રશિયાનો યુક્રેન પર હુમલો : ડર અને તબાહીની તસવીરો

રશિયાએ આખરે યુક્રેન પર હુમલો કરી દીધો છે. સતત ત્રીજા દિવસે પણ હુમલા ચાલુ છે અને શહેરોમાં ભયનો માહોલ છે. લોકો ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે.

યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલાથી બચવા માટે લોકોએ મેટ્રો સ્ટેશન સહિત વિશેષ રીતે તૈયાર કરાયેલા બૉમ્બ શૅલ્ટર્સમાં આશરો લીધો હતો.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયા દ્વારા છોડાયેલી મિસાઇલ રહેણાક ઈમારત પર પડતા લાગેલી આગ ફાયર ફાઇટર્સ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયા દ્વારા હુમલાની જાહેરાત કરાઈ તે સમયે દોનેત્સ્ક પ્રાંતમાં એક વ્યક્તિ શહેર છોડવા માટે તેમની જૂની પુરાણી કારને રિપેર કરી રહી હતી.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના હુમલાના પ્રથમ દિવસે પૂર્વ યુરોપમાં આવેલ ચુગુઇવ શહેરની એક ઇમારત પર મિસાઇલ ત્રાટકી હતી.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના યુક્રેન પર હુમલા બાદ લોકોએ શહેર છોડવાનું શરૂ કર્યું હતું. આંખોમાં દુઃખ સાથે વિરહ પહેલાંની આ તસવીરમાં બન્ને એકબીજાને પૂછે છે, શું આપણે પાછા મળીશું?
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં 'વિશેષ સૈન્ય કાર્યવાહી'ની જાહેરાત કરી તે સમયે કિએવના ઇન્ડિપૅન્ડન્સ સ્ક્વૅર ખાતે શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી રહેલાં મહિલા.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાથી કિએવમાં આ ઈમારતને નુક્સાન પહોંચ્યું હતું.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 24 ફેબ્રુઆરીએ હુમલાના પ્રથમ દિવસે રશિયાના બૉમ્બમારામાં આ મહિલા ઇજાગ્રસ્ત થયાં હતાં.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજધાની કિએવમાં હુમલાનો ભોગ બનેલા યુક્રેનિયન આર્મીની બસ બહાર ઊભા રહેલા સૈનિકો.
યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના ખાર્વિવ પાસે આવેલા મિલિટરી ઍરપૉર્ટ પર રશિયન હુમલા બાદ આગ લાગી હતી. આગના ધુમાડા દૂરથી પણ જોઈ શકાયા હતા.