ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસને કોરોના વાઇરસ નડતો નથી?

ઇમેજ સ્રોત, @BJP4Gujarat twitter
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોના વાઇરસના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લૉકડાઉન પહેલાં અને પછી પણ સ્થિતિ પૂર્વવત્ જોવા મળતી નથી.
ગુજરાતમાં ગુજરાત આરોગ્ય વિભાગ અને પરિવારકલ્યાણના આંકડા અનુસાર, 3 ઑગસ્ટ, 2020 સુધીમાં રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને એક લાખને પાર કરી ગઈ છે.
તો કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3064 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
ભારતમાં પણ કોરોના વાઇરસના કેસની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે.
ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં (4 ઑગસ્ટ, 2020) દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 39 લાખ 36 હજારથી વધુ થઈ ગઈ છે અને કુલ 68,472 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે.
એટલે કે સમગ્ર દેશ અને રાજ્યના આંકડાઓ જોતા ખ્યાલ આવે કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
આજે મોટાં ભાગનાં સ્થળે, દુકાને, ઑફિસ વગેરે જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેરવાની સૂચના મારેલી હોય છે.
બૅન્ક કે અન્ય સ્થળોએ લાઇનમાં ઊભેલા લોકોને પણ અંતર રાખવા માટે કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ માસ્ક ન પહેર્યો હોય તો પ્રવેશ અપાતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધું કોરોનાથી બચવા અને ફેલાવવાને અટકાવાના ભાગરૂપે કરવામાં આવે છે.
સ્કૂલો અને કૉલેજો બંધ છે, વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. પરીક્ષા પણ ઓનલાઇન યોજાઈ રહી છે.
એવા સમયે ગુજરાતમાં રાજકીય મેળવડા, કાર્યક્રમો વિવાદનું કારણ બન્યા છે.

કોરોનામાં રાજકીય મેળાવડા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભાજપના નવા નિયુક્ત પ્રદેશ પ્રદેશ સી. આર. પાટીલ હાલમાં ઉત્તર ગુજરાતના પ્રવાસે છે.
અગાઉ તેમની યોજાયેલી સુરતની અને રાજકોટની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થયું હોવાના અહેવાલ આવ્યા હતા.
તેમજ આ રેલીઓના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.
રાજકોટ બાદ હવે સી. આર. પાટીલનો ઉત્તર ગુજરાતના પ્રવાસ પણ ચર્ચામાં આવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્થાનિક મીડિયામાં જોવા મળ્યું હતું કે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
તો મહેસાણામાં ભાજપનો સન્માન-સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તો કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ રાજકોટમાં એક રાજકીય કાર્યક્રમમાં લોકો સાથે જોવા મળ્યા હતા અને અહીં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થયું હોવાનું જણાયું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

રાજકીય પક્ષો શું કહે છે?

ઇમેજ સ્રોત, HARDIK PATEL TWITTER
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર કહે છે કે કૉંગ્રેસ ક્યારેય નિયમોના ભંગ કરવામાં માનતી નથી અને તેઓ ઇચ્છતા પણ નથી કે નિયમો તૂટે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ભારતીય જનતા પાર્ટીએ અમને કેટલીક બાબતોમાં મજબૂર કર્યા છે."
તેઓ કહે છે કે "શરૂઆતના ગાળામાં જ્યારે કોરોના વાઇરસ અમદાવાદમાં આવ્યો ત્યારે અમે અને અમારા નેતાઓ, આગેવાનોએ લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હતું, પણ એમાં અમે ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ નહોતો કર્યો."
ભાજપના પ્રમુખ સી. આર. પાટીલની રેલી અને હાર્દિક પટેલના કાર્યક્રમને જયરાજસિંહ પરમાર અલગ ગણે છે.
તેઓ કહે છે કે "હાર્દિક પટેલનો કાર્યક્રમ એક નાના હૉલમાં યોજાયો હતો. જ્યાં બહુ ઓછા માણસો હતા અને એ કોઈ જાહેર મેળાવડો નહોતો પણ પત્રકારપરિષદ હતી. એમાં કૉંગ્રેસના કાર્યકરો પણ નહોતા. એટલે સી. આર. પાટીલની રેલીને હાર્દિક પટેલના કાર્યક્રમ સાથે જોડવો યોગ્ય નથી. એની સરખામણી થાય એમ નથી."

ઇમેજ સ્રોત, @CRPaatil TWITTER
ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "આ સંગઠનાત્મક પ્રવાસ છે. સોમનાથથી લઈને સવૈયાનાથ સુધીનો ચાર દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો, દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કર્યો અને હવે ઉત્તર ગુજરાતનો પ્રવાસ પણ પૂર્ણ થાશે."
નિયમોના પાલન અને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે તેઓ કહે છે, "દરેક જગ્યાએ મોટા ભાગે સંગઠનાત્મક બેઠકો હૉલમાં રાખવામાં આવે છે. હૉલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, સેનિટાઇઝર વગેરેની વ્યવસ્થાઓ પણ રાખવામાં આવતી હોય છે."
"અગાઉથી સૂચના પણ આપવામાં આવે છે કે બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. તેમ થતાં રસ્તામાં જ્યારે નીકળીએ ત્યારે ગામેગામે કાર્યકરોનો ઉત્સાહ હોય છે એટલે સ્વયંભૂ લોકો સ્વાગત માટે ઊમટી પડતા હોય છે. એમાં પણ બને ત્યાં સુધી ના પાડીએ છીએ કે આ રીતે ન નીકળવું."

રાજકીય મેળાવડા શું સૂચવે છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
કોરોનાને ફેલાતો રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસન્સિંગ જાળવવા માટે અપીલ કરવામાં આવે છે.
જોકે રાજકીય મેળાવડાઓમાં તેનું પાલન ન થતું હોવાનું દેખાય છે અને ચર્ચાય છે.
જાણીતા રાજકીય વિશ્લેષક અજય ઉમટ નેતાઓની ભીડને અયોગ્ય ગણાવે છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોના સિનિયર નેતાઓ આ જે કરી રહ્યા છે તે અનુચિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ એવું કહે છે કે 'સાવધાની હટી, દુર્ઘટના ઘટી.' બીજું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ છાપામાં જાહેરાત આપતી હોય, વડા પ્રધાન અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ કહી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો."
તેઓ વધુમાં કહે છે, "કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઇડલાઇન છે કે 21મી સપ્ટેમ્બર સુધી કોઈ પણ પ્રકારના રાજકીય મેળાવડાઓ કે ધાર્મિક કાર્યક્રમો થવા ન જોઈએ. આથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પોતે જ પાલન ન કરવું એ કઈ રીતે યોગ્ય છે એ મને સમજાતું નથી."
"નેતાઓએ તો પોતે દાખલો બેસાડવો જોઈએ. દાખલો બેસાડવાને બદલે તમે આવું કરીને પ્રજાને શું સંદેશો આપી રહ્યા છો?"
ઉમટ વધુમાં ઉમેર છે, "સામાન્ય નાગરિક જો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવે તો તેને દંડ કરવામાં આવે છે. કોઈ ધાર્મિક સ્થળે પૂજામાં ચાર કરતાં વધુ લોકો હોય તો પોલીસ દંડ કરે છે, જેલમાં નાખે છે, પણ અહીં ચારસો-પાંચસો માણસો આવે તો પણ કંઈ થતું નથી."
"વહીવટીતંત્ર પણ આંખ આડા કાન કરે છે એ પણ સમજાતું નથી. કાયદો તો બધા માટે એકસમાન જ હોવો જોઈએ. હું ચોક્કસ માનું છું કે આ જે થઈ રહ્યું એ ખોટું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તો રાજકીય વિશ્લેષક અજય નાયક માને છે કે આર. સી. પાટીલ નવા ભાજપ પ્રદેશ પ્રમુખ છે અને હાર્દિક પટેલ પણ કૉંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખ બન્યા છે. એટલે બંને જણા પોતપોતાનો દબદબો બતાવવા માટે જ્યાં જાય ત્યાં આ રીતે રેલીઓ કાઢે છે, માણસો ભેગા કરે છે. જેથી કરીને લોકોમાં એવું બતાવી શકાય કે એમની પકડ લોકો સુધી ઘણી છે કે એ બહુ લોકપ્રિય નેતા છે.
તેઓ ઉમેરે છે, "બીજું કારણ એ પણ હોઈ શકે કે જે પેટાચૂંટણીની વાત છે (ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે ચૂંટણીઓ યોજાવાની છે) એ બંને (સી. આર. પાટીલ અને હાર્દિક પટેલ) માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહ્યો છે. જોકે ભાજપે એમાં કંઈ ગુમાવવાનું નથી, કેમ કે આઠેય બેઠકો કૉંગ્રેસની હતી. તેમ છતાં કૉંગ્રેસ બધી બેઠકો કૉંગ્રેસ ફરી મેળવે તો ભાજપ માટે મોટો ફટકો કહેવાય છે. એટલા માટે પણ બંને પક્ષ તરફથી જોર લગાવવામાં આવતું હોય એવું બની શકે."
અજય નાયક બીબીસી સાથેની વાતમાં બીજી એક વાત પણ ઉમેર છે.
તેઓ કહે છે, "દેશના આરોગ્યમંત્રાલય તરફથી કહેવામાં આવે છે કે લોકોએ હવે કોરોના સાથે રહેવા શીખવું પડશે, તો લોકોને પણ આદત પડી ગઈ છે એટલે એ પણ એક કારણ હોઈ શકે."
તો અનિલ સરાગવી કહે છે, "કાયદાઓ તો સામાન્ય લોકો માટે હોય રાજકીય નેતાઓ માટે નથી હોતા. નેતાઓ રેલીઓમાં આવા સરકારી નિયમોનું પાલન ન કરે તો ચાલે એવી સામાન્ય સમજ ઊભી થઈ છે."

કોરોનાની રસી અને લૉકડાઉન અંગે WHOની ચેતવણી

ઇમેજ સ્રોત, Reuters
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ કહ્યું છે કે કોરોના વાઇરસની વૅક્સિનને મંજૂરી આપવાની પ્રક્રિયાને ગંભીરતાથી લેવાની જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય સંસ્થાનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને પત્રકારોને કહ્યું હતું કે તમામ દેશ ટ્રાયલ પૂર્ણ કર્યા વિના દવાઓને મંજૂરી આપવાનો અધિકાર રાખે છે, પરંતુ આ કોઈ 'હળવાશથી લેવાતું કામ નથી'.
WHOનું કહેવું છે કે આ સમયે 33 વૅક્સિનની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે જ્યારે કે 143 રસીઓ હાલ પ્રી-ક્લિનિકલ ઇવેલ્યુએશનના તબક્કામાં છે.
આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંગઠને પૂરતી વ્યવસ્થા વિના લૉકડાઉન હઠાવી રહેલા દેશોને ચેતવણી આપી છે.
WHOએ કહ્યું છે કે જે દેશોમાં હજી પણ સારી એવી સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે જો તેઓ લોકોને એકઠા થવાની મંજૂરી આપે છે તો એ વિનાશને આમંત્રણ આપવા જેવું હશે.

કોરોના વાઇરસ અને ગુજરાતની વર્તમાન સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરત અને સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતું દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં કોરોના વાઇરસનો આંકડો એક લાખને પાર કરી ગયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને 15થી 29 ઑગસ્ટ દરમિયાન કરાયેલા સર્વેના અહેવાલને બુધવારે (3 ઑગસ્ટ, 2020) જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 10 હજાર લોકોના સૅમ્પલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ અહેવાલ અનુસાર અમદાવાદમાં 10,310 સીરમ સેમ્પલમાંથી કોરોના વાઇરસની પ્રતિરોધકતા 2,396 લોકોમાં જોવા મળી હતી એટલે સેરો પૉઝિટિવિટી 23.24 ટકા થાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આ ઉપરાંત કોરોના વાઇરસમાંથી સાજા થયેલા 40 ટકા દરદીઓમાં ઍન્ટિબૉડી લુપ્ત થયા છે, જેને ચિંતાની વાત માનવામાં આવી રહી છે.
કૉર્પોરેશને જાહેર કરેલી પ્રેસ-રિલીઝમાં કહ્યું કે અગાઉના અભ્યાસ પછી દોઢ મહિનામાં સેરો-પૉઝિટિવિટીમાં માત્ર 5.63 ટકાનો વધારો અને તે પણ "અનલૉક"ના ગાળામાં થયેલ છે, જે ખૂબ જ ઓછો છે.
ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યું કે લોકસમૂહ પ્રતિરોધકતા (હર્ડ ઇમ્યુનિટી) જેવું કંઈ જણાયું નથી. લોકો હજુ પણ નવા સંક્રમણનો ખતરો ધરાવે છે અને આટલી ઓછી પ્રતિરોધકતા પર આધાર રાખી ન શકીએ.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેડિકલ ઑફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું "કૉર્પોરેશન દ્વારા ઍન્ટિ-બૉડીને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ સંક્રમિત થયેલા 40 ટકા લોકોમાંથી ઍન્ટિ-બૉડી લુપ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "40 ટકા લોકોમાં ઍન્ટિ-બૉડી ન હોવાનું દર્શાવે છે કે તેમને ભવિષ્યમાં સંક્રમણની ફરી અસર થઈ શકે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો