અફઘાનિસ્તાન : તાલિબાન અને અલ-કાયદાને એક કરતું એ બે શબ્દોનું વચન શું છે?

    • લેેખક, દ્રિસ અલ-બે
    • પદ, બીબીસી મૉનિટરિંગ

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પરત ફર્યું તેને લઈને એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઊઠવા લાગ્યો છે. આ પ્રશ્ન છે અલ-કાયદા સાથે તેના સંબંધો કેવા છે?

અલ-કાયદા પોતાના 'બે' અહ (નિષ્ઠાની શપથ)ના કારણે તાલિબાન સાથે જોડાયેલું છે. પ્રથમ વખત ઓસામા બિન લાદેને તાલિબાનના પોતાના સમકક્ષ મુલ્લાહ ઉમર પાસેથી આ 'શપથ' લીધો હતો.

તે બાદ આ શપથ ઘણી વારંવાર લેવામાં આવ્યો. જોકે, તાલિબાને તેનો જાહેરમાં કાયમ ઇનકાર કર્યો છે.

તાલિબાન અમેરિકા સાથે વર્ષ 2020 શાંતિસમજૂતીમાં એ વાતે સંમત થયું હતું કે તેઓ અલ-કાયદા કે અન્ય કોઈ ચરમપંથી જૂથને પોતાના નિયંત્રણવાળાં ક્ષેત્રોમાં કામ કરવાની પરવાનગી નહીં આપે.

15 ઑગસ્ટના રોજ કાબુલ પર નિયંત્રણના અમુક દિવસો બાદ તેમણે પોતાના આ વચન અંગે ફરી વખત વાત પણ કરી.

પરંતુ તેમણે સાર્વજનિકપણે અલ-કાયદાને ક્યારેય રદ જાહેર નથી કર્યું, એવું લાગે છે. અને અલ-કાયદાએ પણ અમેરિકા વિરુદ્ધ પોતાનાં નિવેદનોમાં નિશ્ચિતપણે નરમ વલણ નથી દાખવ્યું.

શપથનું મહત્ત્વ

અરબીના શબ્દ 'બે'અહ'નો અર્થ છે કે એક મુસ્લિમ નેતા પ્રત્યે વફાદારી અને તે ઘણાં જેહાદી જૂથો અને તેમના સહયોગીઓ વચ્ચે નિષ્ઠાનો પાયો છે.

એક નેતા માટે લેવાયેલ 'બે'અહ' સહિત, આ જવાબદારીને બંને પક્ષો માટે આવશ્યક બનાવી દે છે, સાથે જ આ પ્રકારે લેવાયેલ શપથથી પીછેહઠ કરવી એ ઇસ્લામમાં એક ગંભીર અપરાધ માનવામાં આવે છે.

કદાચ 9/11ના હુમલા બાદ આ જ કારણે મુલ્લાહ ઉમરે ઓસામા બિન લાદેનને અમેરિકાને સોંપવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ અમેરિકાના નેતૃત્વમાં વર્ષ 2001માં અફઘાનિસ્તાન પર આક્રમણ થયું હતું.

ઉલ્લંઘન

આ નિષ્ઠાના ઉલ્લંઘનનું એક જાણીતું કારણ ત્યારે સામે આવ્યું, જ્યારે ઇરાકમાં અલ-કાયદાના સહયોગીએ કેન્દ્રીય નેતૃત્વ (તાલિબાન) પ્રત્યે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો. જે બાદમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ (IS) તરીકે વિશ્વ સામે આવ્યું.

ત્યારથી જ IS અને અલ-કાયદા એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી છે.

IS-K (ઇસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રાંત) અફઘાનિસ્તાનમાં ISના ક્ષેત્રીય સહયોગી છે.

તાલિબાન માટે નિષ્ઠાની પેશકશ કરનાર અલ-કાયદા એક માત્ર જેહાદી જૂથ નથી.

પાકિસ્તાની તાલિબાને પણ તેમના પ્રત્યે વફાદારીની પ્રતિજ્ઞા કરી હતી. જે અંગે તેમણે અફઘાનિસ્તાન પર પોતાના નિયંત્રણ બાદ પણ વાત કરી છે.

મૃત વ્યક્તિ માટે સંકલ્પ

વર્ષ 2011માં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ, તેમના ઉત્તરાધિકારી, અયમન અલ-જવાહિરીએ મુલ્લા ઉમર પ્રત્યે અલ-કાયદા અને તેમની ક્ષેત્રીય શાખાઓ વતી વફાદારીના શપથ લીધા હતા.

ISએ જ્યારે ઇરાક અને સીરિયાનાં ક્ષેત્રોમાં પોતાની ખિલાફતની જાહેરાત કરી, તો અલ-કાયદાએ વર્ષ 2014માં તાલિબાને પ્રત્યે પોતાની વફાદારીના શપથ અંગે ફરી વાત કરી.

પરંતુ જુલાઈ 2015માં તાલિબાને એ જાહેરાત કરી કે બે વર્ષ પહેલાં મુલ્લા ઉમરનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે કે અલ-જવાહિરીએ મૃત વ્યક્તિ પ્રત્યે પોતાના સમૂહની વફાદારીની પેશકશ કરી હતી.

આ બાદ 13 ઑગસ્ટ 2015ના રોજ અલ-જવાહિરીએ તાલિબાને નવા નેતા મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂર પ્રત્યે વફાદારીના શપથ લીધા. તેમણે શપથ લીધા કે મુસલમાનોની આંચકી લેવાયેલ જમીન પાછી મેળવવા માટે જેહાદ કરશું.

અસમંજસની સ્થિતિ

મંસૂરે આ શપથનો સ્વીકાર કરી લીધો, જે અલ-કાયદાના વૈશ્વિક જેહાદી એજન્ડાનું નિશ્ચિતપણે સમર્થન હતું.

તે તાલિબાનના પોતાના સંદેશાથી વિપરીત છે, અને અફઘાનિસ્તાનનાં ઇસ્લામિક શાસન લાગુ કરવા અને પાડોશી દેશો સાથે સામાન્ય સંબંધો બહાલ કરવાથી રોકે છે.

મે, 2016માં અમેરિકાના હવાઈ હુમલામાં જ્યારે મંસૂરનું મૃત્યુ થયું હતું, ત્યારે વર્તમાન નેતા હિબ્તુલ્લાહ અખુંદઝાદાએ આ સમૂહનું નેતૃત્વ સંભાળ્યું હતું. પરંતુ ત્યારે તાલિબાને સાર્વજનિકપણે અલ-જવાહિરીની નવી પ્રતિજ્ઞા (બેઅહ)નો ન સ્વીકાર કર્યો કે કે ન તેને ફગાવી.

નિષ્ઠાની શપથને લઈને અસ્પષ્ટતાની આ વર્તમાન સ્થિતિ બંને સમૂહો વચ્ચેના સંબંધોને હાલ અનિશ્ચિતતાના કેન્દ્રમાં છે.

આગળ શું?

હવે અફઘાનિસ્તાનની સત્તા પર પરત ફર્યા બાદ તાલિબાન બે દિશાઓમાં ખેંચાઈ રહ્યું છે.

અલ-કાયદા સાથે તેના સંબંધો કેવા હશે, આના પર કટ્ટરપંથી જેહાદી વર્તુળોમાં તાલિબાનની વિશ્વસનીયતા નિર્ભર કરશે અને અલ-કાયદા સાથે વફાદારીનો અર્થ એ પણ થશે કે પોતાના દમ પર સત્તા મેળવ્યા બાદ પણ તેઓ પોતાના સહયોગીઓને સાથે લઈને ચાલવા માગે છે.

પરંતુ તાલિબાન અમેરિકા વચ્ચેની શાંતિસમજૂતી હેઠળ પોતાની જવાબદારીઓ અને શાસન પ્રત્યે વ્યવહારિક દૃષ્ટિકોણ સાથે પણ બંધાયેલુ છે અને તેનું તેમણે સમર્થન પણ કર્યું છે.

અલ-કાયદા અને તેના ક્ષેત્રીય સહયોગીઓએ પોતાના અભિનંદનસંદેશામાં આ વિજય માટે જ્યાં અખુંદઝાદાની ઘણી પ્રશંસા કરી છે, ત્યાં જ બીજી તરફ 'વફાદારોના કમાન્ડર' સ્વરૂપે તેમના પ્રત્યે વફાદારીની વાત પણ કરી છે.

પેલેસ્ટાઇનના સંગઠન હમાસ જેવાં સમૂહો દ્વારા આવું કર્યા છતાં તાલિબાને આ સંદેશાનો સાર્વજનિક સ્વીકાર કર્યો નથી.

પરંતુ અફઘાનિસ્તાનમાં ઓસામા બિન લાદેશનના એક નિકટના સહયોગી અમીન અલ હકના આવ્યાના રિપોર્ટ પરથી એ વાતની આશંકા પ્રબળ બને છે કે બંને સમૂહો વચ્ચે સંબંધ જળવાયેલા છે.

અને કથિતપણે અલ-કાયદા, હક્કાની નેટવર્ક સાથે મજબૂત સંબંધ ધરાવે છે, જે તાલિબાનનો ભાગ છે.

આ એક એવો મુદ્દો છે જે તાલિબાન સામે એક મોટી દુવિધાનું ઉદાહરણ છે. એક તરફ, તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર માન્યતા અને તેનાથી થનારા લાભોની લાલચ રાખે છે - જ્યારે ઘણી ખરી હદે ઉગ્રવાદને અસ્વીકાર કરવાની સ્થિતિ પર નિર્ભર કરે છે.

સામેની બાજુએ તેઓ અલ-કાયદા સાથેના પોતાના 20 વર્ષ જૂના ગઠબંધનની સરળતાથી ઉપેક્ષા નથી કરી શકતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો