોદી સરકારના બજેટમાં શું થવાની સંભાવના છે?

    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી સંવાદદાતા

નાણામંત્રી નિર્મલા સીતારમણ એવા સમયમાં બજેટ રજૂ કરવાં જઈ રહ્યાં છે જ્યારે જીડીપી ઐતિહાસિક રીતે સંકુચિત સમયમાંથી પસાર થઈ રહી છે.

આ વર્ષે અર્થવ્યવસ્થામાં આશરે આઠ ટકાના ઘટાડાની આશા છે, પરંતુ આગામી નાણાકીય વર્ષમાં તેમાં 11 ટકા તેજીની સંભાવના છે.

નાણામંત્રીએ કહ્યું કે મહામારીથી બરબાદ થયેલી અર્થવ્યવસ્થાને ઉચ્ચ વિકાસદરના પાટે લાવવા આ પાછલાં સો વર્ષ નહીં જોવા મળ્યું હોય એવું આ વખતનું બજેટ હશે.

એમના આ નિવેદનથી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

જોકે, ભારતની નાજુક આર્થિક હાલતને જોતાં એમણે જે ક્ષેત્રોમાં ખર્ચ વધી રહ્યો છે એના પર ધ્યાન આપવું પડશે.

કયાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરાશે?

નાણાકીય વર્ષ માટે બજેટનું અનુમાનિત અંતર 3.4 ટકાથી વધારીને 7 ટકા કરતાં વધારે હશે.

જોકે, ખાનગી રોકાણની ખરાબ સ્થિતિને જોતાં આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળે તે માટે શું સ્વાસ્થ્ય, માળખાગત સુવિધાઓ અને અનૌપચારિક સાર્વજનિક ક્ષેત્રોમાં ઉદારતા સાથે ખર્ચ કરવામાં આવી શકે એમ છે? આવું થઈ પણ શકે છે.

બૅન્કોની હાલત સુધારવા માટે કેટલો ખર્ચ કરવામાં આવે એના ઉપર પણ ધ્યાન કેન્દ્રીત થઈ શકે છે.

બૅન્કોની ખરાબ હાલતને જોતા તેઓ બજારમાં નવું કરજ આપવાની સ્થિતિમાં રહે તે માટે એમને ફંડની જરૂર પડશે.

નૉન-પર્ફોમિંગ ઍસેટ (એનપીએ) 14 ટકા સુધી વધારવાને કારણે એક બૈડ બૅન્કના નિર્માણની પણ ચર્ચા છે.

બૈડ બૅન્ક એક આર્થિક અવધારણા છે જેમાં નુકસાનમાં ચાલી રહેલી બૅન્ક દેણદારોને નવી બૅન્કમાં સ્થળાંતરિત કરી દે છે. રાજકોષીય ખાધ અને મહામારીમાં વધેલા ખર્ચને જોતાં અમીરો પર નવો ટૅક્સ લગાવવામાં આવે છે કે નહીં તે જોવું પણ મહત્ત્વપૂર્ણ રહેશે.

મનરેગાની ઢબ પર શહેરી ક્ષેત્રોમાં પણ રોજગાર ગૅરંટી યોજના પ્રોગ્રામની જાહેરાત પર બધાની નજર રહેશે.

આ સિવાય દેશભરમાં વૅક્સિન પ્રોગ્રામ માટે કોઈ ફંડની ઘોષણા થઈ શકે છે? જોકે આની સંભાવના બહુ લાગતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો