'હમાસે મહિલાઓ સાથે રેપ કર્યો, મૃતદેહો સાથે છેડછાડ કરી'
'હમાસે મહિલાઓ સાથે રેપ કર્યો, મૃતદેહો સાથે છેડછાડ કરી'
હમાસના હુમલા બાદ પેદા થયેલા હિંસક સંઘર્ષના સામૂહિક આઘાત બાદ હવે નવી કહાણીઓ બહાર આવી રહી છે.
આ કહાણી બળાત્કાર અને યૌનઉત્પીડનની છે. પોલીસ પુછપરછમાં એક સાક્ષીએ ભયાવહ ઘટનાને વર્ણવી.
અહીં યૌનહિંસા કેટલા સ્તર પર થઈ તે સ્પષ્ટ નથી. અંગોને ક્ષતવિક્ષત કરાયા. જીવતા રહેનારા કેટલાક જ છે. પોલીસે પણ કબુલ્યું કે તેમને ઘટનાસ્થળ પાસેથી ઘણા ઓછા ફોરેન્સિક પુરાવાઓ મળ્યા છે.
તમને હજુ પણ ગાઝામાં થઈ રહેલા બૉમ્બમારાનો અવાજ સંભળાતો હશે. ગાઝાપટ્ટીના આકાશમાં ધૂમાડાના ગોટેગોટા દેખાતા હશે. પરંતુ હુમલા બાદના દિવસોમાં આ જગ્યા એક યુદ્ધક્ષેત્ર પૈકીની એક હતી. યૌનઅપરાધની શરૂઆતના ફોરેન્સિક પુરાવાઓની તો વાત છોડો, મૃતદેહોને એકત્ર કરવા મોટો પડકાર હતો.

ઇમેજ સ્રોત, BBC/DAVE BULL



