You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોણ છે માલદીવના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહ?
માલદીવમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ વિપક્ષના નેતા ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના પક્ષે આવ્યું છે. મતલબ કે તેઓ દેશના નવા રાષ્ટ્રપતિનો પદભાર સંભાળશે.
જૂન 2018માં એમડીપી (મેઇન ઓપોઝિશન માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી), જેપી (જમ્હૂરી પાર્ટી) અને કન્ઝર્વેટિવ એપી (અદ્હાલથ પાર્ટી)ના ગઠબંધને સોલિહની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્તિ કરી હતી.
અમેરિકા અને યુરોપિયન યુનિયને માલદીવમાં યામીનની આગેવાની હેઠળ ખરાબ થતી લોકતાંત્રિક ઢબ પર ચિંતા વ્યક્ત કરી જે બાદ આ ચૂંટણી કરાવવામાં આવી હતી.
કોણ છે સોલિહ?
ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને 'ઇબુ' નામે પણ ઓળખવામાં આવે છે. માલદીવના રાજકારણમાં સોલિહનું નામ ખૂબ જ જાણીતું છે.
સોલિહ દેશમાં લોકતાંત્રિક સુધારાઓની તરફેણમાં પોતાનો અવાજ ઉઠાવી ચૂક્યા છે.
વર્ષ 2004માં જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માઉમૂન અબ્દુલ ગયૂમ દેશના રાજકારણમાં સુધાર લાવવાના પ્રયાસમાં લાગ્યા હતા. એ સમયે માલદીવની સ્પેશિયલ પાર્લામેન્ટ દ્વારા દેશનું નવું બંધારણ રચવામાં આવી રહ્યું હતું, ત્યારે સોલિહ આ સંસદના સભ્ય હતા.
ચાર વર્ષની ચર્ચા બાદ વર્ષ 2008માં નવા બંધારણને અપનાવી લેવામાં આવ્યું. જેમાં દેશમાં પહેલી વખત રાષ્ટ્રપતિ પદ માટે બહુપક્ષીય ચૂંટણી યોજવા માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
56 વર્ષના સોલિહ એમડીપીના સંસ્થાપકોમાના એક છે. આ પક્ષનો હેતુ દેશમાં લોકશાહી અને માનવમૂલ્યો આગળ વધારવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2011 સુધી સોલિહ તેમના પક્ષના સંસદીય બાબતોના નેતા રહ્યા. વર્ષ 2017માં તેઓ વિપક્ષી પક્ષોના ગઠબંધનથી બનેલા સંયુક્ત સંસદીય જૂથના લીડર નિયુક્ત થયા હતા.
આ જૂથનો હેતુ દેશના નાગરિકોના સામાજિક અને રાજકીય હકોને સુરક્ષિત કરવાનો હતો.
માલદીવના રાજકારણમાં સોલિહનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. 30 વર્ષની ઉંમરે તેમણે સત્તાપક્ષના ઉમેદવારને સંસદીય ચૂંટણીમાં લ્હાવિયાનીની અટોલ સીટ પરથી હરાવ્યા હતા.
જોકે, આ જગ્યાએ સોલિહનું ઘર આવેલું છે. અહીંથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી.
માલદીવની ચૂંટણી પર પૈસાદાર અને પ્રભાવશાળી લોકોનો પ્રભાવ રહ્યો છે. આ બાબતમાં સોલિહ પણ અપવાદ નથી.
સોલિહ પત્રકાર પણ રહી ચૂક્યા છે
પ્રો-ઑપોઝિશન રાજ્જે ટીવી અનુસાર તેમના પિતા મોહમ્મદ સોલિહ પ્રખ્યાત બિઝનેસમેન છે. તેમણે માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એમડીપી નેતા મોહમ્મદ નસીદનાં પિતરાઈ સાથે લગ્ન કર્યાં છે.
વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્સ મુજબ એક પત્રકાર માટે માલદીવ સૌથી ખરાબ જગ્યા છે. 180 દેશોની યાદીમાં માલદીવનું સ્થાન 120મું છે.
રાજકારણમાં જોડાતા પહેલાં સોલિહ પત્રકાર રહી ચૂક્યા છે. એટલા માટે જ તેઓ દેશના પત્રકારો માટે ખૂબ સહાનુભૂતિ ધરાવે છે.
આ વર્ષે કરેલા એક ટ્વીટમાં તેમણે લખ્યું, "એવા ચિંતાજનક રિપોર્ટ્સ મળી રહ્યા છે કે રાષ્ટ્રપતિ યામીનની સરકાર વિદેશી પત્રકારોને ચૂંટણી કવર કરવા માટે આઝાદીથી ફરવા નથી દેતી.”
“હું દરેક સત્તાધિકારીને કહું છું કે વિદેશી પત્રકારો પર લાદવામાં આવેલા દરેક પ્રતિબંધો હટાવવામાં આવે."
'આદર્શ વિપક્ષી નેતા'
'માલદીવ ઇન્ડિપેન્ડેન્ટ' અખબારે એમડીપીના સભ્ય અહદમ મહલુફને ટાંકી લખ્યું છે કે જૂન 2018માં તેમણે કહ્યું હતું કે સોલિહ એક આદર્શ વિપક્ષી નેતા છે.
તેમણે વિપક્ષી પાર્ટીઓને એકઠી કરવા માટે અથાક મહેનત કરી છે. સાથે જ તેમણે અલગ રાજકીય વિચાર ધરાવતી વ્યક્તિઓ સાથે હળીમળીને કામ કર્યું છે.
વર્ષ 2018માં માલદીવના ખાનગી અખબાર 'મિહારુ'એ છાપેલા એક અહેવાલ મુજબ પ્રોગેસિવ પાર્ટી ઑફ માલદીવના નેતા અહમદ નિહાને કહ્યું હતું કે સોલિહ વિપક્ષી ઉમેદવાર બનવાને લાયક છે, પરંતુ તેમને રાષ્ટ્રપતિ યામીન વિરુદ્ધના વિકલ્પ તરીકે ના જોઈ શકાય.
ઉલ્લેખનીય છે કે નિહાન લાંબા સમયથી સોલિહના આલોચક રહ્યા છે. રાજ્જે ટીવીના એક અહેવાલ મુજબ નિહાને આરોપ મૂક્યો છે કે ઇસ્લામ એમડીપીના કથિત હુમલામાં સોલિહનું પણ સમર્થન છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો