વિયેતનામ યુદ્ધ : દક્ષિણ કોરિયાના સૈનિકોએ મહિલા પર કરેલાં બળાત્કાર અને અત્યાચારની ભયાનક કહાણી

વિયેતનામ યુદ્ધ
    • લેેખક, લી ટુઓંગ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

આ 1967ની વાત છે. વિયેતનામમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ટ્રાન થી એન્ગાઈ નામનાં દાયણ સંચાલિત દુકાનમાં એક માણસ સોયા સોસ ખરીદવા આવે છે. એ પુરુષની કમર પર ગ્રૅનેડ અને રિવોલ્વર છે. એ માણસના સાથીઓ ઉત્તર વિયેતનામની સામ્યવાદી સેના સામે લડી રહ્યા છે.

એ પુરુષ પૈસા આપે છે અને ટ્રાન એ પૈસા લેવા માટે હાથ લંબાવે છે કે તરત એ પુરુષ તેમના પર હુમલો કરે છે અને દુકાનની અંદર ખેંચી જાય છે. પછી તેમના પર બળાત્કાર કરે છે.

ટ્રાન કહે છે કે “મારા જીવનનો અંત આવી ગયો હોય એવું લાગ્યું હતું.”

એ પછી ટ્રાને વધુ આકરી મહેનત કરીને તે ઘટનાને ભૂલી જવાના પ્રયાસ કર્યા હતા. તેમનું પેટ ઊપસી આવ્યું ત્યારે તેમણે ધાર્યું હતું કે હમણાં તેમનું વજન વધ્યું હશે, પરંતુ પેટની અંદર કોઈ લાત મારતું હોય એવો અહેસાસ થયો ત્યારે ટ્રાનને સમજાયું હતું કે તેઓ ગર્ભવતી છે.

ટ્રાનનાં માતા-પિતા ચોંકી ગયાં હતાં, ભયભીત થઈ ગયાં હતાં. કન્ફ્યુશિયસ નામના ફિલસૂફના ઉપદેશોનો વ્યાપક પ્રભાવ ધરાવતા દેશમાં લગ્ન કર્યાં વિના માતા બનવું નિષિદ્ધ ગણાતું હતું. લગ્ન ન થાય ત્યાં સુધી કૌમાર્ય જાળવી રાખવાની જવાબદારી સ્ત્રીઓની ફરજ હતી.

ટ્રાન કહે છે કે “મારાં માતા-પિતા હું લગ્નને લીધે ગર્ભવતી થઈ હોવાનું કહેતાં હતાં. તેઓ મને સતત મારતાં હતાં.”

વિયેતનામ યુદ્ધ
ઇમેજ કૅપ્શન, ટ્રાન થી એન્ગાઈ

એ માર સહન કરી ન શકવાને લીધે ટ્રાને ઘણી વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ અસફળ રહ્યાં હતાં.

તેઓ કહે છે કે “મારા પેટમાંનો ગર્ભ મારા માટે લડી રહ્યો હોય એવું લાગતું હતું.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રાને ફેબ્રુઆરી, 1968માં બાળકને જન્મ આપ્યો પછી માતા-પિતાએ તેમને મારવાનું બંધ કરી દીધું હતું. સુંદર બાળકીના જન્મથી તેઓ ખુશ હતાં, પરંતુ ટૂંક સમયમાં તેમની ચિંતામાં વધારો થયો હતો.

દીકરીનું નામ ઓન્હ રાખવામાં આવ્યું હતું અને કિમ શબ્દનો ઉપયોગ તેમના પિતાના નામ તરીકે કરવામાં આવ્યો હતો. ટ્રાન પર જે સૈનિકે બળાત્કાર કર્યો હતો એ સૈનિકની અટક કિમ હતી. એ માણસ વિયેતનામ કે અમેરિકાનો અહીં, પરંતુ દક્ષિણ કોરિયાનો નાગરિક હતો.

વિયેતનામની સામ્યવાદી વિયેતકોંગ સેના સામેના અમેરિકાના યુદ્ધમાં દક્ષિણ કોરિયા 1963માં જોડાયું હતું.

બાળકીના જન્મના થોડા સમય પછી કિમ, ટ્રાનની શોધમાં તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. ટ્રાન કહે છે કે “કિમ કશું બોલ્યા ન હતા. બે મિનિટ ઊભા રહ્યા અને પછી ચાલ્યા ગયા.”

થોડા દિવસ પછી દક્ષિણ કોરિયાનો એક અન્ય સૈનિક ટ્રાન અને તેમની દીકરીને દક્ષિણ કોરિયન સૈન્યના વ્હાઇટ હોર્સ ડિવિઝનની 28મી રેજિમેન્ટના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા લશ્કરી થાણે લઈ જવા માટે આવ્યો હતો.

શરમ અને એકલા હોવાની લાગણી અનુભવતા ટ્રાનને લાગ્યું હતું કે તેની સાથે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેઓ એ સૈનિકની સાથે ગયાં હતાં અને તેમના બળાત્કારી સાથે ત્યાં બે વર્ષ રહ્યાં હતાં. એ બે વર્ષ દરમિયાન કિમ, ટ્રાનથી સતત ડરતો રહ્યો હતો.

વિયેતનામ યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રાન કહે છે કે “તેણે બળાત્કાર કર્યો હતો. તેમાં પ્રેમ જેવું કશું ન હતું.”

કિમે ત્યજી દીધા પહેલાં ટ્રાન બીજા સંતાનનાં માતા બન્યાં હતાં. કિમ બીજા લશ્કરી થાણે ફરજ બજાવવા ગયો હતો અને ટ્રાન તેમનાં માતા-પિતા પાસે પાછાં ફર્યાં હતાં. તેમણે દાયણ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

એ પછી એક દિવસ કિમે તેના બીજા સાથીદારને ટ્રાન પાસે મોકલ્યો હતો. ટ્રાનને યાદ છે કે તેનું નામ પાર્ક હતું. એ ટ્રાનના બે સંતાનની સંભાળ લેવા ઇચ્છતો હોય એમ ત્યાં આવ્યો હતો.

ટ્રાન કહે છે કે “હું કામમાં વ્યસ્ત હોઉં ત્યારે પાર્ક મારાં સંતાનોને રમાડતો, જમાડતો અને તેની સંભાળ રાખતો હતો.”

એક દિવસ પાર્કે પણ ટ્રાન પર બળાત્કાર કર્યો હતો અને ટ્રાન ફરી ગર્ભવતી થયાં હતાં. એ પછી તેમણે એક દીકરાને જન્મ આપ્યો હતો.

ટ્રાન કહે છે કે “ગામવાસીઓએ મારું અપમાન કર્યું હતું અને મારો પતિ કોરિયન હોવાનો આક્ષેપ કર્યો હતો. એ કોરિયન જે વિયેતનામના લોકોની હત્યા માટે વિયેતનામ આવ્યો હતો.”

ટ્રાન અને તેમનાં માતા-પિતા બીજા શહેરમાં ચાલ્યાં ગયાં હતાં, પરંતુ પ્રતિષ્ઠા પર લાગેલા કલંકે તેમનો પીછો છોડ્યો ન હતો. લોકો ટ્રાનને સવાલ કરતા હતા કે તેં ગર્ભપાત શા માટે ન કરાવ્યો?

ટ્રાન કહે છે કે “હું ગર્ભપાત કેવી રીતે કરાવી શકું? હું એક દાયણ છું અને મારું કામ સ્ત્રીઓને બાળકને જન્મ આપવામાં તેમજ તેની સારસંભાળમાં મદદ કરવાનું છે.”

ગ્રે લાઇન

ગૂંચવાયેલું જીવન

વિયેતનામ યુદ્ધ

ટ્રાને તેમના પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો એ જ મહિનામાં 11 વર્ષ પછી ન્યુએન થી થાન્હનું જીવન કાયમ માટે બદલાઈ ગયું હતું.

1968ની 25 ફેબ્રુઆરીએ ન્યુએને તેમના ગામ હાય માયમાં લોકોની ચીસો સાંભળી હતી. ધુમાડો નજરે ચડ્યો એટલે શું થયું છે એ જોવા તેઓ દોડ્યા હતા. દક્ષિણ કોરિયાના સૈનિકો તેમની તરફ બંદૂક તાકીને ઊભા હતા.

અહેવાલો મુજબ, તેઓ દક્ષિણ કોરિયાના કુખ્યાત મરીન બ્લુ ડ્રેગન ડિવિઝનના સૈનિકો હતા. સૈનિકોએ ન્યુએનના સમગ્ર પરિવાર અને દોસ્તોને આંગણામાંના ભૂગર્ભ આશ્રયસ્થાનમાં જવાનો આદેશ આપ્યો હતો. તેમણે ગ્રૅનેડ ફેંક્યા હતા. તેમાં ન્યુએનનાં કાકી અને પિતરાઈ ભાઈ તત્કાળ મૃત્યુ પામ્યાં હતાં.

ન્યુએન કહે છે કે “મારું શરીર બળી રહ્યું હતું અને સુન્ન થઈ ગયું હતું. અન્ય લોકોના લોહીના છાંટા મારા શરીર પર પડ્યા હતા.”

ન્યુએને જોયું કે તેની આઠ વર્ષની બહેનનો પગ કપાઈ ગયો હતો અને થોડી વારમાં ઈજાને કારણે તે મૃત્યુ પામી હતી. માત્ર ન્યુએન અને તેમનો પિતરાઈ ભાઈ ગંભીર ઈજા સાથે જીવતા બચ્યા હતા. તેઓ મદદ મેળવવા બાજુ ગામમાં ગયા હતા.

તેમણે સૈનિકોને પોતાના ગામને આગ ચાંપતા જોયા હતા. એ દિવસે હા માયમાં 135થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં અને ડઝનેક લોકો બચી ગયા હતા.

વિયેતકોંગના લોકોની શોધમાં દક્ષિણ કોરિયાના સૈનિકો નિયમિત રીતે હા માય ગામમાં આવતા હતા અને ન્યુએન એ સમજી શક્યા ન હતાં કે 1968ની 25 ફેબ્રુઆરીનો દિવસ સામાન્ય કરતાં અલગ કેમ હતો.

ન્યુએન કહે છે કે “એ દિવસે સૈનિકો આટલા આક્રમક શા માટે હતા એની મને ખબર નથી. તેમણે ત્રણ-ચાર મહિનાના બાળકની પણ હત્યા કરી હતી.”

એ સમયગાળો વિયેતનામ યુદ્ધનો ટર્નિંગ પૉઇન્ટ હતો.

વિયેતનામ યુદ્ધ

ઉત્તર વિયેતનામ અને વિયેતકોંગનાં લશ્કરી દળોએ જાન્યુઆરીના અંતમાં દક્ષિણ વિયેતનામ, અમેરિકા તથા તેમનાં સાથી દળો પર આક્રમણ શરૂ કર્યુ હતું.

સાથી લશ્કરી દળોનો વળતો હુમલો અત્યંત ક્રૂર હતો. તેમાં માર્ચ, 1968માં અમેરિકાના સૈનિકો દ્વારા માય લાઈમાં કરાયેલી સામૂહિક હત્યા તથા સામૂહિક બળાત્કારની ઘટના સૌથી વધુ કુખ્યાત છે.

એ પછી ન્યુએનને ડા નાંગની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની બહેને જણાવ્યું હતું કે તેણે સૈનિકોને હા માયમાં ફરી પ્રવેશતા જોયા હતા. તેઓ ગામને સમતળ કરવા અને મૃતદેહોના નાશ માટે ટ્રેકટર પણ લાવ્યા હતા.

20 વર્ષના વિયેતનામ યુદ્ધમાં અમેરિકાએ અનેક ગુના આચર્યા હતા, પરંતુ વળતર તથા યુદ્ધ અપરાધોની અદાલતી કાર્યવાહીના સ્વરૂપમાં બહુ ઓછું કામ થયું છે.

વિયેતનામ સાથે મજબૂત આર્થિક સંબંધ ધરાવતી દક્ષિણ કોરિયાની સરકાર યુદ્ધમાં તેણે ભજવેલી ભૂમિકા સંબંધી ચર્ચામાં સામેલ થવા તૈયાર નથી.

સામ્યવાદના પ્રસારના ડરથી દક્ષિણ કોરિયાએ તે સમયે લગભગ 3,20,000 સૈનિકો વિયેતનામ મોકલ્યા હતા.

દક્ષિણ કોરિયાના સંરક્ષણમંત્રીએ ન્યુએન અને બચી ગયેલા અન્ય લોકોને ગયા સપ્ટેમ્બરમાં પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે અમારાં લશ્કરી દળો દ્વારા વિયેતનામમાં કરવામાં આવેલી હત્યાનો કોઈ રેકૉર્ડ નથી અને હકીકતની ચકાસણી માટે બન્ને દેશોની સરકારે સાથે મળીને તપાસ કરવી જરૂરી છે. એ તપાસ હજુ સુધી શરૂ થઈ નથી.

ગ્રે લાઇન

જવાબની શોધ

વિયેતનામ યુદ્ધ

એક મહિલાએ આ બાબતને પોતાના જીવનનું મિશન બનાવી છે. એ મહિલા દક્ષિણ કોરિયાનાં સંશોધક કુ સુ-જેઓંગ છે.

વિયેતનામના ઇતિહાસના વિશેના પોતાના પીએચડીના અભ્યાસ દરમિયાન તેમને વિયેતનામના વિદેશ મંત્રાલય પાસેથી કેટલાક દ્સ્તાવેજો મોકલવામાં આવ્યા હતા. એ દસ્તાવેજોમાં દક્ષિણ કોરિયા દ્વારા કરવામાં આવેલા અત્યાચારોનું વર્ણન છે.

કુએ હકીકત શોધવા માટે વિયેતનામનાં ગામડાંની મુલાકાતમાં અને બચી ગયેલા લોકો સાથે વાત કરવામાં 20 વર્ષ ગાળ્યાં છે.

તેમણે એવું તારણ કાઢ્યું છે કે દક્ષિણ કોરિયાના સૈનિકોએ આચરેલા 80 હત્યાકાંડમાં દક્ષિણ વિયેતનામના લગભગ 9,000 નાગરિકો મૃત્યુ પામ્યાં હતાં. જોકે, આ વાતની અલગથી ચકાસણી કરવી મુશ્કેલ છે.

કુના આ સંશોધનને લીધે તેમને અંગત જીવનમાં મોટું નુકસાન થયું છે. 1999માં દક્ષિણ કોરિયાના એક અખબારમાં તેમના બે લેખ પ્રકાશિત થયાના બે મહિના પછી દક્ષિણ કોરિયાના આશરે 2,000 નિવૃત્ત સૈનિકો ગણવેશ પહેરીને અખબારની ઑફિસમાં વિરોધ કરવા પહોંચ્યા હતા.

તેમણે અખબારની ઇમારત અને કુના મકાનને નુકસાન પહોંચાડ્યું હતું. કુ અને તેમનાં માતાએ ઉચ્ચ સલામતી ધરાવતા એપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું હતું.

દક્ષિણ કોરિયાના નિવૃત્ત સૈનિકોના સંગઠને કુ પર બદનક્ષી અને છેતરપિંડીનો દાવો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ એ કેસ આગળ વધી શક્યો ન હતો.

હા માયમાં ન્યુએનના પરિવારની હત્યા માટે કોણ જવાબદાર છે તે પુરવાર કરવાનું મુશ્કેલ છે, પરંતુ દક્ષિણ કોરિયાના નિવૃત્ત સૈનિક યુ જિન-સુંગે જણાવ્યું હતું કે હા માયના હત્યાકાંડના બે સપ્તાહ પહેલાંના સમાન હત્યાકાંડ માટે તેમનો વિભાગ જવાબદાર છે.

વિયેતનામ યુદ્ધ

યુ જિન-સુંગની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હા માય નજીકના બે ગામ ફોંગ ની અને ફોંગ હાટની દિશામાંથી તેમના પર શેલ્સ છોડવામાં આવ્યા હતા. યુ જિન-સુંગની ટુકડીએ વળતો હુમલો કર્યો હતો અને ગામ પર ત્રણ દિશામાંથી ત્રાટક્યા હતા.

પોતાના એક સૈનિકે એક નિઃશસ્ત્ર વૃદ્ધને ઠાર કર્યા પછી યુ જિન-સુંગની ટુકડીએ તરત પીછેહઠ કરી હતી. એ રાતે તેમણે અન્ય ટુકડીને એવી બડાશ હાંકતા સાંભળી હતી કે તેમણે બાળકો તથા મહિલાઓની હત્યા કરી છે. બીજા દિવસે યુ જિન-સુંગને રસ્તાની બાજુએ પડેલા નાગરિકોના મૃતદેહો જોવા મળ્યા હતા.

યુ જિન-સુંગે કહ્યુ હતું કે “અમે પહોંચ્યા ત્યારે ત્યાં લોકોની ભીડ હતી. તેઓ અમારી સામે ચીસો પાડી રહ્યા હતા. તેમને એવું લાગતું હતું કે અમે તેમની હત્યા કરીશું. લોકો શોકમાં અને રોષે ભરાયેલા હતા. એ રોષ આજે પણ યથાવત્ છે.”

બીબીસીએ હવે 63 વર્ષના થયેલા ન્યુએન અને યુ જિન-સુંગ વચ્ચે સિઓલની એક રેસ્ટોરાંમાં મુલાકાતની વ્યવસ્થા કરી હતી.

વિયેતનામના અન્ય અનેક લોકોની માફક આ બન્ને પણ યુદ્ધથી આઘાત પામેલા અને ત્રસ્ત છે. યુને ફોંગ ની તથા ફોંગ હાટમાં ઠાર મારવામાં આવેલાં માતા-પિતાની કડવી સ્મૃતિ સતાવે છે, જ્યારે ન્યુએનને નજર સામે તેમના ભાઈના મોતનું સતત દેખાતું રહે છે.

યુદ્ધ વિશેની વાતોની આપલે કર્યા બાદ યુએ વિયેતનામી ભાષામાં લખેલો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. તેમાં લખ્યું હતુઃ “મને માફ કરજો.” ન્યુએને ધીમેથી માથું હલાવ્યું હતું.

વિયેતનામ યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

એ પછી યુએ ન્યુએનને ભોજન આપ્યું હતું. ન્યુએને સ્મિત કર્યું હતું અને બન્નેએ ભોજન કર્યું હતું. યુ રેસ્ટોરાંમાંથી રવાના થયા ત્યારે ન્યુએનને લાગ્યુ હતું કે તેમના હૈયા પરનો બોજ હટી ગયો છે. જોકે, તેમને સિઓલ તરફથી હજુ પણ ઔપચારિકની આશા છે.

બીબીસીએ પ્રતિભાવ માગ્યો ત્યારે દક્ષિણ કોરિયાની સરકારે એક નિવેદન પાઠવીને જણાવ્યું હતું કે 1992માં રાજદ્વારી સંબંધ પુનઃસ્થાપિત થયા પછી બંને દેશો “ભવિષ્યલક્ષી દ્વિપક્ષી સંબંધને વિકસાવવાના પ્રયાસ સતત કરી રહ્યા છે. સહિયારા દૃષ્ટિકોણ તેમણે અંધકારમય ભૂતકાળને પાછળ છોડીને ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ.”

દક્ષિણ કોરિયા હવે વિયેતનામનું સૌથી મોટું રોકાણકાર છે. જેમાં સેમસંગ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ જેવી જંગી કંપનીઓની ફેક્ટરીઓમાં ઠલવાતા અબજો ડૉલરના રોકાણનો સમાવેશ થાય છે.

કુના સંશોધનના વિવાદાસ્પદ તારણો પ્રકાશિત કરી ચૂકેલા દક્ષિણ કોરિયાના પત્રકાર કોહ ક્યોંગ-તાઈએ જણાવ્યુ હતું કે દક્ષિણ કોરિયાના સૈનિકોએ આચરેલા હત્યાકાંડના પડઘા કોરિયન રાષ્ટ્રની પીડિત હોવાની ભાવનામાં સંભળાતા નથી.

કોહ ક્યોંગ-તાઈ કહે છે કે “અમે કોરિયનો કહીએ છીએ કે 5,000 વર્ષના ઇતિહાસમાં અમે જ કાયમ પીડિત રહ્યા છીએ. જાપાન, મોંગોલિયા અને ચીને અમારું વસાહતીકરણ કર્યું હતું. અમે બચી ગયા. આ તો બચી ગયાનો ગર્વ કરવા જેવું છે.”

વિયેતનામ યુદ્ધ

ઇમેજ સ્રોત, AP/BRISCOE CENTER FOR AMERICAN HISTORY

દક્ષિણ કોરિયા, બીજા વિશ્વયુદ્ધમાં સેક્સ ગુલામ બનવાની ફરજ પાડવા બદલ દક્ષિણ આફ્રિકાની લાખો મહિલાઓની માફી માગવા માટે દાયકાઓ સુધી જાપાન પાસે માગણી કરતું રહ્યું છે.

હવે બહેરા થઈ ગયેલા ન્યુએન આ મુદ્દાની ઉપેક્ષા કરવા માટે વિયેતનામને દોષી ઠરાવે છે.

આ સંદર્ભ પોતાનો પક્ષ રજૂ કરવા વિયેતનામ સરકારને બીબીસીએ બે વખત વિનંતી કરી હતી, એ તેમણે નકારી કાઢી હતી.

તેમણે કહ્યું હતું કે “બન્ને દેશ વચ્ચેના સંબંધને અસર કરે તેવી કોઈ પણ વસ્તુથી વિયેતનામ ડરે છે. તેથી તે સ્પષ્ટતા કરવા તૈયાર નથી.”

દરમિયાન ફૂ હિપમાં રહેતા ટ્રાન થી ગાઈ હવે 79 વર્ષનાં થયાં છે. તેમણે યુદ્ધ દરમિયાન જે સહન કર્યું હતું તે સ્મૃતિ સાથે તેઓ આજે પણ સંઘર્ષ કરી રહ્યાં છે.

કોરિયન પિતાનું સંતાન હોવા બદલ તેમના દીકરાએ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રાનના પુત્રને કોરિયનો સાથે સંપર્કની છૂટ આપવા બદલ ટ્રાનના પિતાની 1977માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. ટ્રાનને પણ 1975થી 1978 દરમિયાન જેલમાં ધકેલવામાં આવ્યાં હતાં.

વિયેતનામનું લાઈ દાઈ હાન નામનું એક જૂથ હાલ દક્ષિણ કોરિયન સૈન્ય પર માફી માગવાનું દબાણ કરી રહ્યું છે.

તેમના અત્યાચારનો ભોગ બનેલાં આશરે 800 બાળકો આજે પણ જીવતાં હોવાનો અંદાજ છે. આ મુદ્દે ટ્રાન એન્ગાઈના પુત્રના પુત્ર ટ્રાન વાન ટી સૌથી વધુ જોરદાર ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

ટ્રાન વાન ટી નાનાં હતાં ત્યારે કોરિયન પિતાનો પુત્ર હોવાને કારણે તેમને ઘણી વાર માર મારવામાં આવ્યો હતો.

(પૂરક માહિતી – બીબીસી કોરિયાના પત્રકાર હ્યુંગ યુન કિમ)

રેડ લાઇન
રેડ લાઇન