વિયેતનામ યુદ્ધનાં અનિચ્છનીય બાળકો : 'મારા પિતા મારી માતાનું આખું નામ ક્યારેય ન જાણી શક્યા'

જેની સ્ટુબર અને મૉરિસ કે. પ્લે રૉબર્ટ્સ હજારો અડધા થાઈ, અડધા અમેરિકન બાળકોમાં હતા જેમના જૈવિક પિતા અમેરિકાના સૈનિકો હતા

ઇમેજ સ્રોત, JENNY STÜBER/MORRIS K PLE ROBERTS

ઇમેજ કૅપ્શન, જેની સ્ટુબર અને મૉરિસ કે. પ્લે રૉબર્ટ્સ હજારો અડધા થાઈ, અડધા અમેરિકન બાળકોમાં હતા જેમના જૈવિક પિતા અમેરિકાના સૈનિકો હતા
    • લેેખક, ઇસારિયા પ્રેતોંગયાએમ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઉત્તર વિયેતનામ પર બૉમ્બ વરસાવા માટે થાઈ હવાઈમથકોનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના હજારો સૈનિકો થાઇલૅન્ડમાં તહેનાત હતા અને કેટલાક સૈનિકોએ સ્થાનિક મહિલાના માધ્યમથી બાળકો પેદાં કર્યાં હતાં. જોકે, મોટા ભાગના સૈનિકો યુદ્ધ પછી અમેરિકા પાછા ચાલ્યા ગયા હતા. યુદ્ધનાં 50 વર્ષ પછી નવા ડીએનએ ટેસ્ટ આ બાળકોને તેમના જૈવિક પિતા સાથે મળવામાં મદદ કરે છે.

જૅની સ્ટૂબરનો જન્મ 1970માં એક યુવા થાઇ મહિલાના કૂખે બૅંગકૉકના દક્ષિણ પૂર્વે 140 કિલોમીટર યૂ-તાપાઓ ઍરબેઝની આસપાસ થયો હતો.

જૅનીએ કહ્યું, “મારી માતા મને સાથે ન રાખી શક્યાં. તેમણે મને તેમના નજીકના મિત્રને સોંપી દીધી. જોકે, તે મિત્ર પણ મને ન રાખી શક્યા.”

અંતે જૅનીને પર્લ. એસ. બક ફાઉન્ડેશનને સોંપી દેવામાં આવી હતી. જે યુદ્ધ દરમિયાન જન્મેલાં અનિચ્છનીય બાળકોની મદદ કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.

જૅનીના પિતા વિશે કોઈ જાણતું નહોતું. માત્ર એટલી જ જાણકારી છે કે તેઓ યુ-તાપાઓમાં અમેરિકાના એક સૈનિક હતા.

વિયતનામ યુદ્ધ દરમિયાન અમેરિકાએ થાઇલૅન્ડના આઠ સૈન્ય હવાઈમથકો પર બી-52 બૉમ્બરો માટે ઍરફીલ્ડ બનાવ્યા હતા.

1956થી 1973 વચ્ચે ઉત્તર કોરિયાના કૉમ્યુનિસ્ટ શાસન વિરુદ્ધ લડવા માટે અમેરિકારના હજારો સૈનિકોને દર વર્ષે થાઇલૅન્ડ મોકલવામાં આવતા હતા.

યુએસ ડિપાર્ટમેન્ડ ઑફ વેટેરન અફેયર્સના રેકૉર્ડ પ્રમાણે, આ યુદ્ધ દરમિયાન દક્ષિણ એશિયામાં અમેરિકાના કુલ 34 લાખ સૈનિકો તહેનાત હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શીતયુદ્ધ દરમિયાન સામ્યાવાદી વિચારધારા ફેલાઈ જવાની અમેરિકાને ચિંતા હતી, ખાસ કરીને 'ડૉમિનો થિયરી.' ડૉમિનો થિયરી એટલે એ વાતનો ડર કે જો એશિયાનો એક દેશમાં ડાબેરી વિચારધારા ફેલાશે તો બીજા દેશોમાં પણ આ વિચારધારા ઝડપથી ફેલાશે.

યુદ્ધની ચરમસીમા પર થાઇલૅન્ડમાં લગભગ 50 હજાર સૈનિકો તહેનાત હતા. આ સિવાય વિયેતનામ યુદ્ધ લડી રહેલા હજારો સૈનિકો જીઆઈ (ગવર્નમેન્ટ ઇશ્યૂડ) કથિત આર ઍન્ડ આર (રેસ્ટ એન્ડ રિક્રિએશન) માટે નિયમિત રૂપે થાઇલૅન્ડ આવતા જતા રહેતા હતા.

અમેરિકાના સૈન્ય હવાઇમથકોની ચારેબાજુ રેડ લાઇડ જિલ્લામાં બાર, નાઇટક્લબ, વેશ્યાલય અને મનોરંજનનાં સ્થાનો બનાવાયાં હતાં. મોટા ભાગના સૈનિકો સ્થાનિક મહિલાઓ સાથે અનૌપચારિક સંબંધ રાખતા હતા.

આ પ્રકારનાં જ એક સંબંધથી જ જૅનીનો જન્મ થયો હતો.

ત્રણ અઠવાડીયાંની જૅનીને એક સ્વિસ દંપતીએ દત્તક લીધી હતી, આ દંપતી થાઇલૅન્ડમાં રહીને જ કામ કરતું હતું. પોતાનાં સ્વિસ ભાઈબહેનો સાથે મોટી થતી જૅનીને ક્યારેય ન લાગ્યુ કે તે તેમનાથી અલગ હતી.

જોકે, એક દિવસ બૈંકૉકના એક સ્ટોર પર એક મહિલાના સવાલે તેને પરેશાન કરી મૂકી.

જૅનીએ કહ્યું, “તે મહિલાએ મારી માતા વિશે પૂછ્યું. મેં પોતાની માતા તરફ ઇશારો કર્યો જે એક યુરોપિયન મહિલા હતી. તે મહિલા પરેશાન થઈ ગઈ હતી.”

“મને પછી જણાવાયું કે મને દત્તક લેવામા આવી હતી.”

જૅની જ્યારે 14 વર્ષનાં થયાં ત્યારે પરિવાર સ્વિટ્ઝર્લૅન્ડ ચાલ્યો ગયો. જૅનીએ નક્કી કર્યું કે એક દિવસ તેઓ પોતાનાં માતા-પિતાને શોધવા માટે ફરીથી આવશે.

વર્ષ 2022માં ડીએનએ ટેસ્ટ હવે સરળ થઈ ગયો હતો અને જૅની પોતાના પિતાને શોધવમા સફળતા મળી હતી.

જોકે, જૅનીની શોધ હજૂ ખતમ થઈ ન હતી. જૅનીની ઉંમર હાલમાં 53 વર્ષ છે, પરંતુ તેઓ પોતાનાં થાઈ માતાની શોધ કરી રહ્યાં છે. તેમણે લાગે છે કે તેમની આ શોધ ક્યારેય પૂરી નહીં થાય.

યુદ્ધ અને સેક્સ ટૂરિઝમ

જ્યારે સામ્યવાદી ઉત્તર વિયેતનામના સૈનિકો દક્ષિણમાં સાયગોનમાં પ્રવેશ્યા ત્યારે આ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકાનો અંત આવ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યારે સામ્યવાદી ઉત્તર વિયેતનામના સૈનિકો દક્ષિણમાં સાયગોનમાં પ્રવેશ્યા ત્યારે આ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકાનો અંત આવ્યો

આ લાંબા ચાલેલા યુદ્ધને કારણે વધી રહેલો ખર્ચો અને વધી રહેલી જાનહાનીએ અમેરિકાને 1973માં પાછા જવા માટે મજબૂર કર્યું. જોકે, તેનાં બે વર્ષ પછી જ કૉમ્યુનિસ્ટ શાસનવાળા ઉત્તર વિયતનામે દક્ષિણ વિયતનામ પર કબજો કરી લીધો હતો.

જોકે, અમેરિકાના લોકોની હાજરીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે થાઇલૅન્ડ પ્રત્યે લોકોનું વલણ બદલાયું અને પ્રવાસનમાં ઉછાળો આવ્યો.

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વર્ષ 1960માં બે લાખ હતી, જે 1970માં આઠ લાખ અને 1980માં 50 લાખ થઈ હતી.

વિયતનામનાં 50 વર્ષ પછી પણ થાઇલૅન્ડ વૈશ્વિક રૂપે એક મુખ્ય પ્રવાસન સ્થળ અને સેક્સ ટૂરિઝમનું કેન્દ્ર પણ છે, જે યુદ્ધનાં યુગનો વારસો છે.

ટીવી અપીલ

મૉરિસ એપ્રિલ 2022માં પોતાના પિતાને પહેલી વખત મળવા માટે અલાબામા ગયા હતા

ઇમેજ સ્રોત, MORRIS K PLE ROBERTS

ઇમેજ કૅપ્શન, મૉરિસ એપ્રિલ 2022માં પોતાના પિતાને પહેલી વખત મળવા માટે અલાબામા ગયા હતા

જૅની સ્ટૂબરની જેમ મૉરિસના પ્લી રૉબર્ટ્સને પણ પર્લ એસ બક ફાઉન્ડેશનના હવાલે કરવામા આવ્યા હતા.

ફાઉન્ડેશનનું અનુમાન છે કે 1968 સુધીમાં બે હજારથી વધારે બાળકો અડધાં થાઇ અને અડધાં અમેરિકન હતાં. તેમના જૈવિક પિતા થાઇલૅન્ડમાં તૈનાત અમેરિકાના સૈનિક હતા.

આ બાળકો માટે "અમેરેશિયન" શબ્દનો ઉપયોગ કરવામા આવે છે, જે પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાના વિસ્તારોમાંથી આવતી મહિલાઓ અને અમેરિકાના સૈનિક પિતાઓના સંબંધથી જન્મ્યાં હતાં.

ફાઉન્ડેશને બીબીસીને જણાવ્યું કે યુદ્ધ પછી અમેરિકા પાછા ફરેલા પિતાઓ પૈકી માત્ર પાંચ ટકા પિતાએ થાઇલૅન્ડમાં પોતાનાં બાળકોની આર્થિક મદદ કરી હતી. જોકે, શરૂઆતમાં જેમણે આ કર્યું તેમાંથી મોટા ભાગના લોકોએ પણ એક વર્ષ પછી આ મદદ બંધ કરી દીધી.

મૉરિસનો ઉછેર એક અમીર થાઈ પરિવારમાં થયો હતો. તેઓ એક જાણીતા અભિનેતા અને ટીવી પ્રેઝેન્ટર છે. જોકે, તેમણે પોતાના બાળપણ વિશે વાત કરે છે.

તેમણે કહ્યું, “મારો ઉછેર એક નોકર તરીકે થયો હતો, મને કામની બદલે માત્ર ભોજન મળતું હતું.”

તેમણે ઉમેર્યું, “મને ઘરમાં માર પડતો હતો અને અપમાન કરવામા આવતુ હતું. શાળામાં બીજાં બાળકો સાથે મારો ઝઘડા થતો હતો. મારી કાળી ત્વચાનો અર્થ હતો કે હું ખરાબ છું અને તેમના માટે નીચલા વર્ગની વ્યક્તિ છું.”

તેમણે ઘણી વખત ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે 17 વર્ષની ઉંમરે ફૉસ્ટર હોમ છોડી દીધું અને પટ્ટાયામાં ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. તેમણે ફાઉન્ડેશનની મદદથી પોતાનું ભણતર પુરૂ કર્યું. ત્યારબાદ તેઓ ટીવી શો કરવા લાગ્યા જેનું નામ હતું 'મૉરિશ કે.' તેમણે આ જ શોમાં પોતાનાં માતા વિશે સૂચના આપવાની અપીલ કરી હતી.

મૉરિસ 34 વર્ષના થઈ ગયા હતા જ્યારે 1955માં તેમનાં માતા મૉરિસના અપાર્ટમેન્ટ પર પહોંચ્યાં હતાં.

તેમણે કહ્યું, “હું તેમને ભેટવા માંગતો હતો, પરંતુ અમે એકબીજાંને ભેટી ન શક્યાં. માતાના પ્રેમની જરૂર ગુસ્સામાં ફેરવાઈ ગઈ હતી. હું જાણવા માંગતો હતો કે તેમણે મને તરછોડી કેમ દીધો.”

મૉરિસનાં માતાએ તેમને જણાવ્યું કે એક થાઈ મહિલા માટે પિતા વગરનો એક કાળો દીકરો હોવો એ 'સ્કૅન્ડલ'થી ઓછું ન હતું. મૉરિસ વગર તેઓ ફરીથી લગ્ન કરીને પરિવાર શરૂ કરી શકે એમ હતાં.

મૉરિસને જાણકારી મળી કે બેંગ્કૉકના પૂર્વમાં ચાકોએંગ્સાઓ પ્રાંતમાં અમેરિકાના એક સૈનિક તહેનાત હતા જ્યારે તેઓ મૉરિસની માતાને મળ્યા હતા.

થોડો સમય ડેટિંગ કર્યા પછી તે જાણકારી આપ્યા વિના થાઇલૅન્ડ છોડીને જતા રહ્યા.

મૉરિસે કહ્યું, “તેમને નામની પણ ખબર નહોતી. તેમણે બધી જ તસવીરો સળગાવી નાખી. મારી માતા આ બધું ભુલી જવા માંગતાં હતાં, લોકો વિચારતા હતા કે તેઓ એક સેક્સવર્કર છે.”

આ બાળકોની સાથે-સાથે થાઇલૅન્ડમાં વૈશ્યાવૃતી પણ તે વર્ષોનું જ પ્રતિબિંબ છે.

બ્રિસ્ટલ યૂનિવર્સિટીમાં પ્રોફેસર યાનોસ ઝિલ્બરબર્ગ અનુસાર વિયતનામ યુદ્ધ દરમિયાન દેશમાં સૈનિકોની હાજરીને કારણે જ અમેરિકાના સૈન્ય હવાઇમથકો પાસે રેડ લાઇટ એરિયા બન્યા હતા.

તેમણે કહ્યું, “સેક્સ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વિકસીત થાય એનું સ્પષ્ટ ઉદાહરણ થાઇલૅન્ડ છે. અમેરિકાના સૈનિકો વિયતનામમાં યુદ્ધ લડવા માટે જતા હતા અને રજાઓ દરમિયાન આનંદ માણવા માટે થાઇલૅન્ડ આવતા હતા. યુદ્ધ પછી આ સૈનિકોની જગ્યા પ્રવાસીઓએ લઈ લીધી.”

આ રેડ લાઇટ એરિયા આજે પણ અમેરિકાના સૈન્ય હવાઇમથકો પાસે જ છે. જોકે, દશકો પહેલાં આ હવાઇમથકો બંધ થઈ ગયા હતા.

જોકે, યુદ્ધ પછી પણ અમેરિકાના હજારો સૈનિકો થાઇલૅન્ડનાં પટ્ટાયામાં આવેલા બાર અને નાઇટ ક્લબોમાં આવતા રહ્યા.

“ભાડાની પત્નીઓ”

 એક નાઇટક્લબમાં અમેરિકાના મરિનોનું સ્વાગત કરતું એક વિશાળ બિલબોર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક નાઇટક્લબમાં અમેરિકાના મરિનોનું સ્વાગત કરતું એક વિશાળ બિલબોર્ડ

લેખક પૈટચારિન લાપાનને “લવ મની ઍન્ડ ઑબ્લિગેશન : ટ્રાંસનેશનલ ઍરિજ ઇન એ નૉર્થ ઈસ્ટર્ન થાઈ વિલેજ” નામનું પુસ્તક લખ્યું છે.

તેમણે કહ્યું કે થાઈ મહિલાઓ અને અમેરિકાના સૈનિકો વચ્ચેનો સંબંધ ખૂબ જ જટિલ હતો.

કેટલાક મામલાઓમાં થોડાક મહિનાઓ માટે તેઓ એક દંપતી તરીકે રહેતાં હતાં. જોકે, આ સંબંધ સૈનિકો પાછા ફરે ત્યાં સુધી જ ચાલતો હતો.

થાઈ સમાજમાં કેટલાક લોકો આ મહિલાઓને “ભાડાની પત્નીઓ” રૂપે જુએ છે. મુલાકાતના એક દાયકા પછી મૉરિસનાં માતાનું મૃત્યુ થઈ ગયું અને તેમણે વિચાર્યું કે આ કહાણીનો અંત આવ્યો.

જોકે, એક વર્ષ પછી તેમણે ડીએનએ ટેસ્ટની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો. એક કંપની પૂર્વજો વિશે જાણકારી મેળવવા ઇચ્છતા લોકોને મદદ કરતી હતી.

જ્યારે પરિણામ આવ્યાં ત્યારે એક મહિલા વિશે જાણકારી મળી હતી. મૉરિસે તે મહિલાને પૂછ્યું કે 1964થી 1966 વચ્ચે તેમના પરિવારમાંથી કોઈ થાઇલૅન્ડ ગયું હતું. ત્યારે જાણવા મળ્યું કે એક પૂર્વ સૈનિક ઇસાઇયા રૉબર્ટ્સ થાઇલૅન્ડમાં હતા. આ મહિલાએ 2019માં બંને વચ્ચે ફોન પર વાતચીત કરાવી હતી. રૉબર્ટ્સનાં બીજાં ત્રણ બાળકો પણ હતાં.

કોવિડને કારણે 2022ના અંતે મૉરિસ તેમનાં 85 વર્ષના પિતા સાથે પહેલી વખત મળવા માટે અલાબામા ગયા હતા.

ડીએનએ ટેસ્ટમાં ખબર પડી કે તેમની વચ્ચે 99.6 ટકા જેનેટિક મૅચ થતા હતા.

વૉઇસ ઑફ અમેરિકાને આપેલા એક ઇન્ટરવ્યુમાં રૉબર્ટ્સે કહ્યું, “મને ખબર છે કે તે કદાચ મારો દીકરો છે. હું તેમનો અસ્વીકાર કરીશ નહી. હું તેને સ્વીકારૂ છું અને તેની જવાબદારી લઉ છું.”

મૉરિસે આ વર્ષે જ ટીવી કારકિર્દી છોડીને પોતાના પિતાની સાથે રહેવા માટે અમેરિકા ચાલ્યા ગયા. તેઓ પોતાની નવા જીવનના વીડિયો ઑનલાઇન પોસ્ટ કરતા રહે છે.

નામ પણ યાદ નથી

જેની સ્ટૂબર (વચ્ચે) જ્યારે ત્રણ અઠવાડીયાની જ હતા ત્યારે આ સ્વિસ દંપતીએ તેમને દત્તક લીધી હતી.

ઇમેજ સ્રોત, JENNY STÜBER

ઇમેજ કૅપ્શન, જેની સ્ટૂબર (વચ્ચે) જ્યારે ત્રણ અઠવાડીયાની જ હતા ત્યારે આ સ્વિસ દંપતીએ તેમને દત્તક લીધી હતી

વીડિયોમાં મૉરિસને પોતાના પિતાને ભેટતા જોઇને જૅની સ્ટૂબરની આંખમાં પણ આંસુ હતાં.

ડીએનએ ટેસ્ટથી 2022માં તેમને પણ પોતાનાં પિતા વિશે જાણકારી મળી હતી. જોકે, તેઓ બંને એકબીજાને મળી શક્યાં નથી.

તેઓ 78 વર્ષનાં છે અને અમેરિકાની જેલમાં સજા ભોગવી રહ્યા છે. બંને વચ્ચે ચીઠ્ઠી અને તસવીરો થકી વાતચીત થઈ હતી અને તેમને ભરોસો છે કે જૅની તેમની જ દીકરી છે.

જૅનીએ કહ્યું, “મેં તેમને પૂછ્યું કે મારાં માતા કોણ હતાં? તેમણે કહ્યું કે મને આખુ નામ યાદ નથી. માતા સુધી પહોંચવાનો જે દરવાજો હતો તે અચાનક જ બંધ થઈ ગયો.”

જૅનીના પિતાએ યાદ કરીને ચિઠ્ઠીમાં કહ્યું કે જૅનીનાં માતા યુ-તાપાઓ હવાઇમથકની બહાર એક ફૂડ સ્ટોલ પર કામ કરતા હતા. તેઓ 10 મહિનાઓ સુધી મળતા રહ્યા હતા.

“મારા પિતાને ત્યારબાદ 1970માં અમેરિકા પાછા બોલાવી લેવામા આવ્યા હતા. કારણ કે સેના તેમના નાના ભાઈને સાઇગૉન (હો ચિ મિન્હ સીટી)માં તહેનાત કરવા ઇચ્છતી હતી. અને નિયમ હતો કે એક સમયે એક પરિવારના સૈનિકોને તહેનાત ન કરી શકાય.”

તેમણે ક્યારેય ખબર ન પડી કે ફૂડ સ્ટૉલવાળી થાઈ મહિલા ગર્ભવતી હતી.

જૅનીએ જણાવ્યું, “તેમણે બતાવ્યું કે મારી માતાનું આખુ નામ વિશે ખબર ન મળી. તેમણે ક્યારેય પૂછ્યું જ ન હતું.”

જૅનીના પિતાએ પછી લગ્ન કર્યાં અને છૂટાછેડા પણ થઈ ગયા. તેમનાં બે વયસ્ક બાળકો છે.

જૅની ત્યારબાદ ઘણી વખત થાઇલૅન્ડ ગયાં હતાં. તેમણે તે વિસ્તારમાં ઘણી તપાસ કરી જ્યાં ફૂડ સ્ટૉલ હતો. તેમણે પાડોશીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે વાત કરી પણ કોઈ જાણકારી ન મળી.

તેમણે કહ્યું, “મેં તેમની તસવીર બનાવવાનો પ્રયત્ન કર્યો. મારા પિતાએ જણાવ્યું કે જૅની તમે અરિસાની સામે ઊભા રહો અને હસો. તમારી માતા પણ તેવાં જ દેખાતાં હતાં.”

જૅની હાલમાં તેમના જૈવિક પિતા જેલમાંથી જલદી છુટે તેવી આશા કરે છે. જૅની તેમની સાથે વીડિયો કૉલ પર વાત કરવા ઇચ્છે છે.

તેમણે કહ્યું, “કદાચ આવતા વર્ષે કે ત્યાર પછી. કોણ જાણે છે, કદાચ ક્યારેય પણ નહીં....”