You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મિગ-21 બાઇસન અને મિરાજ -2000ની ખાસિયત શું છે?
- લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
'મીગ-21 બાઇસન' આધુનિક હથિયારોથી સજ્જ મિગ-21 સિરીઝનું સૌથી આધુનિક યુદ્ધ વિમાન છે. તેનો ઉપયોગ ઇન્ટરસૅપ્ટર રૂપે કરવામાં આવે છે.
ઇન્ટરસૅપ્ટર યુદ્ધ વિમાનને દુશ્મનનાં વિમાનો, ખાસ કરીને બૉમ્બ વર્ષાવતાં અને ટૉહી વિમાનો પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
ભારતીય વાયુ સેનાએ પહેલી વખત 1960માં મિગ-21 વિમાનને પોતાના ખજાનામાં સામેલ કર્યાં હતાં.
કારગિલ યુદ્ધ બાદથી ભારતીય વાયુસેના ધીરે ધીરે જૂના મિગ-21 વિમાનો હટાવીને આ આધુનિક 'મિગ-21 બાઇસન' વિમાનોમે સામેલ કરી રહી છે.
બાઇસનને 'બલાલૅકા' નામથી પણ ઓળખવામાં આવે છે. નાટો સેના તેને 'ફિશબૅડ'ના નામથી પણ ઓળખે છે.
'મિગ-21 બાઇસન'ની ખાસિયત
'મિગ-21 બાઇસન'માં મોટા સર્ચ રડારથી સજ્જ છે, જે નિયંત્રિત મિસાઇલનું સંચાલન કરે છે અને ગાઇડૅડ મિસાઇલનો માર્ગ નક્કી કરે છે.
તેમાં બીવીઆર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઓઝલ થઈ જતી મિસાઇલો વિરુદ્ધ વિમાનને ઘાતક ક્ષમતા પ્રદાન કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ યુદ્ધ વિમાનોમાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રૉનિક્સ અને તેની કૉકપિટ આધુનિક પ્રકારની હોય છે. મિગ-21 બાઇસન, બ્રાઝીલના નવા એફ-5ઈએમ પ્લેનને સમકક્ષ છે.
ગ-21 બાઇસન સુપરસોનિક યુદ્ધ જેટ વિમાન છે જે લંબાઈમાં 15.76 મીટર અને પહોળાઈમાં 5.15 મીટર છે.
હથિયારો વિના તેનું વજન લગભગ 5200 કિલોગ્રામ થાય છે જ્યારે તેને હથિયારોથી સજ્જ કર્યા બાદ તેનું વજન લગભગ 8000 કિલોગ્રામ સુધી થાય ત્યાં સુધી તે ઊડી શકે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સોવિયેત રશિયાના 'મિકોયાન-ગુરેચીવ ડિઝાઇન બ્યુરો'એ તેને 1959માં બનાવવાનું શરૂ કર્યુ હતું.
1961માં ભારતે મિગ વિમાનો રશિયા પાસેથી ખરીદવાનું નક્કી કર્યુ હતું.
પછીના સમયમાં તેને વધુ બહેતર બનાવવાની પ્રક્રિયા ચાલતી રહી. આ જ ક્રમમાં તેને વધુ આધુનિક બનાવીને 'મિગ-બાઇસન' શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા.
મિગ-21 એક હળવું સિંગલ પાઇલટથી ચાલતું યુદ્ધ વિમાન છે. જે 18 હજાર મીટરની ઊંચાઈ પર ઊડી શકે છે.
તેની સ્પીડ વધુમાં વધુ 2,230 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 1,204 નૉટ્સ(માક2.05) સુધીની થઈ શકે છે.
એ આકાશમાંથી આકાશમાં મિસાઇલથી હુમલો કરવાની સાથે બૉમ્બ લઈ જવા માટે સક્ષમ છે.
1965 અને 1971માં થયેલા ભારત-પાક. યુદ્ધમાં મિગ-21 વિમાનોનો ઉપયોગ થયો હતો.
1971માં ભારતીય મિગે 'ચેંગડુ એફ' વિમાન (ચીને તૈયાર કરેલી મિગ વિમાનની આવૃતિ) ને તોડી પાડ્યું હતું.
મિરાજ -2000 અને તેની ખાસિયત
'મિરાજ-2000' અતિ આધુનિક યુદ્ધ વિમાન છે, જે ફ્રાન્સ ડાસૉ ઍવિએશન કંપનીએ બનાવ્યું છે. આ એ જ કંપની છે જેણે રફાલ યુદ્ધ વિમાનો પણ બનાવ્યાં છે.
'મિરાજ-2000'ની લંબાઈ 47 ફૂટ અને વજન 7,500 કિલો છે. તે વધુમાં વધુ 2000 કિલોમીટરની ગતિથી ઊડી શકે છે.
'મિરાજ-2000' 13,800 કિલોનાં શસ્ત્રો સાથે 2,336 કિલોમીટરની ગતિથી ઊડી શકે છે.
ડબલ એન્જિન ધરાવતું 'મિરાજ-2000' ચોથી પેઢીનું મલ્ટિરૉલ યુદ્ધ વિમાન છે અને માક 2 છે. ભારતે પહેલી વખત તેને 80ના દાયકામાં ખરીદવાનો ઑર્ડર આપ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
કારગિલ યુદ્ધમાં 'મિગ-21' સાથે 'મિરાજ-2000' વિમાનોએ પણ અગત્યની ભૂમિકા નીભાવી હતી.
વર્ષ 2015માં કંપનીએ આધુનિક 'મિરાજ-2000' યુદ્ધ વિમાન ભારતીય વાયુ સેનાને સોંપ્યાં હતાં.
આ આધુનિક વિમાનોમાં નવા રડાર અને ઇલેક્ટ્રૉનિક સીસ્ટમ છે. જેનાથી આ વિમાનોની મારક અને વજન ઊઠાવવાની ક્ષમતામાં વધારો થઈ ગયો છે.
પણ ફ્રાન્સે આ વિમાન માત્ર ભારતને જ નથી વેંચ્યાં પંતુ આજના સમયમાં નવ દેશોની વાયુસેના આ વિમાનોનો ઉપયોગ કરે છે.
મિરાજ-2000માં જોડિયાં એન્જિન છે. સિંગલ એન્જિન ધરાવતાં યુદ્ધ વિમાનનું વજન ઓછું હોય છે.
જેનાથી તેમને ઊડવામાં સરળતા રહે છે. પરંતુ ઘણી વખત એન્જિન ફેલ થવાથી વિમાન ક્રેશ થવાની શક્યતા રહે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને જો યુદ્ધ વિમાનમાં એકથી વધુ એન્જિન હોય તો એક એન્જિન બંધ વાથી બીજાને કામ પર લગાડી શકાય છે, તેનાથી પાઇલટ અને વિમાન બંને સલામત રહે છે.
બે એન્જિન હોવાથી મિરાજ-2000 વિમાન ક્રેશ થવાની સંભાવના નહિવત્ત છે.
આપને આ પણ વાચવું ગમશે
'મિરાજ-2000' વિમાન એક સાથે ઘણાં કામ કરી શકે છે. એક બાજુ તે વધુમાં વધુ બૉમ્બ અને મિસાઇલ ફેંકવા માટે સક્ષમ છે તો બીજી તરફ એ હવામાં દુશ્મનનો મુકાબલો પણ સરળતાથી કરી શકે છે.
મિરાજ યુદ્ધ વિમાન DEFA-554 ઑટોકૅનથી સજ્જ છે, જેમાં 30 મિમીની રિવૉલ્વર પ્રકારની તોપ છે.
આ તોપ 1200થી લઈને 1800 રાઉન્ડ પ્રતિ મિનિટની ગતિથી હુમલો કરે છે. સાથે જ એક વખતમાં 6.3 ટન શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે.
આ વિમાન આકાશથી આકાશમાં વાર કરતી અને આકાશથી જમીન પર વાર કરતી મિસાઇલો, લૅઝર ગાઈડેડ મિસાઇલ, પરમાણુ શક્તિ અને સજ્જ ક્રૂઝ મિસાઇલ લઈ જવામાં સક્ષમ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો