યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહી : પુતિન માત્ર યુક્રેન પર અટકી જશે કે બીજું પણ કરવા ધારે છે?

    • લેેખક, સ્ટીવ રોઝનબર્ગ
    • પદ, બીબીસી ન્યૂઝ મૉસ્કો

બ્રિટિશ ફિલ્મકાર અલ્ફ્રેડ હિચકૉકે અસમંજસ, દુવિધા કે સસ્પેન્સના વિષય પર એક વાર કહ્યું હતું કે 'શક્ય હોય એટલું દર્શકોને પરેશાન કરો.'

એવું લાગે છે કે વ્લાદિમીર પુતિન હિચકૉકની ફિલ્મો બહુ જોઈ રહ્યા છે. મહિનાઓ સુધી પુતિને દુનિયાને અનુમાન લગાવવા દીધું કે તેઓ યુક્રેન પર હુમલો કરશે કે નહીં. શીતયુદ્ધ બાદ યુરોપમાં જે સુરક્ષા વ્યવસ્થા બની હતી એને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે કે નહીં?

રશિયા-યુક્રેન સંકટ

ઇમેજ સ્રોત, EPA

જ્યારે તેમણે આ અઠવાડિયે પૂર્વીય યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપી તો લોકો ચોંકી ગયા. પણ પુતિન હવે શું કરશે? પુતિને યુક્રેન પર સૈનિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

'પુતિન્સ રશા' પુસ્તકનાં લેખિકા લિલિયા શ્વેતસોવા કહે છે કે સસ્પેન્સ પુતિનનું સૌથી પસંદગીનું ઉપકરણ છે.

શ્વેતસોવા કહે છે, "પુતિન આગ ચાંપીને અને ઓલવીને તણાવ યથાવત્ રાખશે. જો તેઓ પોતાના માનસિક તર્ક પર રહે તો સંપૂર્ણ રીતે હુમલો નહીં કરે. પણ તેમની પાસે સંભવિત પગલાં ભરવા માટે અલગઅલગ ઘણી ચીજો છે. જેમ કે સાઇબર હુમલો અને અમેરિકી અજગરની જેમ યુક્રેનને આર્થિક રીતે દબોચતા રહેશે. રશિયન સેના આખા દોનેત્સ્ક અને લુહાન્સ્કને પણ નિયંત્રણમાં લઈ શકે છે. તેઓ બિલાડીની જેમ ઉંદર સાથે રમતા રહેશે."

રશિયાની સત્તા પાછળ શું ચાલી રહ્યું છે એનું કળવું બહુ મુશ્કેલ છે. પુતિનના દિમાગને વાંચવું કે સમજવું પણ એટલું જ કઠિન છે.

line

પુતિનની આગામી યોજના

રશિયા-યુક્રેન સંકટ

ઇમેજ સ્રોત, EPA

પરંતુ પુતિનનાં નિવેદનો અને તેમનાં ભાષણોથી તેમની વિચારસરણીનો અંદાજ આવે છે. શીતયુદ્ધનો જે રીતે અંત થયો એનાથી પુતિન બહુ નારાજ હતા.

શીતયુદ્ધનો અંત સોવિયેટ સંઘના વીખેરાવાથી અને તેના પ્રભાવના અંતની કહાણી છે. નાટોનો વિસ્તાર પૂર્વ સુધી થયો અને પુતિનની કડવાશ વધતી ગઈ. પુતિન એ વ્યક્તિ જેવા લાગે છે, જે પૂરી શક્તિ સાથે એક મિશન પર લાગેલા હોય.

પુતિનનું મિશન છે- યુક્રેનને રશિયા સાથે કોઈ પણ રીતે લાવવું.

યુનિવર્સિટી કૉલેજ લંડનમાં સિનિયર રિસર્ચ ઍસોસિયેટ વ્લાદિમીર પસ્તુખોવ કહે છે, "તેઓ રશિયાના ફેડરલ સિક્યૉરિટી સર્વિસના એક અધિકારી કરતાં અયાતુલ્લાહ વધુ લાગી રહ્યા છે. તેઓ ઇતિહાસમાં પોતાની ખાસ જગ્યા માટે કોઈ ધાર્મિક આસ્થાની જેમ લાગેલા છે."

"તેઓ દરેક પગલે કામ કરશે. પહેલા અલગાવવાદી વિસ્તારોને માન્યતા આપી. હવે ત્યાં સેના મોકલશે. પછી બંને વિસ્તારમાં પોતાની રીતે રશિયામાં સામેલ થવા માટે જનમતસંગ્રહની ઘોષણા કરશે. બાદમાં અહીં સ્થાનિક સૈન્યઅભિયાન ચાલશે અને પુતિન 2014થી પહેલાંનું સીમાવિસ્તરણ કરશે."

વ્લાદિમીર પસ્તુખોવ કહે છે, "જો પોતાના નિયમ પ્રમાણે પુતિનને રમત રમવાની આઝાદી મળી તો તેઓ તેને શક્ય હોય એટલું લાંબું લઈ જશે. તેઓ ધીમી આંચે માંસ પકવશે."

પશ્ચિમના નેતાઓને લાગે છે કે નવા પ્રતિબંધ ગેમ-ચેન્જર સાબિત થશે, પણ પુતિન બહુ સખ્તાઈ દર્શાવી રહ્યા છે.

line

રશિયાની પ્રતિષ્ઠા

રશિયા-યુક્રેન સંકટ

ઇમેજ સ્રોત, Reuters

રશિયન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ બીબીસીને કહ્યું, "અમે આ પ્રતિબંધનો અમાન્ય ગણીએ છીએ. અમે લાંબા સમયથી જોઈ રહ્યા છીએ અને પશ્ચિમ અમારી પ્રગતિને રોકવા માટે આ ટૂલનો વારંવાર ઉપયોગ કરી રહ્યું છે. અમને ખબર હતી કે પ્રતિબંધો લદાશે, ભલે કંઈ પણ થાય. એનું કોઈ મહત્ત્વ નથી કે અમે કંઈ કર્યું છે કે નહીં. તેમનો પ્રતિબંધ અનિવાર્ય છે."

પરંતુ શું રશિયા પશ્ચિમમાં પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની ચિંતા કરે છે, જે સતત નીચલા સ્તરે જઈ રહી છે. તમારા વિસ્તારને એક હુમલાખોર તરીકે જોવાઈ રહ્યો છે?

આ સવાલના જવાબમાં મારિયા કહે છે, "અમારી પ્રતિષ્ઠાની ખોજ તમે કરી રહ્યા છો. પશ્ચિમની પ્રતિષ્ઠા અંગે તમે શું વિચારો છો? જે લોહીથી રંગાયેલું છે."

કહેવાય છે કે મારિયા ઝખારોવાને પણ યુરોપીયન યુનિયનની પ્રતિબંધિત સૂચિમાં સામેલ કરાયાં છે. હિચકૉકની થ્રિલર ફિલ્મો મનોરંજન આપે છે, પરંતુ પુતિનની યુક્રેન થ્રિલર રશિયાના લોકોને નર્વસ કરી રહી છે.

line

રશિયાના લોકો શું વિચારી રહ્યા છે?

યુક્રેનના રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ

લેવાડા પલ્બિક ઑપિનિયન એજન્સીના ડેનિસ વોલ્કોવ કહે છે, "મોટા ભાગના લોકો એ નથી જાણતા કે શું થઈ રહ્યું છે. લોકો માટે આ ડરામણું છે. એ સાંભળવા માગતા નથી. લોકો યુદ્ધથી ડરેલા છે. અમે જે સર્વે કર્યો છે, તેમાંથી અડધા લોકોએ કહ્યું કે યુદ્ધની આશંકા છે."

રશિયાના કેટલાક લોકોએ સાર્વજનિક રીતે સરકારના વલણનો વિરોધ કર્યો છે. કેટલાક ટોચના રશિયન બુદ્ધિજીવીઓએ એક પિટિશન પર હસ્તાક્ષર કર્યા છે અને યુક્રેનમાં અનૈતિક, બિનજવાબદારની સાથે ગુનાહિત યુદ્ધથી બચવાની સલાહ આપી છે. તેમનો દાવો છે કે રશિયા ગુનાહિત દુઃસાહસવાદનું બંધક બની ગયું છે.

પિટિશનમાં પોતાનું નામ નોંધાવનારા પ્રોફેસર એંદ્રેઈ ઝુબોવે કહ્યું કે રશિયામાં લોકો પોતાની સરકાર કે સંસદને રોકવા સક્ષમ નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઝુબોવે કહ્યું, "પરંતુ મેં મારો પ્રતિભાવ આપવા માટે આ હસ્તાક્ષર કર્યા છે. મેં રશિયાના શાસકવર્ગવાળાં આભિજાત્યોથી ખુદને દૂર કરી લીધો છે. આ વર્ગ આંતરરાષ્ટ્રીય નિયમો તોડી રહ્યો છે."

પરંતુ પુતિનના રશિયામાં સમર્થકો પણ છે.

સોવિયેટ આર્મીના એક પૂર્વ કમાન્ડર ઍલેક્સીએ કહ્યું, "માત્ર યુક્રેન નથી જે રશિયાના રૂટમાં આવશે. પોલૅન્ડ, બુલ્ગારિયા અને હંગેરી પણ છે. આ બધા દેશો અમારા હતા."

ઍલેક્સીને 1990ના દશકની આર્થિક ઊથલપાથલ યાદ છે, પરંતુ હવે તેમને લાગે છે કે રશિયા પોતાના પગ પર ઊભું થઈ ગયું છે.

ઍલેક્સી કહે છે, "આ એક જૈવિક પ્રક્રિયા છે. જ્યારે એક બાળક બીમાર પડે તો બીમારથી લડવાની વધુ ક્ષમતા વિકસિત કરી લે છે. 1990ના દાયકામાં રશિયા આ બીમારીથી ગ્રસ્ત થઈ ગયું હતું, પરંતુ બીમારીએ અમને વધુ મજબૂત બનાવી દીધા છે. અમને નાટોથી દૂર જવા માટે મનાવવાની જરૂર નથી. તેઓ ખુદ બધું છોડી દેશે.

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો