You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તમને ખબર છે, માલદીવમાં 'માલ'નો અર્થ શું થાય છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજકીય ઉપરાંત ભારત સાથે માલદીવનો સાંસ્કૃતિક સંબંધ પણ છે, જે તેના નામ સાથે જ શરૂ થાય છે.
એમ કહેવાય છે કે, માલદીવમાં 'માલ' શબ્દ મલયાલમ ભાષાના શબ્દ માલાથી આવ્યો છે. માલદીવમાં માલનો અર્થ માળા અને દીવનો અર્થ દ્વિપ છે.
શ્રીલંકાના પ્રાચીન લેખ મહાવંશામાં માલદીવનો 'મહિલાદિવા' તરીકે ઉલ્લેખ જોવા મળે છે.
જેનો અર્થ 'મહિલાદ્વિપ' થાય છે. મહાવંશા પાલી ભાષામાં છે અને એમ કહેવાય છે કે, પાલી ભાષાના મહિલા શબ્દનો સંસ્કૃત અનુવાદ ભૂલથી માલા કરી દેવામાં આવ્યો છે.
માલદીવના નામનો અર્થ દ્વિપોની માળા એમ થાય છે, એવો દેશ જે ઘણા દ્વિપોનો સમૂહ છે.
માલદીવની ઉત્પતિ સંસ્કૃત શબ્દ માલાદ્વિપથી થઈ છે.
1200 ટાપુઓનો સમૂહ
હિંદ મહાસાગરમાં શ્રીલંકા પાસે પરવાળાથી બનેલા 1200 સુંદર ટાપુઓના સમૂહથી માલદીવ દેશ બન્યો છે.
ચોતરફ વાદળી સમુદ્રથી ઘેરાયેલા સફેદ રેતના બીચ ધરાવતા આ ટાપુઓ આખી દુનિયાના પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માલદીવ 1200 ટાપુઓનો સમૂહ છે, જે ભારતના સૌથી છેલ્લા દક્ષિણ કિનારાથી 700 કિમી. દૂર દક્ષિણમાં સ્થિત છે.
વર્ષ 1965માં બ્રિટનથી આઝાદી મળ્યા બાદ શરૂઆતમાં અહીં રાજાશાહી હતી અને નવેમ્બર 1968થી તેને પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું.
ઇબ્રાહિમ નાસિર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
1972માં અહેમદ ઝકીને વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા હતા, પરંતુ 1975માં પદભ્રષ્ટ કરીને તેમને એક ટાપુ પર મોકલી દેવામાં આવ્યા.
ત્યારબાદ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ તો રાષ્ટ્રપતિ નાસિર 1978માં સરકારી તિજોરીના લાખો ડૉલર્સ સાથે સિંગાપોર જતા રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો