રશિયા-યુક્રેન સંકટ : રશિયા સાથેની વાતચીતમાં યુક્રેનની યુદ્ધવિરામની માગ, પાંચમા દિવસે શું શું થયું?

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોમવારે બેલારુસમાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળો વચ્ચે વાતચીત થઈ.

આ વાતચીતની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી પણ જે કંઈ સામે આવ્યું છે, એ અનુસાર યુક્રેનમાં તત્કાલ યુદ્ધવિરામની માગ ઊઠી છે.

રશિયા યુક્રેન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, આ દરમિયાન સમ્રગ યુક્રેનમાં રશિયન સૈન્યને યુક્રેન તરફથી મજબૂત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

આ દરમિયાન સમ્રગ યુક્રેનમાં રશિયન સૈન્યને યુક્રેન તરફથી મજબૂત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બીજી તરફ રશિયા આર્થિક રૂપે સતત એકલું પડી રહ્યું છે કેમ કે પશ્ચિમી દેશો દ્વારા લગાવાયેલા આર્થિક પ્રતિંબધોએ હવે પોતાની અસર દર્શાવવાનું શરૂ કરી દીધું છે.

line

રશિયા-યુક્રેન વચ્ચે શાંતિવાર્તા

યુવતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, રશિયા તરફથી જણાવાયું છે કે મૉસ્કો એક એવા કરાર સુધી પહોંચવા માગે છે, જેનાથી બન્ને દેશોને ફાયદો થાય.

રશિયાના યુક્રેન પર હુમલાના પાંચમા દિવસે આ હુમલાના અંત તરફ એક પગલું આગળ વધ્યું છે. બન્ને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે બેલારુસ બૉર્ડર પર શાંતિવાર્તા શરૂ થઈ છે, જે સમાપ્ત થઈ ગઈ છે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક સીઝફાયર અને રશિયન સેનાની યુક્રેનમાંથી વાપસી ઈચ્છી રહ્યા છે.

જ્યારે રશિયા તરફથી જણાવાયું છે કે મૉસ્કો એક એવા કરાર સુધી પહોંચવા માગે છે, જેનાથી બન્ને દેશોને ફાયદો થાય.

બેઠક શરૂ થાય તે પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયન સૈનિકોને હથિયાર મૂકી દેવા કહ્યું હતું અને યુરોપીયન યુનિયનમાં યુક્રેનને સભ્યપદ અપાય તેવી માગ ઈયુ સમક્ષ મૂકી હતી.

line

યુક્રેનનો દાવો, અત્યાર સુધી પાંચ હજાર રશિયન સૈનિકો માર્યા ગયા

સૈનિક

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રશિયાનાં 191 ટૅન્કર, 29 ફાઇટર જૅટ, 29 હેલિકૉપ્ટર અને સૈનિકોને લઈ જનારી 816 હથિયારબંદ ગાડીઓને ધ્વસ્ત કરી દેવાઈ છે.

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમના દેશની સેનાએ અત્યાર સુધી પાંચ હજાર રશિયન સૈનિકો માર્યા છે.

યુક્રેનિયન અધિકારીઓએ ફેસબુક પોસ્ટ દ્વારા કહ્યું છે કે છેલ્લા ચાર દિવસની લડાઈમાં અંદાજે 5,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે.

રશિયાનાં 191 ટૅન્કર, 29 ફાઇટર જૅટ, 29 હેલિકૉપ્ટર અને સૈનિકોને લઈ જનારી 816 હથિયારબંદ ગાડીઓને ધ્વસ્ત કરી દેવાઈ છે.

જોકે, બીબીસી યુક્રેન આ દાવાની સ્વતંત્રરૂપે પુષ્ટિ કરી શક્યું નથી. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે પ્રારંભની લડાઈમાં રશિયાને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ પહેલાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે માન્યું હતું કે તેમની સેનાને નુકસાન પહોંચ્યું છે. જોકે, તેમણે ચોક્કસ આંકડો નહોતો આપ્યો.

આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના સહયોગીઓ પ્રમાણે, શરૂઆતી લડાઈમાં 94 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

તેમણે નિવેદનમાં કહ્યું હતું કે હુમલામાં ભીષણ માનવીય નુકસાન થયું છે. મરનારાઓની સંખ્યા હજુ પણ વધારે હોઈ શકે છે.

line

કિએવમાં હઠ્યો કરફ્યૂ, ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશન જવા કહ્યું

વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ભારતીય દૂતાવાસે જણાવ્યું કે યુક્રેન રેલવેએ લોકોને બહાર નીકાળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે.

યુક્રેનની રાજધાની કિએવમાં વિકેન્ડ કર્ફ્યુ હઠ્યા બાદ ભારતીય દૂતાવાસે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે તેઓ રેલવેસ્ટેશન જઈ શકે છે, અહીંથી તેઓ પશ્ચિમી ભાગ સુધી પહોંચી શકે છે.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે યુક્રેન રેલવેએ લોકોને બહાર નીકાળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે.

કિએવમાં સ્થાનિક સમયાનુસાર સવારે આઠ વાગ્યે કર્ફ્યુ હઠાવી દેવામાં આવ્યો હતો.

જીવનજરુરિયાતના સામાનની દુકાનો હવે ખુલી શકશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ થશે. જોકે, સબવે ટ્રેન ઓછી જ ચાલશે.

આ પહેલાં શનિવાર અને રવિવારે સતત બ્લાસ્ટ થતાં રહ્યાં, પરંતુ તે સૅન્ટ્રલ કિએવથી બહાર જ થયા હતા.

રશિયન મિસાઇલો શહેરના કેન્દ્ર સુધી છોડવામાં આવી હતી. જોકે, તે બેઅસર રહી અને રાજધાની હજુ પણ યુક્રેનના હાથોમાં જ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કિએવના અધિકારીઓએ ચેતવણી આપી છે કે યુદ્ધ હજુ પૂર્ણ નથી થયું. શહેરના લગભગ તમામ જિલ્લાના માર્ગો પર સંઘર્ષ ચાલી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે હવે જ્યારે લોકો સવારે ઊઠીને શહેરને જોશે, તો તેમને કશુંય પહેલાં જેવું નહીં દેખાય.

કિએવ પ્રશાસનના એક અધિકારીએ કહ્યું, "જ્યારે આપ સવારે આઠ વાગ્યા બાદ શહેરમાંથી નીકળશો તો તમને કિએવના રસ્તા પર દરેક બાજુએ કિલ્લાબંધી, સૈન્યઉપકરણો અને અન્ય હથિયાર જોવા મળશે."

તેમણે વધુમાં કહ્યું કે,કાલે રાત્રે 10 વાગ્યે ફરીથી કર્ફ્યૂ લાગશે, જે સવારે સાત વાગ્યા સુધી રહેશે, પરંતુ અહીં લોકોને સલાહ આપવામાં આવી છે કે, જ્યાં સુધી જરુરિયાત ન હોય ત્યાં સુધી તેઓ પોતાનાં ઘરોમાં જ અથવા તો આશ્રયસ્થાનોમાં જ રહે, બહાર ન નીકળે.

line

'યુક્રેનમાં ચાલી રહેલા ઑપરેશનની સાચી જાણકારી આપો : ભારતીય મીડિયાથી રશિયા નારાજ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી લડાઈ પર ભારતીય મીડિયામાં ચલાવાઈ રહેલી ખબરો પર રશિયન દૂતાવાસે નારાજગી વ્યક્ત કરીને ઍડવાઝરી જાહેર કરી છે.

ભારત ખાતેના રશિયન દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું છે કે યુક્રેનમાં ચાલી રહેલા સંકટને જોતાં ભારતીય મીડિયાને સાચી જાણકારી આપવા વિનંતી કરવામાં આવી રહી છે, જેથી ભારતના લોકોને નિષ્પક્ષ જાણકારી મળી શકે.

રશિયન દૂતાવાસે કહ્યું છે, "રશિયાએ યુક્રેન અને તેના લોકો વિરુદ્ધ યુદ્ધ નથી છેડ્યું. આ રશિયાનું ખાસ સૈન્યઅભિયાન છે, જે યુક્રેનના નાઝીકરણને રોકવા ઇચ્છે છે. ડોનબાસમાં યુક્રેને ગત આઠ વર્ષોથી શરૂ કરેલા યુદ્ધ પણ રશિયા ખતમ કરવા માગે છે."

line

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે જશે ચાર કેન્દ્રીય મંત્રીઓ

જ્યોતિરાદિત્ય સિંધિયા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચાર કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પાડોશી દેશોમાં જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને દેશમાંથી બહાર લાવવામાં મદદ કરવા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ચાર કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પાડોશી દેશોમાં જશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી હંગેરી, જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલડોવા, કિરણ રિજિજૂ સ્લોવાકિયા અને જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહ પૉલેન્ડ જશે.

આ મંત્રીઓ ભારતના વિશેષ દૂત તરીકે જશે.

યુક્રેનની હાલની પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે છેલ્લા 24 કલાકમાં બીજી વખત ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. જેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

line

અંદાજે 4.22 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN

પાંચમા દિવસે પણ યુક્રેનના પાટનગર અને આસપાસના વિસ્તારોમાં બંને સેનાઓ વચ્ચે ભીષણ સંઘર્ષના અહેવાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાંચમા દિવસે પણ યુક્રેનના પાટનગર અને આસપાસના વિસ્તારોમાં બંને સેનાઓ વચ્ચે ભીષણ સંઘર્ષના અહેવાલ

સંયુક્ત રાષ્ટ્રની રૅફ્યુજી એજન્સીએ કહ્યું કે તેને અહેવાલો મળી રહ્યા છે કે, યુક્રેનમાં લોકોને ટ્રેનમાં જતા અટકાવવામાં આવી રહ્યા છે.

યુએનએચસીઆરના પ્રવક્તાએ કહ્યું કે તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અત્યાર સુધી અંદાજે 4.22 લાખ લોકોએ યુક્રેન છોડ્યું છે.

પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે યુએનએચસીઆર દ્વારા દેશ છોડીને જનારા લોકોને રૅફ્યુજી તરીકેની માન્યતા આપવામાં આવશે.

યુએન પ્રમાણે, યુક્રેનમાં જ ઓછામાં ઓછા એક લાખ લોકો વિસ્થાપિત થયા છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો