નવી જગ્યાએ બની રહેલી નવી બાબરી મસ્જિદ કેવી ભવ્ય હશે?

ધન્નપુર ગામમાં જે જગ્યાએ જમીન આપવાનો પ્રસ્તાવ છે, તેની પાસે એક દરગાહ છે

ઇમેજ સ્રોત, BALBEER

ઇમેજ કૅપ્શન, ધન્નપુર ગામમાં જે જગ્યાએ જમીન આપવાનો પ્રસ્તાવ છે, તેની પાસે એક દરગાહ છે
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદ ખતમ થઈ ગયો છે. પાંચ ઑગસ્ટે અયોધ્યામાં મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ પૂરો થયો.

કાર્યક્રમમાં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા. આ સાથે જ ભવ્ય મંદિર બનવાનું કામ શરૂ થઈ ગયું છે.

'શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ' તરફથી કહેવામાં આવ્યું કે સૅન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીબીઆરઆઈ) રૂડકી, આઈઆઈટી મદ્રાસ અને લાર્સન ઍન્ડ ટૂબ્રોના એન્જિનિયરોએ માટીની તપાસ કરીને મંદિરનિર્માણનું કામ શરૂ કરી દીધું છે.

36થી 40 મહિનાની અંદર મંદિરનિર્માણનું કામ પૂરું કરી દેવામાં આવશે.

સમાચાર છે કે અયોધ્યામાં ડેવલપમૅન્ટ ઑથૉરિટી તરફથી મંદિરનો નકશો પણ પાસ કરી દેવામાં આવ્યો છે. 29 ઑગસ્ટે આ અંગે બેઠક થઈ હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બીજી તરફ મસ્જિદ બનાવવાના કામમાં ઝડપ કરાઈ રહી છે. સુન્ની વક્ફ બોર્ડે પાંચ એકર જમીન પર જે કામ થવાનું છે એના માટે 'ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન' બનાવ્યું હતું. પાંચ એકર જમીનનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એની જવાબદારી આ ફાઉન્ડેશનને સોંપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચુકાદો સંભળાવતાં રામમંદિર માટે કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવવાનો ચુકાદો આપ્યો હતો અને યુપી સરકારને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન માટે જગ્યા ફાળવવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યાની પાસે ધન્નીપુર ગામમાં યુપી સરકારે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપી છે. આ જમીન કૃષિવિભાગના 25 એકરના ફાર્મહાઉસનો એક ભાગ છે જ્યાં હાલ વાવેતર કરાયું છે.

જોકે અયોધ્યાના અનેક મુસ્લિમો અને આ વિવાદ સાથે જોડાયેલા પક્ષકાર અનેક લોકો આટલી દૂર જમીન આપવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે.

line

મસ્જિદની ડિઝાઇન કોણ બનાવશે?

પ્રોફેસર અખ્તર
ઇમેજ કૅપ્શન, પ્રોફેસર અખ્તર

ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને જમીન પર મસ્જિદ બનાવવા માટે ડિઝાઇન કરવાવાળા આર્કિટેક્ચરનું નામ નક્કી કર્યું છે. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પ્રોફેસર એસ.એમ. અખ્તરને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રોફેસર અખ્તર જામિયામાં આર્કિટેક્ચર વિભાગના ડીન પણ છે.

ત્રણ વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે અને ઇન્ડો ઇસ્લામિક નકશા ડિઝાઇન કરવામાં મહારત ધરાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ કામ માટે તેમણે કોઈ અરજી કરી નહોતી.

તેમના કહેવા પ્રમાણે તેમની પસંદગી તેમની લાયકાતના આધારે કરવામાં આવી, કારણ કે તેમનું કામ બોલે છે.

એક સપ્ટેમ્બરે તેમને ફોન કરીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.

તેમણે પાંચ એકર જમીન પર મસ્જિદની સાથે જે કંઈ બને, તેની ડિઝાઇન તૈયાર કરવાની છે.

આખી દુનિયામાં વર્ષ 2007થી ઇસ્લામિક આર્ટ એન્ડ આર્કિટેક્ચર પર એક આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનું આયોજન થાય છે.

ઈરાન, પાકિસ્તાન સહિત દુનિયાના અનેક દેશોમાં આનું આયોજન થઈ ચૂક્યું છે.

ત્રણ વખત દિલ્હીમાં પણ તેનું આયોજન થયું છે. પ્રોફેસર અખ્તર દિલ્હીમાં તે કૉન્ફરન્સના સંયોજક રહ્યા છે. તેમનું માનવું છે કે બની શકે છે કે તેના કારણે તેમના કામ વિશે ફાઉન્ડેશનને જાણકારી મળી હોય.

તેમનો દાવો છે કે પ્રોફેસર બન્યા તે પહેલાં તેમણે કેટલીય કંપનીઓમાં કન્સલટન્ટ તરીકે કામ કર્યું છે. જામિયાની ઘણી બિલ્ડીંગ તેમણે તૈયાર કરી છે.

પ્રોફેસર અખ્તર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટ ઉત્તર પ્રદેશ ચૅપ્ટરના અધ્યક્ષ અને સચિવ બંને રહ્યા છે અને લખનૌ સાથે સંબંધ ધરાવે છે.

કેવો હશે મસ્જિદનો નકશો?

અયોધ્યામાં જે મંદિર બની રહ્યું છે તેની ભવ્યતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

વિશ્વ હિંદુ પરિષદની સાથે મળીને થોડાં વર્ષો પહેલાં રામમંદિરનું મૉડલ ગુજરાતમાં રહેતા વાસ્તુશાસ્ત્રી ચંદ્રકાંત સોમપુરાએ તૈયાર કર્યું હતું.

જેને થોડા ફેરફારો સાથે હવે સ્વીકૃતિ મળી ગઈ છે.

line

મસ્જિદનો નકશો કેટલો ભવ્ય હશે?

રામમંદિરનું પ્રસ્તાવિક મૉડલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, રામમંદિરનું પ્રસ્તાવિક મૉડલ

આ સવાલના જવાબમાં પ્રોફેસર અખ્તર કહે છે, "અમારા વ્યવસાયમાં કહેવામાં આવે છે, આર્કિટેક્ચરમાં ક્યારેય પુનરાવર્તન થતું નથી, તેને હંમેશાં સમયની સાથે વિકસાવવામાં આવે છે."

"જે મરી ગયા તે પુરાતત્ત્વ થઈ જાય અને જે જીવિત છે તે આર્કિટેક્ચર એટલે વાસ્તુશિલ્પ છે."

"જે પણ છે સમકાલીન હશે, જીવિત હશે અને વાઇબ્રન્ટ હશે - અમે એવી જ ડિઝાઇન કરીશું. જ્યારે આ વિચારની સાથે અમે કરીએ ત્યારે નવી વસ્તુ બનાવીએ છીએ, જૂની વસ્તુ મગજમાંથી નીકળી જાય છે. વિશ્વમાં દરેક જગ્યાએ આવું જ થાય છે."

તો શું નવી મસ્જિદનું માળખું જૂની મસ્જિદથી સંપૂર્ણ અલગ હશે?

આના પર પ્રોફેસર અખ્તર સ્પષ્ટ શબ્દમાં કહે છે કે નવી મસ્જિદ સંપૂર્ણરીતે અલગ હશે. તેમાં ગુબંજનો કોઈ ભાગ નહીં હોય.

તો શું આ અંગે સુન્ની વક્ફ બોર્ડે તેમને પરવાનગી આપી દીધી છે?

આ અંગે તેઓ કહે છે કે ડિઝાઇન પર કામ કરતાં પહેલાં કોઈ પરવાનગી લેવી જરૂરી નથી.

તેમના કહેવા પ્રમાણે વિશ્વમાં યુરોપ અને બીજા દેશોમાં આવી અનેક નવી થીમ પર કામ થઈ રહ્યું છે, જેમાં મસ્જિદ 'ઝીરો ઍનર્જી' પર કામ કરે છે. તમામ વસ્તુ ત્યા રિસાઇકલ થાય છે.

પ્રોફેસર અખ્તર એ પણ સ્પષ્ટ કરે છે કે હાલમાં મસ્જિદની કોઈ તસવીર તેમના મગજમાં નથી.

હાલ તેમણે આ અંગે વિચારવાનો આરંભ કર્યો છે અને જ્યારે સૂતાજાગતા જેજે ખ્યાલ આવશે, તે ડિઝાઇન પર જ કામ શરૂ કરશે.

line

સ્પિરીટ ઑફ ઇન્ડિયાનું ઉદાહરણ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પાંચ એકરની જમીન પર માત્ર મસ્જિદનું નિર્માણ કરવામાં આવશે. ત્યાં એક પૂર્ણ સંકુલ તૈયાર કરવામાં આવશે જેમાં મસ્જિદનો એક મોટો ભાગ હશે. સંકુલની થીમ હશે 'ખિદમત-એ-ખલ્ક' જેનો અર્થ થાય છે માનવતાની સેવા.

પ્રોફેસર અખ્તરના કહેવા પ્રમાણે આમાં ઇસ્લામની છાપ હશે, સાથે ભારતીયપણાની પણ વાત હશે, જેનો મૂળ મંત્ર છે લોકોની સેવા કરવી.

તેઓ કહે છે કે તમે લોકોની મદદ કરીને આ મેળવી શકો છો અને એ માટે તેઓ કેટલાંક ઉદાહરણ પણ આપે છે.

કેટલાક લોકોને આરોગ્યની સેવા નથી મળી રહી, તો તેમના દુ:ખનો અહેસાસ કરીને જો તમે તેમને હૉસ્પિટલની સુવિધા આપશો તો આ માનવતાની સેવા છે.

જો તમે ભણવાથી વંચિત લોકો માટે ભણવાની વ્યવસ્થા કરો છો તો આ માનવતાની સેવા છે. કેટલાકે આ પ્રકારની માગ આ સંકુલને બનાવવા માટે પણ કરી છે.

આ કારણે સંકુલમાં હૉસ્પિટલ પણ બનશે અને ભણાવવાની પણ વાત થશે.

પરંતુ એ જરૂરી નથી કે સ્કૂલ જેવી જ હોય. તેઓ કહે છે કે આપણે ઇતિહાસ દેખાડીને લોકોને ભણાવી શકીએ છીએ. આજના સમયમાં જે લોકોની વચ્ચે અંતર વધી ગયું છે તેમની વચ્ચે પૂલ બાંધવનું કામ કરશે આ સંકુલ

જોકે તેમણે એ નથી કહ્યું કે મસ્જિદનો નકસે ક્યાર્ બનીને તૈયાર થઈ જશે. ન તેમણે એ સવાલનો જવાબ આપ્યો કે મસ્જિદનું નામ શું રાખવામાં આવશે અને મસ્જિદનો પાયો નાખતી વખતે કોને આમંત્રણ મોકલાશે.

પરંતુ અંતે તેમણે એ જરૂર કહ્યું, "મારા માટે આ મસ્જિદની ડિઝાઇન તૈયાર કરવી એ ગર્વની વાત છે અને આનાથી પણ મોટી વાત એ છે કે મને આ કાર્યભાર આપવામાં આવ્યો. સંપૂર્ણ પ્રયત્ન હશે કે ડિઝાઇન એવી બનાઉ કે દુનિયામાં આની મિસાલ આપવામાં આવે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો