You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Money Heist 5 : શુક્રવારથી વર્લ્ડ પ્રીમિયર, આ સિરીઝમાં શું છે ખાસ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શુક્રવાર બપોરે સાડા બાર વાગ્યાથી ભારતીય સમય પ્રમાણે નેટફ્લિક્સની બહુચર્ચિત સિરીઝ 'મની હેઇસ્ટ' (Money Heist)નું વર્લ્ડ પ્રીમિયર થશે. આ સાથે જ સિરીઝના અંતની શરૂઆત થશે.
પાંચમી અને અંતિમ સિઝનને બે વૉલ્યુમમાં રિલીઝ કરવામાં આવશે, જેમાં સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ વૉલ્યુમ દરમિયાન પાંચ એપિસોડ તથા ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં બીજા વૉલ્યુમ દરમિયાન બાકીના પાંચ એપિસોડ રજૂ થશે.
અગાઉની સિઝનની જેમ જ ભારતમાં આ સિરીઝ હિંદી, તેલુગુ અને તામિલ ભાષામાં પણ ઉપલબ્ધ બનશે.
કેટલાક લોકો માટે આ સિરીઝ એક કોયડા સમાન છે અને શા માટે તેની આટલી ચર્ચા થઈ રહી છે, તે વિચારનો વિષય છે, ત્યારે આ સિરીઝ તથા તેની પૃષ્ઠભૂમિ વિશે અમુક વાતો અહીં રજૂ કરાઈ રહી છે. જે તમને આ સિરીઝ વિશેની ચર્ચાને સમજવામાં મદદ કરશે.
સ્પેનિશ સિરીઝનું વિસ્તરણ મની હેઇસ્ટ
મની હેઇસ્ટ મૂળે સ્પેનિશ સિરીઝ 'La Casa de Papel'નું વિસ્તારીત સ્વરૂપ છે.
મૂળતઃ આ સિરીઝ વર્ષ 2017માં સ્પેનના 'ઍન્ટિના 3 નેટવર્ક' પરથી 15 ઍપિસોડમાં પ્રસારિત થઈ હતી. તેની ભારે લોકપ્રિયતાએ નેટફ્લિકસનું ધ્યાન ખેંચ્યું હતું. કંપનીએ તેના વૈશ્વિક સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદ્યા હતા.
તેમણે સિરીઝને રિ-ઍડિટ કરી અને તેમાંથી 13 એપિસોડની પ્રથમ સિઝન તથા નવ ઍપિસોડની બીજી સિઝન તૈયાર કરી.
પહેલી અને બીજી શ્રેણીની અકલ્પનીય સફળતા બાદ નેટફ્લિક્સ દ્વારા સિરીઝને વિસ્તારવા માટે નિર્માતાઓનો સંપર્ક કરવામાં આવ્યો. એક વખત કહાણી ફાઇનલ થઈ એટલે તેમને અગાઉ કરતાં વધુ મોટું બજેટ ફાળવવામાં આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિરીઝનું ઝડપભેર નિર્માણ થઈ શકે તે માટે પ્રોડક્શન ટીમને બે ભાગમાં વહેંચી દેવામાં આવી.
પ્રથમ ટીમે પ્રોફેસર તથા બહારના ભાગોનું શૂટિંગ હાથ ધર્યું, જ્યારે બીજી ટીમે બૅન્કની અંદરના ભાગનું શૂટિંગ હાથ ધર્યું. એપ્રિલ-2020માં નેટફ્લિક્સ પર તેની ચોથી સિઝન રજૂ કરવામાં આવી.
આ અરસામાં કોરોનાના કારણે ભારત સહિત વિશ્વભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યાં હતાં. લોકો પોતાનાં ઘરમાં બંધ હતા અને હતાશ હતા ત્યારે તેમને 'મની હેઇસ્ટ' સ્વરૂપે નવું મનોરંજન મળ્યું હતું.
ભારતમાં નેટફ્લિક્સે સૌથી વધુ સબસ્ક્રાઇબર ઉમેર્યા હતા. જે ભારતીયોએ અગાઉની ત્રણ સિઝન નહોતી જોઈ, તેમને કુતૂહલતાપૂર્વક જોઈ કાઢી, જેથી કરીને અનુસંધાન સાધી શકાય.
કહાણીનું કેન્દ્રબિંદુ
મૂળ કહાણી (પ્રથમ બે સિઝન)માં પ્રોફેસર નામની રહસ્યમય વ્યક્તિ આઠ વ્યક્તિને રોકે છે. તેમને ટોક્યો, મૉસ્કો, બર્લિન, નૌરોબી, રિયો, ડેનવર, હૅલસિન્કી અને ઑસ્લો નામ આપવામાં આવે છે.
આ ટુકડી સ્પૅનની ટંકશાળનો કબજો લે છે અને 67 લોકોને બંદૂકની અણીએ બંધક બનાવે છે.
તેમનો ઇરાદો 120 કરોડ યુરો સાથે નાસી છૂટવાનો છે. પોલીસ સાથે વાટાઘાટો ચાલતી હોય તે દરમિયાન અંદર છાપકામ ચાલુ રહે અને પછી તે લઈને નાસી છૂટવું એવી તેમની યોજના છે.
પ્રોફેસર બહાર રહીને તેમને હૅન્ડલ કરે છે અને સૂચનાઓ આપે છે. બીજા ભાગના અંતે લગભગ 128 કલાકના હૉસ્ટેજ ડ્રામાના અંતે લૂંટારુઓ 98 કરોડ 40 લાખ યુરો સાથે નાસી છૂટવામાં સફળ થાય છે.
બંધક ડ્રામા દરમિયાન લૂંટારુઓએ દ્વારા લાલ રંગના જમ્પશૂટ પહેરેલા છે અને તેમણે ચહેરા પર વિશિષ્ટ આકારના માસ્ક ધારણ કરેલા છે. તેઓ અમુક બંધકોને પણ પોતાના જેવા જ માસ્ક પહેરાવે છે. જેથી કરીને પોલીસ ભ્રમિત રહે.
મની હેઇસ્ટ સિરીઝમાં શું છે?
ત્રીજી (આઠ ઍપિસોડ) અને ચોથી સિરીઝમાં (આઠ ઍપિસોડ) લૂંટને સફળતાપૂર્વક અંજામ આપ્યા બાદ તમામ લૂંટારુઓ શાંતિપૂર્ણ રીતે જીવન પસાર કરી રહ્યા હોય છે.
ત્યારે લૂંટ કરનારી ટુકડીમાં સામેલ રિયો યુરોપૉલના હાથે ઝડપાય જાય છે. રિયોને છોડાવવા માટે પ્રોફેસર બર્લિન દ્વારા અગાઉ ઘડવામાં આવેલા પ્લાન પ્રમાણે બૅન્ક ઑફ સ્પૅનમાં લૂંટને અંજામ આપવાની યોજના તૈયાર કરવામાં આવે છે.
બગોટા, પાલેરમો તથા માર્સિલે નામના ત્રણ નવા સભ્યો ગૅંગમાં સામેલ થાય છે. પોલીસ રિયોને છોડવા માટે મજબૂર બની જાય છે, પરંતુ સ્નાઇપરની ગોળીથી નૈરોબી ઘાયલ થઈ જાય છે. લિસ્બન નામનો સભ્ય પણ પોલીસની કસ્ટડીમાં હોવાની ગૅંગને જાણ થાય છે.
લિસ્બન તથા રિયો પર પોલીસ દ્વારા થયેલા અત્યાચારને પ્રોફેસર દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. દરમિયાન સિયેરા નામની (Sierra) પોલીસ અધિકારીને હાંકી કાઢવામાં આવે છે, તે પોતાની રીતે પ્રોફેસરનું પગેરું દાબવાનું શરૂ કરે છે.
સિરીઝ પાંચના ટ્રેલર પરથી આપણને માલૂમ પડે છે કે પ્રોફેસર સિયેરાના કબજામાં છે અને બંદૂકની અણિ પર છે. સેના દ્વારા બૅન્કની અંદર રહેલા લૂંટારુઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંચમી સિઝનનું બીજું વૉલ્યુમ તેમના માનસિક દ્વંદ્વ ઉપર કેન્દ્રિત હશે એવું નિર્માતાઓનું કહેવું છે.
ત્રીજી (આઠ એપિસોડ) અને ચોથી સિરીઝમાં (આઠ ઍપિસોડ) લૂંટને સફળતાપૂર્વક અંજામ આપ્યા બાદ તમામ લૂંટારુઓ શાંતિપૂર્ણ રીતે જીવન પસાર કરી રહ્યા હોય છે. ત્યારે લૂંટ કરનારી ટુકડીમાં સામેલ રિયો યુરોપૉલના હાથે ઝડપાઈ જાય છે.
રિયોને છોડાવવા માટે પ્રોફેસર બર્લિન દ્વારા અગાઉ ઘડવામાં આવેલા બૅન્ક ઑફ સ્પૅનમાં લૂંટના પ્લાનને અંજામ આપવાની યોજના તૈયાર કરવામાં આવે છે.
બગોટા, પાલેરમો તથા માર્સિલે નામના ત્રણ નવા સભ્યો ગૅંગમાં સામેલ થાય છે.
પોલીસ રિયોને છોડવા માટે મજબૂર બની જાય છે, પરંતુ સ્નાઇપરની ગોળીથી નૈરોબી ઘાયલ થઈ જાય છે. લિસ્બન નામના સભ્ય પણ પોલીસની કસ્ટડીમાં હોવાની ગૅંગને જાણ થાય છે.
પ્રોફેસર દ્વારા લિસ્બન તથા રિયો પર પોલીસ દ્વારા થયેલા અત્યાચારને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. દરમિયાન સિયેરા નામનાં પોલીસ અધિકારીને હાંકી કાઢવામાં આવે છે, તેઓ પોતાની રીતે પ્રોફેસરનું પગેરું દાબવાનું શરૂ કરે છે.
સિરીઝ જોનારને તેમાં 'પ્લેયર્સ', 'કાંટે' જેવી બોલીવુડની ફિલ્મો (અલબત હોલીવુડની ફિલ્મોથી પ્રેરિત), કે 'ઇટાલિયન જોબ', 'રિઝર્વેયર ડૉગ્સ', 'સિટી ઑન ફાયર', 'ધ યૂઝ્યુઅલ સસ્પેક્ટ્સ' કે 'ઓશન્સ' શ્રેણીના અંશ જોવા મળશે.
જોકે, કહાણીમાં આવતાં અનપેક્ષિત વળાંક, ફ્લેશબૅક અને ટાઇમજમ્પ દ્વારા કહાણી કહેવાની પદ્ધતિ તથા કલાકારોનાં મનોદ્વંદ્વ તથા ઇરાદા તેને અમેરિકાની બીબાઢાળ જેવી લૂંટની કહાણીઓથી અલગ પાડે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો