'મારી માએ સહી કરી અને મને એક પુરુષને સોંપી દીધી, હું માત્ર 14 વર્ષની હતી', અમેરિકાનાં બાળલગ્નોની કહાણી

અમેરિકામાં બાળલગ્નો, અમેરિકામાં કઈ ઉંમરે લગ્ન થાય, બાળકોનું શોષણ અને તસ્કરી, 18 વર્ષની ઉંમરે લગ્ન, 21 વર્ષની ઉંમરે લગ્નની ચર્ચા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Assigned

ઇમેજ કૅપ્શન, પેટ્રિસિયા લૅન 13 વર્ષની ઉંમરે ગર્ભવતી થયાં હતાં અને પરિવારે તેમને લગ્ન કરવા ફરજ પાડી હતી
    • લેેખક, આયલેન ઓલિવા
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો

14 વર્ષીય પેટ્રિસિયા તથા 27 વર્ષીય ટિમથી ગર્નીની લગ્નવિધિ માંડ ચાર મિનિટ ચાલી હતી. લગ્નના દિવસે પેટ્રિસિયાએ સફેદ ગાઉન નહોતું પહેર્યું કે માથામાં ફૂલ નહોતાં સજાવ્યાં.

આ કાયદેસરનાં લગ્ન અમેરિકાના અલબામા રાજ્યમાં પ્રોબેટ જજની કચેરીમાં થયાં હતાં. પેટ્રિસિયાનાં માતા લગ્નના એકમાત્ર સાક્ષી હતાં.

આજે 58 વર્ષનાં પેટ્રિસિયા લેને અમેરિકાના મિનેસોટા રાજ્યના સૅન્ટ પોલ ખાતેથી બીબીસી મુંડો સાથે વાત કરતા કહ્યું, "બધું ખૂબ જલદી થઈ ગયું. હું ત્યાં જવા માંગતી ન હતી. મને તે માણસ ગમતો ન હતો, પરંતુ મારી મમ્મી ગુસ્સામાં હતી."

મૅરેજ સર્ટિફિકેટ મળ્યું કે પેટ્રિસિયા કોર્ટની સામે આવેલાં પાર્કમાં દોડી ગયાં, જ્યાં તેઓ હિંચકે ઝૂલવા લાગ્યાં. પેટ્રિસિયા માટે આ બધું બાળસહજ હતું, પરંતુ તેમની આ ચેષ્ટાથી પેટ્રિસિયાનાં પતિ અને પેટ્રિસિયાનાં માતા એમ બંને ગુસ્સે થઈ ગયાં.

પેટ્રિસિયા એ સમયને યાદ કરતા કહે છે, "મેં લગ્ન વિશે જેવી કલ્પના કરી હતી, એમાંનું કશું ન હતું."

એ સમયે પેટ્રિસિયા ગર્ભવતી હતાં. પેટ્રિસિયાને ગર્ભ રહ્યોને હજુ અમુક અઠવાડિયાં જ થયાં હતાં, એ પછી જન્મેલું બાળક પેટ્રિસિયાએ દત્તક આપી દીધું.

1980માં પેટ્રિસિયાનાં મૅરેજ થયાં, ત્યારથી અત્યાર સુધીમાં અલબામા રાજ્યમાં ખાસ કશું નથી બદલાયું. તે સમયે માતા-પિતામાંથી કોઈ એકની સહમતિથી 14 વર્ષની ઉંમરે લગ્ન થઈ શકતાં, આજે સહમતિ માટેની ઉંમર 16 વર્ષની છે.

ઇક્વિટી નાઉ સંસ્થાના નૉર્થ અમેરિકા હેડ ઑફ પ્રોગ્રામ્સ અનાસ્તાસિયા લૉ કહે છે, "સુરક્ષા માટે કોઈ પૂરક વ્યવસ્થા નથી. અલબામા રાજ્યમાં સગીરની અલગથી સહમતિની કે ન્યાયિક મંજૂરીની જરૂર નથી."

અમેરિકામાં અલબામા સહિત 34 રાજ્યોમાં કાયદાકીય જોગવાઈઓ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ પણ લગ્ન કરી શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નોંધાયેલાં કે નહીં નોંધાયેલાં લગ્ન માટે 18 વર્ષની ઉંમર નિર્ધારિત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો માનવાધિકાર તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે અને જો એમ ન થાય, તો તેને માનવાધિકારનો ભંગ માનવામાં આવે છે.

અમેરિકામાં બળજબરીપૂર્વકનાં અને બાળલગ્નોનાં નિર્મૂલન માટે કામ કરતી 'અનચેઇન્ડ ઍટ લાસ્ટ' નામની સંસ્થાના અભ્યાસ પ્રમાણે, અમેરિકામાં વર્ષ 2000થી 2021 દરમિયાન ઓછામાં ઓછા ત્રણ લાખ 14 હજાર સગીરનાં કાયદેસર રીતે લગ્ન કરાવવામાં આવ્યાં હતાં.

મોટાં ભાગનાં સગીરોની ઉંમર 16 કે 17 વર્ષની હતી, એમ છતાં અમુક માત્ર 10 વર્ષનાં હતાં. તેમાંથી મોટાભાગે સગીર છોકરીઓ હતી, જેમનાં મૅરેજ પુખ્ત ઉંમરના પુરુષો સાથે કરાવવામાં આવ્યાં હતાં.

અમેરિકામાં લગ્ન માટે ઓછામાં ઓછી ઉંમર અંગેનો કોઈ સંઘીય કાયદો નથી એટલે દરેક રાજ્ય પોતાના કાયદા ઘડી શકે છે અને સગીર વયે કાયદેસર લગ્ન શક્ય બને છે.

અનાસ્તાસિયા લૉ કહે છે, "અમેરિકામાં કોઈ સંઘીય કાયદો નથી, જેની બાળગ્નો ઉપર સીધી અસર થાય છે. એટલે અમારે બાળકોનાં હિતના કામો માટે દરેક રાજ્ય પાસે જવું પડે છે અને દરેક રાજ્યને કાયદા બદલવા માટે સમજાવવું પડે છે."

માનવ અધિકાર સંગઠનોનું કહેવું છે કે સંઘસ્તરે લગ્ન માટેની લઘુતમ ઉંમર નક્કી કરવી, એ આ દિશાનું પ્રથમ પગલું માત્ર છે. આ સાથે જ અમેરિકામાંથી બાળલગ્નોની નાબૂદી માટે સર્વાંગી અભિગમ હાથ ધરવાની જરૂર છે.

તેઓ કહે છે, "લગ્ન માટે કોઈપણ જાતના અપવાદ વગર લઘુતમ ઉંમર 18 વર્ષ નિર્ધારિત કરવામાં નહીં આવે, ત્યાર સુધી બાળકોને સંરક્ષણ નહીં મળે. બાળગ્નને કાયદેસર મંજૂરી આપવાનો અર્થ છે કે આ વ્યવસ્થાને સામાજિક સ્વીકૃતિ આપવી."

"પરિવાર ઉપર કલંક"

અમેરિકામાં બાળલગ્નો, અમેરિકામાં કઈ ઉંમરે લગ્ન થાય, બાળકોનું શોષણ અને તસ્કરી, 18 વર્ષની ઉંમરે લગ્ન, 21 વર્ષની ઉંમરે લગ્નની ચર્ચા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં ઘણાં પરિવારો લગ્નને સગીર ઉંમરની ગર્ભવતી દીકરીઓને કલંકથી બચાવવાના રસ્તા તરીકે જુએ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેટ્રિસિયા મિનેસોટા રાજ્યના ઇડન પ્રેયરી રાજ્યમાં ઊછર્યાં. નાની હરિયાળી ટેકરીઓ અને નદીઓથી ભરપૂર આ સ્થાન કોઈપણ બાળક માટે બાળપણ માણવાનું ડ્રીમ પ્લેસ જણાય આવે. જોકે, પેટ્રિલાકના જીવનમાંથી બાળપણ જ ભૂંસાઈ ગયું.

પોતાના બાળપણને યાદ કરતા પેટ્રિસિયા કહે છે, "સાંસ્કૃતિક દૃષ્ટિએ હું અને મારો ભાઈ ખૂબ જ અલગ-થલગ હતાં. અમે અમેરિકાના મોટા શહેરની પાસે રહેતાં છતાં, મારું જીવન ખૂબ જ ઘરેડમય અને દબાયેલું હતું."

પેટ્રિસિયા ખૂબ જ નાની ઉંમરે જાતીય સતામણીનો ભોગ બન્યા હતા. ઘરે તેમની વાત સાંભળનારું કોઈ ન હતું, એટલે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યાં. આ સંજોગોમાં પેટ્રિસિયાએ હૉટલાઇનનો સંપર્ક કર્યો.

હૉટલાઇન ઉપર પેટ્રિસિયાનો સંપર્ક ટિમથી ગર્ની સાથે થયો. એ દિવસે ટિમથીએ જ તેમનો કોલ લીધો હતો અને મહિનાઓ પછી તેમના પતિ પણ બન્યા.

એ સમયે ટિમથીની ઉંમર 25 વર્ષની હતી અને તેઓ એક ધાર્મિકસ્થળમાં મિશનરી બનવા માટે ભણી રહ્યા હતા. તેઓ એક નાનકડાં સંગઠનમાં સંકટગ્રસ્તો માટેની હૉટલાઇનની ઇન્ટર્નશિપ કરી રહ્યા હતા.

એ પહેલા કોલ તેઓ મળવા માટે સહમત થયાં હતાં. ટૂંક સમયમાં પેટ્રિસિયા ગર્ભવતી થઈ ગયાં, એ સમયે તેમની ઉંમર માત્ર 13 વર્ષ હતી.

પેટ્રિસિયાનો ઉછેર ધાર્મિક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેઓ કહે છે, "ત્યારે મને ખબર પડી કે પ્રાર્થનાએ પરિવારનિયોજનનું સાધન નથી. હું ગર્ભવતી થઈ ગઈ અને મારે તેની સાથે લગ્ન નહોતાં કરવાં."

એ પછી પેટ્રિસિયાએ તેમનાં માતા-પિતાને જાણ કરી. એ સમયે ટિમ ઘરના બૅઝમેન્ટમાં રડી રહ્યાં હતાં.

અમેરિકામાં બાળલગ્નો, અમેરિકામાં કઈ ઉંમરે લગ્ન થાય, બાળકોનું શોષણ અને તસ્કરી, 18 વર્ષની ઉંમરે લગ્ન, 21 વર્ષની ઉંમરે લગ્નની ચર્ચા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Assigned

ઇમેજ કૅપ્શન, પેટ્રિસિયાનું લગ્ન સર્ટિફિકેટ, જેમની ઉપર તેમનું નામ તો છે, પરંતુ સહી નથી

પેટ્રિસિયાને માતા તરફથી જેવા પ્રતિસાદની અપેક્ષા હતી, તેવી પ્રતિક્રિયા ન મળી. એનાથી વિપરીત તેમણે પેટ્રિસિયા ઉપર "પરિવારને કલંક લગાડવા"નો આરોપ મૂક્યો.

પેટ્રિસિયાએ કહ્યું હતું કે માતાએ તેમને કહ્યું, "મારી માતા ખૂબ જ સ્પષ્ટ હતી : પરિવારે જે શરમ ભોગવવી પડી, તેના માટે હું જવાબદાર હતી. અને તેઓ એક જ ઉકેલ છે કે હું તે પુરુષ સાથે લગ્ન કરું અને તેની સારી પત્ની બનીને રહું."

જો પેટ્રિસિયાને બાળક જોઈતું હોય, તો તેમણે લગ્ન કરવાં રહ્યાં.

પેટ્રિસિયાના પિતાએ સહમતિ પત્રક ઉપર સહી કરી આપી. બીજા દિવસે પેટ્રિસિયા, તેમનાં માતા અને ટિમ રોડ ટ્રિપ ઉપર ઉપડ્યાં. મિનેસોટામાં મૅરેજ થઈ શકે એમ ન હતાં, એટલે તેઓ દક્ષિણમાં એવી કોઈ કોર્ટની ખોજમાં હતા, જે લગ્નને માન્યતા આપે.

તેઓ કહે છે, "મને નથી લાગતું કે એ સમયે મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો. મારે તેની સાથે મૅરેજ નહોતાં કરવાં, પરંતુ હું બાળકને રાખવા માંગતી હતી અને તેને ઉછેરવા માંગતી હતી. મને વિશ્વાસ હતો કે હું સારી માતા બની શકીશ."

ટિનએજ પ્રેગનન્સી એ લગ્નની લઘુત્તમ ઉંમરમાં કાયદેસર અપવાદ આપવાનો મુખ્ય મુદ્દો બની રહે છે. હાલ આ કાયદેસર અપવાદ હેઠળ મૅરિલૅન્ડ, ન્યૂ મેક્સિકો, ઓકલાહામા અને આર્કાંસા જેવાં રાજ્યોમાં આ પ્રકારની જોગવાઈ છે.

કથિત રીતે સગર્ભા દીકરીઓને બચાવવા માટે માતા-પિતા આ ઉપાય અજમાવે છે, પરંતુ બાળલગ્નને કારણે છોકરીઓની જિંદગીમાં અનેક પ્રકારની જટિલતાઓ ઉદ્દભવે છે.

અનાસ્તાસિયા લૉ કહે છે કે આ પ્રકારની પ્રથા "સામાન્યતઃ જે કૃત્યને બળાત્કાર કે બાળ શોષણ ગણવામાં આવે તેને કાયદેસરનાં લગ્નનું સ્વરૂપ આપે છે."

મિનેસોટાથી અલબામા

અમેરિકામાં બાળલગ્નો, અમેરિકામાં કઈ ઉંમરે લગ્ન થાય, બાળકોનું શોષણ અને તસ્કરી, 18 વર્ષની ઉંમરે લગ્ન, 21 વર્ષની ઉંમરે લગ્નની ચર્ચા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Assigned

ઇમેજ કૅપ્શન, પેટ્રિસિયા કહે છે કે આ સંઘર્ષમાં તેઓ સંપૂર્ણપણે એકલાં હતાં

પેટ્રિસિયા, તેમનાં માતા અને ટિમ સૌ પહેલાં કેન્ટકી રાજ્યમાં પહોંચ્યાં, જે મિનેસોટાથી આવેલું નજીકનું રાજ્ય હતું, જ્યાં તેમની ઉંમરે લગ્ન ઉપર કાયદેસરની મહોર લાગી શકે તેમ હતી. જોકે, સ્થાનિક અધિકારીઓએ તેમની અરજીને નકારી કાઢી.

એ ઘટનાને યાદ કરતા પેટ્રિસિયા કહે છે, "(તેમણે કહ્યું) બિલકુલ નહીં, તું ખૂબ જ નાની છે."

"તેમની વાત બિલકુલ સાચી હતી, હું ખૂબ જ નાની હતી."

એ પછી ત્રણેય અલબામા પહોંચ્યાં. એ સમયે પેટ્રિસિયાની ઉંમરે ત્યાં લગ્નની નોંધણી થઈ શકે તેમ હતી. જોકે, તેના માટે માતા-પિતાની મંજૂરીની જરૂર હતી. તેઓ લૉડરડેલ કાઉન્ટી પહોંચ્યાં, જ્યાં ગણતરીની મિનિટોમાં પેટ્રિસિયા અને ટિમનું લગ્ન થઈ ગયું.

પેટ્રિસિયા કહે છે, "મૅરેજ સર્ટિફિકેટ ઉપર મારું નામ તો છે, પરંતુ લગ્નને માટે મારી સહીની જરૂર ન હતી. મારાં માતાએ મારા વતી સહી કરી. તેમણે મારું જીવન એક પુરુષને સોંપી દીધું. આવાં લગ્નો આમ જ થાય છે. બીજા લોકો તમને સોંપી દે અને તમે 18 વર્ષના ન થાવ, ત્યાર સુધી તેમાંથી નીકળી ન શકો."

તાજેતરમાં નિયમોમાં ફેરફાર થયો છે. આમ છતાં વર્ષ 2025ની સ્થિતિ મુજબ, વૉશિંગ્ટન ડીસી સહિત અમેરિકાના માત્ર 16 રાજ્યમાં લગ્ન માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર (કોઈપણ જાતના અપવાદ વગર) જરૂરી છે.

અમેરિકામાં બાળલગ્નો, અમેરિકામાં કઈ ઉંમરે લગ્ન થાય, બાળકોનું શોષણ અને તસ્કરી, 18 વર્ષની ઉંમરે લગ્ન, 21 વર્ષની ઉંમરે લગ્નની ચર્ચા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

માનવાધિકાર સંગઠનો તમામ રાજ્યોમાં લગ્ન માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર નિર્ધારિત કરવા માંગ કરી રહ્યાં છે.

સગીરા જેના નથી ગર્ભવતી થઈ તેની સાથે લગ્ન, ભાવિ પતિ થકી જન્મેલાં બાળકને જન્મ આપનારી સગીરા તથા માતા-પિતા (કે બંનેમાંથી કોઈ એકની સહમતિ) વગેરે જેવા અપવાદો હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરનાં મૅરેજ થઈ શકે છે.

પેટ્રિસિયાના જીવનમાં લગ્ન પછી અનેક ઊથલપાથલો આવી અને તેમણે જિંદગીના અનેક કપરા નિર્ણયો લેવા પડ્યા. જેમ કે, તેમણે પોતાની દીકરીને દત્તક આપી દેવી પડી અને પતિને છૂટાછેડા આપવા પડ્યા.

પેટ્રિસિયાએ ફરીથી લગ્ન કર્યાં, આ વખતે પોતાની મરજીથી પસંદગીનાં પાત્ર સાથે.

અનાસ્તાસિયા લૉ કહે છે કે હાલમાં કૅલિફૉર્નિયા, ન્યૂ મેક્સિકો, ઓકલાહામા તથા મિસિસિપી એવાં રાજ્યો છે કે જ્યાં કાયદા ખૂબ જ ઢીલા છે. ત્યાં લગ્ન માટે ઓછામાં ઓછી કોઈ ઉંમર નથી. માત્ર માતા-પિતાની મંજૂરી કે કાયદાની મહોરની જરૂર રહે છે.

આ જોગવાઈને સમજાવતાં તેઓ કહે છે, "આનો મતલબ એ થયો કે કોઈપણ ઉંમરની વ્યક્તિનું લગ્ન સગીર સાથે કરાવી શકાય."

તેઓ કહે છે, "જો સંઘીય કાયદો પસાર કરવામાં આવે તો કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને બાળલગ્ન કે બાળતસ્કરીને છૂટ આપે છે."

"હજુ પણ એકલતા સાથે સંઘર્ષ"

વીડિયો કૅપ્શન, આ વિસ્તારમાંથી ગુમ થઈ રહી છે મહિલાઓ, વર્ષોથી રાહ જુએ છે પરિવારો – ગ્રાઉન્ડ રિપોર્ટ

પેટ્રિસિયાએ પરિવારનાં દબાણ હેઠળ 14 વર્ષની ઉંમરે લગ્ન કરવા પડ્યાં. તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. આ બાબતે તેમનાં જીવનની અનેક બાબતોને અસર કરી. જેમ કે, શિક્ષણ, સામાજિક સંપર્કો વિસ્તારવા અને વ્યવસાયિક પ્રગતિ.

તેઓ કહે છે, "મારાં ભણતરનાં અનેક વર્ષ વેડફાઈ ગયાં. મેં પાછળથી તેની ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અગાઉ જેવું ન હતું."

અમેરિકામાં બળજબરીપૂર્વકનાં લગ્ન કે બાળલગ્નની સામે સંઘર્ષ કરી રહેલાં અનેક સંગઠનોનું કહેવું છે કે આ રીતે અસરગ્રસ્ત છોકરીઓ એકલવાયી થઈ જાય છે. આવી છોકરીઓ શાળા છોડી દે, તેની શક્યતા વધી જતી હોય છે. જેના કારણે તે પતિ ઉપર વધુ આધારિત થઈ જાય છે.

પેટ્રિસિયા કહે છે, "મારો પતિ મને મિત્રો બનાવવા દેતો ન હતો. હું સંપૂર્ણપણે એકલવાયી હતી. આજે પણ હું એ સમસ્યાથી પીડાઈ રહી છું. લોકોની વચ્ચે રહેવાને બદલે મને એકલાં રહેવું ગમે છે. હજુ પણ હું લોકોની ઉપર સહેલાઈથી વિશ્વાસ નથી કરી શકતી."

બાળલગ્નને કારણે લોકોએ ભારે માઠાં પરિણામ ભોગવવાં પડે છે. પેટ્રિસિયા કહે છે, "મને ખૂબ જ નકારાત્મક વિચારો આવતા હતા. તેમાંથી માંડમાંડ છૂટકારો થયો. આમ છતાં આજે લગભગ 60 વર્ષની ઉંમરે પણ હું લોકોની ઉપર સહેલાઈથી વિશ્વાસ નથી કરી શકતી."

વર્ષ 2018થી અત્યારસુધીમાં સિવિલ સોસાયટી તથા પીડિતોએ હાથ ધરેલાં અભિયાનોને કારણે અમેરિકાનાં 50માંથી 16 રાજ્યોએ તેના કાયદામાં સુધાર કર્યો છે અને રાજ્યોએ બાળલગ્નો ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

અનાસ્તાસિયા લૉ કહે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં બાળલગ્નની સમસ્યા છે, તેના વિશે જાગૃતિ જ નથી. લિંગઆધારિત ભેદભાવને કારણે અમરિકામાં કાયદાકીય ફેરફારો લાવવામાં મુશ્કેલી થઈ રહી છે.

પેટ્રિસિસા કહે છે, "આ પુરુષો કે પિડોફાઇલો (સગીરો સાથે શારીરિક સંબંધ બાંધનાર) માટે લગ્નએ કાયદાકીય આરોપોથી બચી નીકળવાનો રસ્તો છે. જે લોકો કાયદા ઘડે છે, એમને મારી વિનંતી છે કે આ બધું અટકાવો."

પેટ્રિસિયા કહે છે, "કેટલાક લોકો દલીલ કરે છે કે 16 કે 17 વર્ષની ઉંમરે પ્રેમ થાય છે....સારું. જો એજ વાત હોય, તો 18 વર્ષની ઉંમરે પણ તે પ્રેમ ખરો જ હશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન