યુક્રેન સંઘર્ષ : રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ કેમ થઈ રહી છે? વ્લાદિમીર પુતિન શું ઇચ્છે છે?

    • લેેખક, પોલ કિર્બી
    • પદ, બીબીસી ન્યૂઝ

પોતે યુક્રેન પર આક્રમણની યોજના બનાવતા હોવાનો રશિયાના વ્લાદિમીર પુતિન મહિનાઓથી ઇનકાર કરતા હતા, પરંતુ દેશના ડોન્બાસ પ્રદેશમાં "ખાસ લશ્કરી કાર્યવાહી"ની જાહેરાત તેમણે ગુરુવારે કરી હતી.

ટેલિવિઝન પરના જીવંત પ્રસારણમાં કરવામાં આવેલી જાહેરાતના પગલે યુક્રેનની રાજધાની કિવમાં અને દેશના અન્ય વિસ્તારોમાં વિસ્ફોટો થયા હોવાના અહેવાલ મળ્યા હતા.

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, રશિયાએ 2014માં યુક્રેન પર હુમલો કર્યો ત્યારે રાષ્ટ્રપતિ પુતિનનું પીઠબળ ધરાવતા બળવાખોરોએ યુક્રેનો પૂર્વનો મોટો વિસ્તાર કબજે કરી લીધો હતો.

શાંતિકરારનો વીંટો વાળી દીધાના દિવસો પછી પુતિને આ અંતિમ નિર્ણય લીધો છે અને બળવાખોરોના કબજા હેઠળના પૂર્વના બે પ્રદેશોમાં "શાંતિ જાળવવા" માટે સૈન્ય ગોઠવવાનો આદેશ આપ્યો છે.

રશિયાએ તાજેતરના મહિનાઓમાં યુક્રેનની સરહદ નજીક કમસે કમ બે લાખ સૈનિકો તહેનાત કર્યા છે અને પુતિનનો અંતિમ આદેશ નવા આક્રમણનું પહેલું પગલું હોવાનો ભય સેવાઈ રહ્યો છે.

આ સંબંધી ભાવિ ઘટનાઓથી સમગ્ર યુરોપના સલામતી માળખા પર જોખમ સર્જાઈ શકે છે.

line

રશિયાએ ક્યાં અને શા માટે સૈન્ય મોકલ્યું છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રશિયાએ 2014માં યુક્રેન પર હુમલો કર્યો ત્યારે રાષ્ટ્રપતિ પુતિનનું પીઠબળ ધરાવતા બળવાખોરોએ યુક્રેનો પૂર્વનો મોટો વિસ્તાર કબજે કરી લીધો હતો. એ પછી બળવાખોરો યુક્રેનના સૈન્ય સામે સતત લડતા રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય મિન્સ્ક શાંતિકરાર થયો હતો, પરંતુ સંઘર્ષ સતત ચાલુ રહ્યો છે. તેથી રશિયાના નેતા કહે છે કે તેઓ બળવાખોરોના અંકુશ હેઠળના બે વિસ્તારોમાં સૈન્ય મોકલી રહ્યા છે. રશિયા દ્વારા "શાંતિરક્ષકો" શબ્દના ઉપયોગને સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલે સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.

રશિયા અને યુરોપિયન યુનિયન બન્નેની સરહદને અડીને આવેલા યુક્રેનમાં 44 લાખ લોકો વસે છે અને પશ્ચિમના દેશો માને છે કે યુક્રેન પર નવા, નિકટવર્તી આક્રમણની યોજના મોસ્કો બનાવી રહ્યું છે.

શરૂઆતમાં ટેન્કો અલગતાવાદીઓના અંકુશ હેઠળના વિસ્તારોમાં આવી રહી હોવાના અહેવાલ આવ્યા હતા અને લેટેસ્ટ સેટેલાઈટ ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે યુક્રેનની સરહદથી બહુ નજીકના અંતરે રશિયન સૈન્ય ગોઠવવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને ચેતવણી આપી છે કે કિવ પૂર્વમાં દુશ્મનાવટભરી કામગીરી નહીં અટકાવે તો તેના પરિણામે થનારા રક્તપાત માટે તે જવાબદાર ગણાશે.

જોકે, એ પછી શ્રેણીબદ્ધ બોગસ ઘટનાઓ બની છે અને એ પૈકીની કોઈ પણનો ઉપયોગ રશિયાના આક્રમણના બહાના તરીકે થઈ શકે છે.

line

પુતિનને યુક્રેન સામે શું વાંધો છે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને ચેતવણી આપી છે કે કિવ પૂર્વમાં દુશ્મનાવટભરી કામગીરી નહીં અટકાવે તો તેના પરિણામે થનારા રક્તપાત માટે તે જવાબદાર ગણાશે.

યુરોપના બે સંગઠન, ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (નાટો) અને યુરોપિયન યુનિયન (ઈયુ)નું સભ્ય બનવાના યુક્રેનના નિર્ણયનો રશિયા લાંબા સમયથી વિરોધ કરતું રહ્યું છે.

હવે પુતિન એવો દાવો કરી રહ્યા છે કે યુક્રેન પશ્ચિમના દેશોના હાથની કઠપૂતળી છે અને તે ક્યારેય એક યોગ્ય દેશ હતો જ નહીં.

યુક્રેન યુરોપના 30 દેશોના સલામતી સંગઠન નાટોમાં જોડાશે નહીં અને તે નિઃશસ્ત્રીકરણ કરીને એક તટસ્થ દેશ બનશે તેની ગૅરન્ટી પુતિન પશ્ચિમના દેશો તથા યુક્રેન પાસેથી માગી રહ્યા છે.

ભૂતપૂર્વ સોવિયેટ પ્રજાસત્તાકનું યુક્રેન રશિયા સાથે ગાઢ સામાજિક તથા સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે અને યુક્રેનમાં રશિયન ભાષા મોટા પ્રમાણમાં બોલવામાં આવે છે, પરંતુ 2014માં રશિયાએ આક્રમણ કર્યું એ પછી બન્ને દેશ વચ્ચેના સંબંધ બગડ્યા છે.

યુક્રેનના રશિયા તરફી રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવામાં આવ્યા પછી 2014ની શરૂઆતમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. એ પછી દેશના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી લડાઈમાં 14,000થી વધુ લોકો માર્યા ગયા છે.

line

બળવાખોરોને સ્વીકૃતિ આપવાનું કેટલું જોખમી?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કહેવાતા પ્રજાસત્તાક દેશો દોનેસ્ક અને લુહાન્સ્કમાં અત્યાર સુધી રશિયાના ઈશારે જ શાસન ચલાવવામાં આવી રહ્યું છે.

આ બન્નેને સ્વતંત્ર દેશ તરીકે પુતિનના આદેશ અનુસાર સ્વીકૃતિ આપવામાં આવી છે. બન્ને દેશમાં રશિયન સૈન્યની તૈનાતીને સૌપ્રથમ વાર સ્વીકૃતિ આપવામાં આવી છે અને રશિયા ત્યાં લશ્કરી થાણાં પણ બનાવી શકે છે.

જે વિસ્તારમાં યુદ્ધવિરામનું રોજ હજારો વાર ઉલ્લંઘન થાય છે તે વિસ્તારમાં સંખ્યાબંધ રશિયન સૈનિકો તહેનાત કરાઈ રહ્યા હોવાથી ખુલ્લી લડાઈનું જોખમ અનેકગણું વધી ગયું છે.

બળવાખોરોના અંકુશ હેઠળના બન્ને પ્રદેશોને મિન્સ્ક શાંતિકરાર અનુસાર યુક્રેન હેઠળ ખાસ દરજ્જો મળવાનો હતો, પરંતુ પુતિનના પગલાએ તેવું થવા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

બળવાખોરો તેમના અંકુશ હેઠળના પ્રદેશો પોતાના હોવાનો દાવો કરી રહ્યા છે અને એ ઉપરાંત તેમની નજર યુક્રેનના અંકુશ હેઠળના દોનેસ્ક અને લુહાન્સ્કના બાકીના વિસ્તારો પણ પણ છે.

આ બાબત પરિસ્થિતિને વધારે જોખમી બનાવે છે. પુતિને કહ્યું હતું કે "અમે તેમને સ્વીકૃતિ આપી છે અને તેનો અર્થ એ છે કે અમે તેમની સ્થાપનાના દસ્તાવેજોને સ્વીકૃતિ આપી છે."

યુક્રેને પૂર્વમાં "નરસંહાર"કર્યો હોવાના ખોટા આક્ષેપ સાથે રશિયાએ લડાઈનું બહાનું તૈયાર કરી લીધું છે. રશિયાએ બળવાખોરોના અંકુશ હેઠળના વિસ્તારોમાં સાત લાખથી વધારે પાસપૉર્ટ્સનું વિતરણ કર્યું છે, જેથી તે કોઈ પણ પગલાંને પોતાના નાગરિકોના રક્ષણ માટે લેવાયેલું પગલું ગણાવી શકે.

line

રશિયા કઈ હદે જઈ શકે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, EPA

પુતિન પૂર્વના શાંતિકરારને ફગાવી શકે છે. પોતાને જે જોઈએ છે તે નહીં મળે તો "લશ્કરી-ટેકનિકલ" પગલાં લેવાની વાત તેઓ ભૂતકાળમાં કરી ચૂક્યા છે. "રશિયાએ કોઈ આક્રમણ ન કર્યું હોવાનું" મોસ્કોએ અગાઉ પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

જોકે, રાજદ્વારી નિરાકરણની શક્યતા ધૂંધળી લાગે છે અને પશ્ચિમના દેશોને ભય છે કે પુતિન બે ડગલાં આગળ વધશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચેતવણી આપી હતી કે "રશિયા 28 લાખ નિર્દોષ લોકોની વસતી ધરાવતી યુક્રેનની રાજધાની કિવને નિશાન બનાવશે એવું અમે માનીએ છીએ."

સૈદ્ધાંતિક રીતે વિચારીએ તો રશિયન સૈન્ય પૂર્વ, ઉત્તર તથા દક્ષિણમાંથી સમગ્ર યુક્રેન પર ત્રાટકી શકે છે અને ત્યાંની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને હઠાવવાનો પ્રયાસ કરી શકે છે.

તેઓ ક્રિમિયા, બેલારુસ અને યુક્રેનની પૂર્વીય સરહદની આજુબાજુ લશ્કરી દળોનો જમાવડો કરી શકે છે, પરંતુ યુક્રેને તાજેતરનાં વર્ષોમાં તેનું લશ્કરી દળ બનાવ્યું છે અને રશિયાએ યુક્રેનના લોકોના વિરોધનો સામનો પણ કરવો પડશે. 18થી 60 વર્ષની વયના તમામ લોકોને તૈયાર રહેવા યુક્રેનને લશ્કરે જણાવી દીધું છે.

અમેરિકાના ટોચના સૈન્ય અધિકારી માર્ક મિલેએ કહ્યું હતું કે રશિયન સૈન્યની જંગી જમાવડાનો અર્થ એ થાય કે ગીચ વસતીવાળા શહેરી વિસ્તારોમાં સંઘર્ષ સાથેની "ભયાનક" પરિસ્થિતિ સર્જાશે.

પુતિન પાસે બીજા વિકલ્પો પણ છે. તેઓ નો-ફ્લાય ઝોન કે યુક્રેનના બંદરો પર નાકાબંધી કે પાડોશી દેશ બેલારુસમાં અણુશસ્ત્રો લઈ જવા જેવા વિકલ્પો વિચારી શકે છે.

તેઓ સાયબર હુમલાઓ પણ કરી શકે છે. યુક્રેન સરકારની વેબસાઈટ્સનું કામકાજ જાન્યુઆરીમાં ખોડંગાઈ ગયું હતું અને યુક્રેનની બે સૌથી મોટી બૅન્કો પર ફેબ્રુઆરીની મધ્યમાં સાયબર હુમલો કરવામાં આવ્યો હતો.

line

પશ્ચિમના દેશો શું કરી શકે?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમના દેશોના જણાવ્યા મુજબ, રશિયાનું પગલું ગેરકાયદેસરનું છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુન્તેરાસે તેને યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા તથા સ્વાયતતાનું ઉલ્લંઘન ગણાવીને વખોડી કાઢ્યું છે.

જોકે, નાટોના સભ્ય દેશોએ સ્પષ્ટ જણાવ્યું છે કે સીધા યુક્રેનમાં લશ્કરી દળો મોકલવાની કોઈ યોજના નથી. તેમણે યુક્રેનને સલાહકારો તથા શસ્ત્રો મોકલવાની અને ફિલ્ડ હૉસ્પિટલો માટે મદદની ઑફર કરી છે.

આમ મુખ્ય પ્રતિક્રિયા રશિયાને પ્રતિબંધો વડે દંડવાની હશે. જર્મનીએ રશિયાની નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઇપલાઇનને મંજૂરી આપવાનું અટકાવી દીધું છે. આ પ્રોજેક્ટમાં રશિયા તથા યુરોપના દેશોએ મોટું રોકાણ કર્યું છે.

ઈયુ રશિયા પર વ્યાપક પ્રતિબંધ લાદવા સહમત થયું છે. તેમાં બળવાખોરોના અંકુશ હેઠળના વિસ્તારોને સ્વતંત્ર રાજ્યો તરીકે સ્વીકૃતિ આપવાના રશિયાના "ગેરકાયદે" નિર્ણયને સંસદમાં ટેકો આપી ચૂકેલા 351 સંસદસભ્યો પરના પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.

અમેરિકાએ જણાવ્યું છે કે તે પશ્ચિમી નાણાકીય સંસ્થાઓમાંથી રશિયન સરકારને હઠાવી રહ્યું છે અને ટોચના "ભદ્ર વર્ગ"ને નિશાન બનાવી રહ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

બ્રિટને પણ રશિયાની ટોચની પાંચ બૅન્કો તથા ત્રણ રશિયન અબજોપતિઓને નિશાન બનાવ્યા છે. વધુ મોટા પ્રતિબંધોને ભવિષ્ય માટે અનામત રાખવામાં આવ્યા છે.

અમેરિકા રશિયાની નાણાકીય સંસ્થાઓ અને મહત્ત્વના ઉદ્યોગો પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જ્યારે ઈયુ ફાઈનાન્સલ માર્કેટ્સમાં રશિયાની હિલચાલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને ડૉલર તથા પાઉન્ડમાં ધંધો કરતા રશિયન બિઝનેસ પર નિયંત્રણો લાદવાની સાથે બ્રિટને ચેતવણી આપી છે કે "ક્રેમલિનના મળતિયાઓ હવે ક્યાંય છુપાઈ શકશે નહીં."

સૌથી મોટો ફટકો, રશિયાની બૅન્કિંગ સિસ્ટમનો ઇન્ટરનેશનલ સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમ સાથેનો સંપર્ક કાપી નાખવાનો હશે, પરંતુ તેનાથી અમેરિકા તથા યુરોપનાં અર્થતંત્રોને માઠી અસર થઈ શકે છે.

દરમિયાન નાટોના 5,000 સૈનિકોને બાલ્ટિક સ્ટેટ તથા પોલૅન્ડમાં ગોઠવવામાં આવ્યા છે. વધુ 4,000 સૈનિકોને રોમાનિયા, બલ્ગેરિયા, હંગેરી અને સ્લોવેકિયા મોકલવામાં આવે તેવી શક્યતા છે.

line

પુતિન આખરે શું ઈચ્છે છે?

રશિયા-યુક્રેન

રશિયા નાટો સાથેના તેના સંબંધની પુનર્સ્થાપના સંબંધે "સત્યના સાક્ષાત્કાર"ની વાત કરી ચૂક્યું છે અને ત્રણ માગણી રજૂ કરી ચૂક્યું છે.

નાટોનું હવે વિસ્તરણ નહીં થાય તેવી કાયદેસર બંધનકારક પ્રતિજ્ઞા તેવી રશિયાની સૌપ્રથમ માગ છે. રશિયાના નાયબ વિદેશ પ્રધાન સર્ગેઈ રાયબ્કોવે કહ્યું હતું કે "યુક્રેન ક્યારેય નાટોનું સભ્ય બની ન શકે તે સુનિશ્ચિત કરવાનું અમારા માટે અનિવાર્ય છે."

પુતિનના જણાવ્યા મુજબ, "રશિયા હવે પીછેહઠ કરી શકે તેમ નથી. તેઓ (પશ્ચિમના દેશો) એવું માને છે કે અમે પલાંઠી વાળીને બેઠા રહીશું?"

રશિયાએ યુક્રેનના સ્વાતંત્ર્ય અને સ્વાયતતાનો આદર કરતા એક કરાર પર 1994માં સહી-સિક્કા કર્યા હતા.

જોકે, રાષ્ટ્રપતિ પુતિને રશિયા તથા યુક્રેન "એક જ રાષ્ટ્ર" હોવાનું જણાવતો લાંબો લેખ લખ્યો હતો અને હવે તેઓ દાવો કરી રહ્યા છે કે આધુનિક યુક્રેનનું સંપૂર્ણ સર્જન સામ્યવાદી રશિયાએ કર્યું હતું. ડિસેમ્બર-1991માં થયેલા સોવિયેટ સંઘના પતનને તેઓ "ઐતિહાસિક રશિયાનું વિઘટન" માને છે.

રાષ્ટ્રપતિ પુતિને એવી દલીલ પણ કરી હતી કે યુક્રેન નાટોમાં જોડાશે તો નાટો ક્રિમિયાને ફરી કબજે કરવાના પ્રયાસ કરી શકે છે.

તેમની બીજી મહત્ત્વની માગ એ છે કે નાટો "રશિયાની સરહદ નજીક શસ્ત્રો ન ગોઠવે" તેમજ 1997 પછી તેની સાથે જોડાયેલા દેશોમાંથી લશ્કરી દળો તથા લશ્કરી માળખું હઠાવી લે.

તેમાં મધ્ય યુરોપ, પૂર્વીય યુરોપ અને બાલ્ટિક્સનો સમાવેશ થાય છે. વાસ્તવમાં રશિયા એવું ઇચ્છે છે કે નાટો તેની 1997 પૂર્વેની સ્થિતિમાં પાછું ફરે.

line

નાટોએ શું કહ્યું?

રશિયા-યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

નાટો નવા સભ્યોના સ્વાગતની નીતિ ધરાવતું એક રક્ષણાત્મક સંગઠન છે અને તેમાં કોઈ ફેરફાર ન થાય તેવું તેના 30 સભ્ય રાષ્ટ્રો ઇચ્છે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ નાટોમાં જોડાવા માટે "સ્પષ્ટ, સંભવિત સમયમર્યાદા"નો આગ્રહ કર્યો હતો, પરંતુ જર્મનીના ચાન્સેલર સ્પષ્ટ કરી ચૂક્યા છે તેમ, એવું લાંબા સમય સુધી થવાની કોઈ શક્યતા નથી.

નાટોનો કોઈ વર્તમાન સભ્ય દેશ તેનું સભ્યપદ છોડી દેશે એવો વિચાર જ અસ્વીકાર્ય છે.

રાષ્ટ્રપતિ પુતિન માને છે કે નાટોએ "પૂર્વમાં એક ઈંચ સુધ્ધાં વિસ્તરણ નહીં કરવાનું" વચન પશ્ચિમના દેશોએ 1990માં આપ્યું હતું, છતાં તેમણે વિસ્તરણ કર્યું છે.

જોકે, આ વાત સોવિયેટ સંઘના વિઘટન પહેલાંની છે. પશ્ચિમના દેશોએ તે વચન સોવિયેટ સંઘના તત્કાલીન પ્રમુખ મિખાઈલ ગોર્બાચેવને આપ્યું હતું અને તે પુનઃએકીકૃત જર્મનીના સંદર્ભમાં પૂર્વ જર્મની પૂરતું મર્યાદિત હતું.

મિખાઈલ ગોર્બાચેવે બાદમાં કહ્યું હતું કે "નાટોના વિસ્તરણના મુદ્દે ક્યારેય ચર્ચા થઈ જ ન હતી."

હાલના તબક્કે તો એવો કોઈ વિકલ્પ દેખાતો નથી, કારણ કે ફ્રાન્સ અને અમેરિકાએ રશિયાના વિદેશમંત્રી સાથેની મંત્રણા રદ્દ કરી છે, પરંતુ મંત્રણાનો વિકલ્પ ખુલ્લો હોવાનું ફ્રાન્સ તથા જર્મનીએ જણાવ્યું છે.

કોઈ સમજૂતી કરાર થશે તો તેમાં પૂર્વની લડાઈ તથા શસ્ત્ર નિયંત્રણ બન્નેને આવરી લેવાં પડશે.

અમેરિકાએ ટૂંકી તથા મધ્યમ રેન્જના મિસાઈલ્સ તેમજ આંતરખંડીય મિસાઈલ્સ પર મર્યાદા બાબતે મંત્રણા શરૂ કરવાની ઑફર કરી છે, જ્યારે રશિયા ઇચ્છે છે કે અમેરિકાના તમામ અણુશસ્ત્રોનો ઉપયોગ તેની રાષ્ટ્રીય પ્રદેશોની બહાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

રશિયામાંના બે અને રોમાનિયા તથા પોલૅન્ડમાંના બે એમ ચાર મિસાઈલ થાણાંઓની પારસ્પરિક તપાસની સૂચિત "પારદર્શક વ્યવસ્થા" બાબતે રશિયાનું વલણ હકારાત્મક છે.

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો