You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને પાકિસ્તાનમાં 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા, ગોળીબાર કર્યો
- લેેખક, મોહમ્મદ ઇલિયાસ ખાન
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહોમ્મદ રઝાક ચૌધરી (58) પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના દક્ષિણ છેડે આવેલા ભિમ્બર જિલ્લાના સરપંચ છે.
તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષ પીટીઆઈ (પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ) સાથે પણ જોડાયેલા છે.
ચૌધરી કહે છે, "એ પ્લેન (વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનું મિગ-21)ને ગોળો લગ્યો હતો. મેં પાઇલટને પૅરાશૂટથી નીચે ઉતરતો જોયો હતો. મારી ગણતરી તેને જીવિત પકડવાની હતી. "
"પરંતુ એ પહેલાં સ્થાનિકો પાઇલટ જ્યાં ઉતર્યો હતો, ત્યાં પહોંચી ગયો.
"પાઇલટે (વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન) પૂછ્યું હતું કે 'શું હું પાકિસ્તાનમાં છું?' ત્યારે એક શાણા યુવકે હકારાત્મક જવાબ આપ્યો હતો."
"એટલે તેણે ભારતના કેટલાક દેશભક્તિના નારા લગાવ્યા હતા."
"આથી કેટલાક યુવાનોએ 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા."
"એટલે પાઇલટે (વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન) હવામાં ફાયર કર્યું હતું. આથી લોકોએ તેની ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
પગમાં ગોળી મારી
પાઇલટે ભાગવાનો પ્રયાસ કર્યો અને વધુ કેટલીક ગોળીઓ છોડી. સ્થાનિક યુવકોએ તેનો પીછો પકડ્યો હતો.
મારો એક ભત્રીજો પણ ત્યાં હતો, તેણે પાઇલટને (વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન) પગમાં ગોળી મારી, જેથી તે પાણીમાં પડી ગયો.
સ્થાનિકોએ તેને પિસ્તોલ છોડી દેવા કહ્યું એટલે તેણે પિસ્તોલ ફેંકી દીધી. ત્યારબાદ અન્ય યુવકોએ તેને પકડી લીધો, જેથી તેની પાસે બીજું કોઈ ઘાતક હથિયાર હોય તો તેનો ઉપયોગ ન કરી શકે.
આવા સમયે જ તેણે કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ફાડી નાખવાનો અને તેને ખાઈ જવાનો પ્રયાસ કર્યો. જોકે, સ્થાનિકોએ આ દસ્તાવેજ સેનાને સોંપી દીધા હતા."
કેટલાક સ્થાનિક યુવકોએ તેને માર મારવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્યોએ તેને છોડી દેવા કહ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો