યુરોપના ત્રણ દેશોએ પેલેસ્ટાઇને માન્યતા આપી, શું આ માન્યતાથી કોઈ ફરક પડશે?

પેલેસ્ટાઇનના લોકો દાયકાઓથી સ્વતંત્ર દેશની માંગણી કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેલેસ્ટાઇનના લોકો દાયકાઓથી સ્વતંત્ર દેશની માંગણી કરી રહ્યા છે
    • લેેખક, જેમ્સ લેન્ડેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગાઝામાં જ્યારે અત્યારે પણ યુદ્ધ ચાલી રહ્યું છે અને વેસ્ટ બૅન્કમાં હિંસા સતત વધી રહી છે. આ સમયે પેલેસ્ટિનયનો માટે એક સ્વતંત્ર રાષ્ટ્ર મેળવવાની શક્યતાઓ પહેલાં કરતા ઘણી ઓછી થઈ ગઈ છે.

પેલેસ્ટિયનોની આ નિરાશા વચ્ચે ત્રણ યુરોપિયન દેશોએ જ્યારે પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનો નિર્ણય એ હકીકતને બદલી શકશે નહીં કે આ માર્ગમાં ઘણા અવરોધો છે.

નૉર્વે, સ્પેન અને આયર્લૅન્ડે 22 મેના દિવસે પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી.

આ એલાનને કારણે યુરોપના બીજા દેશો પર પણ દબાણ વધશે કે પેલેસ્ટાઇનના પોતાના નિર્ણયના અધિકારોનું સમર્થન કરે. આ દેશોમાં બ્રિટેન, ફ્રાંસ અને જર્મની સામેલ છે.

આરબના એક રાજદ્વારીએ કહ્યું, "આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ જણાવે છે કે યુરોપ ઇઝરાયલની સરકારના રવૈયાથી કંટાળી ગયા છે. આ કારણે યુરોપિયન યુનિયન પણ દબાણ વધ્યું છે."

ઇઝરાયલના મંત્રીઓનું કહેવું છે કે આ દેશોના નિર્ણયને કારણે હમાસનું મનોબળ વધશે અને આતંકવાદને પ્રોત્સાહિત કરશે.

ઇઝરાયલની વાત માનીએ તો આ કારણે વાતચીત થકી સમજૂતીની શક્યતાઓ ઘટી છે.

પેલેસ્ટાઇનને માન્યતા અને દેશોનું વલણ

પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

લગભગ 139 દેશો પેલેસ્ટાઇને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 193 દેશામાંથી 143 દેશોએ 10 મેના રોજ પેલેસ્ટાઇનને સંપૂર્ણ રાષ્ટ્ર તરીકે પૂર્ણ સભ્યતા આપવાના પક્ષમાં મત આપ્યા હતા. આ સભ્યપદ માત્ર સાર્વભૌમત્વ ધરાવતા દેશને જ મળે છે.

પેલેસ્ટાઇનને હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં ઑબ્ઝર્વરનો દરજ્જો મળેલો છે. આ કારણે પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્રમાં સીટ તો મળે છે, પરંતુ તેને મત આપવાનો અધિકાર મળતો નથી.

પેલેસ્ટાઇનને કેટલાંય આંતરરાષ્ટ્રીય સંગઠનો તરફથી માન્યતા મળેલી છે, જેમાં આરબ લીગ અને ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઑપરેશન (ઓઆઈસી) પણ સામેલ છે.

ઓઆઈસીને આ વાતને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું અને કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર છે અને આ કારણે પેલેસ્ટિનયનોના અધિકારોને મજબૂતી મળશે.

યુરોપના અન્ય કેટલાક દેશોએ પેલેસ્ટાઇનને પહેલાં જ માન્યતા આપી હતી, જેમાં હંગેરી, પોલૅન્ડ, રોમાનિયા, ચેક રિપબ્લિક, સ્લોવાકિયા અને બુલ્ગેરિયા જેવા દેશો સામેલ છે. આ દેશોએ પેલેસ્ટાઇનને 1988માં માન્યતા આપી હતી.

સ્વીડન, સાઇપ્રસ અને માલ્ટા સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને માન્યતા આપનાર કેટલાક દેશો છે.

જોકે, યુરોપના કેટલાક દેશો અને અમેરિકાનું કહેવું છે કે મધ્ય-પૂર્વના સંઘર્ષના લાંબાગાળાના સમાધાન માટે પેલેસ્ટાઇનને રાષ્ટ્ર માટે માન્યતા આપવામાં આવશે.

જેને બે રાષ્ટ્રનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંતના આધારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને પોતાનો દેશ અને પોતાની સરહદોની વાત કરવામાં આવે છે.

અમેરિકા સમય જણાવતું નથી

અમેરિકાના રાષ્ટ્ર્પતિ જૉ બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્ર્પતિ જૉ બાઇડન (ફાઇલ ફોટો)

યુરોપના દેશો અને અમેરિકા વચ્ચે એ વાત પર મતભેદ છે કે પેલેસ્ટાઇનને રાષ્ટ્ર ક્યારે માન્યતા આપવામાં આવે.

આયર્લૅન્ડ, સ્પેન અને નૉર્વેનું કહેવું છે કે તેઓ પેલેસ્ટાઇનને રાષ્ટ્ર ગણવાની પ્રક્રિયાને શરૂ કરી રહ્યા છે.

આ દેશોનો તર્ક છે કે વર્તમાન સંકટનું સ્થાયી સમાધાન ત્યારે જ નીકળી શકે છે જ્યારે બંને પક્ષો સાથે મળીને રાજકીય લક્ષ્ય બનાવી શકે.

પેલેસ્ટાઇનની તરફેણમાં વધુ સમર્થન બતાવવા માટે આ દેશો પર સ્થાનિક સ્તરે રાજકીય દબાણ પણ હતું.

કેટલાક પશ્ચિમી દેશોનું ભૂતકાળમાં વલણ રહ્યું છે કે પેલેસ્ટાઇનને રાષ્ટ્ર ગણવું એ શાંતિ કરારનું ઈનામ હોવું જોઈએ. એટલે કે શાંતિ કરાર કરો અને તેના બદલે એક રાષ્ટ્ર તરીકે માન્યતા મેળવો.

બ્રિટેનના વિદેશ મંત્રી ડેવિડ કેમરન અને બીજા યુરોપના દેશોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પેલેસ્ટાઇનના મુદ્દે પોતાનું વલણ બદલ્યું છે.

તેમનું કહેવું છે કે પેલેસ્ટાઇનને પહેલાં માન્યતા આપવી જોઈએ. આ કારણે રાજકીય સમાધાનનું વાતાવરણ તૈયાર કરવામાં મદદ મળશે.

ફ્રાંસનું વલણ

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ (ફાઇલ ફોટો)

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૅનુઅલ મૅક્રોં ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે ફ્રાંસ માટે પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવી કોઈ ટૅબૂ (નિષેધ)નથી.

ફ્રાંસે મેની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને સભ્યતા આપવાના પક્ષમાં મત આપ્યો હતો.

અમેરિકાએ અંગત સ્તરે પોતાના યુરોપીય મિત્રોને આ વિશે વાત કરી હતી.

જોકે, અમેરિકા વધારે સાવધાન છે અને તેઓ સ્પષ્ટરૂપે સમજવા ઇચ્છે છે કે યુરોપની આ નીતિનું વ્યવહારિક રૂપ શું રહેશે.

પેલેસ્ટાઇન અને કેટલાક સવાલ

પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Reuters

પડદા પાછળની મુખ્ય ડિબેટ એ છે કે આ તાકતવર દેશો પેલેસ્ટાઇનને માન્યતા ક્યારે આપશે?

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે શાંતિ વાર્તા શરૂ થવી જોઈએ?

ઇઝરાયલ અને સાઉદી અરેબિયા પોતાના રાજકીય સંબંધોને સામાન્ય કરશે? ઇઝરાયલ પોતાની કાર્યવાહી કરવામાં ક્યારે નિષ્ફળ થશે અથવા તો પેલેસ્ટાઇન ક્યારે કાર્યવાહી કરશે?

બીજા શબ્દોમાં કહીએ તો આ દેશો ઇચ્છે છે કે રાજદ્વારી દરજ્જો હાંસલ કરવાની મુખ્ય ક્ષણે પેલેસ્ટાઇનને માન્યતા મળવી જોઈએ.

પશ્ચિમ દેશના એક અધિકારીએ કહ્યું કે, "આ એક મોટો દાવ છે, જે પશ્ચિમ દેશોએ ચાલવાનો છે. અમે આ બાજીને જવા નહીં દઈએ."

સમસ્યા શું છે?

ઇઝરાયલ-પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

સમસ્યા એ છે કે જ્યાં સુધી આ મહત્ત્વપૂર્ણ સવાલોનો જવાબ નહીં મળે ત્યાં સુધી પેલેસ્ટાઇનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવી તે માત્ર સાંકેતિક પગલું જ રહેશે.

સરહદો ક્યાં બનશે? પાટનગર ક્યાં બનશે? બંને પક્ષો આ કરવા માટે શરૂઆતમાં કેવાં પગલાં લેશે?

આ કેટલાક મુશ્કેલ સવાલો છે, જેના વિશે દાયકાઓથી સંતોષજનક જવાબ નથી મળ્યો અને સર્વસંમતિ થઈ નથી.

કેટલાક યુરોપના દેશો આજની તારીખે માને છે કે પેલેસ્ટાઇને એક અલગ દેશ હોવો જોઈએ.

આ વાતના સમર્થકો ખુશ થશે અને વિરોધી આ વાતને ખોટી ગણાવશે.

જોકે, પેલેસ્ટાઇનના લોકોની જમીન પર હકીકત બદલાવાની શક્યતાઓ નહીંવત છે.

ભારત-ઇઝરાયલ સંબંધ

ઇઝરાયલના વડા પ્રધાન નેત્નયાહૂ અને ભારતના વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વડા પ્રધાન નેત્નયાહૂ અને ભારતના વડા પ્રધાન મોદી (ફાઇલ ફોટો)

ભારત ઇઝરાયલ પાસેથી મહત્ત્વપૂર્ણ રક્ષા ટેકનૉલૉજીની આયાત કરે છે. બંને દેશો સુરક્ષાના મુદ્દે સાથે કામ કરે છે.

ભારત સાથે જોડાયેલા કેટલાક પાઠ્યક્રમોને તેલ અવીવ યુનિવર્સિટી, હિબ્રુ યુનિવર્સિટી અને હાઇફા યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે.

ઇઝરાયલમાં લગભગ 14 હજાર ભારતીય નાગરિકો વસવાટ કરે છે. ઇઝરાયલમાં ભારતીય મુળના 85 હજાર યહૂદીઓ છે, જે બધા જ ઇઝરાયલના પાસપોર્ટધારક છે.