મહમૂદ ગઝની : પિતાની ઇચ્છા વિરુદ્ધ તલવારથી ગાદી આંચકી, સોમનાથમાં લૂંટ સમયે 'ભયંકર કત્લેઆમ'ની કહાણી

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, GUJARAT TOURISM

ઇમેજ કૅપ્શન, મહેમૂદ ઑક્ટોબર 1024માં 30,000 ઘોડેસવાર સૈનિકોની સાથે સોમનાથ પર હુમલો કરવા માટે નીકળ્યો હતો. (સોમનાથના મંદિરના જૂના સ્વરૂપની તસવીર)
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી ન્યૂઝ

20 વર્ષ સુધી ગઝની પર રાજ કર્યા પછી ઈ.સ. 997માં ત્યાંના બાદશાહ સુબુક તિગીનનું મૃત્યુ થયું. ત્યાર પછી સુબુક તિગીનના પુત્ર મહંમદે ગઝનીની ગાદી સંભાળી.

સુબુક તિગીને પોતાના ઉત્તરાધિકારી તરીકે મહંમદને પસંદ નહોતો કર્યો. હકીકતમાં, તેઓ પોતાના નાના પુત્ર ઇસ્માઇલને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માગતા હતા.

તેમના મૃત્યુ પછી ઉત્તરાધિકારીનો નિર્ણય તલવાર દ્વારા થયો અને મૃત્યુ પામેલા બાદશાહની ઇચ્છા પૂરી ન થઈ શકી.

જે સમયે તેના પિતાનું મૃત્યુ થયું તે સમયે મહેમૂદ ખુરાસાનમાં હતો. ત્યાંથી તેણે પોતાના ભાઈને પત્ર લખ્યો કે તે ઇચ્છે તો મહંમદના પક્ષમાં ગાદી છોડવાના બદલામાં બલ્ખ અને ખુરાસાનનો ગવર્નર બની શકે છે.

ઇસ્માઈલે આ ઑફરને નકારી કાઢી. ત્યાર પછી મહેમૂદે પોતાની સેના સાથે ગઝની પર હુમલો કર્યો અને ઇસ્માઇલને યુદ્ધમાં હરાવી દીધો.

ઇસ્માઇલની ધરપકડ કરવામાં આવી અને 27 વર્ષની ઉંમરે મહેમૂદ ગઝનીની ગાદીએ બેઠો.

ભારત પર હુમલાનો ઉદ્દેશ – ખજાનો લૂંટવો

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહેમૂદ ગઝનીએ ભારત પર 17 વાર હુમલા કર્યા હતા.

મહેમૂદે પોતાનાં 32 વર્ષના શાસનકાળમાં ભારત પર 17 વખત ચડાઈ કરી.

અબ્રાહમ ઇરાલી પોતાના પુસ્તક 'ધ એજ ઑફ રૉથ'માં લખે છે, "ભારતનાં હિંદુ મંદિરોમાં ખજાનો ભરેલો હતો. તેને તોડવાં એ એક તરફ મહેમૂદના ધાર્મિક જુસ્સાને પૂરો કરતાં હતાં, તો બીજી તરફ તેને અપાર દોલત પણ અપાવતાં હતાં. મહેમૂદ હુમલાનો ઉદ્દેશ ઇસ્લામનો પ્રસાર કરવાનો ક્યારેય નહોતો."

પ્રખ્યાત મુસાફર અલ-બરૂની લખે છે, "મહેમૂદ હુમલા દરમિયાન જે લોકોએ પોતાનો જીવ અને સંપત્તિ બચાવવા માટે ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો, તેના ગયા પછી તેઓ ફરીથી પોતાના ધર્મમાં માનવા લાગ્યા. ભારત પર તેના હુમલાની ઘણી મામૂલી ધાર્મિક અસર થઈ."

મહેમૂદની સેનામાં હિંદુ સૈનિક

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, AFGHAN POST

ઇમેજ કૅપ્શન, મહેમૂદ ગઝનીએ ભારત પર કરેલા હુમલાનું અલ-બરૂનીએ વિસ્તારથી વર્ણન કર્યું છે.

પોતાના હેતુને પૂરો કરવા માટે તેણે ધાર્મિક જુસ્સાનું બહાનું બનાવી દીધું. પોતાની સેનામાં મોટી સંખ્યામાં હિંદુ સૈનિકોની ભરતી કરવામાં તેને સંકોચ નહોતો.

આ વાત સાંભળવામાં વિચિત્ર લાગે છે, પરંતુ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગઝની સલ્તનતના સિક્કામાં અરબી ઉપરાંત શારદા લિપિ પણ લખાતી હતી.

પીએલ ગુપ્તા પોતાના પુસ્તક 'કૉઇન્સ'માં લખે છે, "આ સિક્કામાં સુલતાનની ઇસ્લામિક પદવીની સાથોસાથ નંદી અને શ્રી સામંતદેવનું નામ પણ કોતરવામાં આવ્યું હતું."

અલ-ઉતબી પોતાના પુસ્તક 'તારીખ-એ-યામિની'માં લખે છે, "મધ્ય એશિયામાં મોકલવામાં આવેલી મહેમૂદની સેનામાં તુર્ક, ખીલજી, અફઘાનોની સાથે ભારતીયો પણ હતા. તેને વર્ષો જૂના મુસ્લિમ રાજ્ય મુલતાનને નષ્ટ કરવામાં અને ત્યાં મોટી સંખ્યામાં રહેતા ઇસ્લામીઓનો નરસંહાર કરવામાં સહેજે ખચકાટ ન થયો. તેણે માત્ર તેમની મસ્જિદોને અપવિત્ર કરી એટલું જ નહીં, પરંતુ તેમની પાસેથી બે કરોડ દિરહામનો દંડ પણ વસૂલ કર્યો."

લૂંટવા ઉપરાંત લોકોને ગુલામ બનાવ્યા

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, AFGHAN POST

ઇમેજ કૅપ્શન, અફઘાન પોસ્ટ દ્વારા બહાર પડાયેલી મહેમૂદ ગઝની પરની ટપાલ ટિકિટ.

મહેબૂબના સૈનિકોને જીત કરતાં વધુ રસ લૂંટફાટના સામાનમાં રહેતો હતો. ઘણી વાર ભારત પર કરેલા હુમલામાં તેને એટલી સંપત્તિ મળી કે જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું.

ખજાના લૂંટવા ઉપરાંત તે મોટી સંખ્યામાં ભારતીય પુરુષો, મહિલાઓ અને બાળકોને ગુલામ બનાવીને પોતાની સાથે લઈ ગયો હતો.

તેણે તેમની પાસે ફક્ત ગુલામી જ ન કરાવી, પરંતુ તેમને ગુલામોના વેપારીઓને વેચ્યા. એ જમાનામાં મંદિર નગરોને એટલા માટે નિશાન બનાવવામાં આવતાં હતાં, કેમ કે, એ મંદિરોમાં અપાર ધન રહેતું હતું. આ લૂંટથી મહેબૂબ વહીવટ ચલાવતો હતો અને સૈનિકોને તેમનું વેતન અપાતું હતું.

જનસંહારનું વર્ણન કેટલું સચોટ?

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, PENGUIN

ઇમેજ કૅપ્શન, અબ્રાહમ ઇરાલીનું પુસ્તક 'ધ એજ ઑફ રૉથ'.

મહેબૂબના જમાનાના ઇતિહાસકારોમાં તેનું 'મહિમામંડન' કરવા માટે ભારતમાં કરવામાં આવેલા વિનાશને વધારીને બતાવવાની પ્રવૃત્તિ પણ જોવા મળે છે.

અબ્રાહમ ઇરાલી લખે છે, "એક હુમલામાં 15 હજાર, બીજા હુમલામાં 20 હજાર અને સોમનાથના હુમલામાં 50 હજાર લોકોને માર્યાની વાત લખવામાં આવી છે. એ વાત અવિશ્વાસનીય લાગે છે કે આટલા બધા લોકોને માત્ર તલવારો અને તીરકામઠાંના બળે મારી નાખવામાં આવ્યા અને એ પણ થોડાક કલાકની લડાઈમાં જ. પરંતુ આ અતિશયોક્તિને જો નજરઅંદાજ કરી દેવામાં આવે તોપણ એ વાતનો ઇન્કાર ન કરી શકાય કે મહેમૂદના હુમલા ભયાનક હતા."

તેણે માત્ર પોતાના દુશ્મનોના સૈનિકોને માર્યા એટલું જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ તેના શિકાર થયા. માત્ર મહિલાઓ અને બાળકોને છોડવામાં આવ્યાં અને તે પણ દરેક વખતે નહીં. તેમને પણ પુરુષોની જેમ ગુલામ બનાવીને ગઝની લઈ જવામાં આવ્યાં.

મહેમૂદ ગઝનીને ભારતમાં રહેવાની ઇચ્છા કેમ નહોતી?

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોમનાથ મંદિર ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં આવેલું છે.

રસપ્રદ વાત એ છે કે બીજા હુમલાખોરોની જેમ મહેબૂબને જમીનની કોઈ 'ઇચ્છા' નહોતી. જો તેણે ઇચ્છ્યું હોત, તો ઉત્તર ભારતના મોટા ભૂ-ભાગ પર અધિકાર કરી શકતો હતો, પરંતુ તેની પાસે સામ્રાજ્ય નિર્માણનું ધૈર્ય નહોતું.

પંજાબ અને સિંધ—જેને ભારતમાં પ્રવેશવાનો દરવાજો કહેવામાં આવતો હતો—તેના સિવાય મહેબૂબે ભારતના બીજા કોઈ ભૂ-ભાગ પર કબજો ન કર્યો.

બ્રિટિશ ઇતિહાસકાર વૉલ્સલી હૅગ પોતાના પુસ્તક 'કૅમ્બ્રિજ હિસ્ટરી ઑફ ઇન્ડિયા'માં લખે છે, "મહેબૂબનાં બધાં ભારત અભિયાન ડાકુઓના હુમલા જેવાં હતાં. તે આંધીની જેમ આગળ વધ્યો, તીવ્ર લડાઈઓ લડ્યો, મંદિરો નષ્ટ કર્યાં, મૂર્તિઓ તોડી, હજારો લોકોને ગુલામ બનાવ્યા, અપાર ધનસંપત્તિ લૂંટી અને ગઝની પાછો જતો રહ્યો. તેની ભારતમાં રહેવાની કોઈ ઇચ્છા નહોતી. કદાચ, તેનું કારણ અહીંની ગરમ આબોહવા પણ રહ્યું હોય."

30 હજાર ઘોડેસવાર સૈનિકો સાથે હુમલો

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહેબૂબ ગઝનીને ભારતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની ઇચ્છા નહોતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહેબૂબનું સૌથી મોટું અને અંતિમ ભારત અભિયાન સોમનાથના મંદિરનું હતું.

સોમનાથ વિશે અલ-બરૂનીએ લખ્યું હતું, "સોમનાથનું મંદિર પથ્થરનું બનેલું હતું. તેનું નિર્માણ મહેબૂબે હુમલો કર્યો તેનાં લગભગ 100 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. તે કિલ્લા જેવી ઇમારતની અંદર હતું, જે ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલું હતું."

મહંમદ નાઝિમે રૉયલ એશિયાટિક સોસાયટીમાં છપાયેલા પોતાના લેખ 'સોમનાથ ઍન્ડ ધ કૉન્ક્વેસ્ટ બાય સુલતાન મહંમદ'માં લખ્યું હતું, "સોમનાથના મંદિરની છત પિરામિડ જેવી હતી. તે 13 માળ ઊંચું હતું. તેનો ગુંબજ સોનાથી બનેલો હતો, જે દૂરથી ચમકતો હતો. તેની ફર્શને સાગનાં લાકડાંથી બનાવવામાં આવી હતી."

મહેબૂદ ઑક્ટોબર 1024માં 30,000 ઘોડેસવાર સૈનિકોની સાથે સોમનાથ પર હુમલો કરવા માટે નીકળ્યો હતો. લૂંટની લાલચે રસ્તામાં તેની સાથે બીજા લોકો પણ જોડાતા ગયા. નવેમ્બરમાં તે મુલતાન પહોંચી ગયો હતો અને રાજસ્થાનના રણપ્રદેશને પાર કરીને ગુજરાત પહોંચ્યો હતો.

આ ઝુંબેશમાં તેની સાથે સેંકડો ઊંટ પણ હતાં, જેના પર મુસાફરી માટે પાણી અને ભોજનનો સામાન લાદેલો હતો. દરેક સૈનિક પાસે હથિયાર ઉપરાંત થોડાક દિવસનો ખાવાનો સામાન પણ હતો.

મંદિરે લાખો તીર્થયાત્રાળુ આવતા હતા

જાન્યુઆરી 1025માં મહંમદ સોમનાથ પહોંચી ગયો હતો.

એ જમાનાના પ્રખ્યાત ઇતિહાસકાર ઝકરિયા અલ કાજવિની લખે છે, "સોમનાથની મૂર્તિને મંદિરની વચ્ચોવચ રાખવામાં આવી હતી. હિંદુ ધર્મમાં આ મંદિરનું ખૂબ ઊંચું સ્થાન હતું. ચંદ્રગ્રહણના સમયે લાખો હિંદુ અહીં તીર્થયાત્રાએ આવતા હતા. તે ખૂબ જ સંપન્ન મંદિર હતું, જ્યાં સદીઓથી ખજાનાને સંઘરીને રાખવામાં આવ્યો હતો."

"અહીં 1,200 કિલોમીટર દૂરથી પવિત્ર નદી ગંગાનું પાણી લાવવામાં આવતું હતું. જેનાથી દરરોજ સોમનાથની મૂર્તિને સ્નાન કરાવવામાં આવતું હતું. પૂજા અને તીર્થયાત્રાળુઓની સેવા માટે ત્યાં 1,000 બ્રાહ્મણોને રાખવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય દ્વાર પર 500 યુવતીઓ ગીત ગાતી અને નૃત્ય કરતી હતી."

સોમનાથ પર હુમલો

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

મહેબૂબના સૈનિકોએ પહેલાં તીર વડે શહેર પર હુમલો કર્યો. ત્યાર પછી તેઓ દોરડાની સીડીઓ દ્વારા નગરની પ્રાચીર પર ચડી ગયા અને શહેરના રસ્તા પર હિંસા શરૂ કરી દીધી. સાંજ પડી ત્યાં સુધી આ હિંસા ચાલતી રહી. ત્યાર પછી મહંમદના સૈનિક જાણી જોઈને શહેરની બહાર નીકળી ગયા.

બીજા દિવસે સવારે તેમણે શહેર ઉપર ફરીથી હુમલો શરૂ કર્યો.

કાજવિની લખે છે, "આ લડાઈમાં 50 હજારથી વધુ સ્થાનિક લોકો માર્યા ગયા. ત્યાર પછી મહેમૂદે મંદિરમાં પ્રવેશ કર્યો. આખું મંદિર લાકડાંના 56 થાંભલા પર ઊભું હતું, પરંતુ સ્થાપત્ય કળાનું સૌથી મોટું આશ્ચર્ય મંદિરની મુખ્ય મૂર્તિ હતું, જે કોઈ પણ આધાર વગર હવામાં સ્થિર હતી. મહેબૂબે આશ્ચર્ય સાથે મૂર્તિને જોઈ."

અલ-બરૂનીએ પણ મંદિરનું વર્ણન કરતાં લખ્યું, "મંદિરના મુખ્ય ભગવાન શિવ હતા. જમીનથી બે મીટરની ઊંચાઈએ પથ્થરનું શિવલિંગ રાખેલું હતું. તેની બાજુમાં સોના અને ચાંદીથી બનેલી કેટલીક બીજી મૂર્તિઓ હતી."

ગર્ભગૃહ ખોદાવ્યું

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઝાદી પછી નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને કેએમ મુનશીની દેખરેખમાં મંદિરની ભૂતકાળની ભવ્યતાને રૂપ આપવાની કોશિશ કરવામાં આવી.

જ્યારે મહેબૂબે મૂર્તિ તોડી ત્યારે તેની અંદર એક ખાલી સ્થાન મળ્યું, જે અમૂલ્ય રત્નોથી ભરેલું હતું. એ દેવકોષની સંપત્તિ જોઈને મહેબૂબ દિગ્મૂઢ થઈ ગયો.

તેણે, જેની સાથે મહાઘંટ લટકતો હતો એવી 40 મણ વજનની સોનાની સાંકળ તોડી નાખી. દરવાજા, બારસાખો અને છત પરથી ચાંદીનાં પતરાં કાઢી લીધાં. એટલાથી પણ તેને સંતોષ ન થયો. ગુપ્ત ખજાનાની શોધમાં તેણે આખા ગર્ભગૃહને ખોદાવી નંખાવ્યું.

ભારતમાં છબી ખરડાઈ

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, National Book Trust

ઇમેજ કૅપ્શન, અલ-બરૂનીએ ભારત પર લખેલું પુસ્તક

ઇતિહાસકાર સિરાજે 'તબાકત-એ-નાસિરી'માં લખ્યું, "મહેમૂદ સોમનાથની મૂર્તિઓને પોતાની સાથે ગઝની લઈ ગયો, જ્યાં તેને તોડીને ચાર ભાગમાં વહેંચી નાખવામાં આવી. તેનો એક ભાગ જુમ્માએ થનારી નમાજની જગ્યાએ લગાવવામાં આવ્યો, બીજો ભાગના શાહી મહેલના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવ્યો. ત્રીજા ભાગને મક્કા અને ચોથા ભાગને મદીના મોકલી દેવાયા."

સોમનાથમાંથી મહેબૂબને છ ટન સોના જેટલી લૂંટ હાથમાં આવી. સોમનાથમાં તેણે 15 દિવસ વિતાવ્યા અને પછી લૂંટેલા ધનની સાથે ગઝની જવા રવાના થઈ ગયો. કચ્છ અને સિંધના રસ્તે થઈને તેનું પાછા જવું ખૂબ મુશ્કેલીઓ ભર્યું રહ્યું.

1026ના વસંતમાં તે ગઝની પાછો પહોંચ્યો.

અલ-બરૂની મહંમદે લખ્યું, "મહેબૂબના હુમલાઓએ ભારતમાં આર્થિક તારાજી કરી દીધી. શરૂઆતના હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ ઢોરઢાંખર લૂંટવાનો હતો. પછી આ હુમલાઓનો ઉદ્દેશ શહેરના ખજાનાને લૂંટવા અને યુદ્ધબંદી બનાવવાનો થઈ ગયો, જેથી તેમને ગુલામોની જેમ વેચી અને સેનામાં ભરતી કરી શકાય."

મહેબૂબના હુમલા પછી પણ સોમનાથનું મંદિર તોડવામાં આવ્યું

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, INDIA POST

ઇમેજ કૅપ્શન, રાણી અહલ્યાબાઈ હોલકર પર બહાર પડાયેલી ટપાલ ટિકિટ.

મહેબૂબના પોતાના જીવનનાં છેલ્લાં બે વર્ષ ગંભીર બીમારીમાં વિતાવ્યાં. 33 વર્ષ રાજ કર્યા પછી એપ્રિલ 1030માં 59 વર્ષની વયે તેનું અવસાન થયું.

15મી સદીના ઈરાની ઇતિહાસકાર ખોનદામીર અનુસાર મહેમૂદનું મૃત્યુ હાર્ટની બીમારીથી થયું. તેનાના ગયા પછી સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો પહેલો પ્રયાસ ચાલુક્ય વંશના રાજા ભીમ પ્રથમના નેતૃત્વમાં શરૂ થયો.

સ્વાતિ બિષ્ટે પોતાના પુસ્તક 'સોમનાથ ટેમ્પલ વિટનેસ ટુ ટાઇમ ઍન્ડ ટ્રાયન્ફ'માં લખ્યું, "નવું મંદિર રાખમાંથી ફિનિક્સ પક્ષીની જેમ ઊભું થઈ ગયું. તેમાં જ્યોતિર્લિંગની ફરીથી સ્થાપના થઈ. પરંતુ 12મી સદીમાં ઘોર વંશના મહંમદ ઘોરીએ એક વાર ફરી એ મંદિરને ખંડેર બનાવી દીધું."

"છેલ્લી ઘણી સદીઓમાં સોમનાથનું મંદિર અનેક વાર બનાવાયું અને નષ્ટ કરાયું. સોલંકી વંશના રાજા કુમારપાળે 12મી સદીમાં સોમનાથ મંદિરનું પુનર્નિર્માણનું ફરી એક વાર બીડું ઉઠાવ્યું. 18મી સદીમાં ઇંદોરનાં મહારાણી અહલ્યાબાઈની દેખરેખમાં સોમનાથ મંદિરને ફરીથી બનાવવામાં આવ્યું."

આઝાદી પછી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના પહેલા નાયબ વડા પ્રધાન સરદાર પટેલ.

ભારત આઝાદ થયા પછી નવેસરથી સોમનાથ મંદિર બનાવવાની ઝુંબેશ શરૂ થઈ.

ભારતના પહેલા નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને કેએમ મુનશીની દેખરેખમાં મંદિરની ભૂતકાલીન ભવ્યતાને રૂપ આપવાની કોશિશ કરવામાં આવી.

આઝાદી મળ્યાના ત્રણ મહિના પછી સરદાર પટેલે ત્યાંની મુલાકાત લીધી હતી.

ત્યાં ભાષણ આપતાં તેમણે કહ્યું, "હુમલાખોરોએ આ જગ્યાનું જે અપમાન કર્યું છે, એ ભૂતકાળની વાત થઈ ગઈ છે. હવે સમય આવી ગયો છે કે સોમનાથના જૂના વૈભવને ફરીથી સ્થાપિત કરવામાં આવે. હવે તે માત્ર પૂજાનું મંદિર નહીં રહે, પરંતુ સંસ્કૃતિ અને આપણી એકતાનું પ્રતીક બનીને ઊભરશે."

પરંતુ, પટેલ આ મંદિર પૂર્ણ થયું ત્યાં સુધી જીવિત ન રહ્યા અને 15 ડિસેમ્બર 1950એ તેમનું દેહાવસાન થઈ ગયું.

નહેરુનો વિરોધ

બીબીસી ગુજરાતી સોમનાથ મહંમદ ગઝની નહેરુ સરદાર પટેલ બાદશાહ ભારત અફઘાનિસ્તાન મંદિર હિંદુ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદ (સૌથી જમણે)

પટેલ પછી મંદિરનિર્માણની જવાબદારી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સંભાળી.

11 મે, 1951એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદે આ ઉદ્‌ઘાટન સમારંભમાં ભાગ લીધો. જોકે, તેમણે વડા પ્રધાનની સલાહને નજરઅંદાજ કરીને આમ કર્યું હતું.

વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ રાજેન્દ્રપ્રસાદના આ સમારંભમાં ભાગ લેવાનો એમ કહીને વિરોધ કર્યો કે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના શાસનાધ્યક્ષે ધાર્મિક પુનરુત્થાનવાદની સાથે પોતાને ન જોડવા જોઈએ.

નહેરુ જ નહીં, ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન અને ભારતના ગવર્નર જનરલ રહી ચૂકેલા રાજગોપાલાચારીએ પણ તેનો વિરોધ કર્યો.

2 મે, 1951એ મુખ્ય મંત્રીઓને લખેલા પત્રમાં નહેરુએ લખ્યું, "આપે સમાચારપત્રોમાં સોમનાથ મંદિરના ઉદ્‌ઘાટન વિશે સમાચાર વાંચ્યા હશે. આપણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે તે એક સરકારી સમારંભ નથી અને ભારત સરકારને તેની સાથે કશી લેવાદેવા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન