ચીન અને ભારત વચ્ચેના તણાવમાં રશિયા કોનો સાથ આપશે?

પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

બે લોકોની વચ્ચે ઝઘડો થાય છે તો હંમેશાં શાંતિના પ્રયત્નો એક એવા ત્રીજા મિત્રે કરવાના હોય છે, જે બંનેનો સારો દોસ્ત રહ્યો હોય. ભારત-ચીનના તણાવની વચ્ચે રશિયા પણ એવું જ મિત્ર સાબિત થશે, આના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ભારત અને ચીનની વચ્ચે હાલમાં સરહદી તણાવ છે. જૂનમાં ગલવાન ઘાટીમાં હતો. હાલમાં પેંગોગ ત્સોના દક્ષિણ કિનારે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે.

એવામાં કેટલાક ભારતીય મીડિયા ચેનલમાં રિપોર્ટ છે કે ચીનના સંરક્ષણમંત્રી વેઈ ફેંધેએ ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત માટે સમય માગ્યો છે. રાજનાથ સિંહ આ સમયે શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા મૉસ્કોમાં છે.

એસસીઓમાં વિદેશમંત્રીઓની બેઠકમાં પણ ભારત અને ચીનના વિદેશમંત્રીઓની વચ્ચે વાતચીત થઈ શકે છે, આની પણ ચર્ચા ચાલી રહી છે.

વીડિયો કૅપ્શન, ક્યારે ક્યારે ભારત-ચીન સામસામે આવ્યા?

ગત ત્રણ મહિનામાં બીજી વખત ભારતના સંરક્ષણમંત્રી રશિયા ગયા છે. આ પહેલાં જૂનમાં પણ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસ રશિયાની યાત્રા પર હતા. બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પર સોવિયતના વિજયની 75મી વર્ષગાંઠના કાર્યક્રમમાં ગયા હતા.

તે સમયે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મળવાની વાત થઈ હતી, પરંતુ વાતચીત નહોતી થઈ. આ એક સંયોગ હોઈ શકે છે કે જ્યારે જ્યારે રાજનાથ સિંહ રશિયા જાય છે, વાતચીતની પરિસ્થિતિ તૈયાર થતી જોવા મળે છે.

કોરોનાના સમયમાં જ્યારે તમામ મંત્રી ઘણો ઓછો વિદેશપ્રવાસ કરી રહ્યા છે, ત્યારે પણ ત્રણ મહિનામાં ભારતના સંરક્ષણમંત્રી બે વખત રશિયાની મુલાકાતે ગયા, આ પણ એક સંયોગ હોઈ શકે છે.

શું આ બંને સંયોગની વચ્ચે એવો પ્રયોગ થઈ શકે છે કે રશિયા બંને દેશોની વચ્ચે તણાવને ઘટાડવામાં કોઈ ભૂમિકા ભજવે? આ સવાલના જવાબ માટે છેલ્લા કેટલાક દાયકાના ઇતિહાસને ફંફોસવાની જરૂર રહશે.

line

1962થી 2020 સુધી

રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન, ભારતના વડા પ્રદાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિંગ પિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન, ભારતના વડા પ્રદાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિંગ પિંગ

1962ના ભારત-ચીન યુદ્ધમાં રશિયા બંને દેશોમાંથી કોઈની સાથે ઊભું ન હતું. ત્યારે સોવિયત સંઘનું પતન થયું ન હતું અને વૈચારિક સ્તરે ચીન અને રશિયા ઘણા નજીક હતા. આ યુદ્ધને રશિયાએ ભાઈ અને મિત્ર વચ્ચેની લડાઈ કહી હતી.

રશિયાએ ચીનને ભાઈ કહ્યું હતું અને ભારતને મિત્ર. આજની તારીખમાં જ્યારે ફરીથી ચીન અને ભારતની વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે સોવિયત સંઘ અનેક દેશોમાં વહેંચાયેલું છે.

જ્યાં સુધી સોવિયત સંઘ રહ્યું ત્યાં સુધી દુનિયા બે ધ્રુવમાં રહી હતી. આજની તારીખમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરના શબ્દોમાં કહીએ તો દુનિયા 'મલ્ટિ પોલર' થઈ ગઈ છે. એટલે એક સાથે અનેક ધ્રુવ બની ગયા છે.

અમેરિકા પોતાનો પ્રભાવ ટકાવી રાખવા માટે એશિયા પ્રશાંતમાં પોતાનો દબદબો કાયમ રાખવા માગે છે. બીજી તરફ ચીન છે જે અમેરિકાને અનેક મોરચે પડકાર ફેંકી રહ્યું છે.

ત્રીજી તરફ રશિયા પણ સીરિયા અને યુક્રેનમાં પોતાની ભૂમિકાને લઈને યુરોપ અને અમેરિકાના નિશાને છે. એક ચોથો મોરચો છે અરબ દેશોનો.

જેઓ હાલ આંતરિક મતભેદમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ કેટલાક ઈરાનની સાથે છે તો કેટલાકને સાઉદી અરેબિયા પોતાની સાથે રાખવાના પ્રયત્નો કરી રહ્યું છે.

અમેરિકા અને ચીન વચ્ચે સારા સંબંધો નથી રહ્યા. ચીન-ભારત તણાવમાં અમેરિકા ખૂલીને ભારતની સાથે ઊભું છે. એટલા માટે તે વચ્ચે મધ્યસ્થી બની શકતું નથી.

ચીનનું પાકિસ્તાન સાથે બને છે, જે ભારતનું પહેલેથી જ દુશ્મન છે એટલે પાકિસ્તાન વચ્ચે દખલ કરવાનો પ્રયત્ન કરે તેનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

line

મધ્યસ્થીની ભૂમિકા

પુતિન, નરેન્દ્ર મોદી અને જિંગપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિન, નરેન્દ્ર મોદી અને જિંગપિંગ

એવામાં રશિયા એકમાત્ર એવો દેશ બચે છે, જેના ચીન અને ભારત બંનેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે. આજ સંભાવનાઓ વિશે બીબીસીએ વાત કરી જેએનયુના પ્રોફેસર સંજય પાંડે સાથે. પ્રોફેસર સંજય પાંડે સેન્ટર ફૉર રશિયન સ્ટડીમાં પ્રોફેસર છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ભારત તણાવમાં રશિયા ચોક્કસથી ભૂમિકા ભજવી શકે છે, પરંતુ ખૂલીને નહીં, માત્ર પરોક્ષ રીતે જ.

પ્રોફેસર પાંડે કહે છે, "2017માં ડોકલામ વિવાદ સમયે પણ રશિયાએ ચીનને એ સલાહ આપી હતી કે વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ."

ગત ત્રણ મહિનાથી પૂર્વ લદ્દાખની સરહદ પર જે કાંઈ ચાલી રહ્યું છે તેમાં તો અધિકૃત રીતે રશિયાનું સ્ટેન્ડ એ છે કે બંને દેશોની વચ્ચેનો આ વિવાદ છે, બંને દેશ અમારા મિત્ર છે અને એટલા માટે બંને આનો જાતે જ ઉકેલ લાવે.

પ્રોફેસર સંજય કહે છે કે પરોક્ષ રીતે રશિયા તરફથી પ્રયત્નો ચાલુ છે. માત્ર ભારતના સંરક્ષણમંત્રીના રશિયાના બે પ્રવાસ સમયે જ નહીં પરંતુ બીજા સ્તરની વાતચીતમાં પણ ભારતની સાથે ચીનના સરહદી તણાવની ચર્ચા થઈ છે. જોકે આવી કોઈ વાતચીત કોઈપણ સ્તરે રશિયા અને ચીનની વચ્ચે હાલ નથી થઈ.

પરંતુ તે એ પણ સ્પષ્ટ કહે છે કે રશિયા, ચીનની વિરુદ્ધ નહીં જાય. ચીનની વિરુદ્ધમાં ગયા વિના ભારતની જેટલી મદદ થઈ શકે છે તે જરૂર કરશે. રશિયાએ પોતાને આ વાતનો ભરોસો ભારતને અપાવ્યો છે.

ભારતને સુખોઈ અને મિગ-21 બંનેના સપ્લાયમાં રશિયાએ ઝડપ લાવવાનો વાયદો પણ કર્યો છે. પ્રોફેસર સંજય કહે છે જે પોતાની રીતે જ દેખાય છે કે રશિયા ભારતની પરોક્ષ રીતે મદદ કરવા તૈયાર છે. ચીનની સરકારે રશિયાના આ પગલા પર વાંધો ઉઠાવ્યો નથી.

line

રશિયા અને ભારતના સંબંધો

વીડિયો કૅપ્શન, રશિયાથી લઈને હવે અમેરિકા સુધી, કેવી ભારતની ડિફેન્સ ડિલની દુનિયા?

ભારત અને રશિયા હંમેશાંથી મિત્રો રહ્યા છે. સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના વાર્ષિક અહેવાલ પ્રમાણે ભારત સૈન્યઉત્પાદનની સૌથી વધારે ખરીદી રશિયા પાસેથી કરે છે. આ પછી અમેરિકા, ઇઝરાયલ અને ફ્રાન્સનો નંબર આવે છે.

ગત કેટલાંક વર્ષોમાં રશિયા પાસેથી ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ અમેરિકા હંમેશાં ઇચ્છે છે કે ભારત રશિયાથી વધારે સામાન અમેરિકા પાસેથી ખરીદે. આ કારણે તે રશિયા પાસેથી એસ-400 ખરીદવામાં ભારતની ડીલમાં વાર લાગી.

આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર અને ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં સ્ટ્રેટેજિક સ્ટડી પ્રોગ્રામના હેડ, પ્રોફેસર હર્ષ પંતના અનુસાર બંને દેશોના સંબંધોમાં વસ્તુઓ એટલી સપાટ નથી, જેટલી દેખાય છે.

જૂન મહિનામાં રાજનાથ સિંહે રશિયાના પ્રવાસ દરમિયાન પ્રોફેસર હર્ષ પંત સાથે બીબીસીએ વાતચીત કરી હતી.

પ્રોફેસર હર્ષ પંતના કહેવા પ્રમાણે 'રશિયામાં સારી રીતે એ સમજણ છે કે ભારત એક લોકતાંત્રિક દેશ છે, જ્યારે ચીન સર્વસત્તાવાદી અથવા કહીએ તો એક પ્રકારનો તાનાશાહીવાળો દેશ છે, એટલા માટે રશિયા ભારતની સાથે પોતાના સંબંધ વધારે પ્રેમપૂર્ણ માને છે અને આજ ભારત અને રશિયાના જૂના-ઘનિષ્ઠ સંબંધોનો આધાર છે. પરંતુ ગત એક દાયકામાં પરિસ્થિતિ બદલાઈ છે, જોવા મળે છે કે ચીનની સાથે રશિયાના સંબંધ મજબૂત થઈ રહ્યા છે.'

તે કહે છે, "રશિયા માટે પણ પરિસ્થિતિ ઓછી પડકારજનક નથી. વસતિ પાકિસ્તાનથી પણ ઓછી છે અને ક્ષેત્રફળ ઘણું વધારે જે યુરોપથી એશિયા સુધી ફેલાયેલું છે."

"પછી અમેરિકા તો આખી દુનિયામાં બેઝ બનાવી લે છે, પરંતુ રશિયા માટે પડકાર છે કે આટલું મોટું ક્ષેત્રફળ છે જેને ટેકનિકલ મદદથી રક્ષા કરવાની છે અને પોતાની સરહદની ચારે તરફ દુશ્મનીનો માહોલ તે સહન કરી શકે તેમ નથી."

"રશિયાની પૂર્વ સરહદે જે ચીનને સ્પર્શે છે, ત્યાં રશિયા તણાવ બિલકુલ ઇચ્છતું નથી અને ચીન આ વાતનો ફાયદો ઉઠાવે છે."

"બીજી તરફ રશિયાની અમેરિકા અને તેના સહયોગી કેટલાક યુરોપીય દેશો સાથે ખેંચતાણ છે. એવામાં રશિયાની પાસે પણ ઓછા વિકલ્પ બચે છે."

મૉસ્કોમાં રહેલ ભારતના રાજદૂતે પણ રશિયાની સામે ભારતની ચિંતા કેટલાક સમય પહેલાં જ મૂકી હતી અને રશિયાએ સંપૂર્ણ આશ્વાસન આપ્યું હતું કે ચીનની સાથે ભારતનો વિવાદ જો વધે છે તો તેનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે.

line

ચીન અને રશિયાના સંબંધો

અહીં એક વાત ધ્યાન આપનારી છે. આર્થિક રીતે ચીનને રશિયાથી વધારે સમૃદ્ધ માનવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં ચીન પોતાને અમેરિકાની સમકક્ષ સુપરપાવર પણ માનવા લાગ્યું છે, એવી સ્થિતિમાં ચીન રશિયાનું કેમ સાંભળશે?

આ સવાલના જવાબમાં પ્રોફેસર સંજય કહે છે, "ચીન મધ્યસ્થીની ભૂમિકામાં રશિયા સિવાય ત્રીજા કોઈ દેશને સાંભળશે પણ નહીં. વિશ્વમાં જે પ્રકારે ધ્રુવીકરણ ચાલી રહ્યું છે તેમાં ચીનને હાલમાં રશિયાની જરૂરિયાત છે."

અમેરિકા સાથે જે પ્રકારે ચીનના સંબંધ કોરોનાના સમયમાં ખરાબ થયા છે અને આર્થિક, કૂટનૈતિક, રાજકીય દરેક ક્ષેત્રમાં ચીન અમેરિકાની વચ્ચે તણાવ વધી રહ્યો છે આવી સ્થિતિમાં અમેરિકા સામે લડવા માટે ચીનને રશિયાના સાથની જરૂરિયાત છે.

શીતયુદ્ધ પછી રશિયા ભલે અમેરિકાની સરખામણીએ નબળું પડ્યું, પરંતુ જો આજે પણ કોઈ પણ દેશની સાથે ઊભું થાય તો અમેરિકાના કાન સરવા થઈ જાય છે.

જો ભૂલથી પણ રશિયા અમેરિકાની સાથે જતું રહ્યું, જેની સંભાવના નજીકના ભવિષ્યમાં ના બરાબર છે, ત્યારે તો પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રશિયા અને ચીનની વચ્ચેની મિત્રતા કોઈ સ્વભાવિક અને પરંપરાગત નથી. બંને દેશોની વચ્ચે સદીઓથી અવિશ્વાસ અને સંઘર્ષની કડવી યાદો છે. આમાં 1968માં બંને દેશોની વચ્ચે દમેંસ્કી દ્વીપને લઈને સૈન્યસંઘર્ષ પણ થઈ ચૂક્યો છે.

જોકે બંને દેશોએ 4000 કિલોમીટરથી વધારેના સરહદી વિવાદને વર્ષ 2000માં ઉકેલ્યો હતો. જેને દમેંસ્કી દ્વીપને લઈને 1968માં ચીન અને રશિયા લડી ચૂક્યા હતા તે સરહદી કરાર હેઠળ ચીનની પાસે છે.

ગત કેટલાક દિવસોમાં ચીન અને રશિયાની વચ્ચે પણ કેટલીક બાબતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સમાચાર છે કે રશિયા દ્વારા ચીનને આપવામાં આવતી એસ-400 મિસાઇલ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ રોક પાછળનું કારણ ભારત ચીન સરહદી તણાવ નથી પણ ચીન દ્વારા રશિયાની જાસૂસીનો મામલો છે.

રશિયા ખૂલીને આ વાતનો સ્વીકાર કરતું નથી, પરંતુ તેની અંદર એ ભય છે કે લાંબા સમયમાં ચીન તેના માટે ખતરો બની શકે છે.

રશિયાના ચીન સાથે ગમે તેટલા સારા સંબંધ હોય, પરંતુ તે નથી ઇચ્છતું કે ચીન આ વિસ્તારમાં સુપરપાવર બને અને આની જગ્યાએ દુનિયા શક્તિશાળી દેશોમાં રશિયા વધારે નીચે જાય. યુએનની સુરક્ષા પરિષદમાં આજે પણ રશિયા ભારતનું ખૂલીને સમર્થન કરે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો